________________
-
પ્રકરણ ૧ લું. શ્રીજિન મૂર્તિની ભવ્યતા :
શાન્તાકાર, મનમોહક,ચિત્તાકર્ષક, તન્દ્રાને હરનારી અને વીતરાગતાના જીવંત મહાકાવ્ય સમી જિનમૂર્તિ સાક્ષાત્ શ્રી જિનરાજ સરખી છે. તેમના નયનમાં નયે નિર્મળ નેહ છે. એષ્ઠયુગલ પર પરમ મૌન મૂર્તિમંત છે.
કહેવાય છે કે મનાલીસાની છબી જતાં વેત માણસ મુગ્ધ બની જાય છે, તે છબીમાંજ અદૂભુત કલામયતાં ભલભલા માણસના મનને જકડી લે છે.
આ માન્યતાનું વિશ્વવ્યાપી સર્વેક્ષણ જ્યારે થાય ત્યારે ખરું પણ શ્રી જિનપ્રતિમા આ વિશ્વની બેનમૂન કલાકૃતિ હોવાની હકીકતનું સર્વેક્ષણ કરીને તત્ત્વવેત્તા મહાપુરુષો ફરમાવે છે કે
नेत्रानन्दकरी, भवोदधितरी, श्रेयस्तरोम अरी श्रीमद्धर्म महानरेन्द्र नगरी, व्यापल्लता धूम।। हर्षात्कर्ष शुभप्रभावलहरी, रागद्विषां जित्वरी मूर्ति: जिनपुङ्गवस्य भवतु, श्रेयस्करी देहिनाम् ॥ શ્રી જિન પ્રતિમા, ભક્તજનેનાં નેત્રને આનંદ પમાડનારી છે. સંસારરૂપી સમુદ્રને તરી જવા માટે નાવ સમાન છે. કલ્યાણરૂપ વૃક્ષની મંજરી જેવી છે. ધર્મ મહા નરેન્દ્રની નગરી તુલ્ય છે. આપત્તિઓરૂપ લતાઓને નાશ કરવા માટે ધૂમરી-હિમ જેવી છે.
હર્ષના ઉત્કર્ષને શુભ પ્રભાવ વિરતારવામાં એ સમુદ્રની લહેર જેવી છે.
તથા રાગ-દ્વેષરૂપ શત્રુઓને જય સાધનારી છે.
આવી જિનેશ્વર દેવની મૂર્તિ જગતના જીવનું કલ્યાણ કરનારી થાઓ !
શ્રી જિનમૂર્તિના આમૂલ-સર્વેક્ષણ પૂર્વકનું આ વિધાન સચેટ અને તરવસંગત છે. સર્વ વિવેકી જનને એ સમ્મત છે. ન્યાયના સર્વ દષ્ટિકોણથી એ પુરસ્કૃત છે. માટે જ વિશ્વમાં આકારાના કોઈને કોઈ પ્રકારને પૂજનારાઓ હંમેશા વિદ્યમાન હોય છે.