________________
ન-
૪-* * * *
* *
પ્રકરણ ૧૨ મું પછી તે જ વસ્તુની વિશેષ પિછાણ કરવી હોય, ત્યારે તેની આકૃતિ, આકાર કે સ્થાપના જાણવાની જરૂર રહે છે, તે સ્થાપના નિક્ષેપ. - તે જ વસ્તુ સંબંધી તેથી પણ વધારે જ્ઞાન મેળવવું હેય. તે તેના ગુણ-દેષને જણવવા વાળી તેની આગલી–પાછલી અવસ્થાનું નિરીક્ષણ કરવું પડે છે, તેને દ્રવ્ય નિક્ષેપ કહે છે.
અને એ ત્રણે નિક્ષેપાના સ્વરૂપને પ્રત્યક્ષ બંધ કરાવનાર સાક્ષાત્ જે વસ્તુ, તેને ભાવ-નિક્ષેપ કહે છે. ભાવ-નિક્ષેપનું યથાર્થ જ્ઞાન થવા માટે, પ્રથમના ત્રણે નિક્ષેપાના જ્ઞાનની જરૂર છે.
જંગલમાં અમૂલ્ય વનસ્પતિઓ હોવા છતાં, જે વનસ્પતિઓના નામ, આકારાદિનું જ્ઞાન નથી હતું, તેના ગુણની પણ ખબર નથી પડતી. જે બાળકને સમલ કે સર્પ વગેરે વિષય વસ્તુનાં નામ, આકાર વગેરેની ખબર નથી, તે બાળક સાક્ષાત સમલ કે સર્પથી બચી શકતો નથી. આથી એ સિદ્ધ થાય છે કે ભાવનું સાક્ષાત્ ભાન કરાવનાર એકલો ભાવ નથી, પરંતુ તેનું નામ, આકાર અને પૂર્વાપર અવસ્થા–એ સઘળું મળીને જ, કોઈ પણ પદાર્થના ભાવને નિશ્ચિત બાધ કરાવે છે. - કેવળ ભાવ નિક્ષેપાને માનીને જેઓ નામ વગેરે નિક્ષેપને માનવાની ના પાડે છે, તેઓને કોઈ દુષ્ટ માણસ પિતાની પૂજ્ય કે પ્રિય વ્યક્તિનું નામ લઈને નિંદા કરે કે તિરસ્કાર કરે, તે શું ગુસ્સે થતું નથી ? અથવા તે જ પૂજ્ય કે પ્રિયની તારીફ કે પ્રશંસા કરે, તે રાજી થતો નથી ? અવશ્ય થાય છે. આથી નામ નિક્ષેપ નકામે છે, એમ કહેવું તે ખોટું છે.
તે જ રીતે પિતાના પૂજ્ય આદિની છબી કે પ્રતિકૃતિને કોઈ વિત કરે છે, અથવા તેના ઉપર ડામર પડે તેને લાત મારે, તેના પર થુંકે, તો તેનાથી મૂતિને નહિ માનનારા ઓ પણ રાતા પીળા થઈ જાય છે. આ હકીકત સ્થાપના નિક્ષેપાની યથાર્થતા પૂરવાર કરે છે. તેમજ સ્થાપના નિક્ષેપ નકામો હોવાની વાતને બેટી ઠરાવે છે.
નામ અને સ્થાપનાની જેમ પોતાના પૂજ્ય વગેરેની પૂર્વાપર અવસ્થાની બુરાઈ કે ભલાઈ સાંભળવાથી રેષ કે આનંદ પેદા થાય છે અને પૂજ્યના સાક્ષાત્ અવર્ણવાદ સાંભળવાથી તેના રાગી લેક અવશ્ય દુ:ખ પામે છે તથા પ્રશંસા સાંભળવાથી સુખ પામે છે. તેથી ચારે નિક્ષેપ
. - -
- -
-ક પ્રાન ખા
* *
કાર
બી-નવીન " -*
':
-