________________
પ્રકરણ ૧૩ મું
૩૯
બ્રહ્મચર્યની રક્ષા કરનારી જે નવ વાડેનું શાસ્ત્રોમાં નિરૂપણ છે, તેમાં મુખ્યત્વે સ્ત્રીના સીધા તેમજ આડકતરા સંબંધથી દૂર રહેવાની વાત છે. અને બ્રહ્મનિષ્ઠ પુરુષે તેનું ખાસ પાલન કરે છે.
પ્રશ્ન -સ્ત્રીની મૂર્તિ-છબી વગેરે જેવાથી પ્રત્યેકને કામવિકાર ઉત્પન્ન થતે દેખાય છે, પણ શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમા જોઈને બધાને વિરાગભાવ ઉત્પન્ન થતે દેખાતો નથી, તેનું શું કારણ?
ઉત્તર- જેઓને મૂર્તિ પર દ્વેષ કે દુર્ભાવ છે, તથા પ્રકારના શિક્ષણ દ્વારા જેઓએ મૂર્તિપૂજા વિરોધી માનસ કેળવ્યું છે, તેઓને શ્રી વીતરાગની મૂતિ જેવા છતાં, શુભ ભાવ ઉત્પન્ન થે મુશ્કેલ છે, પરતુ જેઓ હળુકમી જીવે છે, તેમને તે શ્રી વીતરાગ પરમાત્માની શાન્તાકાર પ્રતિમાનાં દર્શન થતાંની સાથે જ રોમેરોમમાં અકથ્ય હર્ષ ઉભરાયા સિવાય રહેતો નથી.
જેમ દુષ્ટ વિચારોમાં મગ્ન કોઈ માણસને મુનિની શાન્તમૂર્તિ દેખીને પણ મનમાં ભક્તિભાવ ઉત્પન્ન ન થાય, તેમ જેણે મુતિ પ્રત્યે દ્વિષ કે દુર્ભાવ કેળવેલ હોય તેવા આત્માને મૂર્તિના દર્શનથી પણ ભક્તિ ઉત્પન્ન ન થાય એ બનવાજોગ છે. જો કે જગતને સામાન્ય નિયમ તે એ છે કે, ગુણવાનની મૂર્તિ દેખીને તેના જેવા ગુણો પ્રાપ્ત કરવા સહેજે ઉત્કંઠા થાય, તેમ છતાં તેમાં પણ અપવાદ હેમ-છે
શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે કે “જે માણવા તે રિવા, जे परिसवा ते आसवा
અર્થાત–પરિણામના વશથી જે આશ્રવનું કારણ હોય, તે સંવરનું કારણ બને છે અને જે સંવરનું કારણ હોય, તે આશ્રવનું કારણ બને છે.
ઈલાચીકુમાર પાપના ઈરાદાથી ઘેરથી નીકળ્યા હતા, છતાં. પરિણામની વિશુદ્ધિથી વાંસના દોરડા પણ નાચતાં-નાચતાં, સ્વરૂપવતી સ્ત્રી સાથે એખ પણ ઊંચી ન કરનાર મુનિરાજને જોઈને કેવળજ્ઞાન પામ્યા હતા. રાજાના નાના----
- ભારતચક્રવર્તીનું આરીસ-ભુવનમાં રૂપ જોવા જવું તે આવનું કારણ હતું. પણ મુદ્રિકાના પડવાથી શુભ ભાવનામાં આરૂઢ થતાં કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું હતું.
સ્વાદેલોલુપ માણસને કેરી જોઈને મેંમાં પાણી છૂટે છે, તે જ કેરીને જોઈને ત્યાગી મહાત્માની આંખમાં પાણી આવે છે.
આમ એક જ પદાર્થ એક વ્યક્તિ માટે આશ્રવનું કારણ બને છે, તે બીજી વ્યક્તિ માટે સંવરનું કારણ બને છે.