________________
મૂતિને અમાન્ય કરવાથી થતા ગેરફાયદા
અને માન્ય કરવાથી થતા ફાયદા
મૂર્તિને નહિ માનવાથી થતાં નુકસાન
વિદ્યમાન વિશ્વ જેટલી જ પ્રાચીન મૂર્તિને નહિ માનવાના કારણે ૩ર ઉપરાંત આગમોથી પૂર્વ ધરોએ બનાવેલી નિયુક્તિ વગેરે જ્ઞાનના સમુદ્ર સમાન મહાશાસ્ત્રોથી અને તેના ઉત્તરમ સંબંધથી વંચિત રહેવું પડે છે તથા આગમનાં સૂત્રોને અને ગ્રંથકર્તા પ્રામાણિક મહાપુરુષોને અપ્રામાણિક કહી, જ્ઞાન અને જ્ઞાનીઓની આશાતનાનું ઘર પાપ ઉપાર્જન કરવાનું થાય છે.
મૂર્તિને નહીં માનવાથી શ્રી જિનાલયે જવાનું રહેતું નથી, તેથી જિન ધર્મની અતિ અગત્યની કડી સાથે સંબંધ સર્વથા છૂટી જાય છે. જિનદર્શનની સ્પર્શના માટે જરૂરી ભૂમિકાનું ઘડતર અટકી જય છે. પછી ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચવાની વાત પિકળ બની જાય છે
છ-સાત માસનું બાળક લાખ પ્રયત્ન પણ સ્વયમેવ ચાલી શકતું નથી, તેને માતા કે વડીલની આંગળી અથવા ચાલગાડીની જરૂર પડે જ છે. તેમ છમસ્થ માત્રને ધર્મના માર્ગમાં ચાલવા માટે, શ્રી જિન મૂર્તિની જરૂર પડે જ છે. છતાં તેને ઈન્કાર થાય છે, એટલે તેવા આત્માએ આત્મવિકાસની સઘળી તકે ગૂમાવી દે છે.
અને
કકકકક ,