________________
રેo
પ્રતિમા પૂજન તેથી તે અવસ્થાની પૂજયતાની ખાતર પણ મૂર્તિને માનવાની આવશ્યકતા રહે છે..
જેઓ ગેખલા વગેરેની સ્થાપના કરીને પોતાના ઈષ્ટને વંદનનમન આદિ કરે છે, તેઓને પણ સ્થાપનાને તે માનવા જ પડે છે. કિન્તુ તે સ્થાપના માં આકાર આદિનું સાશ્યપણું હોતું નથી, તેથી. તેવાઓની દશા ઉભયથી ભ્રષ્ટ થવા જેવી થાય છે. પોતાની માન્યતા મૂકવી પડે છે અને ફળ મળતું નથી. જેઓ સ્થાપનાને બિલકુલ માનતા. નથી, તેઓ પોતાના મુખ કે દષ્ટિ સન્મુખ કોને રાખીને વંદન-નમસ્કાર આદિ કરે છે ? તે અત્યંત વિચારણીય છે. જે કઈ પણ વસ્તુને સન્મુખ રાખ્યા વિના જ તેઓ વંદન નમસ્કાર આદિ કરતા હોય, તે તેઓ ઈષ્ટ માર્ગે આગળ નથી વધી શકતા. પણ હવામાં બાચકા ભરનાર જેવી દશામાં મૂકાય છે.
જે આવા લોકે પિતાના ઈષ્ટની માનસિક મૂર્તિને કલ્પીને, તેમની સન્મુખ વંદન-નમન આદિ કરતા હોય, તો તેવી અદશ્ય અને અસ્થિર મૂર્તિને કલ્પિત રીતે નમવા વગેરેથી જે ફળ પ્રાપ્ત થાય, તેના કરતાં દશ્ય અને સ્થિર મૂર્તિની સન્મુખ સાક્ષાત્ વંદન-નમનાદિ. કરવાથી અધિક ફળ મળે જં, તે સ્વભાવિક છે. વળી તેવી માનસિક મૂર્તિ કલ્પવાનું સામર્થ્ય સામાન્ય મનુષ્યમાં સંભવી શકતું નથી, એટલું જ નહિ, પરંતુ તેવી માનસિક મૂર્તિ કલ્પવાની શક્તિ પણ દશ્ય અને સ્થિર મૂર્તિને જોવાથી જ આવી શકે છે એટલે તેને પણ માનસિક મૂર્તિ કરતાં દશ્ય મૂર્તિ જ ઉપકારક થાય છે, એમાં લેશ માત્ર સંદેહ નથી.
આથી એ નક્કી થાય છે કે ખોટી જીદ અથવા મિથ્યા-મમતાને વશ થઈને માનસિક મૂર્તિની કલ્પનામાં રાચવું તે વિવેકી પુરુષને માટે અગ્ય છે. મન પળે પળે કેટલા રંગ કરે છે, તે સૌને વિદિત છે. એવા મનને દશ્ય અને સ્થિર મૂર્તિ સ્થિર બનાવી શકે છે, પણ કાલ્પનિક મૂર્તિ સ્થિર બનાવી શકતી નથી-એ પણ એક હકીકત છે. જૈનની માન્યતા
- અશરીરી સિદ્ધાને પૂજે છે, તે પણ એ અશરીરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે આત્મા એાએ જે કાંઈ પ્રયોગો આચર્યા. હોય છે, તે સાકાર અને સશરીરી અવસ્થામાં જ આચરેલા છે, તેથી. તે અવસ્થાની પૂજનીયતા પણ જેનેને માનનીય છે.
-
Ry: _'++ * * *
* *
*