________________
-------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- સમયે હેમચંદ્ર દિલ્હીનો પહેલો બાદશાહ બન્યો. તેણે પોતાના સમયમાં ઘણાં મંદિરો બંધાવ્યાં. આ હેમચંદ્ર, ઇતિહાસમાં હેમૂ જૈનના નામે ઓળખાય છે.
આત્મારામજી (વિજયાનંદસૂરિ) ગુજરાવાલાના શ્રી આત્મારામજીની જીવનકથા કેટલીય વાર યાદ આવી. તેઓએ મુનિ જીવનલાલજી પાસે દીક્ષા લીધી હતી. થોડા જ સમયમાં તેઓએ જૈન આગમોનો અભ્યાસ કરી લીધો અને ગુરુની આજ્ઞા લઈને અલગ પ્રચાર કરવા લાગ્યા. જૈન ધર્મની પડતી અને પાખંડ વિરુદ્ધ તેઓએ અવાજ ઉઠાવ્યો. તે સમયે જૈનોમાં છોકરીઓને ભણાવવામાં આવતી નહોતી. સાધુજીવનમાં તેઓએ કન્યાશિક્ષણનો પ્રચાર કર્યો. રૂઢિચુસ્ત, ખોટા રીતિ-રિવાજોને દૂર કર્યા. લોકોના વિચારોને બદલ્યા. આખા પંજાબમાં જાગૃતિ આવી. પંજાબનાં અનેક શહેરોમાં તેઓની પ્રેરણાથી મંદિરો બન્યાં.
શ્રી આત્મારામજી મહારાજ અને તેઓની પરંપરાએ, (દેશ) વિભાજનથી પહેલાં અને પછી, પંજાબમાં ધર્મની પ્રફુલ્લતા (ધર્મપ્રચાર)નાં જે કાર્યો કર્યા તેવાં અન્ય કોઈએ ક્યાં નથી.
હું વિચારોમાંથી બહાર આવ્યો અને જોયું કે હું રાવલપિંડીના પ્રાચીન કિલ્લા અને ભાવનાબજારના ચોકમાં હતો. મારી એક તરફ હિન્દુ મંદિરનો કળશ, નીચે દુકાનો અને બીજી તરફ ઘર. સામેની ગલી તરફ નજર પડી તો એક ઈમારત પર શિયા મુસ્લિમોના કાળા ઝંડા અને દૂર છે. પંજાનું નિશાન.
હું ઢિંગી ખૂઈવાળા સીધા રસ્તા પર હતો. તે ચોકમાં સામે ‘કનાત’ નજરે પડતી હતી. આ કનાત પાછળ મદીના માક્ટ. મદરેસા દારુલ ઉલુમ તાલીમુલ્કરાનનો કાટમાળ અને આ બળી ગયેલ કાટમાળમાંથી નીકળેલું નાનકડું મંદિર જે વકફ બોર્ડની યાદીમાં નથી. આજના છાપાના સમાચારમાં હતું - શ્રી મહાવીરનો સંદેશ - “કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કોઈની હિંસા કરતો નથી કે ન તો બીજાની હિંસાનું કારણ બને છે, તે એવું ઈચ્છતો પણ નથી કે કોઈ કોઈની હિંસા કરે.
રાવલપિંડીની ભાવડા લોકોની વસ્તી ૧૯૪૭ પછી ભારતમાં – ખાસ કરીને મેરઠ, દિલ્હી તથા અન્ય કેટલાક સ્થળોએ ઘરબાર, વેપારધંધા વગેરેમાં ‘સેટ' થઈ ગયાં છે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં આગળ રહીને તેઓનો પરિવાર વિકસિત થઈ રહ્યો છે.
૧૬૨