________________
પ્રકરણ-૧૦ મું
૫૩
આદિ સઘળાં ધર્મકાર્યો પણ વર્ષ ઠરશે. પરંતુ શ્રી આવશ્યક સૂત્ર શ્રી ભગવતી સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્ર વગેરે આગમમાં મુનિદાન, સાધુવિહાર અને સાધર્મિક વાત્સલ્ય વગેરે ધર્મ કાર્યો કરવાનું સાધુ તથા શ્રાવક બંનેને ફરમાન છે.
શ્રી ઉવવાઈ સૂત્રમાં રાજા કણિકે કરેલા પ્રભુના નંદન મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે.
શ્રી ભગવતી સૂત્રમાં ઉદાયન રાજાએ કરેલા ભગવાનનાં સામૈયાંએનું તથા તુંગીયા નગરીના શ્રાવકોએ કરેલ શ્રી જિનપુજાદિનું વર્ણન છે :
શ્રી વિપાક સૂત્રમાં સુબાહુકુમારનું વર્ણન છે. તેમાં મિથ્યા દષ્ટિ ગુણ સ્થાનકે રહેલા પણ તે સુબાહુકુમારે કરેલ સુપાત્રદાનથી પુણ્યબંધ તથા પરત્ત-સંસાર થયાનું કહ્યું છે. જે હિંસાના યોગથી કેવળ અધર્મ જ હેત તે સુબાહકુમારને પુણ્ય બંધની પ્રાપ્તિ તેમજ પરિમિત્ત સંસારિતાની પ્રાપ્તિ થઈ. તે કેવી રીતે બની શકત? ખરી વાત એ છે કે, જેમ દાન, તેમ શ્રી જિનપૂજા પણ પરિમિત્ત-સંસાર તથા પુણ્યધનું કારણ થાય છે.
શ્રી જિનપૂજા તથા સુપાત્ર દાનાદિ ધર્મ કાર્યોમાં આરંભ થાય છે, તે પણ તે સઆરંભ છે અને તેના ગે સંસારના બીજ અસદ્દ આરંભથી નિવૃત્ત થવાય છે, એ માટે લાભ છે. જેઓ ઘરબાર, પૈસા ટકા, કુટુંબ-કબીલા વગેરે. અસદ આરંભેથી નિવૃત્ત થયા નથી, તેઓને માટે દાન, દેવપૂજા, સાધર્મિક-વાત્સલ્ય વગેરે સઆરંભ હિત કરનારા અને કરણીય છે.
શ્રી રાયપણું સૂત્રમાં શ્રી કેશી નામના ગણધર ભતવતે પ્રદેશી રાજાને અસદ્ આરંભ ત્યજવાનું કહ્યું છે પણ સઆરંભને ત્યજવાનું કહ્યું નથી. સઆરંભમાં બે ગુણો છે જયાં સુધી સઆરંભ પ્રવર્તે ત્યાં સુધી અસઆરંભ થઈ શકે નહિ, અને સઆરંભમાં જે દ્રવ્ય વ્યય થાય, તે દ્રવ્યથી આરંભનું સેવન થાય નહિ.
દા. ત. એક ભાઈ પિતાના ખીસામાં રહેલા એક રૂપિયા મંદિરનાં ભંડારમાં નાખે છે, બીજા ભાઈ પિતાના ખીસામાંના રૂપિયા વડે મશાલાના પાન લે છે. આ બંને ભાઈઓના કાર્યમાં કર્યું કાર્ય ઉચ્ચ પ્રકારનું છે, તેને નિર્ણય વિવેકી પુરુષ તરત કરી શકે છે. તેમજ કહી દે છે કે
કમ
રૂ
.
5 ..
ને