________________
૮૧
-
"-- . . " "
-
પ્રકરણ ૧૩ મું પરંતુ સ્તુતિ ભકિત કરનાર શુભ કર્મોપાર્જન કરી સ્વયમેવ સુગતિનું ભાજન બને છે અને નિંદક પિતે જ દુર્ગતિદાયક કર્મ ઉપાર્જન કરે છે..
બીજી વાત વિચારવાની એ છે કે બ્રહ્મચારી મહાત્માઓને સ્ત્રીની મૂતિ જેવાને નિષેધ કર્યો, પરંતુ સાક્ષાત સ્ત્રીના હાથે આહાર પાણી વહેરવાને નિષેધ કર્યો નહિ. સ્ત્રીઓ દર્શન કરવા કે વંદન કરવા આવે કલાકો સુધી વ્યાખ્યાન સાંભળવા બેસી રહે, ધર્મ ચર્ચા સબંધી પૂછપરછ કે વાર્તાલાપ કરે. વગેરે કાર્યોમાં સ્ત્રીને પરિચય હોવા છતાં નિષેધ ન કર્યો અને સ્ત્રીના ચિત્રામણવાળા મકાનમાં વસવાનો નિષેધ કર્યો; તેનું શું કારણ?
ચિત્રામણની સ્ત્રીની આકૃતિ તરફથી કાંઈ આહાર–પાણી મળી શકતાં નથી કે તેની સાથે બેલવું ચાલવું થઈ શકતું. નથી, ચિત્રામણની રમી ઊઠીને સ્પર્શ કરી શકતી નથી, છતાં શાસ્ત્રકારોએ તેને નિષેધ કર્યો, તેનું કારણ એટલું જ છે કે ચિત્ર કે, મૂતિ તરફ જેવી ચિત્તની એકાગ્રતી થાય, મનમાં ખરાબ સંક૯પ વિકલ્પ ઊઠે, ધર્મધ્યાનમાં બાધા પહોંચે તથા કમબધન થવાના પ્રસંગે ઉપસ્થિત થાય, તેવા ધર્મ નિમિત્તે સાક્ષાત્ પરિચયમાં આવનાર સ્ત્રી-પ્રસંગમાં સંભવતા નથી. કારણ કે ત્યાં અશુભ માગે ચિત્તની એકાગ્રતા કરવાને અવસર ભાગ્યે જ મળે છે. જ્યારે મકાનમાં સ્ત્રીની મૂર્તિ કે છબી હોય તો તે તરફ વારંવા૨ ધારી-ધારીને નિહાળવાનું અને તેમાં ચિત્તની એકાગ્રતા તથા મનની લીનતા થવાનું અવશ્ય આવે તથા પરિણામે દિલમાં કામવિકારે જાગૃત થઈ આવે. આવા અનેક અનિષ્ટને પૂરેપૂરે ભય છે. - સૂત્રકાર મહર્ષિઓની આજ્ઞા નિપ્રયોજન કે વિના વિચારે હાઈ શકે નહિ, એ ઉપરથી નિશ્ચય થાય છે કે, મનને સ્થિર કરી શુભ ધ્યાનમાં લાવવા માટે, શુભ એવા સ્થિર આલંબનની ખાસ જરૂર છે. તેવું સ્થિર અને શુભ આલ અને શ્રી જિનરાજની શાન મૂતિસિવાય બીજું એક પણ નથી.
આ આત્મા ખરેખર જે છે, તેવા આકારે મનને પરિણુમાવવા માટે શ્રી જિનરાજની મૂતિથી ચઢીઆકેઈ આલંબન ત્રિભુવનમાં નથી. આથી એ પણ સિદ્ધ થાય છે કે ઉત્તમ ધ્યાન અને મનની એકાપ્રતા કરવાની અપેક્ષાએ શ્રીજિનમુતિને દરજજો સાક્ષાત્ શ્રી જિનરાજ,
પ્ર. પૂ. ૬