________________
-
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩૬
રહીયાર ખાં (બહાવલપુર સ્ટેટ) બ્રિટિશકાળમાં મુસ્લિમ નવાબો દ્વારા શાસિત બહાવલપુર રાજ્યના વર્તમાનમાં ત્રણ જિલ્લાઓ બની ગયા છે – (૧) બહાવલપુર (૨) બહાવલનગર (૩) રહીમયાર ખાં. કહી શકાય કે રાજ્યના દક્ષિણ-પશ્ચિમ છેડાનું નામ છે – જિલ્લો રહીયાર ખાં અને જિલ્લાની રાજધાની છે આ નામનું આ શહેર.
લાહોરથી મુલતાન થઈને બહાવલપુર જવાનો રસ્તો ખૂબ લાંબો હતો. રેતીના મોટા ટેકરા પાર કરીને અમે સતલુજ અને હાકડા (સરસ્વતી) નદીને પાર કરી. ફૂલ, ખીણ, લોકો, ઘેટા, ઝાડીઓ – આ બધા આ વિસ્તારની ભેટ છે.
મુલતાનથી આગળ વધીને અમે મુજફગઢમાં મારા મિત્ર ડૉ. ખલીલ ફરીદીના મહેમાન બન્યા. ખલીલ ફરીદી ખૂબ ભણેલા-ગણેલા અને સૂફી વિચારસરણી ધરાવતા હતા. તેઓ ધર્મને મૌલવીના ધર્મની જેમ ઠંડા કે જબરદસ્તીથી અમલ કરાવતા નહીં, પરંતુ પ્યારના શીશામાં ઉતારે છે.
कम्म कढ लैंदे नाल हालियाँ दे रासां चूस लैंदे मिठ्ठी जीभ वाले ।
અર્થાત્ કોઈ ને કોઈ હીલા (જબાન, વાતો) કરીને સારા લોકો પોતાનું કામ કાઢી લે છે. મીઠી જબાનવાળા જ રસ ચૂસી શકે છે.
ગાડી રેતીના ઢગલાઓ વચ્ચેથી દોડી રહી હતી. ક્યાંક ક્યાંક નાની વસ્તીઓમાં થોડી ઝૂંપડીઓ દેખાતી હતી.
ખાનપુર થઈને અમે રહીયાર ખાં આવી ગયા. આ શહેરના પશ્ચિમમાં પંજાબની પાંચ નદીઓ પૈકી સિંધુ નદીના સંગમ વહે છે. દક્ષિણ પશ્ચિમમાં સૂબા સિંધુનું સખર શહેર અને પૂર્વ તથા દક્ષિણમાં ભારતના જૈસલમેર અને બીકાનેરની સીમાઓ બિલકુલ નજીક છે.
રહીયાર ખાં એક પ્રાચીન નગર છે. મુસ્લિમ દરગાહ તથા મસ્જિદોની સાથે
૧૧૪