________________
પ્રતિમા પૂજન
*
*
*
ધનને લાભ અને વ્યય-ઉભય કર્મબંધનું કારણ હોવા છતાં મંદિરાદિ બંધાવવામાં તેને ઉપયોગ થવાથી, કર્મ નિર્જરાનું કારણ બની જાય છે.
હંમેશાં પ્રતિમા પૂજવાથી તીર્થયાત્રા કરવાની શુભ ભાવના રહે છે. તીર્થયાત્રા કરવાથી ચિત્તની નિર્મળતા, શરીરની નિરગીતા અને દાન, શીલ તથા તપની વૃદ્ધિ વગેરે મહાન લાભ પ્રાપ્ત થાય છે. માંદગી વગેરેના કારણે સેવા-પૂજા ન થાય ત્યારે પણ ભાવના સેવાપૂજાની જ રહે છે અને તેથી કદાચિત મરણ પણ થાય, તોય જીવની શુભ ગત થાય છે.
મઘમઘતાં પુષ્પોથી લચેલી લતાઓના મંડપમાં બેસનારને અનાયાસે તેની સુવાસ વગેરે માણવા મળે છે, તેમ નિત્ય પૂજા કરવા જિનમંદિરે જનારને ત્યાંના દિવ્ય, પવિત્ર, શાન, ભક્તિસભર વાતાવરણને અનાયાસે પણ લાભ મળે છે.
શું ઘર કે શું રાજમહેલ ! આવા બધાં નિવાસસ્થાનનાં વાતાવરણ રાજસિક હોય છે, જ્યારે શ્રી જિનમંદિરનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક હોય છે, તેથી ત્યાં નિત્ય જનારમાં સાત્વિકતા પ્રગટે છે.
ગૃહસ્થોના આત્મ કલ્યાણ માટે મંદિર અને મૂર્તિ મુખ્ય સાધન છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે આરંભમાં આસક્ત થયેલા, છ કાચ જીવના વધથી નહિ બચેલા અને ભવાટવીમાં ભટકતા ગૃહને દ્રવ્યસ્તવ એજ આલંબનભૂત છે !
આવા આવા અગણિત લાભેના ભાગી બનવા માટે અન્ય કોઈ ન બની શકે, તો પણ શ્રી જિનેશ્વર દેવેની પ્રતિમાના પૂજન માટે તે દરેકે દરેક કલ્યાણકાંક્ષી મનુષ્ય તત્પરતા કેળવવી જ જોઈએ,
આ માનવભવમાં શ્રી જિનપૂજાની પવિત્ર અને કલ્યાણકર પ્રવૃત્તિ આચરવામાં લેશમાત્ર પ્રમાદ કરે-એ વિવેકી જનેને માટે ઉચિત નથી.
શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાના અગણિત લાભને સમજવા માટે શાસ્ત્રોમાં ઘણું ઘણું વિવેચન છે. તેમ છતાં અનેકવિધ કારણેસર જેઓ તેમાંથી સાર ગ્રહણ કરવામાં પાછા પડે છે, તેવા આત્માઓને હવે પછી પ્રસ્તુત પ્રશનોત્તરાત્મક વિવેચનથી પણ ઘણો લાભ થવા સંભવ છે. તેથી તેને વારંવાર વાંચવા-વિચારવાની ભલામણ છે.
*
*
*
* -- -- .
v
a
કા
,