________________
૩૦
પ્રતિમાપૂજન
આમ
શકાય? કેવળ જીવવધુને જ હિંસા કહેવામાં આવશે, તે નદી ઉતરનાર, અને પ્રામાનુગ્રામ વિહાર કરનાર સાધુને પણ હિ સક જ કહેવા પડશે. લોચાદિ કષ્ટોને સહન કરનાર, ઉગ્ર તપશ્ચર્યાએ વડે શરીરને શોષવનાર તથા મહાવ્રતના સંરક્ષણ આદિ માટે અવસરે પ્રાણના ભેગે આપનાર પણ હિંસાના કાર્યો કરનાર છે, એમ કહેવું પડશે.
આની સામે “એ બધાં કાર્યો માટે ભગવાને આજ્ઞા કરેલી છે એમ કહેવામાં આવે, તે એ સાથે જ પ્રશ્ન પૂછવું પડશે કે, હિંસાનાં કાર્યો માટે ભગવાન કદી આજ્ઞા કરે ખરા ? શું ભગવાનને હિંસા કરવાની નહિ, પણ કરાવવાની છૂટ હોય, એમ બની શકે ખરૂં?” ભગવાન તે ત્રિકરણ યેગે હિંસાને ત્યાગ કરનારા હોય છે, માટે તે–તે કાર્યોમાં જે હિંસા જ હોત, તો ભગવાન કદી પણ તેવી આજ્ઞા આપત જ નહિ ! પરંતુ નદી ઉતરવી વગેરે કાર્યો સંયમની રક્ષા માટે છે. પૌગલિક હેતુસર નથી, તેથી તે તે પ્રવૃત્તિઓને હિંસક નહિ પણ અહિંસક પ્રવૃત્તિઓ જ ગણેલી છે, અને જે તેવી પ્રવૃત્તિઓને પણ હિંસક પ્રવૃત્તિઓ કહેવામાં આવે, તે એક પણ સત પ્રવૃત્તિ કેઈ કરી શકે નહિ. તેવી રીતે દાન-પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં ખપે, દયા પાળવાની પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં ખપે ચાવત્ શ્વાસ લેવા મૂકવાની પ્રવૃત્તિ પણ હિંસક પ્રવૃત્તિમાં જ ખપે. પછી તે મડદા જેવી નિચેષ્ટતા જ સ્વીકણીય બની રહે. જીવનને સાર્થક કરવાની ઉત્તમ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ સદંતર બંધ કરવી પડે. એટલે હિંસા-અહિંસાના સમગ્ર સ્વરૂપને શાસ્ત્ર દષ્ટિએ સમજી સ્વીકારીને કર્તવ્ય-અકર્તવ્યને નિર્ણય કરવું જરૂરી છે.
| જે કાર્ય કે પ્રવૃત્તિ કરું છું, તેને શ્રી જિનાજ્ઞાને ટેકે છે કે નહિ? શાસ્ત્રનું સમર્થન છે કે નહિ? પૂર્વ મહર્ષિઓએ આવી પ્રવૃત્તિને નિષેધી છે કે અપનાવી છે ? તેમાં મારો હેતુ શું છે? જે હેત છે. તે વિષય-કષાયને પિષવાને છે કે આત્માને નિર્વિષયી-નિકષાયી બનાવવાનું છે ? આને વિચાર જરૂરી છે. કહેવાને સાર એ છે કે, સ્વા પર હિતકારી ધાર્મિક આચરણમાં હિંસાની મને કલ્પિત વ્યાખ્યાને આગળ કરવી ન જોઈએ. નહિતર સમગ્ર જીવન બંધિયાર જળાશય જેવું બનીને ગંધાઈ ઉઠે.