________________
૪૦
પ્રતિમા–પૂજન
મૂર્તિપૂજા આત્મકલ્યાણનું અતિશય અગત્યનું એક અંગ હેવાનું સ્પષ્ટ વિધાન ઉક્ત શ્લેક કહે છે. જેનું સમર્થન સર્વ કાળના પરમ પૂજ્ય મહર્ષિઓએ પણ કરેલું છે, તેમજ વર્તમાન વિશ્વમાં વિચરતા મહાત્માઓ પણ કરી રહ્યા છે. -
આ વાતના સમર્થનમાં શાસ્ત્રો સ્પષ્ટપણે ફરમાવે છે, કે અધિકાર અને મેગ્યતા પ્રમાણે સાધુઓ તેમજ શ્રાવકે માટે શ્રી અરિહંત પરમાત્માની ભાવપૂજા તથા દ્રવ્યપૂજા નિરંતર આવશ્યક છે. એને અમલ નહિ કરનાર સાધુ તથા શ્રાવક પ્રાયશ્ચિતને ભાગીદાર બને છે.
આમ મૂર્તિપૂજા એ આત્મકલ્યાણનું કેવું ઉત્તમ અંગ છે, તે સ્પષ્ટ થાય છે. પિતાના દેહના વિવિધ અંગેનું મહત્વ સમજનારા સહુને પિતાના ભાવિદેહના અતિશય અગત્યના આ અંગનું યથાર્થ મહત્તવ
સ્વ–મતિથી સમજાય તે સારું, નહિતર ગુરૂ-મતિથી તેમજ શાસ્ત્ર--મતિથી પણ સમજીને સ્વીકારવાની અત્યંત જરૂર છે.
જે પદાર્થનું યથાર્થ જે મૂલ્ય હોય તે મૂલ્ય આંકવું તેમાં બુદ્ધિમત્તા અને વિવેક છે. આપણા અંગને ઉચ્છેદ આપણને માન્ય નથી, તે પછી મુર્તિપૂજાને કે મુતિને ઉછેદ કરવાની તો કલ્પના પણ શી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. તીર્થ હોય, ત્યાં પૂજા હોય જ
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં એકેક ચોવીસી થાય છે. દરેક ચોવીસીમાં વીસ ચોવીસ તીર્થંકર પરમાત્માઓ થાય છે. એવી અનંત વીસીઓ અતીત કાળે થઈ ગઈ છે અને અનાગત કાળે થશે.
શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં તે શ્રી તીર્થકરેને વિરહ જ નથી. ત્યાં સર્વ કાળ તીર્થકરે વિદ્યમાન હોય જ છે. એટલે જ્યારે-જ્યારે અને
જ્યાં-જ્યાં તે પરમપકારી તીર્થપતિઓનું તારક તીર્થ પ્રવર્તતું હોય, ત્યારે-ત્યારે અને ત્યાં-ત્યાં શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો અને મુતિએ અને તેની ઉપાસનાનું અસ્તિત્વ કાયમનું જ છે. કારણકે શ્રીજિનેશ્વર દેના પવિત્ર માર્ગમાં શ્રી જિનેશ્વરદેવની પૂજા, એ સમ્યક્ત્વ-શુદ્ધિનું એક પરમ અંગ અને આત્મન્નિતિનું અદ્વિતીય સાધત મનાયેલું છે. આ હકીકત મુર્તિ અને તેની પૂજાની શાશ્વતતાની સ્પષ્ટ ઘોતક છે.
ક
.