________________
પ્રભુ-પૂજાના લાભ અપાર
-
પર
દ્રવ્ય દયા અને ભાવવ્યા
શ્રીજિનેશ્વરદેવનાં મનોહર શૈ અને તેમાં વાધ બહુમાન પૂર્વક પ્રતિષ્ઠિત કરેલી રમણીય તથા મને મૂર્તિઓ અને તેનું સુંદર તથા આલાદક પૂજન વગેરે જોઈને લઘુકમી ભવ્યાત્માઓ. સમ્યગૂ દર્શનાદિ આત્મગુણોને પ્રાપ્ત કરે છે અને પરંપરાએ તેઓ દેશવિરતિ, સર્વ વિરતિ વગેરે ઉચ્ચ કક્ષાઓ પામી, સર્વ કર્મ રહિત બની, અનંત કાળ સુધી ત્રિલેકના સર્વ જીવોને સર્વ પ્રકારે અભયદાન દેનારા થાય છે. આથી સમ્યગ દર્શનાદિ ભાવ ધર્મોની પ્રાપ્તિનાં સાધનોને શ્રી જિનશાસને પરમ ઉપકારક લેખ્યાં છે, તેમજ તેમાં સાધ્યનો ઉપચાર કરીને પ્રાપ્ત શ્રેષ્ઠ સામગ્રી વડે ભક્તિ કરવાનું ફરમાન કર્યું છે.
જગતમાં દયા બે પ્રકારની છે. (૧) દ્રવ્ય દયા (૨) ભાવ દયા. દ્રવ્ય દયા કરતાં ભાવ દૃયા અનંતગુણી શ્રેષ્ઠ છે.
દ્રવ્ય દયા કેવળ દ્રવ્ય પ્રાણને ઉદેશીને છે. ભાવદયા ભાવ પ્રાણોને ઉદ્દેશીને.
દ્રવ્ય પ્રાણો અલ્પ કાળ ટકવાવાળા હોય છે. ભાવ પ્રાણોની સ્થિતિ અનંત કાળ સુધીની છે.
દ્રવ્ય પ્રાણોના ધારણ–પિષણથી થનારું સુખ અ૫ અને ક્ષણિક હોય છે, ભાવ-પ્રાણને પિષણથી પેદા થનારૂં સુખ નિરવધિ અને ચિરસ્થાયી છે.
- જનમ
-