________________
૫૪
પ્રતિમા પૂજન ભંડારમાં રૂપિયે ભકિતના ક્ષેત્રમાં વપરાય છે, માટે તે કાર્ય ઘણા ઊંચા મૂલ્યવાળું વિપકારી કાર્ય છે અને પોતાની જાત માટે વાપરેલે રૂપિયે એ તો સામાન્ય કોટિનું કાર્ય છે. જેને સ્વ–પરહિત સાથે લવલેશ સબંધ નથી. સ્વ દ્રવ્યના સદ્વ્યયને જ્ઞાનીઓએ આરંભનું કૃત્ય શા માટે કહ્યું છે, તે આ દાખલાથી સ્પષ્ટ થાય છે. હિંસાના ત્રણ પ્રકાર – હેતુ-સ્વરૂપ-અનુબંધ
સાધુ કે શ્રાવકનાં જેટલાં ઉત્તમ કાર્યો છે, તેમાં હિંસા નથી એવું નથી, પરંતુ એ હિંસા કર્મબંધનું કારણ નથી. કારણ કે હિંસા ત્રણ પ્રકારની કહે છે. (૧) હેતુ હિંસા (૨) સ્વરૂપ હિંસા અને (૩) અનુબંધ
હિંસા,
-
ન
-
-
-
-
-
-
અને 'કમળ
સંસારના કાર્યોની સિદ્ધિને માટે થતી હિંસા તે હેતુ-હિંસા છે, ધર્મકાર્યો માટે થતી અનિવાર્ય હિંસા તે સ્વરૂપ હિંસા છે અને મમિથ્યાદષ્ટિ આત્માથી થતી હિંસા, તે અનુબંધ હિંસા છે. તેમાં સ્વરૂપ હિંસા બંધનું કારણ નથી. "
ધર્મકાર્ય વખતે પ્રાણુને ઘાત કરવાની બુદ્ધિ નથી. રક્ષા કરવાની બુદ્ધિ છે છતાં અનિવાર્ય રીતે હિંસા થઈ જાય, તે સ્વરૂપ હિંસા છે. સ્વરૂપ હિંસા તેરમાં ગુણ સ્થાનક પર્યત ટળી શકતી નથી. પરંતુ તેને કેવળજ્ઞાનાદિ ગુણીની પ્રાપ્તિમાં પ્રતિબંધક માનેલ નથી.
હેતુ-હિંસા અને અનુબંધ હિંસા ત્યાજ્ય છે, કારણ કે તે સંસારના હેતુ ભૂત કિલષ્ટ કર્મોના ઉપાર્જનમાં હેતુ છે.
શ્રી આચારાંગાદિ સૂત્રોમાં અપવાદ પદે હિંસાદિનું સેવન કરનાર, મુનિવરેને તથા સમુદ્રના જળમાં અપકાયાદિની વિરાધના થવા છતાં શુભ ધ્યાનારૂઢ મુનિવરેને કેવળજ્ઞાન અને મુકિત પ્રાપ્ત થયાના દાખલાઓ છે.
સંયમશુદ્ધિ માટે જરૂરી સાધુ-વિહારાદિની જેમ શ્રી જિનભક્તિ આદિમાં થતી હિંસાને શ્રી જિન આગમે એ કર્મબંધ કરાવનારી માનેલ નથી. એલી દયાની નિરપેક્ષ પ્રધાનતા, એ લૌકિક માર્ગ છે. લોકોત્તર માર્ગ શ્રી જિનાજ્ઞાની પ્રધાનતામાં રહેલો છે.
T
* * *
*
*
* *
*
*
અમારા'