________________
પ્રકરણ ૯ સુ
૪૩
શ્રી તીર્થંકરદેવા જગતમાં પૂયતમ છે. તેનુ કારણ તેમની વિદ્વત્તા રાજ્યસત્તા કે રૂપર’ગાદિ નથી, પરં'તુ તેમનુ અગાધ અનુપમ, અપરિમેય વિશ્વવાત્સલ્ય છે, જેમાંથી તીર્થંકરત્વના જન્મ થાય છે.
એટલા માટે જૈન શાસ્ત્રકારાએ શ્રી તીર્થંકર પરમાત્માઓની લગ્ન, રાજ્ય, યુદ્ધ, લીલા કે ક્રીડાદિ ઘટનાઓને ઉપાદેય તરીકે આગળ કરી નથી. પરંતુ વન, જન્મ, દીક્ષા, કેવળ અને માક્ષ અવસ્થાઓને આગળ કરી, તેનીજ ઉપાસના કરવાનું ફરમાવ્યુ’ છે.
જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
' दर्शनाद दुरितध्व सी; वन्दनादवांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुम ॥'
અર્થ :-શ્રી જિનેશ્વર દેવનું દર્શન પાપને નાશ કરે છે, વંદન વાંછિતને આપનાર થાય છે અને પૂજન (બાહ્ય અને અભ્યંતર પ્રકારનું) લક્ષ્મીને પૂરનાર થાય છે. ખરેખર ! શ્રી જિનેશ્વર દેવ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.