________________
- ન
મક
કામ કરી
રે ,
- પ્રકરણ રજુ શ્રી જિનેક્ત મોક્ષમાર્ગ જ એવો છે કે તેની આરાધના માં ઓછામાં ઓછી હિંસા અને વધુમાં વધુ અહિંસા રહેલી છે. તેથી ભીતના કામ ઉપાસક જેટલી વખત જોડોય છે, તેંટલે વખત તે પિતાની
સ્વાભાવિક હિંસાથી પણ ઘણા અંશે નિવૃત્ત થાય છે, એટલું જ નહિ, પણ સર્વથા અહિંસકપણું પામવાને અહિંસા-ધર્મની ટચે પહોંચેલા પરમ અહિંસક પરમાત્માની એ ભક્તિ કરે છે, એના પરિણામે ભવિષ્યમાં તે સાવદ્યથી અટકીને નિરવઘતાને વધારેને વધારે પામે છે. - થાક્યાને આરામ, ભૂખ્યાને ભેજન, તરસ્યાને જલ, તેમ પાપ વ્યાપારમાં ગળાબૂડ જી માટે જિનભક્તિ ઉપકારક છે. જેમાં મૂર્તિ પૂજા આદિને સમાવેશ છે. કોઈ કહે કે મને સુખડના લેપથી ઠંડક નહિ, પણ ગરમીને અનુભવ થાય છે. તે આવું કહેનારને દુનિયા ગાંડે ગણી લે છે. તેમ જ કોઈ આત્મા મૂર્તિપૂજા આદિ ભક્તિનાં કાર્યોને હિંસાનાં કાર્યો કહે, તો તે પણ ઉપરના માણસ જેવા જ કરે, તે સ્વાભાવિક છે. આકારને નહિ માનવાની વાત કેવળ અજ્ઞાનજન્ય
નામ-ભક્તિ કે આકાર-ભક્તિને છેડી ગુણ-ભક્તિની વાત કરનાર આત્માઓ કે નામ–ભક્તિને માનીને આકાર–ભક્તિને છોડી દેનાર આત્માઓ, ઉપાસ્યની યથાર્થ ભક્તિ કરી શકે છે–એમ માનવું એ કેવળ આત્મવંચના છે. નામ અને આકાર વિના અરૂપી ઉપાસ્ય કે તેમના ગુણેનું ગ્રહણ સર્વથા અસંભવિત છે.
મને દયા ગુણ ગમે છે, એમ કહેનારા માનવીને પરમ દયાળુ શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિ ગમે ! એમ મને વિજ્ઞાન કહે છે, તર્કશાસ્ત્ર કહે છે અને ન્યાયશાસ્ત્ર પણ કહે છે.
મને પિતાજી ગમે છે, પણ એમની સેવા કરૂં તે હિંસા થાય, એવું કહેનારા માણસ અને આ માનવભવમાં મને શ્રી જિનગુણ ગમે છે, પણ તેમની મૂર્તિની પૂજા કરૂં તે હિંસા થાય, એવું કહેનારા માણસ વચ્ચે તાવિક રીતે કોઈ તફાવત નથી, આ નામ એ આકારને બંધ કરાવવા દ્વારા ઉપાસ્યના ગુણનું સ્મરણ કરાવે છે. જ્યારે કોર એ નામના પણું આલંબન વિના સાક્ષાત ગુણેનું સ્મરણ કરાવે છે. નામ અને આકારમય જગતમાં વસીને નામ અને આકારને નહિ માનવાની વાત કરવામાં બુદ્ધિહીનતા છે.