________________
પ્રકરણ ૧૨ મું
થાય છે. પરંતુ જ્યારે ડગલાના ઉદ્દેશથી “કેટ' શબ્દ વાપરવામાં આવે છે, ત્યારે પાછળના બે અર્થોને બંધ થતું નથી એ જ રીતે ગઢના હેતુથી “કેટ’ શબ્દ વાપરતાં ડગલા વગેરેનું જ્ઞાન થતું નથી અને ગરદનના ઉદ્દેશથી કેટ’ શબ્દ વાપરતાં, ગઢ વગેરેનું જ્ઞાન થતું નથી. તેનું કારણ તે ત્રણે વસ્તુના ચાર જુદા-જુદા નિક્ષેપાએ સિવાય બીજું
*
* *
*
*
અહી એટલું સમજી લેવાની ખાસ જરૂર છે કે- પ્રથમના ત્રણ નિક્ષેપ તેઓના જ વંદનીય અને પૂજનીય છે, કે જેઓને ભાવ નિક્ષેપે વંદનીય અને પૂજનીય છે. અને એ જ કારણે શ્રી ભગવતી સૂત્ર, શ્રી ઉવવાઈ સૂત્ર અને શ્રી રાયપસેણિ વગેરે સૂત્રોમાં શ્રી તીર્થંકર દે. અને બીજા પણ જ્ઞાની મહષિઓને નામ-નિક્ષેપે વંદનીય છે, એમ ફરમાવ્યું છે.
આગમગ્રંથોમાં તે-તે સ્થળેએ ફરમાવ્યું છે કે- શ્રી અરિહંત ભગવંતેના નામ ગોત્ર પણ સાંભળવાથી ખરેખર મહા ફળ થાય છે.
નામ નિક્ષેપાનું મહત્ત્વ જણુંવવા માટે શ્રી ઠાણુગ સૂત્રના ચોથા અને દસમા ઠાણામાં પણ ફરમાવ્યું છે કે
“વિશે હવે નરે, ત નહીં નામ , ટવ , વવसच्चे, भावसच्चे । तथा दसविहे सच्चे पन्नते, तजहा जणवय सम्मयठवणा, नामे रुवे पडुच्च सच्चे च । ववहारभावजोगे; दसमे उवम्म
- જન
અર્થ :- ચાર પ્રકારના સત્ય કહ્યા છે : નામ સત્ય, સ્થાપના સત્ય, દ્રવ્ય સત્ય અને ભાવ સત્ય તથા શ્રી તીર્થકર દે એ દસ પ્રકારનાં સત્ય બતાવ્યાં છે. જનપદ સત્ય, સમ્મતસત્ય, સ્થાપના સત્ય, નામ સત્ય, રૂપસત્ય, પ્રતીત્યસત્ય, વ્યવહારસત્ય, ભાવસત્ય, ગસત્ય અને ઉપમા ત્ય,
આ રીતે બે ચાર અક્ષરોના નામની મહત્તા અને મહાન ફળની સિદ્ધિ થાય છે, એવું શાસ્ત્રકાર મહર્ષિઓએ સ્થાને-સ્થાને પ્રતિપાદન કરેલું છે. તો પછી શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપનું તાદૃશ્ય ભાન કરાવનાર, તેઓશ્રીની શાન્ત આકારવાળી ભવ્ય મૂર્તિનું દર્શન-પૂજન કરવાથી અનેક ગુણવાળું અધિક ફળ મળે તેમાં આશ્ચર્ય શું છે ?