________________
**
છે કે
એ
કે,* *
-
-
-
+
પ્રકરણ ૩ જુ મકાનની અવિદ્યમાન અવસ્થામાં કુશળ કારીગર, તેના પ્લાનને વારંવાર જોઈને જ મકાન બાંધવાનું કામ પૂરું કરી શકે છે. એ પૂરું ન થાય, ત્યાં સુધી, તે કારીગરને પ્લાન હંમેશાં અને હર ઘડીએ દષ્ટિ સન્મુખ રાખવો પડે છે, તેમ ઉપાસક આત્માને પણ પિતાના આત્માને ઉપાસ્ય સમાન બનાવવા માટે, જ્યાં સુધી ઉપાસ્ય સમાન નિર્મળતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ઉપાસ્યની સ્થાપનાને હર ઘડી સમુખ રાખવી જ પડે, તેને એક પળ પણ દૂર કરી શકાય નહિ-એ તદ્દન સહજ છે.
અહીં કેટલાક એવા પણ તર્ક ઉઠાવે છે કે
કારીગરને મકાનના પ્લાનને માત્ર નજર સન્મુખ રાખવાની જરૂર છે, નહિ કે તેની પૂજા કરવાની. તેમ ઉપાસક ઉપાસ્યની સમાન બનવા માટે ઉપાસ્યની મૂર્તિને ભલે નજર સામે રાખે પરંતુ તેને પૂજવાની શી જરૂર?
આ જ તર્કને લંબાવીને કેટલાક કહે છે કે,
કારીગર પ્લાનની પૂજા કરે એ જેટલું અઘટિત અને હાસ્યાસ્પદ છે, તેટલું જ અઘટિત અને હાસ્યાસ્પદ જડ સ્થાપનાની પૂજા-સેવા વગેરે કરવાં-તે છે ! આમ માનવામાં ખોટું પણ શું છે ?
આ તર્ક ઉપલક દષ્ટિએ જરા આકર્ષક લાગે છે, પરંતુ ઊંડા ઉતરીને વિચારતાં તેની પણ પોકળતા સ્પષ્ટ તરી આવે છે.
કારીગરને જે મકાનનો પ્લાન નિરંતર જોવા લાયક છે, તે મકાન કાંઈ ઉપાસના કરવા લાયક નથી. જ્યારે ઉપાસક જેની સ્થાપનાને પૂજે છે; તે સ્થાપ્ય તેને વંદનીય, પૂજનીય અને ઉપાસનીય છે.
પ્લાનનું સ્થાપ્ય (મકાન) જેમ અપૂજનીય છે, તેમ જેની સ્થાપના છે, તે સ્થાપ્ય પણ જે અવંદનીય, અપૂજનીય કે અનુપાસનીય હોત, તે તો અવશ્ય તે સ્થાપનાની પૂજા વગેરે હાસ્યાસ્પદ અને નિરર્થક ઠરત પરંતુ અહીં સ્થાપનાના વિષયમાં સ્થાપ્ય તો પરમ ઉપાસ્ય છે. - સાક્ષાત્ સ્થાપ્યની ઉપાસના ઉપાસકના કાર્યની સિદ્ધિ જે રીતે કરી આપે છે, તે જ રીતે સ્થાપ્યની સ્થાપનાની ઉપાસના પણ ઉપાસકના કાર્યને સિદ્ધ કરી આપે છે.
* જે મૂળ વસ્તુ પુજનીય હોય છે, તેનું નામ પણ જે પૂજનીય હોય તો તેના આકાર વગેરે પૂજનીય તેમજ પાવનકારી અને તેમાં આશ્ચર્ય જ શું ? આમ આ તક સર્વથા નિરાધાર, ઠરે છે. પ્ર. પૂ. ૨
ત્ર
કામ