________________
પ્રતિમા પૂજન
તેજ રીતે સાધુ મુનિરાજે સંવર અને નિરાનું કારણ છે, છતાં તેમને દુઃખે દેઈને તેમની નિંદા કરીને, અશુભ કર્મને આસવ કરનારા પણ હોય છે. પણ તેથી સાધુ મુનિરાજનું પૂજનીકપણું નષ્ટ થઈ જતું નથી.
સાક્ષાત પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને જોઈને પણ સંગમદેવ અને ગે વાળીઓ વગેરેને અશુભ પરિણામ થયા, તેમાં કારણ, તેઓને અશુભ ભાવ છે એક કવિએ કહ્યું છે કે
“पत्र नैव यदा करीरविटये दोषो वसंतस्य किम् । उल्लूको न विलोकते यदि दिवा, सूर्यस्य कि दूषणम् 'वर्षा नैव पतन्ति चातकमुखे, मेघस्य कि दूषणम् ।। यद भाग्य विधिनो ललाटलिखित देवस्य कि दूषणम् ॥"
અર્થ-કરીર (કેરડા)ના ઝાડ ઉપર પાંદડાં ન આવે, તેમાં વસંત ઋતુને શ ષ ?
ઘુવડને દિવસે ન દેખાય, તેમાં સૂર્યને શે દોષ ?
જળની ધારા ચાતક પંખીના મુખમાં નથી પડતી, તેમાં મેઘને શે દેષ ? અને
લલાટે લખાયેલ ભાગ્ય અનુસાર ફળ ભોગવવું પડે, તેમાં દેવને પણ શ દોષ ગણાય ?
એ જ રીતે દેવાધિદેવની મૂતિ તે શુભ ભાવનું જ કારણ છે, તેમ છતાં તેના દ્વેષી છને શુભ ભાવ પેદા ન થાય, તે ખરેખર તેમની જ કમનસીબી છે.
સૂર્યની સામે કોઈ ધૂળ ફેંકે કે સુગંધી પુષ્પ ફેંકે તે તે બને ફેંકનાર તરફ જ પાછા ફરે છે અથવા વજમયી દિવાલ પર કઈ મણિ કે પથ્થર ફે કે તે તે વસ્તુઓ ફેકનાર તરફ જ પાછી આવે છે, અથવા ચક્રવતી રાજાની નિંદા કે સ્તુતિ કરે તેથી તેનું કાંઈ બગડતું કે સુધરતું નથી, પણ નિંદક આત્મા પિતે જ દુઃખ પામે છે અને સ્તુતિ કરનાર પોતે જ ઉત્તમ ફળને પામે છે. બીજી રીતે જોઈએ તે પશ્ય આહાર કરવાથી ખાનાર મનુષ્યને સુખ મળે છે અને અપશ્ય ભજન કરવાથી ભજન કરનાર જ દુઃખી થાય છે, પણ આહારમાં વપરાયેલી વસ્તુને કંઈ થતું નથી, તે જ પ્રમાણે પરમાત્માની મૂર્તિની સ્તુતિભક્તિ કે નિંદા-હોલના કરવાથી અલિપ્ત પરમાત્માને કાંઈ થતું નથી,