________________
આકારનું આલંબન
નામ અને આકારનું આલંબન
'તમ
શ્રી જિનેશ્વર દેવ તેમના માર્ગે ચાલનારા નિગ્રંથ ગુરૂઓ અને તેમણે પ્રતિપાદન કરેલ ધર્મ–આ ત્રણેયને માનવા છતાં આ ત્રયેયની સાધને જેટલી જેટલી રીતે થાય છે, તેટલી સઘળી રીતેને નહિ માનનાર આત્મા, શ્રી જિનશાસનમાં આસ્તિક તરીકે ટકી શકતા નથી.
શ્રી જિનેશ્વર દેવની સાધના જેમ તેમના નામ-સ્મરણથી, ગુણસ્મરણથી, ચરિત્રના શ્રવણથી, ભક્તિથી અને તેમની આજ્ઞાનું પાલનથી થાય છે. તેમ તેમના આકાર, મૂર્તિ કે પ્રતિબિંબની ભક્તિથી પણ થાય જ છે. આ સત્યને સ્વીકાર કરે તે પૂરી આસ્તિકતા છે. તેના સિવાય શ્રી જિનેશ્વરદેવની કરાતી ઉપાસના પણ અધૂરી જ રહે છે. - શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાની પૂજા એ કઈ કલ્પિત વસ્તુ નથી ? પિતાનો સ્વાર્થ સાધવા માટે કઈ ધૂર્ત પુરુષે ઉપજાવી કાઢેલી
આ વસ્તુ નથી ! આ તે ભક્ત આત્માઓના હદયના ઊંડા ભક્તિ ભાવમાંથી જન્મેલી એક તદન સાહજિક અને અનિવાર્ય વૃત્તિ અને પ્રવૃત્તિ છે.
જગતના તમામ પ્રાણીઓની ચિત્તવૃત્તિ પોતપોતાને ઈષ્ટ એવા પદાર્થોના ગુણ ધર્મની જેમ રૂપ-રંગ પ્રત્યે કુદરતી રીતે ઢળેલી હોય છે, એટલું જ નહિ, પણ છદ્મસ્થ આત્માઓ વસ્તુના ગુણધર્મની પરખ મોટે ભાગે તેના રૂપ, રંગ આદિ ઉપરથી જ કરી શકે છે.
-
ક