________________
---------------પાકિસ્તાનનાં જૈન મંદિરો --------------- ભારતમાં ચાલ્યા ગયા. ૧૯૬૫માં અહીં માત્ર ત્રણ પરિવારો જ હતા!
ઘેટા-બકરા વગેરે જાનવરોની કુરબાની આપવી તેને મુસલમાનો ધર્મ માને છે. મંદિરની બિલકુલ સામે ખુલ્લા ચોકમાં દરરોજ જાનવરોની કુરબાનીનો ચિત્કાર અને તેમનું માંસ પણ ખુલ્લામાં લટકાવવામાં આવતું! હાલત વધારે બગડી ત્યારે અહીંધી જતાં એક ગુજરાતી જૈન પરિવાર મંદિરની મૂર્તિઓને પણ પોતાની સાથે લઈ ગયો અને સૌરાષ્ટ્રના મોરબી શહેરના મંદિરમાં તેને વિરાજમાન કરાવી દીધી.
સિંધમાં વિહાર કરવાવાળા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
ઇતિહાસ, તત્ત્વજ્ઞાન તથા આચાર સંબંધી વિષયો પર અનેક વિદેશી વિદ્વાનોના સંપર્કમાં રહેલા, જૈનાચાર્ય વિજયધર્મસૂરિજીના સુયોગ્ય શિષ્ય મુનિરાજ વિદ્યાવિજયજી કે જેઓએ ઈ.સ. ૧૯૩૭-૩૯માં સિંધ પ્રદેશમાં વિહાર કર્યો હતો. તેઓ ચાર મુનિઓ સાથે મારવાડ શિવગંજથી બાલોતરા, બાડમેર, મીરપુર થઈને ૮૫૦ કિલોમીટરના વિહાર બાદ સિંધના નગર પારકર, ગોડીજી, હાલા, હૈદરાબાદ થઈને કરાચી પહોંચ્યા. ત્યાં બે ચાતુર્માસ કર્યા. કરાચીમાં જૈન લાઈબ્રેરી, હોમ્યો હૉસ્પિટલ અને મહાવીર કન્યા વિદ્યાલયની સ્થાપના કરાવી.
| સિંધમાં રહીને જૈનોના ધર્મ, નીતિ, મર્યાદા, લિબાસ અને રીતરિવાજને જાળવીને જૈન સંઘોને સંગઠિત કર્યા. કરાચીનાં બે મંદિર, હૈદરાબાદ તથા હાલાના એક-એક મંદિરોની સારસંભાળને વ્યવસ્થિત કરાવી. જૈનો ઉપરાંત અન્ય સમાજો તથા બુદ્ધિજીવીઓ દ્વારા પણ તેમણે સન્માન મેળવ્યું. - તત્કાલીન કરાચીના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પદાધિકારીઓ હતા - શ્રી છોટાલાલ ખેતસી (પ્રધાન) અને મણિલાલ લહેરાભાઈ (સેક્રેટરી).
૧૪૫