________________
પ્રકરણ ૧૩ મું
૬૭
શ્રી અનુગ દ્વાર સૂત્રમાં દસ પ્રકારે, સ્થાપનાનું સ્થાપન કરવાનું કહેલું છે. કાષ્ટમાં, ચિત્રમાં, પિથીમાં, લેપ કર્મમાં, ગુંથનમાં, વેષ્ટન કિયામાં, ધાતુના રસ પૂરવામાં, અનેક મણિકાના સઘાતમાં, શુભાકાર, પાષાણમાં અને કોડામાં.
આ દશ પ્રકારોમાંથી કોઈ પણ પ્રકારમાં ક્રિયા તથા ક્રિયા વાળા પુરુષનો અભેદ માની, હાથ જોડેલા અને ધ્યાન લગાવેલા આવશ્યક ક્રિયા સહિત સાધુની આકૃતિ રૂપે અથવા આકૃતિ રહિત સ્થાપના કરવી અથવા આવશ્યક સૂત્રને પાઠ લખ, તે સ્થાપના આવશ્યક કહેવાય છે.
હાથ જોડેલ અને ધ્યાન લગાવેલ આવશ્યક ક્રિયા કરનારનું રૂપ જો સદ્ભાવ-સ્થાપના છે, તે પછી પદ્માસનયુક્ત, ધ્યાનારૂઢ, મૌનાકૃતિવાલી શ્રી જિનમુદ્રાસૂચક પ્રતિમા સ્થાપના-જિન કેમ કહેવાય નહિ ?
જે પ્રતિમા સ્થાપના જિન નહિ, તો પૂર્વોક્ત સ્વરૂપ આવશ્યક પણ સ્થાપના આવશ્યક કહેવાય નહિ અને એમ કરવા જતાં શ્રી અનચાગ દ્વાર સૂત્રના પાઠને અપલા ૫ જ થાય.
સૂત્રના પાઠનો લોપ કે અ૫લાપ જેને ન કરે , તેને તે શ્રી જિન સ્વરૂપ પ્રતિમાને “સ્થાપના-જિન તરીકે નિઃસંશય પણે સ્વીકારવી જ પડશે.
જે સ્થાપનાને નિરર્થક ગણવામાં આવે તો જૈનધર્મના તમામ સૂત્ર–સિદ્ધાન્ત પણ નકામાં થઈ જાય. કારણ કે તે પણ શ્રી વીતરાગ પરમાત્માના અરૂપી-જ્ઞાનના અંશરૂપી અક્ષાની સ્થાપના જ છે. અને જે સત્ર-સિંદ્ધાન્તને લેપ જ થઈ જાય, તે પછી જૈનધર્મને પણ લેપ જ થાય. એટલે જેઓને સર્વ જીવહિતકર ધર્મના લેપક ન બનવું હોય, તેઓને સ્થાપનાની અવગણના કરવી, કોઈ પણ રીતે ન જ પાલવે.
જેમ નામની સાથે ચારે નિક્ષેપા જોડાએલા છે, તેમ સ્થાપનાની સાથે પણ ચારે નિક્ષેપો જાડાયેલા છે. જે એમ ન હોય તે કૂતરાનું ચિત્ર જોતાં બિલાડાનું જ્ઞાન થવું જોઈએ અને બિલાડાનું ચિત્ર જોતાં કુતરાનું જ્ઞાન થવું જોઈએ પરંતુ કૂતરાનું ચિત્ર જોતાં કૂતરાનું જ જ્ઞાન થાય છે પણ બીજા કોઈનું નહિ તેનું કારણ એ છે કે, તે ચિત્ર જોતાંની સાથે જ કૂતરાના ચારે નિક્ષેપાનું ભાન થાય છે. જેનું ચિત્ર જોવામાં આવે છે, તેના ચારે નિક્ષેપા મનની અંદર ખડા થઈ જાય છે. જે તેમ
પાકાં જ
ન્મ
*.
-
- -
- -
* * * *
*
*
*
*
* * *