________________
૧ પટ્ટીઓમાં રહી હતી....અર્થાત વસંત હવે અમારી સાથે રિસાઈ ગઈ છે. અમારા
શરીરમાં પણ કરચલીઓ પડી ગઈ છે... અમે લોકો બહાર આવી રહ્યા હતા. લાગતું હતું કે અમારું કદ નાનું અને મંદિરનું કદ ઊંચું થઈ રહ્યું છે. સુહાગપુરા હવે વિધવાનગર લાગતું હતું. (પ્રકરણ ૨૪) આ વર્ણન કંપારીનો અનુભવ કરાવે છે. પ્રકરણના અંતે વાસ્તવિક્તાનો વરવો ચહેરો દર્શાવતા કહે છે કે રામનગરનું જૈન સ્થાનક હવે કોઈકનું નિવાસસ્થાન છે. ઈમારતનું બધું બદલાઈ ચૂક્યું છે. અર્થાત જ્યાં ક્યારેક મંદિરની પવિત્રતા હતી, ત્યાં હવે સામાજિક પરિવેશ અને પ્રાદેશિક અભિગમ હતો.
વેરાન માટીના ઢગમાથી ઇતિહાસની પતરો જેમ જેમ ઉકેલાઈ રહી છે તેમ તેમ તેની નીચેની સુવર્ણરજ હાથમાં આવે છે અને એ વિખરાયેલી રજની મૂર્તિ નથી બની શકતી, પરંતુ મનને એક અંજપો અને ગૌરવ બંનેનો અનુભવ એકસાથે થાય છે. એક ભવ્ય ઈતિહાસ અને એક ખંડેર વાસ્તવ ! આ પુસ્તક ન હોત તો કદાચ આપણે ઈતિહાસના આ દ્વારને કદી ઉઘાડીને જોત નહી. ખંઢેરનાં આ ચિત્રો દુર્ગધ મારતાં હતાં. પરંતુ મુશ્કેલી એ છે કે એ ચિત્રો એવી જગ્યાએ છે, જ્યાં તેને કોઈ સમજી શકતું નથી અને જે સમજે છે તેની નજર ત્યાં સુધી લઈ જવાનું કામ આ પુસ્તકે કર્યું છે.
એવા પ્રદેશમાં જ્યાં હિંદુ અને જૈન મંદિરોને સમાન ગણાય છે ત્યાં જૈન મંદિરોને છે શોધવા પ્રમાણમાં અઘરું કાર્ય છે. અહીં ભગવાન સુમતિનાથનું પ્રાચીન મંદિર મળી આવે
છે. ઈ.સ. ૧૮૬લ્માં મુનિ બુદ્ધિવિજયજીએ આ મંદિરના સમારકામની વ્યવસ્થા કરાવી હતી. તેના સ્થાપત્યમાં ફેર જે જોવા મળે છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે. કળશ અને શિખર ખૂબ નાના આકારમાં આ ગુંબજ પર બનેલું છે. આ મંદિરને વાણિયાનું મંદિર તરીકે ઓળખાવાય છે.
પ્રકરણના શીર્ષકના નામો જગ્યાના નામ પ્રમાણે અપાયા છે. પપનાખા, કસૂર, . રસૂલનગર, ગુજરાંવાલા, અસાખર, ફાસ્કાબાદ વગેરે વિસ્તારના નામ હતા - છે, જેની 2 સાથે એ સમયનો ઈતિહાસ જોડાયેલો છે. પ્રકરણ ૨૬ - કસૂરનો ઈતિહાસ વાંચીએ તો.
ખ્યાલ આવે કે હિંદુ માન્યતા અનુસાર લાહોર અને કસૂર શહેરો શ્રી રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશે વસાવ્યા હતા. આવી બીજી અનેક વાતો અને રસપ્રદ ઘટના મળે છે. પ્રકરણ ૨૯-સિયાલકોટના રહેલા જૈન મંદિરો અંગે છે. અનેક જૈન ગ્રંથોમાં પ્રભુએ મહાવીરના પંજાબનાં કેટલાક ક્ષેત્રમાં વિહારનો ઉલ્લેખ મળે છે, અને ત્યારબાદ અનેક જૈન મંદિરો અને મુનિરાજ, આચાર્યની દોરવણીથી આ જગ્યા વિકાસ પણ પામી હતી. પણ કાળના પ્રહારથી મનુષ્યનો ક્રોધ અને રોષ તેને જ્યારે આંધળો કરી મૂકે છે ત્યારે કેવો વિનાશ સર્જે છે અને પછી એને સુધારવાનો મોકો પણ નથી મળતો. એનો સતત