________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૯
સિંધુ નદીનું સામ્રાજ્ય જ્યાં બૉન, બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મનો સાથે વિકાસ થયો ફ્રાન્સની મહિલા શોધકર્તા મેડમ એલિસ એલ્બીનિયા (Alice Alibinia)નું ૩૬૬ પૃષ્ઠનું પુસ્તક “એમ્પાયર્સ ઓફ ધ ઈન્ડસ, સ્ટોરી ઓફ અ રિવર’ માત્ર નદીની વાર્તા અથવા માહિતી માત્ર નથી, કે જેમાં નદીની ધારાની ઉલટ ઉપરની તરફ જઈ, વિભિન્ન પ્રકારના લોકો, તેઓનાં રીતિ-રિવાજે જોવા મળે. આ પુસ્તક તેનાથી કંઈક વધારે છે, જ્યાં ચેતનાનાં તે દ્વાર ખૂલે છે કે જે સમયના મોટા સ્તર નીચે દબાયેલ છે.
બીજી બાજુ વૈદિક યુગની આ મહાન નદી જ્યારે આકારમાં નાની બનતી નાશ પામવાના આરે હોય છે ત્યારે હડપ્પા અને મોહેંજો-દડોની સભ્યતાઓનો વિકાસ અને વ્હાસની વાત યાદ આવે છે.
સંસ્કૃત ભાષાની “અજય સિંધુ નદીને મેડમ એલિસે શોધવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હિંદુ ધર્મની જન્મભૂમિ આ નદી, નદીઓમાં શિરમોર, હવે ન તો અજય છે, ન તો હિન્દુઓની નિકટ છે.
આ સિંધુ નદીને જાણવા માટે મેડમ એલિસે નદીના ઉદ્ગમ સુધી ખૂબ કઠિન અને ખતરનાક સફર કરી છે. આ યાત્રામાં તેમને વિભિન્ન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક અનુભવોનો પણ પરિચય થયો. સિંધુની સહિષ્ણુતા અને સરળતાને જોઈને એ ખેદ પણ થયો કે માનવે કેટલું ગુમાવ્યું છે ! સિંધુ અને તેની સહાયક નદીઓમાં જ સિકંદરના વિશ્વવિજેતાનું સ્વપ્ન ચકનાચૂર થયું હતું. સિંધુનો હ્રાસ થવાનું ત્યારથી શરૂ થયું જ્યારથી પશ્ચિમી લોકોએ તેને લૂંટવાનું શરૂ કર્યું.
મેડમ એલિસ એલ્બાનિયા પોતાના સાથીઓ સહિત નદીના ઉદ્ગમ નજીક ત્યાં પહોંચી જ્યાં બોન, બૌદ્ધ, જૈન તથા હિંદુ ધર્મ સાથે સાથે વિકસિત
૨૯