________________
પ્રકરણ-૪ થું
-
- -
જેને સાકાર અને નિરાકાર-ઉભય અવસ્થાવાળા પરમેશ્વરને માને છેઃ સાકાર પરમેશ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માનવા સાથે, શાસ અને તના ઉપદેશક માને છે. તેથી તેઓને નિરાકાર અને સાકાર પરમેશ્વરની તે તે અવસ્થાએ વંદનીય, નમનીય અને પૂજનીય હોય, તે સમજાઈ જાય તેવી હકીકત છે. જે તેઓ ઉપકારીઓની તેવી ભાવદશાને પણ વંદનીય વગેરે ન માને, તે તેઓ ગુણસમૂહથી ભરેલા સર્વગુણ સંપન્ન પુરુષોને પણ આદર કરનારા ન રહે અને ઉપદેશ વગેરે દ્વારા પિતાના ઉપર થયેલા અપ્રતિમ ઉપકાર વગેરેને પણ ન જાણી શકે. માટે વિતરાગ, સર્વજ્ઞ અને તપદેશક પરમેશ્વરેની પૂજનીયતા આદિ સ્વીકારવામાં કઈ પણ વિવેકી માણસને લેશ પણ હરકત હોઈ શકે નહિ.
ગુણ–બહુમાન અને કૃતજ્ઞતા આદિ ગુણોની કિંમત સમજનારાઓ, તો તેવા સર્વશ્રેષ્ઠ, ઉપકારી અને સર્વોચ્ચ ગુણથી ભરેલા મહાપુરુષની સેવો, પૂજા, આદર, ભક્તિ, વંદન, સ્તુતિ વગેરે થાય, તેટલાં ઓછાં ગણાય, એવી જે માન્યતાવાળા હોય છે.
કેઈ એક ગુણની પ્રાપ્તિ પછી જીવન કેવું દપે છે ને મન કેવું શાન બને છેતેનો અનુભવ કરનારા સહુ ગુણગ્રાહી આત્માને સર્વગુણના પ્રકર્ષને પામેલા વીતરાગ, સર્વજ્ઞ શ્રી અરિહંત પરમાત્માના ચારે નિક્ષેપની સેવા-પૂજાભક્તિ એક સરખાં કરણીય લાગે.
એ સેવા-પૂજાદિથી તે મહાપુરુષોને કઈ પણ જાતને ઉપકાર નહિ થતા હોવા છતાં, તેમાં તલ્લીન રહેનાર આત્મા, પિતાના શુભ પરિણામથી, કર્મ નિર્જરા આદિ ઉત્તમ ફળને અવશ્ય પામે છે.
પૂજ્યની ભાવ અવસ્થાનું પૂજન પણ પૂજકના ગુણ બહુમાન તથા કૃતજ્ઞતા વગેરેના આધારે જ ફળ આપે છે. તે પછી એ જ ગુણ બહુમાન અને કૃતજ્ઞતાના શુભ અધ્યવસાયથી તથા આત્મ-નિર્મળતા સાધવાના ઉત્તમ પરિણામથી મૂતિ દ્વારા પૂજ્યનું વંદન ઉપાસન વગેરે થાય, તે તે કર્મ નિર્જરાદિ ઉત્તમ ફળને અવશ્ય આપે જ. સ્થાપનાનાં આરાધકની સાપેક્ષ મહત્તા :
દેવ-ગુરૂ વગેરેની આરાધનાથી થતી કર્મનિર્જરા દેવ-ગુરૂ આદિના આલંબનને કારણે આરાધકને થયેલા શુભ પરિણામને આધીન છે!
નાનક