________________
પ્રતિમા પૂજન
ટ
ન થતું હાય, તા ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમા જોતાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ થવું જોઇએ. કારણ કે ખ'નેના ભાવ નિક્ષેપ એક સરખા છે. ભાવ નિક્ષેપ એક સરખા હૈાવા છતાં, એક શ્રી તીર્થં કર દેવની મૂર્તિ જોવાથી અન્ય શ્રી તીર્થંકરદેવાના બેધ થતા નથી, તેમાં કારણ તરીકે એ મુર્તિની સાથે જોડાયેલા અન્ય નિક્ષેપાએ છે.
નિક્ષેપાના વિષય જો નકામા હોય, તા એક ‘કુમુદચન્દ્ર’નું નામ લેતાં કે તેની છબી જોતાં, જેટલા ‘કુમુદચન્દ્ર' હાય, તેટલા બધાનુ જ્ઞાન તે સમયે થવુ જોઇએ, પણ તેમ નથી થતું અને માત્ર એકનું જ જ્ઞાન. થાય છે. માટે એક નામ કે એક મૂર્તિ વાળ જુદા-જુદા પુરુષના ચારચાર નિક્ષેપા પણ જુદા-જુદા છે, એ વાત સિદ્ધ થાય છે.
ધારા કે કોઇના ગુરૂનું નામ ‘રામચન્દ્ર’ છે અને તે નામના અનેક પુરુષા સંસારમાં વિદ્યમાન છે. ગુરૂના નામવાળા ‘રામચન્દ્ર’ એવા અક્ષરમાં ગુરૂના આકારનુ કાઈ પણ ચિહ્ન તા છે જ નહિ, તે પછી નામ માત્રથી તે નામના અનેક પુરુષોમાંથી કેનું સ્મરણ થશે તથા કોને નમસ્કાર સિદ્ધ થશે ?
જો કહેશેા કે ‘રામચ’દ્ર’ શબ્દથી માત્ર પેાતાના ગુરૂનુ સમરણ અને ગુરૂને જ નમસ્કાર થયા, પણ બીજાને નહિ, તે કહેવું જ પડશે કે ‘રામચંદ્ર નામના ખીજા બધા પુરુષાને નમસ્કાર નહિ કરવા માટે અને કેવળ ‘રામચંદ્ર’ નામના પોતાના ગુરૂને જ નમસ્કાર કરવા માટે, ગુરૂની આકૃતિ આદિને મનમાં સ્થાપન કરેલ જ હશે! આ રીતે પ્રત્યક્ષપણે કે પરાક્ષપણે સ્થાપના નિક્ષેપ સ્વીકૃત થઈ જ જાય છે.
અહીં જો એવી શંકા થાય કે સ્થાપુના નિર્જીવ હાવાથી કા સાધક અને પૂજનીય કેમ બને? તે તેનું સમાધાન એ છે કે નિર્જીવ વસ્તુ માત્ર જો નિરર્થક અને અપૂજનીય હોય, તે શ્રી સમવાયાંગ, શ્રી દશાંશ્રુતરક"ધ તથા શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં ફરમાવ્યું છે કે ગુરુના પાટ, પીઠ, સથારી વગેરે વસ્તુએને પગની ઠોકર લાગી જાય, તા પણ શિષ્યને ગુરૂની આશાતનાના દોષ લાગે ! આ ફરમાન માટે શુ' કહેશેા ? ગુરૂની પાટ વગેરે તા નિર્જીવ જ છે.
પૂર્વોકત વસ્તુઓ નિર્જીવ હાવા છતાં, ગુરૂએની સ્થાપના હોવાથી તેના અવિનય કરવાથી શિષ્યને આશાતના લાગે છે અને વિનય કરવાથી કિત અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે શ્રી જિનેશ્ર્વર