________________
પ્રકરણ-૧૨ મું
૭૧
-
-
ઉપરનાં કેટલાંક દષ્ટા એવા છે કે, જેમાં શરીરને આકાર સરખો પણ નથી, છતાં એવી નિર્જીવ વસ્તુઓથી પણ સંતોષને અનુભવ મળી શકત જે દેખી શકાય છે, તો પછી સાક્ષાત્ પરમાત્માના સ્વરૂપને બંધ કરાવનારી મૂતિ', પૂર્ણાનંદપૂર્ણ મોક્ષને હેત કેમ ન
ન = ના નામ
શાન્ત મુદ્રાવાળી શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાની, તેમના નામ-ગ્રહણ પૂર્વકની પૂજા, જ્ઞાની એવા પ્રભુને અવશ્ય ભેટે કરાવી આપે છે. સેવક જેમ પોતાના સ્વામીની મૂતિ દ્વારા સ્વામીની પૂજા કરી પિતાનું કાર્ય સાધી લે છે, તેમ પરમાત્માની મૂતિ દ્વારા, પરમાત્માની પૂજા કરવાથી પૂજક પણ મહાન લાભને અવશ્ય મેળવી શકે છે. એ જ કારણે ઉપકારી મહાપુરુષોએ શ્રી અરિહંત પરમાત્મા વગેરેના ચારે નિક્ષેપાઓ સંસારી જીવોને પરમ ઉપકારી અને અત્યંત લાભદાયક બતાવ્યા છે.
જે વસ્તુના ભાવ-નિક્ષેપ ઉપર મનુષ્યને સંપૂર્ણ આદર હોય છે, તેનાં નામ, સ્થાપના, તથા ગુણના સમરણ-દર્શન કે શ્રવણથા જરૂર તે-તે વસ્તુ પરના પ્રેમ અને આદરમાં વૃદ્ધિ થાય છે. જેના ભાવ ઉપર પ્યાર છે. તેનાં નામ, મૂર્તિ કે ગુણને માન આગાથી તે સાક્ષાતુ. વસ્તુને જ માન અને આદર આપ્યાનો અનુભવ થાય છે.
કોઈ શ્રીમંત પિતાએ પરદેશથી પોતાના પુત્રને પત્ર દ્વારા સૂચના કરી કે-“અમુક માણસને પાંચ હજાર રૂપિયા આપજે !” હવે તે પત્ર તે પત્રને પિતાના પિતાના સાક્ષાત હુકમરૂપ માનીને તેને અમલ કરે કે નહિ ? કરે–એમ જ કહેશો, તે તે હુકમ કાગળમાં સ્થાપનારૂપ હોવાથી, સ્થાપના માનવા લાયક સિદ્ધ થઈ ગઈ.
કહેશે કે કાગળ માત્રથી અમલ ન કર ! તે તેમ કરનાર, પુત્રે પિતાની આજ્ઞાનું પાલન કર્યું ગણાશે કે ઉલંઘન કર્યું ગણાશે? પાલન નહિ, પણ અવશ્ય ઉલ્લંઘન કર્યું ગણશે. એ ન્યાયે શ્રી તીર્થકર-ગણધર–પ્રણિત સૂત્રોમાં પ્રતિપાદન કરેલ સ્થાપના નિક્ષેપાને માન્ય રાખનાર, ખૂદ ભગવાનનો જ આદર કરનારે બને અને માન્ય નહિ રાખનાર ખૂદ ભગવાનનું જ અપમાન કરનાર બને. એમાં લેશ માત્ર સંશય નથી.
કે
"
,
,
*
*
* *
*
*
જા - રાક જ
મા, મા
કામના 'અt 4
-
... ,
-
-
- -
-