________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------------
આપના શહેરમાં જૈન મંદિરની શોધમાં આવ્યો છું. તે ક્યાં છે ?' ‘તેની તો ખબર નથી. હા, એટલી ખબર છે કે આ મંદિર હૈદરાબાદ શહેરમાં છે.
ચાલો, શોધીએ. તેઓએ આશ્વાસન આપ્યું અને પોતાના પરિચિત દરેક લેખકને આ મંદિર બાબતે ફોન કર્યો. પછી કહેવા લાગ્યા કે, સાતમી સદીના અંતિમ દશાબ્દીના સમયે રાજા દાહિર તરફથી હૈદરાબાદના હાકિમ ‘સમુદ્ર સમસ્ત' હતા, જે બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. તેઓએ પોતાનું કોઈ મંદિર પણ બનાવ્યું હશે, પણ અત્યારે શહેરમાં કોઈ બૌદ્ધ કે જૈન મંદિર નથી. અત્યાર સુધી કેટલીય સદીઓ વીતી ગઈ હશે. શું નવું બન્યું અને શું જૂનું તૂટીને ધ્વસ્ત થઈ ગયું તેની ખબર નથી.”
‘પરંતુ જૈનોની પટ્ટાવલીઓ, ગ્રંથો અને સાધુઓ તથા યતિઓનાં વિવરણો દ્વારા સ્પષ્ટ પ્રમાણ મળે છે કે આ શહેરમાં એક શ્વેતાંબર જૈન મંદિર હતું, જેમાં એક જ મૂર્તિ બિરાજમાન હતી. મંદિરનું દ્વાર ખૂબ મોટું અને સુંદર હતું. આખા મંદિરમાં પથ્થર અને લાકડાકામના સુંદર આયોજન સાથે રોશનીની વ્યવસ્થા પણ હતી. ઈ.સ. ૧૯૩૭-૩લ્માં જૈન મુનિ વિદ્યાવિજયજી અહીં પધાર્યા હતા.'
‘આજકાલ આ શહેરમાં હિન્દુઓની સારી વસ્તી છે. ખૂબ ધનવાન હિન્દુ દાક્તરો, વેપારીઓ, શરાફ અને અન્ય. શહેરની રાજનીતિમાં તેઓનો મોટો ફાળો છે. થારપારકરના વિસ્તારમાં આજે પણ જૈન મતને માનવાવાળા રહે છે, પણ તેઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેમના અહીં ઘણાં મંદિરો છે. પ્રાચીન સમયનું જૈન મંદિર, જેના કારણે નગરપારકર આખી દુનિયામાં મશહૂર છે.'
બની શકે છે કે ૧૯૪૭ પછી તે મંદિર ખાલી થઈ ગયું હોય અને તેમાં કોઈ શાળા કે સરકારી કાર્યાલય હોય અથવા કોઈને આપી દેવામાં આવ્યું હોય અને તેમણે ત્યાં ઘર બનાવી દીધું હોય. કંઈ પણ હોઈ શકે છે.'
“શું આ ઐતિહાસિક મંદિર છે ?'
ના, આ એક નાનકડું મંદિર હતું. આખા હૈદરાબાદમાં માત્ર એક! બીજાં મારી શોધનો હિસ્સો છે.'
૧૪૭