________________
૨૮
-
A
અકસ'ધ
+ અ ર
પ -
- * *
-4ના
રે
મા, મા
પ્રતિમા–પૂજન ~ ~
~~ શ્રી જિનપૂજાથી થત કર્યક્ષય
શ્રી જિનપૂજન સમયે મૈત્યવંદન વડે ગુણતુત્યાદિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે.
પ્રભુ મૂર્તિનાં દર્શનાદિ કરવાથી દર્શનાવરણીય કર્મને ક્ષય થાય
પ્રભુપૂજાના સમયે યતન અને જીવદયાની શુભ ભાવનાથી અશાતા વિદનીય કમને ક્ષય થાય છે.
શ્રી અરિહંત પરમાત્મા તથા શ્રી સિદ્ધ પરમાત્માના ગુણ-સ્મરણથી અનુક્રમે દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય કર્મને ક્ષય થાય છે. - પ્રભુ પૂજનના શુભ અધ્યવસાયની તીવ્રતાથી આયુષ્ય કર્મને ક્ષય થાય છે.
શ્રી જિનેશ્વરદેવનાં નામાદિ લેવાથી નામકર્મને ક્ષય થાય છે.
શ્રી જિનેશ્વરદેવને વંદન પૂજનાદિ કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે...
તથા શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શકિત, સમય તથા અન્ય દ્વવ્યાદિને સદુપયોગ કરવાથી વીર્યંતરાય આદિ કર્મ ને ક્ષય થાય છે. ( આ પ્રમાણે શ્રી જિનપૂજામાં પુણ્યબંધ, દેશથી કે સર્વથી કર્મ નિર્જરા અને પરંપરાએ શાશ્વત સુખ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ સુધીના સઘળાં કાચે એકી સાથે સધાય છે.
શ્રી જિનપૂજા જેવું સહેલામાં સહેલું, આબાલ વૃદ્ધ સર્વ કોઈથી આચરી શકાય તેવું અને અનુપમ લાભને આપનારૂં અન્ય કોઈ કૃત્ય લકત્તર માર્ગમાં જડી શકે તેમૂ નથી. એથી તેની સામે સહેજ પણ ઉપેક્ષા ધારણ કરવી. તે સ્વ-કલ્યાણ પ્રત્યે જ ઉપેક્ષા ધારણ કરવા બરાબર છે. માટે સ્વ–પર કલ્યાણના અભિલાષી આત્માઓએ શ્રી જિનપૂજાદિ અનુષ્ઠાનમાં પિતે જોડાઈ અન્યને પણ જોડવા અને સ્વ. પરનું પારમાર્થિક કલ્યાણ સાધવું, એ જ સાચી ઉન્નતિ કોષ્ઠ માર્ગ છે. - ત્રિભુવનને પૂજ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી પૂજ્ય એવા સર્વ આત્માઓની પૂજા થઈ જાય છે, તેમજ એથી ઉપાદેય. સર્વ ગુણાનપ્રાપ્તિની સાચી ભૂખ જાગે છે. માટે સર્વ કાળના વિવેકી પુરુષેએ શ્રી જિનેશ્વરદેવની પુજા સેવા ભકિતને પોતાના જીવનનું સર્વોત્તમ કાર્ય ગણીને તેનું તે રીતે ત્રિવિધે ઉલ્લાસપૂર્વક પાલન કર્યું છે.
- તેમના
"* *બજ મજા