________________
૭૬
પ્રતિમા–પૂજન અર્થ : ભાવ ભગવંતના તદ્રરૂપણાની બુદ્ધિનું કારણ, “નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ જ છે. શુદ્ધ હૃદયવાળાઓને એ વાત શાસ્ત્ર પ્રમાણથી તથા સ્વાનુભવના નિશ્ચયથી વારંવાર પ્રતીત થયેલી છે. તે કારણે શ્રી અરિહંત પરમાત્માની પ્રતિમાને આદર કર્યા વિના જ, શ્રી અરિહંત પરમાત્માના ભાવને આગળ કરનાઓની બુદ્ધિ, આંધળાઓ દર્પણમાં પિતાનું મે જોવાની ચેષ્ટા કરે, તેના જેવી હાસ્યાસ્પદ છે.
આથી પણ સિદ્ધ થાય છે કે ભગવાનની ભાવાવસ્થા અતીન્દ્રિય હોઈ, ઈન્દ્રિ અને મનને અગોચર છે. તેને ઇન્દ્રિયે અને માનસગોચર કરવા માટે તેમનાં નામ, આકાર અને દ્રવ્યનું આલંબન, એ જ એ—સાધન છે.
જે પ્રભુના નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ ન હોત, તે ભાવ નિક્ષેપાની ભક્તિ છદ્મસ્થ માત્ર માટે સ્વપ્નવત જ રહેત. (૪) ભાવ નિક્ષેપ
જે જે નામવાળી વસ્તુમાં જે જે ક્રિયાઓ સિદ્ધ છે, તે તે ક્રિયાઓમાં તે તે વસ્તુઓ વતે, તે ભાવ-નિક્ષેપ છે. જેમ કે ઉપ
ગ સહિત આવશ્યક ક્રિયામાં પ્રવૃત્તિ કરી રહેલ સાધુ-એ ભાવ નિક્ષેપે “આવશ્યક ગણાય છે.
દરેક વસ્તુનું સ્વરૂપ આ રીતે ચારે નિક્ષેપાથી જાણી શકાય છે. તેમાંથી જે એક પણ નિક્ષેપ ન માનવામાં આવે, તો તે વસ્તુ, વસ્તપણે, ટકતી જ નથી. જે વસ્તુને જેવા ભાવથી માનવામાં આવે છે, તેના ચારે નિક્ષેપ તેવા ભાવને જ પ્રગટ કરે છે.
શત્રુભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ શત્રુભાવને પ્રગટ કરે છે અને મિત્ર ભાવવાળી વસ્તુના ચારે નિક્ષેપ મૈત્રી ભાવને પ્રગટ કરે છે. કલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા કલ્યાણકર ભાવને પેદા કરે છે અને અકલ્યાણકારી વસ્તુના ચારે નિક્ષેપા અકલ્યાણકર ભાવને પેડા કરે છે.
આ સંસારમાં સામાન્ય રીતે તમામ વસ્તુઓ હવે, રેય અને દઉપાદેય-એ ત્રણે ભેદમાંથી કોઈને કોઈ એક ભેદવાળી હેય છે.
દાખલા તરીકે સ્ત્રી-સંગ. સાધુઓને સ્ત્રીઓના સાક્ષાત્ સંગને નિષેધ કરવામાં આવ્યું છે. સાક્ષાત્ સંગ એ હોય છે. તેથી પણ સ્ત્રીઓનાં નામ, આકાર અને દ્રવ્યનો નિષેધ થઈ જાય છે. તેથી સાધુ પુરુષોને સ્ત્રીઓને ભાવ નિક્ષે ૫ જેમ વર્યું છે, તેમ નામ