________________
'મારા રાજ
4 * r: તાવ :: દરજી
પ્રકરણ ૨ જુ મૂર્ત [ઈન્દ્રિય-ગોચરી પદાર્થોના ઘણા ખરા ગુણધર્મ પણ અમર્ત(ઈન્દ્રિય-અગોચર) હોય છે, તે પછી અમૂર્ત પદાર્થોને સઘળા ગુણધર્મો અમૂર્ત હોય, તે સ્વાભાવિક છે. અમૂર્ત પદાર્થોનાં અમૂર્ત ગુણધર્મો સવરૂપ તેમનાં નામ અને આકાર સિવાય અન્ય રીતે જાણી શકાય. એ કોઈ ઉપાય આ જગતમાં હજી સુધી શેાધાચો નથી !
અમૂર્ત કે મૂર્ત – બેમાંથી એક પણ પદાર્થના સઘળા ગુણધર્મો અને તેના સ્વરૂપને છદ્મસ્થ આત્માઓને તેમના નામ અને આકારના આલંબન વિના અંશમાત્ર પણ થઈ શકતું નથી. આમ છતાં તેની ભક્તિ કે ઉપાસના, તેના નામ કે આકારનું આલંબન લીધા વિના જ થઈ શકે, એમ માનવું એ મોટી ભૂલ છે. નામની ભક્તિનો સ્વીકાર ! અને આકાર ભકિતનો ઈન્કાર !
નામની ભક્તિને સ્વીકાર કર્યા પછી તે નામ જેનું છે, તેના આકારની ભક્તિનો ઈન્કાર કરે-એ બાબત તેં પોતે નામને જ ભક્ત હેવાને પુરાવે છે. જેને “ભારત આ નામ ગમતું હોય, તે પછી તેની નજર સમક્ષ ભારતને નકશે આવે, તે તે રાજને રેડ થઈ જાય કે નારાજ થઈને તે નકશા ઉપરથી નજર ઉઠાવી લે? એમ કહેવું જ પડે કે, એ નકશાને મન દઈને નિરખ્યા જ કરે !
કઈ એક દષ્ટિકોણથી એમ પણ કહી શકાય કે, નામથી જેટલા પ્રમાણમાં કામ સરે છે, તેના કરતાં અધિક પ્રમાણમાં આકારથી સરે છે. દા. ત. એક જાહેર સભામાં સભા સંચાલકે માઈક ઉપર અશોકભાઈને બોલાવ્યા. એટલે સભામાં હાજર રહેલા બધા અશકભાઈએ ઊભા થઈ ગયા. તે જોઈને એક સભાજન બેલ્યા. આપને કયા અશેકભાઈની જરૂર છે? તે વિગતે જણાવે અથવા તેને ફેટે રજૂ કરે ! આમ, નામ કરતાં આકૃતિ વધુ સહાયક નીવડે છે, તે આ દાખલાથી સમજાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, દેહાકારના નામની ભક્તિનું ફળ માનવા છતાં સાક્ષાત્ દેહાકારની ભક્તિને નિષ્ફળ માનવી, એમાં બુદ્ધિમત્તા નથી. નામ કે નામની સ્થાપના–એ જેમ શબ્દાત્મક જડ મુદ્દગલોથી અનેલ છે, તેમ દેહાકાર કે તેની સ્થાપના પણ આકારવાળા જડ પુદગલથી જ બનેલ છે.
ક
: -
)