________________
જિન-મંદિરોની ઉપકારતા
દેવભક્તિ માટે અલગ રૌત્યાલ જરૂરી.
સ્થાપનાની ભક્તિ, અપેક્ષાએ પૂજકના અધિક આદરને સૂચવનારી છે, આ વાત સિદ્ધ થયા પછી, સ્થાપનાની ભક્તિ માટે રૌત્યાદિની કેટલી બધી જરૂર છે, એ સમજવું અને સમજાવવું ખૂબ જ સુલભ થઈ પડે છે. કોઈ પણ શુભ પ્રવૃત્તિ, તેને માટેના અલગ સ્થાન વિના બદ્ધભૂલ થઈ શકતી નથી.
વિદ્યાભ્યાસ કે કળા--હુન્નર વગેરે શીખવા માટે નિશાળો, કોલેજો અને યુનિવર્સિટીઓ વગેરેનાં સ્વતન્ત મકાનોની આવશ્યકતા સૌથી પ્રથમ પડે છે તેમ દેવભક્તિ, ગુરૂભક્તિ કે ધર્મક્રિયા વગેરે કરવા માટે પણ અલગ સ્થાનનું નિર્માણ થયા વિના તે ભકિત વગેરેની કિયાઓ નિવિન થઈ શકે નહિ. કે જેઓ સ્કુલ, કેલેજ, યુનિવર્સિટી, બેડીંગ હાઉસ, વિદ્યાલય, અનાથાશ્રમ, જ્ઞાનશાળા. દાનશાળા, ધર્મશાળા, દવાખાના વગેરે માટે સ્વતંત્ર મકાનની હિમાયત કરે છે, તેઓ દેવભક્તિ માટે સ્વતંત્ર મકાનની જરૂર નથી, એમ કહી શકે નહીં. છતાં એમ કહેવા તૈયાર થાય, તે સમજવું જોઈએ કે, તેવા આત્માઓને અન્ય પદાર્થો માટે જે લાગણી છે. તેટલી પણ લાગણી દેવભક્તિ માટે છે નહિ.
બીજા બધાં કાર્યો જેમ જરૂરી છે, તેમ દેવભક્તિ પણ જરૂરી છે. અથવા તે બીજા બધા કાર્યો કરતાં દેવભક્તિ અધિક જરૂરી છે, એમ માનનાર વર્ગ અધિક સગવડપૂર્વક દેવભક્તિ થઈ શકે તેવાં મેનેહર અને રમણીય મૈત્યસ્થાનોની જરૂરીયાત જરૂર સ્વીકારે. જિનીત્ય એ