________________
જેની જોડ જડે નહિ જગમાં એવું
જીવન જીવનારા
તીર્થકરોનું મહા મહિમાવંતુ જીવન
જગતમાં એકથી ચઢીઆતે બીજો મનુષ્ય મળી જ રહે છે. માટે જ શેરને માથે સવાશેરની કહેવત પ્રચલિત છે. કેઈરૂપ કે ગુણમાં, કોઈ જાતિ કે કુળમાં. કેઈ બુદ્ધિ કે શાસ્ત્રમાં, કેઈ કળા કે કૌશલ્યમાં, કોઈ ઋદ્ધિ કે સમૃદ્ધિમાં અને કેઈ લાભ કે ખ્યાતિમાં અજોડ હાય! તે પણ તે સર્વેના ગર્વ, મદુ, અહંકાર કે અભિમાન ઉતારનાર કઈ પણ હોય, તે તે શ્રી તીર્થંકરદેવનું જીવન જ છે, કારણું કે તેઓ સર્વદેશીય સર્વોચ્ચતાના સ્વામી હોવાનું સત્ય, સર્વ કાળના સર્વ વિવેકી પુરુષોએ એકમતે સ્વીકાર્યું છે. વિશ્વવંદ્ય શ્રી તીર્થંકરદેવની આંતર-બાહ્ય ગ્યા એટલી હદે અજોડ હોય છે કે, તેઓશ્રીના દેહનાં રૂધિર-માસ આદિ પણ દૂધ જેવા હોય છે. માટે જ તેમના
મરણ, દર્શન, વંદન, પૂજન, સ્તવન આદિથી માણસને પોતાની અલ્પતાને સ્પષ્ટ બોધ થાય છે તેમજ તેના જીવનમાં સાચી વિનમ્રતા પેદા થાય છે
ક્રોધ, ષ, ઈર્ષ્યા કે અદેખાઈ, માયા કે દંભ, અનીતિ કે અનાચારાદિ દોષને છોડી દેવાની સત્ય પ્રરેણા-આ જગતમાં કઈ પણ સ્થાનેથી મેળવી શકાતી હોય, તે તે પણ મુખ્યત્વે શ્રી તીર્થંકરદેવાનાં જીવનમાંથી જ મેળવી શકાય છે.