________________
પ્રકરણ ૧૨ મું
-
ને
ના ,
.
*
* * * જાજ કં'- trav #
''
-
- -
દેવની મૂર્તિ, એ શ્રી જિનેશ્વર દેવની જ સ્થાપના હોવાથી તેની આશાતના કે અવિનય કરવાથી અશુભ ફળ મળે છે અને વિનય-ભક્તિ કરવાથી શુભ ફળ મળે છે.
વિનય એ શ્રી જિનશાસનમાં પાયાનો ગુણુ મનાય છે. તે ગુણના પાલનની ખાતર શ્રીજિનેશ્વરદેવની સ્થાપના સ્વરૂપ મૂર્તિની ભકિત વગેરે કરવી, એ પણ શ્રી જૈન ધર્મમાં મુખ્ય બાબત ગણાય એમાં કઈ નવાઈ નથી. વળી સાધુઓનાં વસ, પાત્ર, કંબલ. રજોહરણ અને મુહપત્તિ વગેરે ઉપકરણ અજીવ હોવા છતાં તેના વડે જ ચારિત્રની આરાધના થાય છે. - શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે કે-લાકડીના ઘડાથી ખેલતા બાળકને આઘો હઠાવવા માટે કઈ સાધુ એમ કહે કે હે બાળ કા તાર લાકડી હઠાવ ! તો તે સાધુને અસત્ય બોલ્યાને દેષ લાગે. એ દોષથી બચવા માટે સાધુએ એમજ કહેવું જોઈએ કે હે બાળક! તારે ઘેડે હઠાવ ! - લાકડીમાં કાંઈ સાક્ષાત ઘોડાપણું છે જ નહિ, માત્ર તેની અસ૬ભૂત સ્થાપના છે, તે પણ તેને માનવી જરૂરી છે તે પછી શ્રી જિન પ્રતિમા એ તે શ્રી જિનેશ્વવરદેવની સદ્દભૂત સ્થાપના છે તો તેને માન્યા વિના કેમ ચાલે ?
વળી ખાંડના રમકડાં જેવાં કે હાથી, ઘોડા, ગાય, કૂતરા, બિલાડા, વિગેરે ખાવાથી પંચેન્દ્રિયની હત્યા કર્યાનું પાપ લાગે, એમ દયાધર્મને સમજનારા સહું કઈ માને છે. તે બધી વસ્તુઓ નિર્જીવ છે તે પણ તેમાં જીવાણુની સ્થાપના હોવાથી જ ખાવાન નિષેધ કરવામાં આવ્યો છે. વળી ભીત ઉપર ચીતરેલી સ્ત્રીની આકૃતિ વિકારને હેતુ હોવાથી સાધુને તે જોવાની મનાઈ શાસ્ત્રોમાં છે. તે પણ નિર્જીવ વસ્તુ અસર કરનારી છે–એમ જણાવે છે. નિર્જીવ સ્થાપનાની જમ્બર અસર :
સ્થાપના નિર્જીવ હોવા છતાં, તેની કેટલી જબર અસર થાય છે, તે જાણવા માટે નીચેનાં દૃષ્ટાંતો જગ જાહેર છે.
(૧) પતિવ્રતા નારી પિતાના પ્રાણેશની છબીને જોઈને અત્યંત હર્ષ પામે છે, પરંતુ કદી ખેદ પામતી નથી.
***
*
*ી
'
ક
ઇ
.
સરકાર