________________
પ્રતિમા પૂજન
તુના નામ, આકાર :
(૩) દ્રવ્ય નિક્ષેપ-વસ્તુના નામ અને આકાર તથા અતીત અને અના
ગત ગુણ સહિત, પરંતુ વર્તમાન ગુણરહિત, તે દ્રવ્યનિક્ષેપ
કહેવાય છે. (૪) ભાવ નિક્ષેપ-વસ્તુના નામ આકાર અને વર્તમાન ગુણ સહિત,
તે ભાવ નિક્ષેપ કહેવાય છે. • દાખલા તરીકે-શ્રી જિનેશ્વર દેવનાં મહાવીર વગેરે જે નામો તે નામજિન. તેમની પ્રતિમા તે સ્થાપના જિન. જિન-નામ-કર્મ બાંધ્યું હોય એવા શ્રી જિનેશ્વર દેવના જીવ, તે દ્રવ્ય જિન અને સમવસરણમાં ધર્મોપદેશ આપવા માટે બિરાજમાન સક્ષાત્ શ્રી જિનેશ્વરદેવ,તે ભાવ જિન કહેવાય. આ રીતે શ્રી જિનેશ્વરદેવના ચાર નિક્ષેપ સમજવા.
આ ચાર નિક્ષેપાના અભાવે, કોઈ પણ વસ્તુનું વસ્તુપણું સિદ્ધ થઈ શકે નહિ.
જગતમાં શશ-શંગ (સસલાને શિંગડું) નથી, તે તેને વાચક શુદ્ધ શબ્દ પણ નથી કે, જે શબ્દ વડે તેનો બોધ થઈ શકે. જેનું નામ ન હોય તેની આકૃતિ પણ કઈ પ્રકારે બની શકે નહિ, જેને જોવાથી શશ શગની બાધ થાય.”
જેનું નામ અને આકાર ઉભય હોય નહિ, તેની પૂર્વાપર અવસ્થા અને વર્તમાન અવસ્થારૂપ પર્યાયના આધારભૂત દ્રવ્ય પણ હોય નહિ અને જ્યાં નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણેનો અભાવ હોય, ત્યાં વસ્તુને ભાવ કે ગુણ તે હોય જ ક્યાંથી ? માટે નામાદિ નિક્ષેપ વિનાને કોઈ પદાથ આ જગતમાં અસ્તિત્વ ધરાવેતે જ નથી, એટલે દ્રવ્યાદિ ત્રણે નિક્ષેપાને માન્યા સિવાય કેવળ ભાવ-નિપાને માનવાની વાત. એ શશ-શંગવત કલ્પિત છે. " જેનું નામ, તેની સ્થાપના ! જેની સ્થાપના, તેનું જ દ્રવ્ય ! અને જેનું દ્રવ્ય, તેને જ ભાવ-એમ પ્રત્યેક પદાર્થમાં ચારે નિક્ષેપ એકી સાથે રહેલા છે.
પ્રશ્ન-ર પ્રત્યેક નિપાનું વિસ્તાર પૂર્વક સ્વરૂપ શું છે ? " : ઉત્તર-કઈ પણ વસ્તુની પ્રથમ પીછાણ, કરવી હોય, ત્યારે સૌથી પહેલાં તેનું નામ જાણવાની જરૂર પડે છે, તે નામ નિક્ષેપ. નામ જાણ્યા
* નવરાત-જાત ન
ર