Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre
Catalog link: https://jainqq.org/explore/034398/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ di PÖLfdpf dõs_u "dramz [dangV1 _N$fpsu A_hpv$ pqLbsp_p,S¥ dgr$fpi rhkfpegp hpf kp“ u hppi श्री श्रमणसंघ के प्रमुख आचार्यसम्राट डॉ. शिवमुनि जी महाराज 'वीरान विरासतें' ग्रंथ में पाकिस्तान स्थित प्रायः सभी जैन मंदिरों, स्थानक व दादावाड़ियों के सचित्र विवरण ने इस ग्रंथ को एक ऐतिहासिक दस्तावेज बना दिया है। वैभवशाली प्राचीन धरोहरों की वर्तमान में अपेक्षित व जर्जर दशा देखकर दुःख भी होता है। रावलपिंडी, सियालकोट, मुलतान व लाहौर के भव्य व विशाल स्थानक अब केवल यादों की कहानी मात्र हैं। तथा पसरूर में परम उपकारी मुनि श्री खज़ानचंदजी की समाधि भी इन 70 साल में, अब वहाँ हज़रत बाबा खजांची सरकार' की कब्र कहलाने लगी है। ग्रंथ 'वीरान विरासतें' अपने आप में एक प्रमाणक, महत्त्वपूर्ण व उपयोगी शोध-प्रबंध हो गया है। देश के स्कॉलरों तथा विश्वविद्यालयों में इसका समुचित प्रचार होना चाहिए। - डॉ. शिवमुनि NjZhs bfhprmep Page #2 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્રકુમાર મસ્ત ની “વીરાજ વિરાસતૈનો ગુજરાતી અનુવાદ રે પાકિસ્તાનનાં જૈન મંદિરો - - વિસરાયેલા વારસાની વાતો -- - - અનુવાદક ગુણવંત બરવાળિયા પ્રકાશકો : ( અહંમ સ્પિરિટ્યૂઅલ સેંટર • ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી મુંબઈ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ 'PAKISTANAANA JAIN MANDIRO' - Visarayela Varsani Vato original in Urdu "Ujde Daran De Darshan" written by Eqbal Qaisar and Hindi by Mahedrakumar Mast Transleted in Gujarati by Gunvant Barvalia Published by Arham Spiritual Center and Institute of Jainology પ્રથમ આવૃત્તિ : જુલાઈ - 2019 કિંમત : રૂા. 300/ પૃષ્ઠ સંખ્યા : 32 + 204 ISBN : 978-93-83814-99-2 પ્રકાશકો ઃ અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર, એસ.કે.પી.જી. જૈન સેંટર, 716 ગોલ્ડ ક્રેસ્ટ બિઝનેસ પાર્ક, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે), 400086 M : 9820215542 E-mail : gunvant.barvalia@gmail.com ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી બી-101 સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, પાલડી, અમદાવાદ - 380015. - Ph. 079-26762082 પ્રાપ્તિસ્થાન : ગુર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ - 380 001 ફોન : 079-22144663 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ 385 - એસ.વી.પી. રોડ, મુંબઈ - 400004. ફોન : 90032496 - 9867540524 મુદ્રણ વ્યવસ્થા ઃ અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, સાંઈબાબા નગર, ઘાટકોપર (ઈ), મુંબઈ-400075 - M : 9223430415 (II) Page #4 -------------------------------------------------------------------------- ________________ કડ કડક--- પંચ પરમેષ્ઠિને વંદન. કે ભગવાન મહાવીરની પરંપરા પ્રમાણે, આચાર્યપદ પર બિરાજમાન, આપ દેશજ્ઞ, ભાવજ્ઞ અને કાળજ્ઞ છો, વળી પંચાચારનું પાલન કરનાર, માનવતા અને જૈન શિક્ષણના પુરસ્કર્તા એવા, પ્રમુખ આચાર્ય શ્રીમદ્ વિજયનિત્યાનંદસૂરિજીનાં ચરણોમાં ભાવપૂર્વક વંદન સહ અર્પણ... ઇકબાલ કેસર મહેન્દ્રકુમાર મસ્ત ગુણવંત બરવાળિયા Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાકિસ્તાનમાં જૈન ધર્મ અને જૈન મંદિરોનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. પાકિસ્તાનના પ્રસિદ્ધ પત્રકાર અને લેખક શ્રી ઇકબાલ કૈસરે પરિભ્રમણ પ્રવાસનો પરશ્રિમ કર્યો. સાથેસાથે ગ્રંથો, ગેઝેટ્સ, વ્યક્તિગત મુલાકાત દ્વારા એક ઉત્કૃષ્ઠ સંશોધનનું કાર્ય કર્યું. પત્રકાર, લેખક અને ઇતિહાસવિદ્દ મહેન્દ્રકુમાર જૈન “મસ્ત”એ આ કાર્યને પોતાની સૂઝબુઝથી આગળ વધારી એક સુંદર સચિત્ર ગ્રંથનું નિર્માણ કર્યું. આ અમૂલ્ય સામગ્રી વાંચતા પાકિસ્તાનમાં રહેલા હિન્દુ અને જૈનોની સંઘર્ષકથા જાણવા મળી. અહીં ઉપલબ્ધ શ્રી કાલિકાચાર્યથી માંડીને શ્રી આત્મારામજી મહારાજ સાહેબ સુધીનો બાવીસ વર્ષનો ઇતિહાસ રસપ્રદ છે. * પૂ. જિનચંદ્રસૂરિ, યતિ શ્રી રામષિજી, ચંદ્રગુપ્ત મૌર્ય, દાદાગુરુ જિનકુશલસૂરિ, પૂ. ખિલ્લુઋષિજી, શ્રી વિજયવલ્લભજી, પૂ. રામચંદ્રજી, શ્રી યક્ષદેવ, શ્રી સિદ્ધસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, મુનિશ્રી ખજાનચંદજી, માનદેવસૂરિ, * જિનપ્રભસૂરિ, આચાર્ય વિજયાનંદસૂરિ જેવા અનેક મહાન આચાર્યોની આ તપોભૂમિ અને કર્મભૂમિની વિગતો તપાસવા જેવી છે. વળી સરસ્વતી નદી, તક્ષશિલા, ગુજરાવાલા, ગોડીજી પાર્શ્વનાથ જિનાલય, સમ્રાટ અકબરની તવારીખ એક ઉજળા ઇતિહાસને ઉજાગર કરે છે. પાકિસ્તાનમાં જૈન ધર્મ અને મંદિરો એ આપણો વિસરાયેલો વારસો છે, પરંતુ આ વારસો ભવિષ્યનું દિશાદર્શન કરાવનારો છે. અનુવાદ કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા તથા છે શ્રી મિતેશભાઈ શાહ (અમદાવાદ)નો સહયોગ મળ્યો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પ્રકાશનમાં – શ્રીમદ્ વિજયનિત્યાનંદસૂરિજી મહારાજ મૂળ લેખક શ્રી ઇકબાલ કૈસર સંશોધન સંવર્ધિત હિન્દી આવૃત્તિના લેખક મહેન્દ્રકુમાર મસ્ત હિન્દી આવૃત્તિના પ્રકાશક શ્રી આત્મવલ્લભ જૈન સ્મારક શિક્ષણનિધિ તથા અખિલ ભારતીય શ્રી આત્મવલ્લભ જૈન મહાસંઘ ટ્રસ્ટ. ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલૉજી - લંડન - અમદાવાદ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : શ્રી નીતિનભાઈ સોનાવાલા શ્રી અર્હમ સ્પિરિચ્યુઅલ સેંટર - મુંબઈ ગુર્જર એજન્સીઝ શ્રી મનુભાઈ શાહ અમદાવાદ શ્રી અશોકભાઈ જૈન – દિલ્હી પદ્મશ્રી ડૉ. ડૉ. સેજલબહેન શાહ શ્રી રમેશભાઈ ગાંધીનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મુંબઈ કુમારપાળ દેસાઈ ૦૯૮૨૦૨૧૫૫૪૨ ૬૦૧ - સ્મિત એપાર્ટમેન્ટ, 40 ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ), મુંબઈ - ૪૦૦૦૮૬. 回 (V) ગુણવંત બરવાળિયા Page #7 -------------------------------------------------------------------------- ________________ हिन्दी आवृति प्रकाशकीय “एक-एक ईंट से बने भवन, एक-एक फूल से सजे चमन, तोड़ने में जिसको लगता एक पल, माँगता कितना समय उसका सृजन" नवनिर्माण अति कठिन है और विध्वंस अति सरल। शायद इसीलिए विरासतें विरल होती हैं। जब विरासतें विरल भी हों और वीरान भी, तो इतिहास का हिस्सा बन जाती हैं तथा पीढ़ी दर पीढ़ी सबक सिखाने का दम रखती हैं। महत्त्वपूर्ण बात यह है कि निर्माण के लिए सजन-सजावट-अंगार के लिए. अमनोचैन एवं तरक्की के लिए तथा अपनी विरासतों का पूरा आनन्द लेने के लिए अहिंसा सबसे ज्यादा लाजिम है। जैन धर्म का मूल अहिंसा ही है और यही हमारी मान्यताओं, विचारों, क्रिया-कलापों और प्रवृत्तियों का आधार भी है। पाकिस्तान स्थित पुरातन जैन विरासतों की अस्मिता और विशिष्टता से संसार को रूबरू करवाने का मौलिक कार्य 'उजड़े दरां दे दर्शन' नामक शाहमुखी में लिखे ऐतिहासिक दस्तावेज़ की रचना का महान् कार्य सुप्रसिद्ध पाकिस्ताना लेखक जनाब इक़बाल कैसर जी ने किया है। प्रात:स्मरणीय श्रीमद् आत्म-वल्लभ-समुद्रइन्द्रदिन्न सूरीश्वरजी म.सा. के वर्तमान पट्टधर गच्छाधिपति आचार्य श्रीमद् विजय नित्यानन्द सूरीश्वरजी म.सा. की पावन प्रेरणा एवं शुभाशिष से सुविख्यात लेखक एवं इतिहासज्ञ श्री महेन्द्रकुमारजी जैन 'मस्त' ने इसका संवर्धन और संशोधन करते हुए हिन्दी अनुवाद आत्मिक आह्लादपूर्वक किया है। पाकिस्तान स्थित ये वीरान विरासतें हमारे परमपरोपकारी गुरुवर आत्म (जैनाचार्य श्रीमद् विजयानन्द सूरीश्वर जी) और गुरुवर वल्लभ (जैनाचार्य श्रीमद् विजय वल्लभ सूरीश्वर जी) के जीवनकाल, विचारधारा एवं उपकारों तथा जैन इतिहास के अनेक विद्वज्जनों से जुड़ी हैं, अतएव हमारे लिए पूजनीय भी हैं और प्रिय भी। सन् 1962 में गुजरांवाला पाकिस्तान से लाए गए आत्म-वल्लभ ज्ञान भंडार एवं समय-समय पर विभिन्न स्थानों से आए असंख्य जैन ग्रन्थों को, बहुमूल्य ऐतिहासिक धरोहर के रूप में संभालने का गौरव 'श्री वल्लभ स्मारक जैन मंदिर तीर्थ' को हासिल है। प्रात:स्मरणीय गुरु वल्लभ की पावन स्मृति में इस स्मारक मंदिर का निर्माण एक विविध लक्ष्यी प्रकल्प के रूप में 1989 में हुआ था जिसका संचालन श्री आत्मवल्लभ जैन स्मारक शिक्षण निधि द्वारा किया जाता है। अत: 'वीरान विरासतें' ग्रन्थ का प्रकाशन हमारा पुनीत कर्त्तव्य भी है और अधिकार भी। इन विरासतों से जुड़ी तमाम धार्मिकता, नेकी, अहिंसा, विश्व-शांति और विश्व-कल्याण की चाह इस अति महत्त्वपूर्ण दस्तावेज़ रूप नवप्रकाशन 'वीरान विरासतें' के माध्यम से जग जाहिर हो, इसी मंगलकामना सहित। . विनीत - श्री आत्म-वल्लभ जैन अखिल भारतीय श्री आत्म-वल्लभ स्मारक शिक्षण निधि जैन महासंघ ट्रस्ट सायरचन्द नाहर राजकुमार जैन एनके नरेन्द्रकुमार जैन राजकुमार जैन ओसवाल अशोक जैन अध्यक्ष चेयरमेन (Emeritus) सेक्रेटरी जनरल अध्यक्ष महामत्री Summmmmmmmmmmm (VI) manummmmmmm Page #8 -------------------------------------------------------------------------- ________________ વિસરાયેલા વારસામાંથી ભવિષ્યનું દિશાદર્શન જે પ્રજા પોતાના ભૂતકાળના વારસાને વિસરી જાય છે એનું ભવિષ્ય અંધકારમય બની જાય છે, એ હકીક્ત આપણે જાણીએ છીએ. છતાં સવાલ એ છે કે, ખરેખર આપણે આપણા ભૂતકાળના વારસાને જાણીએ કે જાળવીએ છીએ ખરા ? માણસના શરીરના ‘જિન્સની વાત કરીએ છીએ, પણ મળેલી સંસ્કૃતિના જિન્સની ખોજ કરીએ છીએ ખરા ? અને ત્યારે એ હકીક્ત સ્વીકારવી જ જોઈએ કે પ્રાચીન ગ્રંથો, સંશોધન-પ્રવાસો, શિલ્પો અને સ્થાપત્યોનો અભ્યાસ અને જનશ્રુતિમાં રહેલા ઇતિહાસની ખોજ કરવાનો ભાગ્યે જ કોઈ સબળ પ્રયત્ન થયો છે. આવે સમયે મૂળ ઉર્દૂ લિપિમાં પંજાબી ગુરુમુખી બોલીમાં લખાયેલું પાકિસ્તાનના શ્રી ઇકબાલ કેસરનું એક ઐતિહાસિક પુસ્તક “ઉજડે દાં દે દર્શન’નું વીરાન વિરાસતે' નામે હિંદી ભાષામાં સંશોધિત અને સંવર્ધિત કરી સાહિત્યકાર શ્રી મહેન્દ્રકુમાર મસ્તે પ્રગટ કર્યું છે. એમના જેવા જૈન ધર્મના ઊંડા અભ્યાસી અને ઇતિહાસવેત્તા પાસેથી એક એવું પુસ્તક સમાજને મળ્યું કે જેનાથી નવીન દૃષ્ટિ અને દર્શન પ્રાપ્ત થાય છે. આવા વિશિષ્ટ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરીને સાહિત્યકાર, અભ્યાસુ તંત્રી અને વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનસત્રના આયોજક શ્રી ગુણવંત બરવાળિયાએ માત્ર જૈન સમાજને જ નહીં, કિંતુ ગુજરાતીભાષી સમાજને એક અપૂર્વન આપી છે. આનું કારણ એ છે કે આ ગ્રંથની સર્જનપ્રેરણા ઉદાત્ત અને માનવીય ભાવમાંથી ) પ્રગટી છે. ચોતરફ હિંસાની હોળી સળગતી હોય ત્યારે કોઈ વ્યક્તિના મનમાં અહિંસાનો ભાવ જાગે અને પોતાની રીતે શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરે ત્યારે જે અપ્રતિમ અક્ષરપુરુષાર્થ કરે, તેનું આ ગ્રંથ પ્રત્યક્ષ પ્રમાણ છે. ૧૯૯૨માં મસ્જિદની ઘટનાના સમયે ઇકબાલ કેસરનું માનવતાપ્રેમી સંવેદનશીલ હૃદય ઐતિહાસિક સંપત્તિ પર થઈ રહેલા આટલા બધા જુલમથી દ્રવિત થઈ ગયું આથી ખુદાનું ઘર તોડવા માટે નો ગુનો કરનારને પોતાની ભૂલનો અહેસાસ થાય, તે માટે એમણે આ ગ્રંથની રચના કરી. કેવી વિરલ છે આ ગ્રંથરચનાની પશ્ચાદ્ભૂમિકા ! આ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે ભૂતકાળનાં મંદિરોના અને એ મહોલ્લાના ઇતિહાસને વર્તમાનમાં આપણને સાક્ષી બનાવતા હોય તે રીતે એક પછી એક શબ્દચિત્ર છે આપણા માનસપટ પરથી પાસ થઈ જાય છે. એ અવશેષરૂપ બનેલા ઇતિહાસને વિગતો, (VII) Page #9 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભો તથા કાવ્યપંક્તિઓ સહિત એમાં પોતાના અનુભવોને સાંકળીને ખાવહી અને રસભરી શૈલીમાં આલેખે છે. પ્રવાસવર્ણનનું એક રસિક, ગતિશીલ અને સાહિત્યમંડિત પુસ્તક વાંચતા હોઈએ તેવો અનુભવ થાય છે. પાકિસ્તાનનાં શહેરોમાં જાય, મહોલ્લામાં જઈને સહુને મળે, બુઝર્ગો પાસેથી બાતમી મેળવી અને અંતે જૈન મંદિરની ખોજ કરે. ફિલ્મના એક પછી એક પસાર થતાં દૃશ્યની જેમ આનું વર્ણન કરે છે. એ વિસ્તારમાં વાચકની આંગળી પકડીને આસપાસની વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે અને વાતાવરણની આબોહવાની ઓળખ આપતા જાય છે. ક્યાંક આ લેખક એવો સવાલ પણ કરે છે કે “હિંદુ મુસ્લિમ ક્યાં સુધી ઈંટોથી લડતા રહેશે ? ક્યાં સુધી માનવરક્તની હોળી ખેલતા રહીશું? આ પ્રશ્નમાં પ્રગટ થતી લેખકની ભાવના આજે પણ આપણા હૈયાને આરપાર વધી જાય છે. એક વ્યાપક ફલક પર આ પુસ્તકનું આલેખન થયું છે અને તેથી વેદ, વાયુપુરાણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ અને સિંધી ધર્મના ગ્રંથોનો તથા શાયરોની કવિતાનો યથાસ્થાને ઉલ્લેખો મળે છે. એક ત્રીજી મહત્ત્વની વાત એ છે કે કરાચી, લાહોર, કસૂર, સિયાલકોટ, સનખતરા, પસર, દેરા ઉર, બહાવલપુર, રાવલપિંડી અને મુલતાન જેવાં શહેરોની વાત કર્યા પછી લગભગ દરેક પ્રકરણને અંતે એની ઐતિહાસિક વિગતો આલેખવામાં આવી છે. એ શહેરમાં જૈનોએ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કરેલી કામગરીની સાથોસાથ રે એ શહેરે આપેલાં સાધુ-સાધ્વીઓ, યતિઓ, શ્રેષ્ઠીઓ, સ્વાતંત્રસેનાનીઓ, સર્જકો અને અન્ય વિદ્વાનોની આધારભૂત અન્ય ઉપયોગી વિગત આપે છે. આ રીતે ઘણી સહજતાથી ભૂતકાળ સાથે વર્તમાનનો તંતુ સાંધી આપ્યો છે. પૂ. આત્મારામજી મહારાજ અથવા તો દાદાગુરુ જિનકુશલસૂરિજીનાં ! સમાધિસ્થળોની વિસ્તૃત માહિતી અથવા તો ગૌડી પાર્શ્વનાથના મૂળસ્થાન ગૌડી ) શહેરના જૈન મંદિરની વાત કે પછી આ ક્ષેત્રમાં જૈન આચાર્યો અને મુનિરાજોએ કરેલાં કાર્યોની વાત અતીતની પુણ્યસ્મૃતિઓ સાથે આપણું અનુસંધાન જોડી આપે છે. આવા અત્યંત મહત્ત્વના દિશાદર્શકનો ગુજરાતી ભાષામાં સુગ્રથિત અનુવાદ છે આપીને શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ શાસનની સેવા તો કરી જ છે, પણ એની સાથોસાથ એ તરક અંગૂલિનિર્દેશ કર્યો છે કે ધર્મના ઇતિહાસની ઈટ પર જ એની પરંપરા, ભાવના અને મહત્તાની ઇમારત રચાયેલી હોય છે. એ ઈમારતની પાયાની ઈંટની આવી મૂલ્યવાન ઓળખ આપવા માટે ખૂબ ધન્યવાદ. - કુમારપાળ દેસાઈ || Page #10 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો || ૐ અર્હમ્ ન | નમ: ।। પરમોજ્જવલ પાટ પરમ્પરાના પૂજ્યો ને કોટિ કોટિ વન્દન Page #11 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો चन्द अल्फ़ाज़ दिल से पाकिस्तान में अल्पसंख्यक समुदायों की धार्मिक धरोहरों की दुर्दशा और सुरक्षा सम्बन्धी एक प्रोग्राम के सिलसिले में पी. टी.वी. के प्रोड्यूसर जनाब अज़हर फ़रीद के साथ मुझे कराची तक जाना पड़ा। तभी कसूर का जैन मंदिर भी देखा तथा पी. टी.वी. की उस रिकॉर्डिंग के बाद कसूर वाले मेरे लेख से इस किताब की शुरूआत हुई। इन बहुमूल्य ऐतिहासिक धरोहरों पर काम करते हुए कई ऐसी सच्चाइयाँ भी सामने आईं कि 1947 में बँटवारे के समय, एकाध जगह को छोड़ कर, पूरे पाकिस्तान में कोई भी धार्मिक स्थान कट्टरता का निशाना नहीं बना था। भारत से आये शरणार्थियों ने इनमें आश्रय लिया तथा कुछ में स्कूल बन गए। मगर उनके मूल स्वरूप को कोई नुकसान नहीं पहुँचाया गया। 1965 और 1971 की लड़ाइयों में भी हिन्दू, जैनी, वाल्मिकी मंदिरों या सिख गुरुद्वारों को किसी ने कोई नुकसान नहीं पहुँचाया। हाँ 'समय' के हाथों जरूर कुछ जीर्णता या पुरानापन आए। आम लोगों ने इन्हें अमानत और धरोहर ही समझा व इनकी संभाल करते रहे। देश और मानवता की इस ऐतिहासिक पूँजी को जो नुकसान हुआ वह 1992 में तब हुआ, जब बाबरी मस्जिद को ढहाया गया। वह महती क्षति कभी पूरी नहीं हो सकती । बाबरी मस्जिद की घटना के जवाब में हुई बरबादी का मैं गवाह हूँ। मैं बदला लेना चाहता था, उनसे, जिन्होंने मेरे वतन की ऐतिहासिक संपत्तियों के साथ इतना बड़ा ज़ुल्म किया। एक लेखक होने के नाते, मैंने बाबरी मस्जिद और पाकिस्तान में ढहाए गए मंदिरों का बदला इस तरह लिया कि पाकिस्तान में अत्यंत ही थोड़ी गिनती के अल्पसंख्यक यानी जैनियों के पवित्र स्थानों को अपनी पुस्तक में संभालने का सौभाग्य प्राप्त कर रहा हूँ। भारत और पाकिस्तान, दोनों तरफ खुदा के घरों को तोड़े जाने के अज़ीम गुनाहों का शायद इससे कुछ अजाला हो सके। सबसे पहले दो महान हस्तियों हारून खालिद और उनकी धर्मपत्नी अन्एम हारून का ताज़िंदगी आभारी हूँ। इन दोनों का सहयोग बयान करने के लिए शब्द नाकाफी हैं। - भारत में आदरणीय पुरुषोत्तम जैन व श्री रविन्द्र जैन ( मालेरकोटला ) का भी बहुत ऋणी हूँ। पंचकूला के श्री महेन्द्रकुमार जैन 'मस्त' इतिहास के गंभीर और गहरे जानकार हैं। अप शारीरिक जीवनकाल में इन सभी के चरण छूने की मेरी हार्दिक भावना है। शाहमुखी (उर्दू लिपि में पंजाबी) में लिखी मेरी इस किताब को 'पाकिस्तान पंजाबी अदबी बोर्ड' ने छपाया है। उनका भी मैं आभारी हूँ। अपनी खोजकारी के दौरान बहुत से इलाकों में अनेक सज्जनों ने सहायता बख्शी । मैं शुक्रगुजार हूँ उन सभी का । लाहौर व कसूर के दोस्तों, तथा नामवर फोटोग्राफर नदीम खादर, पी. टी.वी. के कैमरामेन, प्रोड्यूसर साहिब, जनाब फैज़ान नक़वी चैनल एफ. एम. 95, सूबा सिंध में सिंधी भाषा के विद्वान श्री जरवार का भी अहसानमंद हूँ । अंत में अपने बच्चे अली रज़ा, उसकी धर्मपत्नी सोबिया- दोनों ने यह काम सरअंजाम देने में मेरा हर तरह ख्याल रखा। उनका भी बहुत शुक्रिया । इक़बाल कैसर || Page #12 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો आशीर्वचन पंजाबकेसरी आ.भ. श्रीमद् विजयवल्लभ सूरि समुदाय के वर्तमान गच्छाधिपति आ.भ. श्रीमद् विजय नित्यानन्द सूरीश्वरजी म.सा. मानव जीवन की सार्थकता स्व के वर्तुल को पार कर, पर के लिए जीने में है। जब भी व्यष्टि से समष्टि की ओर व्यक्ति की प्रवृत्ति होती है और उसके कार्य और विचारधारा 'सर्वजनहिताय व सर्वजनसुखाय' होते हैं तभी वह अन्तस के आकर्षण का केन्द्र बनता है। उसका व्यक्तित्व, मानसिक चिन्तन व बौद्धिक स्तर की अल्पनाएँ मानस को आन्दोलित करती हुई सुषुप्त भावनाओं को जागृत करती हैं, जागृत ही नहीं करतीं, अतीत की सहस्र स्मृतियों के उजास से आक्रान्त कर देती हैं। 'वीरान विरासतें' पुस्तक के प्रत्येक कथानक को पढ़कर ऐसा लगता है जैसे हम पाकिस्तान जाकर प्रत्यक्ष जिनालयों के दर्शन कर रहे हों । मैं अपने जीवन में इतना सजीव चित्रण कम ही पढ़ा है। सच, मन रोमांचित हो जाता है व कहीं-कहीं आँखें भीग जाती हैं। अभ्युदय के अग्रदूत, पंजाबदेशोद्धारक, न्यायाम्भोनिधि गुरुवर आत्म, युगद्रष्टा, समयज्ञ, पंजाबकेसरी गुरुवर वल्लभ की सुदेव, सुगुरु व सुधर्म की सच्ची साधना, शासन सेवा का समग्र समर्पण एवं तूफानों में निर्भीक होकर चलने की अमिट चाहत की अमर कहानी ये वीरान विरासतें कह रही हैं। साहित्यकार व लेखक तथा जैन इतिहासमर्मज्ञ श्री महेन्द्रकुमार जी मस्त द्वारा रचित पुस्तक 'वीरान विरासतें' अविभाजित भारत के जिनमंदिर, स्थानक व दादावाड़ी का प्रत्यक्ष वर्णन है । मैं जिनशासन व जैन साहित्य जगत् की अविस्मरणीय सेवा के लिए श्री मस्तजी तथा मूल पुस्तक 'उजड़े दरां दे दर्शन' के लेखक जनाब इक़बाल क़ैसर, पुस्तक के प्रकाशन सौजन्य के लिए श्री आत्मवल्लभ जैन स्मारक शिक्षण निधि, दिल्ली तथा श्रेष्ठ प्रकाशन हेतु बालसखा श्री राघवजी को अनेकशः शुभकामनाएँ देता हूँ। III - विजय नित्यानंद सूरि - Page #13 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો प्रस्तावना पाकिस्तान में जैन मन्दिरों के बारे में लिखते हुए एक अजीब से अहसास और आह्लादक सन्तुष्टि की अनुभूति अभी तक हुई है। करीब 40-45 जगहों के 80-85 मंदिरों की कला, वैभव, शिल्प, बुलन्दी, बारीकी, विशालता, पेंटिंग्ज़ और लोकेशन की सुन्दर सेटिंग अपने में बेजोड़ है। मंदिरों को निहारते हुए, मैं स्वयं साक्षात् इनमें घूमता व खो जाता रहा हूँ । एक ओर जहाँ टैक्सिला से जुड़े हैं- भगवान बाहुबलीजी, श्री मानदेव सूरि रचित 'लघु शांति स्तोत्र' तथा श्री जिनप्रभ सूरि रचित ' विविध तीर्थ कल्प', .. वहीं, भेरा ( वीतभय पत्तन) में भगवान महावीर व राजा उदायन की गाथाएँ आज भी कीर्तिमान हैं । और..... भारत भर के 'गोड़ी पार्श्वनाथ' के मूल (पितृ स्थान ) गोड़ी की कला व पेंटिंग्ज़ आज भी अजंता एलोरा से माथा लेने में सक्षम हैं। देराउर तथा गुजरांवाला स्थित समाधियों की खामोशी में भी सुनी जा सकती हैं, गुरुदेवों के उपकारों की कहानियाँ । पाकिस्तान के सुविख्यात लेखक श्री इक़बाल क़ैसर ने स्वयं हर स्थान पर जाकर इन मंदिरों के मण्डप, स्तम्भ, चित्र, मूर्तिस्थान और शिखरों के खण्डहरों से हुई मुलाकातों को लिखकर बहुत बड़ी कमी को पूरा किया है। यह उनका अहसान है पूरे जैन समाज पर । विशेष आभारी हूँ । गच्छाधिपति आचार्य श्रीमद् विजय नित्यानन्द सूरि जी की प्रेरणा व आशीर्वाद से ग्रंथ 'वीरान विरासतें' का प्रकाशन उन्हीं को सादर समर्पित है । श्री राघव प्रसाद पाण्डेय ( रानी स्टेशन) तथा श्री रविन्द्र जैन (मालेरकोटला) से पग-पग पर मिले सहयोग को भुलाया नहीं जा सकता । बहुतबहुत धन्यवाद । मेरे सुपुत्र गौतम जैन व पुत्रवधू सीमा जैन ने पुस्तक लेखन कार्य में मेरी हर सुविधा का ख्याल रखा है। बहुत शुक्रिया । सुरुचिपूर्ण कम्प्यूटर संकल्पना हेतु निधि कम्प्यूटर्स के डॉ. क्षेमंकर पाटनी और मोहक मुद्रण के लिये प्रिण्ट प्लस, जोधपुर को धन्यवाद अर्पित करता हूँ | असावधानी के कारण किसी तथ्य या आलेख में रही त्रुटि या भूल के लिये क्षमा चाहता हूँ । IV - महेन्द्रकुमार मस्त Page #14 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો શ્રી બદ્ધિવિજય (બૂટેરાયજી) મહા. (વર્તમાન પાકિસ્તાનમાં ૬ મંદિરોની પ્રતિષ્ઠા કરાવી) શ્રી વૃદ્ધિવિજય (વૃદ્ધિચંદજી) (જન્મ - રામનગર) શ્રી મુક્તિવિજય (મૂલચંદજી) (જન્મ - સીયાલકોટ) આચાર્ય વિજયલલિતસૂરીજી ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી જન્મ – ભાખડિયાં ગામ (ગુજરાંવાલા) (સ્વર્ગવાસ - ગુજરાંવાલા) તથા ૧. આચાર્ય વિજય ઉમંગસૂરિજી (જન્મ - રામનગર) ૨. આચાર્ય વિજયવિવેકસૂરિજી (જન્મ – રામનગર) ૩. મુનિશ્રી શિવવિજયજી (જન્મ - ગુજરાંવાલા) Page #15 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પંજાબ કેસી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા. આચાર્ય વિજય સમુદ્રસૂરિજી પ્રવર્તિની સાધ્વી દેવ શ્રીજી મ.સ. તથા ઃ- વ્યાકરણાચાર્ય પં. રામકિશોરજી પાણ્ડેય ઉપરોક્ત વિભૂતિઓ, દેશવિભાજન ના ૪૫ દિવસ દરમિયાન ગુજરાંવાલા – પાકિસ્તાન થી ભારત આવ્યા આ. વિજયધર્મસૂરિજી ના શિષ્ય આચાર્ય વિજયેન્દ્રસૂરિજી મ.સા. (જન્મ – સનખતરા) આચાર્ય વિજય જનકચંદ્રસૂરિજી VI આ. વિજયધર્મસૂરિજી ના શિષ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.સા. (૧૯૩૭-૩૯માં સિંધ પ્રાંતમાં વિચરણ) Page #16 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુનિરાજ શ્રી ખજાનચંદજી મહારાજ (સ્વર્ગવાસ – પસરસ્ટ – પાક.) ઉપાધ્યાય શ્રી મનોહરમુનિજી મહારાજ (જન્મ - કસૂર-પાક) તથા - પૂજ જી સોહનલાલજી મહારાજ (જન્મ - સિયાલકોટ) પૂજ જી શ્રી કાંશીરામજી મહારાજ (જન્મ – પસ૨) મુનિ શ્રી અમરમુનિજી મહારાજ (જન્મ - કૌહાટ) પૂ. સાધ્વી શ્રી સ્વર્ણકાન્તાજી મ.સ (જન્મ - લાહૌર) નોટ – સાધ્વી શ્રી રાજકુમારીજી (જન્મ ગુજરાંવાલા), સાધ્વી શ્રી સ્વર્ણકુમારીજી (જન્મ - લાહૌર), સાધ્વી શ્રી કૌશલ્યાજી (જન્મ - લાહૌર), સાધ્વી શ્રી વિરકાન્તાજી (જન્મ - લાહૌર), પ્રવર્તિની સાધ્વી શ્રી સુધાજી મહારાજ – (જન્મ - લાહૌર), સાધ્વી શ્રી રાજમતીજી (જન્મ - સિયાલકોટ) સાધ્વી શ્રી ઇસરોજી (જન્મ - સિયાલકોટ) VII Page #17 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પૂ. સાધ્વી શ્રી જસવંતશ્રીજી મહારાજ (જન્મ – ગુજરાંવાલા) પૂ. સાધ્વી પ્રિયદર્શના શ્રી મ.સ. (જન્મ – ગુજરાંવાલા) પૂ. સાધ્વી શ્રી સુબ્રતાશ્રીજી મહારાજ (જન્મ – કસૂર) VIII પૂ. સાધ્વી અમિતગુણા શ્રીજી મહારાજ (જન્મ – સનખતરા) નોટ - સાધ્વી આનંદશ્રીજી મહા. – (જન્મ – મુલતાન) – સાધ્વી પુષ્પશ્રીજી મહા. – (જન્મ – કસૂર) સાધ્વી પુણ્યશ્રીજી મહા. – (જન્મ – લાહૌર) સાધ્વી દક્ષશ્રીજી મહા. – (જન્મ – લાહૌર) સાધ્વી પ્રકાશશ્રીજી મહા. – (જન્મ – ગુજરાંવાલા) સાધ્વી મહેન્દ્રપ્રભાશ્રીજી મહા. – (જન્મ – કોહાટ) Page #18 -------------------------------------------------------------------------- ________________ વારસાની એક જીવંત કથા : ભવ્ય ઇતિહાસની આજ ડો. સેજલ શાહ (તંત્રી : પ્રબુદ્ધજીવન). ઈતિહાસના પાના પર કેટલીક ઘટનાઓ વિખરાયેલી પડી હોય છે અને સમયના પટ પરથી જ્યારે કોઈ સંશોધક ધૂળ ઉડાડે છે ત્યારે તેના ભૂતકાલીન સકેતો ઝળહળતો. ઈતિહાસ ખોળે છે. આ સંશોધનમાંથી જે સંકેતો મળે છે, તે નવાં ઐતિહાસિક સત્યો. શોધવા પ્રોત્સાહિત કરે છે. પાકિસ્તાનની ધરતી પર જૈન મંદિરોના સંશોધન પરનું ૧ શ્રી ઇકબાલ કેસરનું પુસ્તક “ઉજડે દર દે દર્શનનો હિન્દી અનુવાદ મહેન્દ્રકુમાર મતે ન કર્યો છે, જેનો ગુજરાતી અનુવાદ શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ કરીને બહુ જ મહત્ત્વના ઇતિહાસનાં પાનાં ઉજાગર કરી બતાવ્યાં છે. સામાન્ય રીતે આપણે દેશ પ્રમાણે ધર્મ અને વેશ જોવા ટેવાયેલા છીએ, એટલે પુસ્તકનું શીર્ષક જ જરા ચોંકાવી દે કે. પાકિસ્તાનમાં જૈન મંદિરો ક્યાંથી હોવાનાં ? પછી જરા અટકીને યાદ કરીએ તો સમજાય કે પંજાબમાં રહેલા જૈનોના મૂળ કદાચ એ તરફ મળી આવે અને પછી આત્મારામજીનું ( નામ યાદ આવતાં શક્યતા વિશ્વાસમાં પલટાવાય. કેટલાંક સંશોધનો માત્ર ભાષાને કારણે આ પ્રજા સુધી ન પહોંચે તેનો અફસોસ થાય, પરંતુ એ અફસોસ થાય એ પહેલાં જ { ગુણવંતભાઈએ ખૂબ જ ચોકસાઈ અને ચીવટતાપૂર્વક એક મહત્વના ગ્રંથને ગુજરાતી વાચકો અને અભ્યાસુઓ સુધી પહોંચાડી મહત્વનું કાર્ય કર્યું છે. પાકિસ્તાનમાં જૈન મંદિરોના અસ્તિત્વ વિષે કુતૂહલતા અને શક્યતા બનેને અહી વિસ્તારપૂર્વક આલેખવામાં આવ્યું છે. પાકિસ્તાનનાં જૈન મંદિરો : એક ખોવાયેલા ઈતિહાસ તરફ આપણું ધ્યાન ર દોરવા ઉપરાંત આ ક્ષેત્ર તરફ સંશોધનની કેટલીક શક્યતાઓ પણ ઉઘાડી આપી છે. અને ત્યાં સુધી દરેક પ્રકરણ એક-એક વિસ્તારને આવરી લે છે અને ત્યાંની માહિતી મળી ન આવે છે, ઉપરાંત ઐતિહાસિક માહિતી પણ આપવામાં આવી છે. છે આજે જૈન ધર્મની વાત થાય ત્યારે તેના સંતો પાકિસ્તાનમાં મળી આવે, તેવા. ૧ વિચારો સામાન્ય રીતે પ્રમાણમાં ઓછા જોવા મળે, પણ પુસ્તકમાંથી પસાર થતાં અનેક મંદિરોના અસ્તિત્વનો અંશ આ વિસ્તારમાં મળે ત્યારે નવાઈ પણ પમાય. સામાન્ય રીતે ઓછા ચર્ચાયેલા વિષયો અંગે કેટલાક ભ્રમો આવા સંશોધનથી તૂટતા હોય છે. આજની ૧ વાસ્તવિકતા એવી છે કે મોટા ભાગનાં મંદિરો એટલી હદ સુધી લુપ્ત થઈ ગયાં છે કે Page #19 -------------------------------------------------------------------------- ________________ તેનું રૂપાંતર ઘરમાં થઇ ગયું છે અને ત્યાં રહેતા લોકોને ખ્યાલ પણ નથી કે ત્યાં કોઈ એક જમાનામાં મંદિર હતું. ઘણીવાર એવું પણ બન્યું છે કે શોધ કરતાં હોય જૈન મંદિરની અને જે મળે તે હિંદુ મંદિર. કારણ ઘણીવાર અન્ય ધર્મી વ્યક્તિ હિંદુ મંદિરમાં જૈન, શીખ, સ્વામીનારાયણ બધાની જ સેળભેળ કરી દેતી હોય છે. જેનો અનુભવ આ પુસ્તકના લેખકને પણ થયો છે. ત્યારે મન પણ કહી ઉઠે છે કે ‘સબકા ભગવાન એક હી હૈં, જો ભેદ હૈ વો તેરી નજરો કા કસૂર હૈ”. પુસ્તક મૂળરૂપે પ્રવાસ કથાના સ્વરૂપે લખાયું છે. એટલે કે લેખક પોતાની પ્રવાસકથા કહી રહ્યા છે અને વાચક તેમની આંગળીએ પાકિસ્તાનનાં જૈન મંદિરોમાં ફરી રહ્યા છે. આખી કથા વાત કરતાં હોય, સંવાદ કરતાં હોય એ રીતે લખાઈ છે. બલોટના પહાડ પર અનેક કથાઓ અને વિગતો મળે છે પણ પછી તેઓ રહસ્યસ્ફોટ કરે છે કે બલોટનાં મંદિરો હિન્દુ મંદિર હતાં, જૈન નહીં. લેખક પોતે પાકિસ્તાનના જૈન મંદિરો શોધતા, ફરતાં, કથા કહેતા જાય છે અને એક પછી એક વિસ્તારમાં વાચક ભ્રમણ કરે છે. પુસ્તકમાં કેટલીક ઐતિહાસિક વિગતોને પણ આવરી લેવામાં આવી છે. ચંદ્રગુપ્ત મૌર્યના જન્મની જગ્યા કાલાબાગ નગરની માહિતી મળે છે. ઇતિહાસકારનું કહેવું છે કે મહમદ ગજનવીએ અહીંથી સિંધુ પાર કરી હતી. બીજી એક રસિક વાત એ પણ વાંચવા મળે છે કે અહીંથી સિંધુ પાર કરતી વખતે મહમદે પાંડવોનાં મંદિરોને બિલકુલ હાનિ ન પહોંચાડી, કારણ અહીં એવી સંપત્તિ નહોતી અને આજે પણ આ મંદિરો અહીં જ છે, પણ તેની દેખરેખ રાખનાર કે તેની સંસ્કૃતિને સમજનાર કોઈ નથી. સમયના કાળ સાથે આજે આ મંદિરો એવી રીતે ખોવાઈ ગયાં છે કે જે લોકો ત્યાં રહે છે તેમને પણ નથી ખબર કે એકવાર અહીં કોઈ મંદિર કે ધર્મશાળા હતાં. એ લોકો વિભાજન વખતે અહીં આવ્યા હતા, તેઓ જ્યાં જગ્યા મળી ત્યાં વસી ગયા પછી તેમને ખબર જ નહોતી કે તે જગ્યાનો પહેલાંનો ઈતિહાસ શું હતો, તે સમયે તેમના માટે ઘરની આવશ્યકતા મહત્ત્વની હતી. કાલાબાગમાં જે શ્વવેતાંબર જૈન મંદિર હતું, જેમાં ચોથા તીર્થંકર અભિનંદનસ્વામી હતા, જેમને જૈનો પોતાની સાથે લેતાં ગયા અને કહેવાય છે કે અત્યારે તે દિલ્હી નૌધારાના જૈન મંદિરમાં સ્થાયી છે. જૈન પ્રજા વેપારી અને સાહસી બંને રહી છે. તે જ્યાં જાય ત્યાં સામાન્ય રીતે સમૃધ્ધિ અને પ્રદેશને પોતાની જરૂરિયાત અનુસાર બનાવે. સાથે ધર્મી અને પ્રેમી પ્રજા પોતાના મંદિરને બંધાવામાં ક્યારેય પાછી પાની ન કરે. આ પ્રજા માટે પોતાના ગુરુદેવનું મહત્વ પણ આગવું. ગરુ આજ્ઞાને હંમેશા શિરે રાખનારી આ પ્રજા આચાર્યોના માર્ગદર્શન હેઠળ ધર્મપ્રચાર અને જાળવણી કરતી રહી છે. અખંડ ભારતના પંજાબના વિસ્તારમાં ત્યારે ત્યાં પહોચેલી પ્રજાએ અનેક મંદિરો પોતાના વસવાટ દરમ્યાન બાંધ્યાં હશે અને પોતાના (X) Page #20 -------------------------------------------------------------------------- ________________ સમુદાયમાં રહેવા ટેવાયેલી આ પ્રજા જ્યારે ભાગલા પછી સ્થિતિ બદલાઈ ત્યારે ભારતને ૨ પછી ફરી. આ દરમ્યાન કેટલાક લોકો એ મંદિરોની પ્રતિમાજીને પાછા લાવવમાં સફળ { રહ્યા તો કેટલાકના અંશ આજે મળતાં નથી. આ પુસ્તક એક સમયે પાકિસ્તાનમાં જૈનોના આ ભવ્ય ઈતિહાસના મૂળ તરફ આપણને લઈ જાય છે. ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલી, ' જાણે કે કથા કહેવાતી હોય તે રીતે એક પછી એક પ્રકરણ આવે છે. પુસ્તકમાં કુલ ૬૨ ૧ પ્રકરણ છે, જાણે કે ૬૨ ઇતિહાસના ખંડ, અને દરેક પાસે એક કથા, એક સમય અને એક સમાજ. આજે આ ૬૨ કૂંચીબંધ ખંડને એક-એક પ્રકરણની કુંચીથી ખોલતાં જઈએ છીએ અને એક-એક પ્રકાશદીપ પ્રગટે છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા જૈન ધર્મના અભ્યાસુ અને સાહિત્યના સંનિષ્ઠો ચાહક છે, તેમનો હંમેશનો પ્રયાસ પોતાના વાચકોને સંદર્ભ અને માહિતીથી સભર કરવાનો રહ્યો છે અને પરિણામે આજે તેમણે આ પુસ્તકને પણ શોધી જૈન સાહિત્યના પ્રદાનમાં વધુ એક ઉમેરણ કર્યું છે. પુસ્તકમાં કેટલાક સાહિત્યિક ચિત્રોનું આલેખન ધ્યાન ખેંચે છે, કાલાબાગનું એક છે આ ચિત્ર જુઓ, સાંજ થવા આવી. પેલા સજ્જન ચાલ્યા ગયા. અમે બને બજારમાં હતા. tપહાડના શિખર સુધી ગલીઓ, મકાન, દરવાજા નજરે પડતાં હતાં. લાગતું હતું કે અમે એક ખૂબ ઊંચા શહેરના પગમાં ઊભા છીએ! એક સમયમાં જ્યાં જૈન વસ્તી રહી હશે તે વિસ્તાર વેપાર કે અન્ય કોઈ કાર્યથી ધબકતો રહેવા સામાન્ય રીતે પામ્યો હશે. એટલે ત્યારનું જીવન અને વર્તમાન જીવનની ઈ તુલના પણ કરી શકાય. સાથે શોધનું એક પગરખું વિકાસ સાથે પણ જોડાય છે. કંગનો ભાવડા મહોલ્લો પણ આવો જ વિકસિત થયો હતો. લાહોરથી ૨૭૦ કિ.મી. પશ્ચિમમાં છ જિલ્લા સ્તરનું શહેર ગંગ એક સારું વ્યાપારી કેન્દ્ર છે. આ વિસ્તાર પંજાબનો એક ભાગ ' હતો, જે વિભાજન પછી પાકિસ્તાનમાં છે. એક સમયે રાજસ્થાન અને પંજાબથી કેટલાક - પરિવાર અહીં આવીને વસ્યા અને ખૂબ જ વિકસિત થયા. જે જગ્યાએ તેઓ રહેતા છે તેનું નામ પણ મુહલ્લા ભાવડા પડ્યું હતું. આજે ત્યાંની હવેલી જોઈને પૂર્વ સમયની સમૃધ્ધિનો ખ્યાલ આવે છે. પરંતુ ત્યાથી જૈનોની વસ્તી કેમ ચાલી ગઈ, એના ચોક્કસ કારણો મળતાં નથી. આ લોકો ૨૦૦-૨૫૦ વર્ષ અહીં રહ્યા હશે અને ઈ.સ. ૧૮૮૦- ૧૯૦૦ની આસપાસ શહેર છોડ્યું હોય તેવું અનુમાન છે. જૈનો આ વિસ્તારમાં રહ્યા, હતા તેનો ઉલ્લેખ સરકારી રેકોર્ડમાં મળે છે, તે અંગે લેખકે માહિતી આપી છે અને આગામી સંશોધન માટેનો એક અધ્યાય અહીં આરંભાય છે, જેમને આ પ્રશ્ન સતાવશે, તે કદી ભવિષ્યમાં આ દિશામાં કાર્ય કરશે. લેખકે પાકિસ્તાન ફરીને ત્યાંના આ સ્થાપત્યોની જાણકારી મેળવી છે. તે Page #21 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામાબાદથી કાલાબાગ જતાં કારકોટ, બાલોટ, ધનકોટ અને માડીપત્તન આ બધાં સ્થળે મંદિરો છે એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો પહાડ પર છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં. ત્યાં એક સમયે મંદિર હતું અને હવે તે પ્રતિમાજી ખંભાતમાં બિરાજમાન કરવામાં આવી. (પ્રકરણ : ૧૭) પ્રકરણ ૧૮માં સિયાલકોટ પછી ગુંજરાવાલા જ એક એવું શહેર છે, કે જેની નજીક પ્રાચીન રાજધાની હોવાના ખંડેર મળે છે. જેનો ઉલ્લેખ ચીની યાત્રાળુ હ્યુનસાંગે પણ કર્યો છે. જ એક માહિતી એ પણ મળે છે કે ગુજરાવાલામાં ત્રણ જૈન મંદિરો છે, અહીં આત્મારામજી મહારાજની સમાધિ પણ છે. તેમના પિતા મહારાજ વિભાજનની વ્યથાના કેટલાક પ્રકરણો બહુ જ ગમગીન બની ગયા છે. જે એક સમયે બહુ જ સમૃધ્ધ વિસ્તાર હતો તે આજે કાળની ગર્તામાં ખોવાઈ ગયો છે. આ પુસ્તકે આપણને એ ખંડેરોમાં રહેલી સજીવતાનો પરિચય કરાવ્યો છે. જેના કેટલાક અંશોને ખૂબ જાળવીને લાહોરના મ્યુઝિયમમાં જાળવ્યા છે. પણ આજે એ ભૂમિ વેરાન છે. ત્યાં કેટલાક ખંડિત અવશેષો છે, જેની જાળવણી કરવા માટે કોઈ નથી. તેથી આ શબ્દોથી આહ્વાન કરે છે કે કોઈ સપૂત ત્યાં કદી પહોંચી જશે. પુસ્તકમાં અનેક જગ્યાએ વાચકોને પાકિસ્તાનના વિવિધ મંદિરના ભાવદર્શન માટે લઇ જવાય છે. એક સમયે જ્યાં મંદિર હતું, આજે ત્યાં શું અને એ પ્રતિમાજીને ક્યાં હવે મુકાયા છે, તેની માહિતી મળી રહે છે. એ ખંડિત મંદિરોનું સ્થાપત્ય અને કેટલાક બચી ગયેલાં સારાં મંદિરોની સ્થાપત્ય કળા અને કારીગીરીના પુરાવા અંગે પૂરતી વિગતો મળે છે. આ પુસ્તકના દરેક પ્રકરણ એક પછી એક વિસ્તારમાં લેખકનો પ્રવાસ આગળ ચાલે છે, અહીં એ જ સ્થળની માહિતી વિશેષ મળે છે, જ્યાં જૈન મંદિરો હતા અને સાથે અન્ય કોઈ જાણ-જીવનને લગતી બાબતોને સ્પર્શવાને બદલે લેખકનો કૅમેરો ભૂતકાળના ભવ્ય ઈતિહાસને ચિત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના સ્વાનુભવનો આ ઈતિહાસ હોવાને કારણે તેમની દૃષ્ટિ અહીં સ્વાભાવિક રીતે ભળે છે. એક સમયનું રામનગર હવે રસૂલનગર બની ગયું છે. જ્યાં જે લોકો રહે ત્યાંની ભૌગોલિકતા પર તેનો પ્રભાવ સ્વાભાવિક રહેવાનો જ ! ૧૯૪૭ પહેલાં જ્યાં ૩૦ ઓરડાઓ મંદિરના પરિસરમાં હતા અને આજે માત્ર માટી જ જો બચી હોય તો આપણને આપણી માનવીય નિષ્ફળતાનો સહેજે અહેસાસ થાય. સ્થાપત્યની વેરાન ભૂમિ ખોવાયેલી વસંતની અનુભૂતિ કરાવે છે. અહીનું કરાયેલું વર્ણન જ ઉદાસીનો અનુભવ કરાવવા પૂરતું છે, કૅમેરાના ફ્લૅશથી ચામાચીડિયા પાંખો ફફડાવવા લાગ્યાં. એવું લાગ્યું કે આ મંદિરની રખેવાળી કરનારો કોઈ આત્મા હોય ! મેં છતને ધ્યાનથી જોઈ. એકદમ ઉદાસ છત પર લાગેલ લાકડાની (XII) Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ પટ્ટીઓમાં રહી હતી....અર્થાત વસંત હવે અમારી સાથે રિસાઈ ગઈ છે. અમારા શરીરમાં પણ કરચલીઓ પડી ગઈ છે... અમે લોકો બહાર આવી રહ્યા હતા. લાગતું હતું કે અમારું કદ નાનું અને મંદિરનું કદ ઊંચું થઈ રહ્યું છે. સુહાગપુરા હવે વિધવાનગર લાગતું હતું. (પ્રકરણ ૨૪) આ વર્ણન કંપારીનો અનુભવ કરાવે છે. પ્રકરણના અંતે વાસ્તવિક્તાનો વરવો ચહેરો દર્શાવતા કહે છે કે રામનગરનું જૈન સ્થાનક હવે કોઈકનું નિવાસસ્થાન છે. ઈમારતનું બધું બદલાઈ ચૂક્યું છે. અર્થાત જ્યાં ક્યારેક મંદિરની પવિત્રતા હતી, ત્યાં હવે સામાજિક પરિવેશ અને પ્રાદેશિક અભિગમ હતો. વેરાન માટીના ઢગમાથી ઇતિહાસની પતરો જેમ જેમ ઉકેલાઈ રહી છે તેમ તેમ તેની નીચેની સુવર્ણરજ હાથમાં આવે છે અને એ વિખરાયેલી રજની મૂર્તિ નથી બની શકતી, પરંતુ મનને એક અંજપો અને ગૌરવ બંનેનો અનુભવ એકસાથે થાય છે. એક ભવ્ય ઈતિહાસ અને એક ખંડેર વાસ્તવ ! આ પુસ્તક ન હોત તો કદાચ આપણે ઈતિહાસના આ દ્વારને કદી ઉઘાડીને જોત નહી. ખંઢેરનાં આ ચિત્રો દુર્ગધ મારતાં હતાં. પરંતુ મુશ્કેલી એ છે કે એ ચિત્રો એવી જગ્યાએ છે, જ્યાં તેને કોઈ સમજી શકતું નથી અને જે સમજે છે તેની નજર ત્યાં સુધી લઈ જવાનું કામ આ પુસ્તકે કર્યું છે. એવા પ્રદેશમાં જ્યાં હિંદુ અને જૈન મંદિરોને સમાન ગણાય છે ત્યાં જૈન મંદિરોને છે શોધવા પ્રમાણમાં અઘરું કાર્ય છે. અહીં ભગવાન સુમતિનાથનું પ્રાચીન મંદિર મળી આવે છે. ઈ.સ. ૧૮૬લ્માં મુનિ બુદ્ધિવિજયજીએ આ મંદિરના સમારકામની વ્યવસ્થા કરાવી હતી. તેના સ્થાપત્યમાં ફેર જે જોવા મળે છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે. કળશ અને શિખર ખૂબ નાના આકારમાં આ ગુંબજ પર બનેલું છે. આ મંદિરને વાણિયાનું મંદિર તરીકે ઓળખાવાય છે. પ્રકરણના શીર્ષકના નામો જગ્યાના નામ પ્રમાણે અપાયા છે. પપનાખા, કસૂર, . રસૂલનગર, ગુજરાંવાલા, અસાખર, ફાસ્કાબાદ વગેરે વિસ્તારના નામ હતા - છે, જેની 2 સાથે એ સમયનો ઈતિહાસ જોડાયેલો છે. પ્રકરણ ૨૬ - કસૂરનો ઈતિહાસ વાંચીએ તો. ખ્યાલ આવે કે હિંદુ માન્યતા અનુસાર લાહોર અને કસૂર શહેરો શ્રી રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશે વસાવ્યા હતા. આવી બીજી અનેક વાતો અને રસપ્રદ ઘટના મળે છે. પ્રકરણ ૨૯-સિયાલકોટના રહેલા જૈન મંદિરો અંગે છે. અનેક જૈન ગ્રંથોમાં પ્રભુએ મહાવીરના પંજાબનાં કેટલાક ક્ષેત્રમાં વિહારનો ઉલ્લેખ મળે છે, અને ત્યારબાદ અનેક જૈન મંદિરો અને મુનિરાજ, આચાર્યની દોરવણીથી આ જગ્યા વિકાસ પણ પામી હતી. પણ કાળના પ્રહારથી મનુષ્યનો ક્રોધ અને રોષ તેને જ્યારે આંધળો કરી મૂકે છે ત્યારે કેવો વિનાશ સર્જે છે અને પછી એને સુધારવાનો મોકો પણ નથી મળતો. એનો સતત Page #23 -------------------------------------------------------------------------- ________________ અહેસાસ આજે આ પુસ્તક વાંચતા થાય છે. પ્રકરણમાં આચાર્ય જિનકુશલસુરિજીની સમાધિનો ઉલ્લેખ મળે છે. ને ભીલ, કોળી, સહુ કોઈ એમને પૂજાતા હતા. જે રીતે મુંબઈનું - ગોડી પાર્શ્વનાથનું મંદિર ખૂબ સુપ્રસિદ્ધ છે એ જ રીતે આશ્ચર્ય વચ્ચે પાકિસ્તાનમાં છે પણ ગોડી મંદિરનો ઉલ્લેખ મળી આવે છે અને તે મંદિર થારપારકર વિસ્તારમાં આવેલું સ છે, જ્યાં હવે કોઈ જૈન રહેતા નથી. પ્રકરણ ૪૩માં ઉલ્લેખ મળે છે કે ભારતમાં લગભગ ૧૨ મોટાં મંદિરોનાં નામ ગોડી પાર્શ્વનાથ છે અને બધાનું મૂળ ઉદ્ગમ પાકિસ્તાનનું ગોડી આ મંદિર જ છે. આજે અહીં સન્નાટો છે. અહીંની પ્રતિમાજી ઈ.સ. ૧૩૭૫માં મેધાસા નામના શેઠ લાવ્યા હતા. વધુ રસિક વિગત માટે પુસ્તકમાં પ્રવેશ કરવો રહ્યો. અહીંના ઇ ભીતચિત્રના રંગો શબ્દો દ્વારા ભાવક સુધી પહોચાડવાનો સરસ પ્રયાસ કરાયો છે. તે પંજાબમાં જૈન ધર્મના ફેલાવા વિષે અનેક સંકેતો પુરાણના પુસ્તકમાંથી મળી આવે છે. અખંડ દેશ ભારત જયારે બે ભાગમાં વિભાજીત થયો ત્યારે ઈતિહાસનાં પાનાં પર કાળી સ્યાહીથી માનવ રક્તરંજીત ઈતિહાસ લખાયો અને એની સાથે અનેક સુંદર સ્થાપત્યો, કળાના નમૂનાઓ નાશ પામ્યા. કદાચ આજે જૈન સમાજે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાન દેશમાં જૈન મંદિરોના સંકેતો મળી આવશે એવી કલ્પના પણ નહીં કરી હોય. પુસ્તકમાં આપેલાં ચિત્રો અને નકશા જોઇને ખ્યાલ આવે છે કે આટલો લાંબો વિહાર કરી એક સમયે જૈન ધર્મના આચાર્યો ધર્મ સ્થાપન અને માનવતા માટે કેટલું ચાલ્યા હશે. જૈન સમાજ પણ એક સમયમાં ત્યાં ખૂબ જ મોટા પાયે સ્થિત થયો હશે છે અને મંદિરની જાહોજલાલી જોઇને અંદાજ કરી શકાય કે એ સમયે સમાજ પણ પૂરતો એ સંપન્ન હશે. વિભાજનનો ઈતિહાસ સાંસ્કૃતિક રીતે બહુ જ હાનિ પહોંચાડી ગયો. સિંધુ નદીના ઈતિહાસ સાથે કેટલાયે સમૃધ્ધ ઈતિહાસ આજે આપણી પાસે નથી, પણ એનો અફ્સોસ કરવાને બદલે આવાં પુસ્તકો જે અનેક અન્ય ભાષામાં લખાયેલાં હોય તો તેને છે શોધીને ગુજરાતીમાં અનુવાદ કરીને પણ સમયના એક અંશને આવનારી પેઢી માટે સાચવી શકાય. 1 જૈન ધર્મ કલા-સંસ્કૃતિ અને માનવતાના સંગમ સાથે હંમેશ ઉજ્વળ રહ્યો છે, છે એને પ્રદેશની ભૂમિ રોકી શકતી નથી, એ જ્યાં જાય છે ત્યાં તીર્થંકરનાં વચનો સાક્ષાત્કાર સ કરે છે, એની ફરી એક વાર અનુભૂતિ આ પુસ્તક વાંચતા થઇ. આ પાકિસ્તાનમાં વેરાયેલા છે અંશો ફરી એકવાર જીવંત બને અને એક નવી મહેક જન્માવે, એવી આશા સાથે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો અનુક્રમણિકા પાનાં નં. : : : : 1 , T : : : : : પ્રકરણ વિષય ૧. લાહોરનું સરકારી સંગ્રહાલય ... ... ... ... ... ... ૨. લાહોરનું દિગંબર જૈન મંદરિ ... .. ... ... .. ... ૩. લાહોરના થડિયાં ભાવડિયાંમાં ... . . . . . ૪, દાદગુરુ જિનચંદ્રસૂરિ - લાહોરમાં ... ... ૫. થડિયાં-ભાવડિયાં, લાહોરનો ઇતિહાસ જોડાયેલો છે અકબર ૬. સમ્રાટ અકબરનું કાશ્મીર ભ્રમણ... ... ... .. ૭. ભગવાન મહાવીરની ચરણરજથી પવિત્ર બનેલ ભેરા .. ૮. પિંડદાદન ખાં... ... .. •• ૯. સિંધુ નદીનું સામ્રાજ્ય .. .. ૧૦. જેહલમ રોહતાસ ... ... ... ... ૧૧. મુલતાન / કોહાટ .. . ૧૨. ડેરાગાજી ખાં... ... ... ૧૩. બન્ને અને લિમ્બર ... ૧૪. લિમ્બર ૧૫. કાલાબાગ ... ... ... ૧૬. ઝંગ (પશ્ચિમ પંજાબ, પાકિસ્તાન) .. ૧૭. મારી ઇન્ડસ (અથવા) માડી પત્તન ૧૮. ગુજરાંવાલા .... .... ... ૧૯. ગુજરાંવાલા શહેર, જૈન યતિ અને ભાવડા બજારનું ૨૦. સમાધિમંદિર ગુજરાંવાલા . .. .. ૨૧. ગુરુકુળ ગુજરાંવાલા ... ... ... ... ૨૨. કિલા સોભાસિંહ ... ... ... ... ... ૨૩. કિલા દિદારસિંહ ... ... ... ૨૪. રામનગર - જે હવે બન્યું છે રસૂલનગર .. ૨૫. પપનાખા ... • • • • • • ૨૬. કસૂર ... ... ... ... ... ... ... ૨૭. ખાનકાહ ડોગરા પાસે ફારૂકાબાદનું જૈન મંદિર... .. ૨૮. ખાનકા ડોગરા પાસે ફારુકાબાદનું જૈન શ્વેતાંબર મંદિર.. ૨૯. સિયાલકોટ ... ૩૦. નારોવાલ ... ... ... ... ... ... ... ... ... : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ૬ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : - - - - - - Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિષય ૩૧. સનખતરા ૩૨. પસરીર ૩૩. દેરાઉર અથવા કિલાદ્રાવિડ ૩૪. દેરાઉર નગર – ઇતિહાસનાં પાને - ૩૫. દેરઉર સમાધિની હકીકત ૩૬. રહીમયાર ખાં (બહાવલપુર સ્ટેટ) ૩૭. રહીમયાર ખાંનો પત્તન મિનાર ૩૮. આ ક્ષેત્રના કવિએ કરી ‘મહાવીરની મુલાકાત’ ૩૯. મરોટ (અથવા મરુકોટ) ૪૦. સરસ્વતી નદીના તટ પર વિકસિત પ્રાચીન સભ્યતા... ૪૧. ગોડી પાર્શ્વનાથ જૈન મંદિર ૪૨. ગોડી તીર્થના વંદન-પૂજન અર્થે આવતા યાત્રીસંઘો ૪૩. અંધકાર અને સન્નાટો છે ગોડીના જૈન મંદિરમાં ૪૪. જિલ્લો ધારપારકર (સિંઘ) ૪૫. ‘નગરપારકર' ૪૬. વીરવાહ તથા પારનીગર ૪૭. ભોદેસર ૪૮. ઉમરકોટ (સિંધ) ૪૯. કરુંઝર (સિંધ), ડબરેલપુર, બોહડસિંધ, કિલ્લો ફોડલા ૫૦. કરાચી ૫૧. હૈદરાબાદ (સિંધ)... ૫૨. હાલા (ન્યૂ હાલા) .. ૫૩. રાવલપિંડી ... ૫૪. ટેક્સલા (તક્ષશિલા) ૫૫. કટાસરાજ, સિંહપુર, મૂર્તિગાવ ૫૬. ખેડામૂર્તિ ગાંવ (અથવા ગંધારા મૂર્તિ) ૫૭. ઉચ્ચાનગરી ૫૮. ગોરી જિન મંદિર (દેરાસર) ૫૯. વીરવાહમાં આવેલ પરીનગર જિનાલય (હેરાગામ) ૬૦. ભોડેશ્વરનું જિનાલય ૬૧. જૈન વારસાની પાકિસ્તાનમાં મોજણી ૬૨. પાકિસ્તાનના કસૂરમાં જૈન ચૌરાહા (કુમારપાળ દેસાઈ) ... 回 (XVI) : પાનાં નં. ૧૦૦ ૧૦૪ ૧૦૭ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૬ ૧૧૮ ૧૧૯ ૧૨૪ ૧૨૬ ૧૨૮ ૧૩૦ ૧૩૩ ૧૩૪ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૪૦ ૧૪૨ ૧૪૬ ૧૪૯ ૧૫૨ ૧૬૩ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૭૦ ૧૭૩ ૧૭૫ ૧૮૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧ પાકિસ્તાનનાં જૈન મંદિરો લાહોરનું સરકારી સંગ્રહાલય સંગ્રહાલયમાં પડી છે થાપણ અંગ્રેજોના સમયમાં જ્યારે પણ આ સંગ્રહાલયમાં આવવાનું થતું તો અહીં ગંધાર આર્ટની વિશાળકાય મૂર્તિઓ જોવા મળતી, જેની બન્ને બાજુ (બાહુ) અને બંને પગ સમયની ઊથલપાથલમાં કદાચ ક્યાંક ખોવાઈ ગયાં હતાં તેના પરિચયની તક્તી પર લખ્યું હતું – ભગવાન મહાવીરની મૂર્તિ - બીજી શતાબ્દી. આ મૂર્તિઓ ક્યાંથી અને ક્યારે પ્રાપ્ત થઈ તે વિશે પ્રશ્નાર્થચિન્હ છે. ગુરુ આત્મસમાધિની પાદુકા આ સંગ્રહાલયમાં આગળ વધ્યો તો જમણી બાજુની કાશ્મીર ગૅલેરીની સામે સંગેમરમરનો એક ચબૂતરો છે, જેના પર આરસની ગુંબજ છે. વેદિકાની ચારેકોર તોરણો પર ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ સુંદર રંગોમાં ટંકોત્કીર્ણ જોવા મળે છે. સુંદર તથા મોટી સાઈઝના આ ગુંબજની બિલકુલ નીચે ચરણપાદુકાની ચારે દિશાઓમાં ચરણોનાં ચિહ્નો સુંદર કારીગરીથી જડવામાં આવ્યા છે. સામે લોખંડની તક્તી પર લખ્યું હતું – ‘‘ગુજરાવાલા તરફથી પ્રાપ્ત શ્રી આત્મારામજીની ચરણપાદુકા’’ શ્રી આત્મારામજી મહારાજ જૈન ધર્મના આચાર્ય અને ગુજરાવાલાના જૈનોની નિષ્ઠાના આત્મા. જોતજોતામાં હું તેમનાં ચરણોમાં ખોવાઈ ગયો. શું આત્મા જ્યારે પરમાત્મામાં લીન બની જાય છે ત્યારે પૂજનીય બને છે ? ત્યારે ચરણ પણ પૂજાસ્થાન બની જાય છે. મને તે ચરણોની આંગળીઓ હાલતી નજરમાં આવી. હું એકીટસે તે ચરણોને જોઈ રહ્યો, જોતો જ રહ્યો. પછી હું સ્વયં તે પાવન ચરણોનો હિસ્સો બની ગયો. ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ ------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- “જ્ઞા-રજ્ઞા વરવીને મેં વધારે રક્ષા હોર્ડ (બુલ્લેશાહ) ભાવાર્થ : પોતાના નાયક (પ્રિયતમ) પ્રત્યે સમર્પિત તન્મયતાથી સ્વયં જ (નરથી નારાયણ) પ્રિયતમ રૂપને પ્રાપ્ત કરવું. કેમેરાના અવાજથી મારી સમાધિ તૂટી. ડાબી તરફની ગેલેરીમાં અલગ જ દશ્ય હતું. લાકડાની અભરાઈ પર જૈન ધર્મના તીર્થકરોના સ્વર્ણમંદિર, સાધુસાધ્વીઓનાં જીવનને કોતરવામાં આવ્યાં હતાં. કદાચ કોઈ તીર્થનો નકશો હતો. એક કલાત્મક સ્ટેન્ડ પર ભગવાન મહાવીરના શિષ્ય શ્રી ગૌતમસ્વામીની ખૂબ સુંદર ખંડિત પ્રતિમા તો એવી લાગતી હતી કે જાણે હમણાં બોલી ઊઠશે અને પોતાની લબ્ધિઓનું અમૃત વરસાવશે! તેનાથી આગળ તોપગોળાની ગેલેરી પાર કરતાં જ પ્રાચીનકાળની હિન્દુ, બૌદ્ધ તથા જૈન ધર્મથી સંબંધિત મૂર્તિઓ હતી. પછી કાચની તિજોરી (કબાટોમાં ‘તરખાના” ગામથી મળેલ ભગવાન મહાવીરની મૂર્તિઓ, સંગેમરમરની ચરણપાદુકાઓ અને બીજું પણ ઘણું બધું હતું. તેમાંની એક છે અત્યંત જીર્ણ બનેલ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિની ચરણપાદુકા, કે જે બહાવલનગર જિલ્લાના મુરોટકોટથી પ્રાપ્ત થઈ હતી, જે અહીંથી સ્ટેટ મ્યુઝિયમ, બહાવલપુરમાં રાખવામાં આવી. હું એક વાર ફરી શ્રી આત્મારામજીનાં ચરણોમાં આવીને લીન બની ગયો. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨ પાકિસ્તાનનાં જૈન મંદિરો લાહોરનું દિગંબર જૈન મંદિર 'ऐती मार पई कुरलाने, तैं की दर्द न आया ' ભાવાર્થ : બાબરના આક્રમણ બાદ દુ:ખી, ભૂખી, બેહાલ આમજનતાના હાલ જોઈને ગુરુનાનકે કહ્યું હતું કે, આટલી હત્યા અને ચિત્કાર પછી પણ કોઈ સંવેદના (દયા) ન આવી ? અમે દર રવિવારે સાંજે ‘પંજાબી અદબી સંગત’ની ગોષ્ઠીમાં કેટલાંય વર્ષોથી નિરંતર જઈએ છીએ. કવિ, લેખક, બુદ્ધિજીવી તથા સાહિત્યમાં રુચિવાળા લોકો હોય છે. ધર્મ, દર્શન, સાહિત્ય, રાજનીતિ, સામાજિક તથા અન્ય અનેક વિષયો પર વિમર્શની સાથે શાયરીઓ પણ સંભળાવવામાં આવતી, ઇતિહાસનાં પાનાં ઊલટાવાતાં. સામાન્ય રીતે ઉજ્જવળ આ પાનાંઓમાંથી કોઈકોઈ પાનાં લોહીથી ખરડાયેલાં નજરે આવે છે. જૂની અનારકલી બજારમાં શીશમનું એક મોટું વૃક્ષ છે. આ વૃક્ષની નીચે ૧૮૫૭ના સૈનિકો પર દેશદ્રોહનો આરોપ મૂકીને તોપમારા દ્વારા નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. ત્યારે લાહોર સિવાય સિયાલકોટ, રાવલપિંડી, લાયલપુર વગેરે કેટલાંય શહેરોમાં આ રીતે તોપો ગરમ થઈ હતી. જૈન મંદિર અમે ચાલતાં કપૂરથલા હાઉસ પાસે પહોંચી ગયા. હવે અમારી સામે ત્રિકાણ આકારની અંદર જૈન મંદિર હતું. આ લોહોરનું સૌથી પ્રખ્યાત જૈન મંદિર છે. આ ચોકને પણ જૈન મંદિર ચોક જ કહેવાય છે. વાતો કરતાં કરતાં અમે જૈન મંદિરની બિલકુલ સામે પહોંચી ગયા. મારી સાથે ચાલતા કંવલ મુશ્તાકે ઇતિહાસ ઊખેળ્યો અને કહેવા લાગ્યો કે, સિકંદરથી માંડીને અંગ્રેજો સુધી બધા ભૂખ્યા, મુગલ, ખીલજી, લોધી બધા જ ભૂખ્યા, 3 Page #29 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો – માનવીના લોહીના તરસ્યા. આજે આપણે તેઓને ધર્મના રક્ષક બનાવ્યા છે. મહમદ ગઝનીએ હીરા-ઝવેરાતની પોતાની ભૂખ સંતોષવા સોમનાથ મંદિર લૂંટયું. જો તે ખરેખર ‘બુશિકન’ હોત તો સૌથી પ્રથમ પોતાના જ દેશના બામિયાનમાં બુદ્ધની મૂર્તિ ન તોડત ? પરંતુ ત્યાંથી સોનું, હીરા-મોતી ક્યાં મળવાનાં હતાં ! સોમનાથનું મંદિર-મૂર્તિઓમાંથી આ બધું મળવાનું હતું એટલે ત્યાં ૧૬ વખત હુમલા કર્યા. ગુરુનાનકે કેટલી સચ્ચાઈથી કહ્યું છે – 'जे सकता सकते को मारे, ताँ मन रोस न होई ।' જૈન મંદિર અમારી એકતરફ સાઈડમાં છે. અમે લિટન રોડ પર પહોંચી ગયા. આ રોડ સીધો જૈન મંદિરચોક સુધી જાય છે. ‘તમને ખબર છે કે આ જૈન મંદિરનું નામ શું છે ?’ મેં પૂછ્યુ. “ના, હું નથી જાણતો, પણ એક દિવસ ઇન્ટરનેટ પર જોયું હતું. તેમાં લખ્યું હતું – “જૈન દિગંબર મંદિર વિથ શિખર.’’ - ઘણા લાંબા સમયથી આ મંદિર ત્યાં સ્થિત છે. અહિંસા, શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપતું અડગ આ મંદિર ઊભું છે. મંદિર ત્યાં સુધી ઊભું રહેશે જ્યાં સુધી કોઈને તેને તોડવાની ભૂખ ના લાગે. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રવિવારના દિવસે અમારી સાપ્તાહિક ગોષ્ઠી ચાલી રહી હતી. મેં આ સમાચાર ત્યાં સાંભળ્યા કે અયોધ્યામાં ઐતિહાસિક બાબરી મસ્જિદને હિન્દુઓએ તોડી નાખી છે. મસ્જિદને કેમ તોડી નાખવામાં આવી ? બાબરના સમયમાં ઈ.સ. ૧૫૨૭માં બનેલી આ મસ્જિદને સને ૧૯૯૨માં કેમ તોડી નાખવામાં આવી ? મોગલો પછી અંગ્રેજો આવ્યા ત્યારે કંઈ ન થયું, ઈ. સ. ૧૯૪૭માં લાખો લોકો હણાયા પણ મસ્જિદને કેમ કંઈ ન થયું ? હવે એવી શી કયામત આવી પડી કે તેને તોડવી પડી ? એક બાજુ રામજન્મભૂમિ, બીજી બાજુ ૪૬૫ વર્ષથી ઊભેલી આ મસ્જિદ અને તેની વચ્ચે બે હજાર નિર્દોષ લોકોની લાશ ! લાહોરમાં મંદિરોનો અંતિમ દિવસ સવાર-સવારમાં જ ફોનની ઘંટડી રણકી ઊઠી. ૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ‘શું સૂતા છો ?’ ‘ના, જાગું છું, છાપું વાંચું છું.’ ‘છાપાને છોડો, કૅમેરા લઈને બહાર નીકળો. આજે લાહોરનાં મંદિરોનો અંતિમ દિવસ છે. બધાં મંદિરો આજે તોડી નાખવામાં આવશે. ‘જૈન મંદિરોનો પ્રૉજેક્ટ તમારો ચાલી રહ્યો છે, તે પણ અધૂરો રહેશે. જે જે મંદિરોના ફોટા પાડવા હોય તે તરત જ પાડી દો.’ મને કંઈ સમજ પડતી નહોતી. લાગતું હતું કે મારું મગજ જાણે ખાલી થઈ ગયું છે. છાપા પર નજર નાખી. તેમાં મુખ્ય સમાચાર હતા ‘બાબરી મસ્જિદ પર હિંદુઓનો હુમલો, મસ્જિદ શહીદ, સેંકડો મુસલમાન શહીદ.’ લાગ્યું કે આખા પાકિસ્તાનમાં આગ લાગી ગઈ. દરેકે શહેરમાં હજારો સરઘસ, હિન્દુ, બૌદ્ધ અને જૈન મંદિરો પર હુમલા, ચારેબાજુ આગ, રસ્તા પર ટાયરો સળગી રહ્યાં હતાં. દરેક ગલી-મહોલ્લામાં નફરત.પાકિસ્તાનની ઐતિહાસિક મિલકતો નફરતની આગમાં બળી રહી હતી. લાહોરના હિન્દુઓએ પોતાનાં મકાનોને તાળાં મારી મુસલમાન મિત્રોના ઘરમાં શરણ લીધું હતું. એક દિવસમાં લાહોરના સેંકડો મંદિરો તે દિવસે માટીના ઢગલા બની ગયાં અથવા તેમને નુકસાન કરવામાં આવ્યું. હું મારા એક મિત્ર સાથે મોટરસાઈકલ પર નીકળી પડચો. સૌથી પ્રથમ મૉડલ ટાઉન ડી. બ્લોકનું મંદિર લોકોથી ઘેરાયેલું હતું, ઓજારો અને બુલડોઝર પણ હતાં. મંદિરના પાયા પણ કંપાયમાન હતા ! હું અને અબ્બાસ મંદિરને અંતિમ વખતે જોવા ઇચ્છતા હતા. ૭ ડિસેમ્બર, ૧૯૯૨ મારા માટે કદાચ કયામતનો દિવસ હતો. આજે મારી આંખોની સામે ઇતિહાસની નિશાનીઓ દૂર થઈ રહી હતી. તેમના ફોટો લેવા સિવાય હું કંઈ કરી શકું તેમ નહોતો. ‘લાહોરમાં કેટલાં મંદિરો હશે ?’ અબ્બાસે મને પૂછ્યું. ‘લગભગ સો ઉપર’ ‘એ આજે બધાં ખતમ થઈ જશે ?' ‘ખબર નથી.’ ‘બસ જોયા કરો.’ ૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ‘તેનું પરિણામ જુઓ. એક મસ્જિદ પાછળ સેંકડો મંદિરો માટીના ઢગલા થઈ ગયા !' મોટરસાઈકલ ચલાવતો અબ્બાસ બોલતો હતો. મસ્જિદ કે મંદિર તોડવાવાળા વિરુદ્ધ તેના મનમાં ગુસ્સો હતો, ક્ષોભ હતો, રંજ હતો. નારાનો જોરદાર અવાજ આવ્યો. સળગતું ટાયર અમારી સામે આવીને પડયું. શોરબકોર ! ‘મસ્જિદ તોડવાવાળા હિન્દુ કૂતરા હાય હાય’. નફરત અને ક્રોધની વાળા વધતી જતી હતી. અમે શમ્માં-સ્ટૉપ પાસે હતા. લોકોએ એક વ્યક્તિને પોતાના ખભે ઉપાડી હતી. તેના હાથમાં મંદિરના કળશની સોનેરી ગાગર (કુંભ) હતી, જેને તે હવામાં ઉછાળીને નારા બોલતો હતો. તેની પાછળ હજારો લોકો. રસ્તાઓ પર સળગતાં ટાયરો જાણે ઇતિહાસનાં પૃષ્ઠોનું દહન કરતાં હતાં. આ ક્લેઆમ શરૂ કરાવવાવાળા, સીમાની પાર બેસીને દિલ્હીની સત્તાનાં સ્વપ્નો જોતા હતા અને એક બાજુ અદશ્ય અને વ્યવસ્થિત ભૂ-માફિયા આમજનતાને ભડકાવતા હતા મંદિરોની કરોડો રૂપિયાની મિલકત પર કબજો મેળવવા. અમે સીધા ‘જૈન મંદિરચોક’માં પહોંચ્યા. માંડ માંડ જૈન મંદિરની ઉત્તરે મજારના બૅટમાં આવીને ઊભા. ‘આ પાગલપણું છે’ પાસે ઊભેલી એક વ્યક્તિએ કહ્યું. ‘જી, હવે લોકોને કોણ સમજાવે ? આ સમયે વાત કરવી પણ મોતને આમંત્રણ આપવા સમાન છે.’ - ‘હવે જૈન મંદિર જેવું તો હતું જ નહીં, તેમાં બાળકોની પ્રાઈમરી સ્કૂલ છે. મંદિરના બીજા ભાગમાં કૉર્પોરેશનનો સ્ટાફ બેસે છે. મને સમજ નથી પડતી કે મંદિરની ઈમારતને તોડી નાખવાથી શું બાબરી મસ્જિદ બની જશે ?તમે જોજો, થોડા દિવસ પછી કોઈ શક્તિશાળી પૈસાદાર પાર્ટી આ જગ્યાનો કબજો લઈ કોઈ મોલ-પ્લાઝા બનાવી દેશે. લોકો ઠંડા પડીને બેસી રહેશે. બાબરી મસ્જિદ, રામજન્મભૂમિ અને જૈન મંદિરને ભૂલી જશે.’ હવે મંદિરને તોડવા માટે આવેલ બુલડોઝર પર લોકોએ એક વ્યક્તિને બેસાડી દીધી. ઉપર ચઢીને તેઓએ જોરદાર નારા લગાવ્યા. ચારેબાજુ શોરબકોર... S Page #32 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- જિંદાબાદ.. મુર્દાબાદ... હાય હાય.. અલામાસાહેબે બુલડોઝરના મંચથી જ જોશીલી, ભડકાઉ અને તેજ વાણીમાં ભાષણ આપ્યું. પછી નીચે ઊતર્યા. લોકો મંદિર તોડવામાં લાગી ગયા. થોડા સમય પછી જોરદાર ધડાકો થયો. લોકો પોતાનો જીવ બચાવવા આમતેમ ભાગવા લાગ્યા. અત્યાર સુધી આ ચોકમાં ઉન્નત મસ્તકે રહેવાવાળું મંદિર હવે મૃતદેહની જેમ જમીન પર પડ્યું હતું. જે લોકો જખમી થયા તેમને એબ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા. જૈન મંદિરચોક થોડી પળો પહેલાં લોકોથી ભરચક હતો તે હવે નારા, શોર અને આગના ધુમાડાથી ભર્યો હતો. આ બધાની વચ્ચે હતો જૈન મંદિરનો કાટમાળ - એક મૃતશરીરની જેમ. મને ‘બાબરવાણીમાં ગુરુનાનકનું એક વાક્ય યાદ આવ્યું - 'कित्थे हण आह मकान दरवाजे महल माडियाँ ते मंदिर.' બન્ને તરફની ઐતિહાસિક ધરોહર, વારસો ધાર્મિક નફરતના એટમબોમ્બ પર પડી છે. હિંદુ-મુસ્લિમ ક્યાં સુધી ઈંટોથી લડતા રહેશે ? ક્યાં સુધી માનવરક્તની હોળી ખેલતા રહીશું? 'रुत्त उदासी वाली, आके ठहर गई ए.' Page #33 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩ લાહોરના થડિયાં ભાવડિયામાં દર વખતે ઇતિહાસ કે ફિલોસોફીનાં પુસ્તકો વાંચતા રહેતા મારા મિત્ર નસીરે મને પૂછ્યું કે, આજકાલ શું વાંચી રહ્યો છે ? કંઈ નહીં, આ પ્રોફેસર મોહનસિંહનું પુસ્તક છે, જે તેમણે ૧૯૪૭ પહેલાં લખ્યું હતું. આ પુસ્તકમાં માનવીને જિજ્ઞાસુ બનવાની તથા ખોજમાં લાગ્યા રહેવાની ચાર લીટી ખૂબ સુંદર લાગી છે – रब्ब इक गुंझालदार बुज्ञारत, रब्ब इक गोरखधंधा खोलण लग्गयाँ पेच एसदे, काफर हो जाए बनदा । काफर होणों डर के बीबा, खोजों मूल न झुंझी लाई लग मोमन दे कोलों, खोजी काफर चंगा ॥ રવું = ઈશ્વર. અહીં મતલબ છે – જ્ઞાન, ઊંડાઈ, જિજ્ઞાસા. ઈશ્વર ઉલઝન ભરેલી પહેલી, ઈશ્વર ગોરખધંધા, ઈસકે રહસ્ય ખોલતે ખોલતે, કાફિર હો જાયે બંદા, કાફિર હોને કે ડર સે હે બંધુ! ખોજ ન છોડો હાં મે હાં મિલાનેવાલે મોમિન સે, ખોજી કાફિર અચ્છા'. રબ્બ, બંદા અને ભટકવું. આ ભટકનનો કોઈ અંત નથી. માનવું કે ન માનવું તે સવાલ છે. જેણે માની લીધું તેને તો ‘તલાસી છે અને જેણે ન માન્યું તે શાંત થઈને બેસી ગયો. અરે જૈન મંદિરોના શોધનો પ્રોજેક્ટ ક્યાં સુધી આવ્યો ?' “લોહોરની થડિયાં-ભાવડિયાં શોધવા નીકળ્યો હતો.” તો પછી થડિયાં ભાવડિયાં મળી ગઈ ?' “હા, મળી ગઈ, ભાટીગેટની અંદર ફકીરખાના મ્યુઝિયમ સાથે પૂર્વ દિશામાં એક નાની ગલીથી સીધા જતાં એક મોટી બજાર આવે છે. અહીં એક ગોળ ગલી Page #34 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો છે, જેના મધ્યમાં અને બન્ને બાજુ ઘર છે. આ જગ્યા છે - ‘થડિયાં ભાવડિયાં. એક પૂરું ચક્ર છે. ઘરોની સાથે ઘર જોડાયેલાં છે.’ ‘તમે કહ્યું હતું કે, કોઈ ભાવડા કે જૈનોનું મંદિર હતું તે હવે છે કે નહિ?’ ‘મંદિર તો કોઈ ન મળ્યું. હવે મકાનો જ છે.’ ‘સારું, આ ‘ભાવડા’ કોણ છે ?’ ‘જૈન ધર્મની પટાવલિઓમાં એક કાલિકાચાર્યની કથા છે. તેઓ ઈ.પૂ. ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. ક્ષત્રિયકુળમાં જન્મેલા આ કાલિકાચાર્યે પોતાની બહેન સરસ્વતી સાથે સાધુદીક્ષા લીધી. તે સમયે ઉજ્જયિનીમાં ગભિલ્લ રાજાનું રાજ હતું. આ રાજાએ સાધ્વી સરસ્વતીનું અપહરણ કર્યું ‘આચાર્યશ્રી તથા જૈન સંઘે રાજાને સાધ્વીને છોડી દેવા સમજાવ્યો, પરંતુ રાજા માન્યો નહીં. મજબૂર થઈને કાલિકાચાર્યે પોતાના ભક્તો સાથે સિંધુ નદી પાર કરી અને ઈરાનમાં પહોંચ્યા. તેઓના ઘણા અનુયાયીઓ સિંધુ નદીની એક તરફ, પંજાબમાં વસી ગયા. આચાર્યશ્રીના ગચ્છનું નામ ‘ભાવડગચ્છ’ હતું. માટે આ લોકો પણ આ ગચ્છના નામથી ‘ભાવડા’ કહેવાયા. લગભગ આખા પંજાબમાં તેઓ ‘ભાવડા’થી ઓળખાય છે. ‘હા, તો તમે કાલિકાચાર્યની કથા સંભળાવી રહ્યા હતા.’ ‘આચાર્યશ્રી વેશપરિવર્તન કરી ઈરાનમાં પહોંચી ગયા. ત્યાંથી ૫૨ (બાવન) ‘શક’ પ્રમુખોની ફોજ સાથે ઉજ્જયિની પહોંચ્યા. ભયંકર યુદ્ધમાં રાજા ગર્દભિલ્લ પરાજિત થયો. સાધ્વી સરસ્વતી મુક્ત થઈ. આચાર્યશ્રીએ લશ્કરી પોશાક ઉતાર્યો અને સાધુ-સાધ્વી પ્રાયશ્ચિતસહ પુનઃ સંયમમાં સ્થિર થયા. ઉજ્જૈનની રાજગાદી પર પોતાના ભાણેજ વિક્રમાદિત્યને બેસાડયો ત્યારથી વિક્રમ સંવતનો પ્રારંભ થયો. ઈતિહાસના પુસ્તકમાંથી બે લેખો વાંચવા આપતાં નસીરે કહ્યું, ‘આને જરૂર વાંચજો. તેમાં એક છે ડૉ. મુબારક અલીનો લખેલ લેખ ‘મંદિર, સિયાસત ઔર મજહબ’ અને બીજો છે પુષ્પાપ્રસાદનો ‘અકબર ઔર જૈન’. નસીર ખુદ તે વાંચવા લાગ્યો. લખ્યું હતું - ‘ઇતિહાસે અનેક વાર કહ્યું છે કે, જીતવાવાળાએ હારવાવાળાનાં પૂજાસ્થાનોને તોડ્યાં છે અથવા પોતાના ધર્મના ત્યાં - ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પૂજાસ્થાનો બનાવી દીધાં. ચાલો, જવા દો આ વાત. તો પછી તમને થડિયાં ભાવડિયામાં કોઈ જૈન મંદિર ન મળ્યું?' ખૂબ આશ્ચર્યની વાત છે કે પુસ્તકોમાં આ મંદિરની વાત છે, પણ તે સ્થાને હયાત નથી! મને યાદ આવે છે કે કદાચ આપણે તે મંદિરના દરવાજા પાસે ઊભા રહ્યા હતા. આપણને અજાણ્યા જોઈને યુસુફ નામની એક વ્યક્તિ આપણી પાસે આવી હતી. જે તેણે કહ્યું હતું તે મને પૂરેપૂરું યાદ છે. તેણે કહ્યું હતું - “આ આખો મહોલ્લો હિન્દુઓનો મહોલ્લો હતો - લગભગ ૩૦-૩૫ ઘરોનો. આ બધામાં ‘ભાવડા રહેતા હતા. તેમનાં ઘરોની સામે ચબૂતરા હતા એટલે આ મહોલ્લાનું નામ થડિયાં ભાવડિયાં પડી ગયું. અમે સને ૧૯૪૭થી અહીં રહીએ છીએ. ત્યારે અહીં કોઈ મંદિર નહોતું. આ અમારું ઘર છે. તેનો એક ખૂબ મોટો દરવાજો છે. લાકડાનો દરવાજો તથા મજબૂત દેરી અને આગળ પગ પાસે પથ્થરની પૂરી લંબાઈવાળી અત્યંત ઘસાઈ ગયેલી શિલા. આટલો મોટો દરવાજો અહીં બીજા અન્ય ઘરોને નહોતો. આ ગેટ' અમારાથી બંધ થતો નહોતો. અમે તેની જગ્યાએ બીજી તરફ એક નાનો ગેટ બનાવ્યો છે.' મારું દઢ માનવું છે કે, યુસુફનું તે ઘર જ મંદિર છે. આપણને સૌને ખબર છે કે ૧૯૪૭માં ભાગલા દરમિયાન લાહોરનાં ઘર, મહોલ્લા અને બજારોમાં જેટલા અગ્નિકાંડ થયા છે તેટલા અન્ય શહેરોમાં નહીં થયા હોય. અહીં તો એક જ દિવસમાં અડધું શહેર સળગાવી દેવામાં આવ્યું હતું. થડિયાં ભાવડિયાંનો મહોલ્લો પણ અગ્નિકાંડથી બચ્યો નહોતો. મહોલ્લામાં સૌથી પ્રથમ આ મંદિરોને આગના હવાલે કરવામાં આવ્યા. ખૂબ સુંદર, આરસનાં ઊંચાં શિખરો તથા કળશવાળાં જૈન મંદિરોનો મોટો ભાગ જોતજોતામાં કાટમાળમાં પલટાઈ ગયો હતો. એવું પણ સાંભળવામાં આવ્યું કે મંદિરમાં બિરાજમાન બે-ત્રણ જૈન સાધુઓને આસપાસનાં ઘરોની છત ઓળંગી, ઘણી મુશ્કેલીપૂર્વક પોતાના ભક્તો સાથે અહીંથી જવું પડ્યું હતું. લાહોરમાં જૈન યતિ ઇતિહાસના મધ્યયુગ અટલે સમ્રાટ અકબરના સમયથી લાહોરમાં જૈન ૧ ૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - -પાકિસ્તાનનાં જૈન મંદિરો --- --- યતિઓના આવાગમનના તથા રોકાવાના પ્રમાણ મળે છે. વિ. સં. ૧૬૨૮થી ૧૭૪૫ (ઈ.સ. ૧૫૭૧થી ૧૬૮૮) દરમિયાન વિભિન્ન યતિઓએ અહીં નૂતન સાહિત્યની રચના કરી હતી. સૂત્રો, શાસ્ત્રોની પ્રતિલિપિઓ લખી. દિગંબર મંદિર અહીં એક નહીં, બે જૈન મંદિરો હતાં – એક શ્વેતાંબર મંદિર અને બીજું દિગંબર જૈન મંદિર. આ બંને મંદિર પાસપાસે હતાં. દિગંબર મંદિરમાં જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવની પૂજા થતી હતી. ત્રણ માળનું આ ભવ્ય મંદિર હતું. આ મહોલ્લામાં તો દિગંબરોનાં એક-બે ઘર જ હતાં, પરંતુ આખા શહેરમાં રહેવાવાળા દિગંબરો અહીં ભક્તિ કરવા આવતા હતા. આ મંદિરનું અત્યારે કોઈ નામોનિશાન નથી. શિખર તથા દીવાલોનાં ખંડેર છે. લૂંટફાટ, મારફાડ, ધર્મઝનૂન, દ્વેષ અને બદલાની ભાવના – આ બધાની બલિવેદી પર આ બંને મંદિરો સ્વાહા થઈ ગયાં. જૈન મંદિરોનાં ઊંચાં શિખરો તથા કળશોથી શાંતિ, પ્રેમ અને સૌહાર્દનો અવાજ નીકળતો હતો તે અવાજ કામ માટે શાંત થઈ ગયો. - શ્વેતાંબર મંદિરનો ઇતિહાસ સમ્રાટ અકબરના નિમંત્રણથી શ્રી હીરવિજયસૂરિજીના પટ્ટધર શ્રી વિજ્યસેનસૂરિ લાહોરમાં પધાર્યા હતા. ઉપાધ્યાય ભાનુચંદ્ર, શાંતિચંદ્ર તથા સિદ્ધિચંદ્ર અગાઉથી જ ત્યાં બિરાજમાન હતા. અકબરે ઈ.સ. ૧૫૭૫માં એક ઇબાદતખાના” (ધર્મચર્ચાસ્થાન)ની સ્થાપના કરી અને તેમાં હિન્દુ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના વિદ્વાનોને સામેલ કર્યા, ત્યાં શાંતિ અને ગંભીરતાથી ધર્મચર્ચાઓ થતી. સમ્રાટને પણ આ ધર્મચર્ચાઓમાં રસ પડવા લાગ્યો. ડૉ. વિંસેન્ટ એ. સ્મિથે અકબર” નામના પુસ્તકમાં લખ્યું છે - "But the Jain holymen undoubtedly gave Akbar prolonged instructions for years, which largely influenced his actions and they secured his assent to their doctrines so far that he has reputed to have been converted to Jainism." Page #37 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- તે સમયે લાહોરમાંથી જ એક પાદરીએ (Pinheirs) ૩ સપ્ટેમ્બર, ૧૫૯૫ના રોજ એક પત્ર સમ્રાટ અકબરના વિશે લખ્યો હતો – "He follows the sect of the Jains (vraties)" અર્થાત્ તે (અકબર) જૈન સિદ્ધાંતોનો અનુયાયી બની ગયો છે. (વતી = જૈન). અકબરના મંત્રી કર્મચંદ બછાવતને જૈન મંદિર તથા ઉપાશ્રય માટે જમીન આપવામાં આવી, જ્યાં આચાર્ય જિનહર્ષસૂરિજી તથા હેમવિમલસૂરિજીએ વિ. સં. ૧૬૫૨ (ઈ.સ. ૧૫૫)માં શ્રી સુવિધિનાથ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર ઘણું જીર્ણ થઈ ગયું હતું. મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ હતી. ત્યારે આ જગ્યાએ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ માગસર સુદ-૫, સંવત ૧૯૮૧ (ઈ.સ. ૧૯૨૪)માં નવા મંદિરમાં ભગવાન સુવિધિનાથની પ્રતિષ્ઠા કરાવી. ઉપરના માળે શ્રી શાંતિનાથ તથા શ્રી ઋષભદેવને બિરાજમાન કરવામાં આવ્યા. ૧૯૨૪થી ૧૯૪૭ સુધી મહોલ્લો થડિયાં ભાવડિયાંનું આ જૈન મંદિર ભક્તોની શ્રદ્ધા, ભક્તિ અને નિષ્ઠાનું કેન્દ્ર બની ગયું. આ મંદિરની પાસે જ બનેલા ઉપાશ્રય, પંચાયતી મકાન નામે ઓળખાતું હતું. અકબરના દરબારી અકબુલક્ઝલ તથા જૈનોની પટ્ટાવલિઓમાં આ મંદિરનો ભરપૂર ઉલ્લેખ છે, જે પૂરી સાબિતીઓ સાથે છે. તે બધી સાબિતીઓ થડિયાં ભાવડિયાં મંદિર સાથે પૂર્ણ રીતે મેળ ખાય છે. અંતિમ વાત એ છે કે, ૧૯૪૭ સુધી અહીં જૈન પરિવારો સારી સંખ્યામાં ઉપસ્થિત હતા અને તેઓ આ મંદિરમાં પૂજાપાઠ કરતા હતા, તો પછી આ મંદિરનું નામોનિશાન ક્યાં ખોવાઈ ગયું? પંજાબી કવિ શૌકતનું એક ગીત છે – नहियों लब्मने लाल गवाचे ते मिट्टी न फरोल जोगिया ओए चन मेरिया तू मिट्टी न फरोल जोगिया । અર્થાત્ રત્નતુલ્ય પ્યારા લોકો (ભાઈબંધુ) એક વાર ખોવાઈ જાય તો પછી ફરી ક્યાં મળે છે ? અરે જોગી, તું શા માટે માટીમાં તેમને શોધી રહ્યો છે ? અરે મારા વહાલા! માટીને ન રડાવીશ, તે નહીં મળે. | ૧ ૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪ પાકિસ્તાનનાં જૈન મંદિરો દાદાગુરુ જિનચંદ્રસૂરિ લાહોરમાં માણસ શું વિચારી શકતો નથી ? ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો જ્યારે આપણી પાસે કોઈ સંકેત ન હોય ત્યારે તેના વિશે વિચારી જ શકાશે. વિચારની દિશા અને દશા યોગ્ય હોય તો કોઈ ને કોઈ રસ્તો મળી જ જાય છે. હું અનુભવ કરી રહ્યો હતો કે, આજથી ૪૦૦-૪૨૫ વર્ષ પહેલાં જૈન ગુરુ શ્રી જિનચંદ્રસૂરિજી જ્યારે આ એકાંત સ્થાને આવ્યા હશે તે વખતે અહીં શું અને કેવું હશે ! લાહોર શહેર તો અહીંથી ૧૦-૧૨ કિ.મી. દૂર છે. તે સમયે અહીં ગાઢ જંગલો હશે અથવા તો કાંટાવાળી ઝાડીઓ અને આ ઝાડીઓ વચ્ચે ચોથા દાદાગુરુ જિનચંદ્રસૂરિજી સંઘ સહિત બિરાજમાન થયા હશે. શ્રી જિનચંદ્રસૂરિ (ચોથા દાદાગુરુ) તે સમયના મોટા વિદ્વાન, પ્રભાવક તથા વિખ્યાત જૈન સાધુ હતા, જેઓને સમ્રાટ અકબરે ધાર્મિક તથા દાર્શનિક ચર્ચા માટે ફતેહપુર સીકરીમાં બોલાવ્યા હતા. તેનાં થોડાં વર્ષો અગાઉ શ્રી હીરવિજયસૂરિજી સાથે પણ સમ્રાટ આવી જ મંત્રણાઓ કરી ચૂક્યો હતો. ફતેહપુર સીકરીમાં જ તેણે હીરવિજયજીને ‘જગતગુરુ’ની પદવી આપી હતી. અકબરે સંવત ૧૬૪૮ (ઈ.સ. ૧૫૯૧-૯૨)માં એક ‘શાહી નિમંત્રણ’ મોકલીને શ્રી જિનસૂરિચંદ્રજીને લાહોરમાં બોલાવ્યા. તેઓ ૧૪ ફેબ્રુઆરી, સને ૧૫૯૨ના દિવસે લાહોર પધાર્યા. મંત્રી કરમચંદ બછાવત તેઓને દરબારમાં લઈને આવ્યા. અકબરે તેઓને પૂર્ણ સન્માન આપ્યું અને ધાર્મિક ચર્ચાઓ માટે વિનંતી કરી. અકબર વાસ્તવમાં સંસાર, પ્રકૃતિ, કર્મવાદ, અનેકાંત અને જન્મ-મરણનાં ગૂઢ રહસ્યો જાણવા ઇચ્છુક હતો. શ્રી જિનચંદ્રસૂરિજીથી તે ખૂબ પ્રભાવિત થયો અને તેમને ‘યુગપ્રધાન’ની પદવીતી વિભૂષિત કર્યા. લાહોર સુધી આવવાના અને પાછા જવાના વિહારમાર્ગે (થાનેસર, સામાના, જીરા, પટ્ટી વગેરે)માં તથા અન્ય અનેક સ્થળોએ તેઓએ ધર્મપ્રચાર કર્યા. ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મારું અનુમાન છે કે, શ્રી જિનચંદ્રસૂરિજીએ લાહોર પાસે જે સ્થાને તપ કર્યું ત્યાં જૈનોના ભાવડા ઓસવાલ સમુદાયે પૂજાસ્થાન સ્થાપિત કરી દીધું અને અહીં શ્રી જિનકુશલસૂરિજી (ત્રીજા દાદાગુરુ)ની ચરણપાદુકા સ્થાપિત કરીને નાનકડું મંદિર બનાવી પૂજા પ્રારંભ કરી દીધી. આજે હું તે મંદિરની શોધમાં નીકળ્યો છું. હું જિનકુશલસૂરિજીના તે ચરણકમળ (ચરણપાદુકા) જોવા માગતો હતો કે જે પૂજાસ્થાન બન્યું હતું. આ ચરણકમળ દ્વારા હું આ ધરતીના ઈતિહાસની સાક્ષી લેવા માગતો હતો. - લાહોરથી દક્ષિણમાં ૧૦-૧૨ કિ.મી. દૂર બે ગામ છે – પહેલું ‘ભાવડા’ અને બીજું ‘ગુરુમાંગટ’. આ બન્ને એકબજાની નજીક આવેલાં છે. ગુરુમાંગટનું નામ પણ અત્યારે ગુલમર્ગ-થડી થઈ ગયું છે. ભાવડા ગામમાં અકબરના મંત્રી કરમચંદ બછાવતે (ઓસવાલ જૈન) ત્રીજા દાદાગુરુ આચાર્ય જિનકુશલસૂરિજીનાં ચરણબિંબ સ્થાપિત કર્યાં હતાં. આની સાથે એક વાવડી (તળાવ) અને ઘણી જમીન પણ હતી. આ સ્થાનનું મહત્ત્વ વધ્યું અને અહીં સાધુ-સાધ્વીજીઓનું આવાગમન પણ શરૂ થયું. એક નાનું મંદિર જેને ‘મટી’ અથવા ‘ઘુમટી’ હે છે તેનું નિર્માણ થયું. કેટલાક સાધુઓની સમાધિઓ પણ આસપાસ હતી. સમયની સાથે સાથે માનવીની ઇચ્છાઓ પણ વધતી જાય છે, જે લાલચ અને લોભ બનીને દરેક ચીજને પ્રાપ્ત કરવામાં લાગી જાય છે. ભાવડા ગામની પૂજાસ્થાનની વાવડી અને તેની જમીનને લગભગ ૧૫૦-૧૭૫ વર્ષ પહેલાં જમીનદારોએ છીનવી લીધી ત્યારે ત્યાંથી તે ચરણપાદુકાને હટાવી નજીકના ગામ ગુરુમાંગટમાં સ્થાપિત કરવામાં આવી. તે ચરણપાદુકા ઘણી જૂની થઈ જવાથી લાહોર શહેરના મંદિરમાં બિરાજમાન કરવામાં આવી. જ્યાં પહેલા ચરણપાદુકા હતી ત્યાં દર મહિને જૈનોનો મેળા ભરાતો હતો, જેમાં શ્વેતાંબર જૈન તથા સ્થાનકવાસી બધા સામેલ થતા હતા. મકબરા (સમાધિ કે સ્મૃતિમંદિર)વાળું ઘર મને પ્રથમ વાર ખબર પડી કે ગુરુમાંગટમાં કોઈ જૈન ધર્મનું પણ સ્થાન છે. જૂના મકાનના કાટમાળ તથા નાની નાની ગલીઓમાંથી રસ્તો ભૂલેલા યાત્રીની જેમ ફરી રહ્યો હતો. તે મંદિર અથવા સ્થળની શોધમાં કે જ્યાં શ્રી જિનકુશલસૂરિજીનાં ૧૪ Page #40 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો ચરણબિંબોની પૂજા થતી હતી. એક જગ્યાએ કેટલાક બુઝુર્ગ તથા યુવાનો પત્તાં રમી રહ્યા હતા. તેમાંથી એકને મેં પૂછયું – ‘તમે અહીંના નિવાસી છો ?' ‘હા’. “શું તમે ‘જી-પુશ્તી’ના છો ?' ‘હા’. શું તમારામાંથી કોઈને યાદ છે કે અહીં ગુરુમાંગટમાં કોઈ જૈન મંદિર હતું ?' ‘તમારે તેનું શું કરવું છે ?' કંઈ નહીં. હું તે જોવા માગું છું. હું તેની શોધમાં છું.' બાબાજીએ કહ્યું, 'જૈનમંદિર ગુરૂમાંગટમાં નહોતું. તે તો ગુરૂમાંગટ જેટલી વસ્તીવાળા ભાવડામાં હતું. તેને “ભાવડા’ એટલા માટે કહે છે કે ત્યાં ભાવડા જૈનોનું મંદિર હતું.' બાબાજીની વાત સાંભળીને મને લાહોર શહેર યાદ આવી ગયું. હવે ચારેબાજુ ઘણું ફેલાઈ ચુક્યું છે. ત્યાં ફિરોજપુર રોડ પર “માડલ ટાઉન પાસે ઓછી વસ્તીવાળું ભાવડા (ગામ) છે. ધાર્મિક દૃષ્ટિએ પંજાબના બધા ભાવડાઓ જૈન ધર્મથી જ જોડાયેલા છે. સામાન્ય લોકો જૈનોને ભલે ન જાણતા હોય, પરંતુ ભાવડાઓને ચોક્કસ જાણે છે. પંજાબના મોટા ભાગની શહેરની ગલીઓ, મહોલ્લાઓ, બજારો અથવા વસ્તીઓનાં નામ ‘ભાવડા’ શબ્દ પર રાખવામાં આવ્યાં છે. અત્યારે અમે લાહોરની નાનકડી વસ્તીમાં છીએ, જે વસ્તીનું નામ છે – ‘ભાવડા'. ભાવડા ગામમાં એક મકાનનો દરવાજો ખખડાવ્યો. આ ખુર્શીદ અહમદ જ સંધુનું મકાન છે. તેણે કહ્યું કે, જટ્ટ, વડાયચ સંધુ, રાજપૂત અને જગિલ્લ – આ ચાર પરિવારોએ આ ગામને વસાવ્યું હતું. અમારા પૂર્વજો પહેલાં શીખ હતા, પછી અમે મુસલમાન બની ગયા. મને સાથે લઈને તે ભાવડા ગામ બતાવવા લાગ્યો. તેણે કહ્યું કે, અહીં સદીઓ પુરાણા વડનાં વૃક્ષો હતાં, જે વસ્તીને ઘેરી રહ્યાં હતાં, પરંતુ હું તે વાતાવરણનું અનુમાન લગાવતો હતો કે દૂર-દૂર સુધી વૃક્ષોનાં ઝુંડમાં નાનકડું જૈન મંદિર અને તેની સાથેનું સરોવર કેવા લાગતાં હશે! ૧ ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- ‘અહીં હતું એક નાનકડું જૈન મંદિર’.મંદિરની જગ્યા બતાવતાં ખુર્શીદ અહમદે કહ્યું. “અત્યારે મંદિરવાળા સ્થળે ચાર મકાન બનેલાં છે. તેને લોકો મકબરાવાળું ઘર કહે છે.” ‘ઘર કેમ ?' તે એટલા માટે કે અહીંયા કોઈ ઊંચું કે બહુ મોટું મંદિર નહોતું. એક ખૂબ સુંદર મકબરો હતો. તેની અંદર અને બહાર ખૂબ સુંદર અને મહત્ત્વપૂર્ણ ચિત્રકળા કરવામાં આવી હતી. તેમાં એક ગોળ પથ્થર હતો, જેના પર પગનાં નિશાન બનેલાં હતાં. અહીં આવીને લોકો માથું નમાવતા. આ મકબરાની સાથે બીજા નાના નાના મકબરા બન્યા હતા, જેને સમાધિ કહે છે.' ખુશીદ પોતાની સ્મરણશક્તિ તેજ કરી. “અહીં એક મોટું તળાવ હતું, જે ૧૧ કનાલ રબે” (નહેર જમીન)નું હતું. તેમાં પગથિયાં હતાં. થોડે દૂર જૂના જમાનાના બે કૂવા હતા. અમારા બુઝુર્ગ કહેતા હતા કે આ કૂવાઓનું પાણી ખૂબ મીઠું હતું.' લાહોર પાસેના ભાવડા ગામમાં જે પવિત્ર ચરણોની પૂજા થતી હતી તે આજે અલોપ થઈ ગયાં છે. મકબરાવાળા (સ્મૃતિમંદિર) કહેવાતા આ મંદિરની આસપાસ કેટલાં સાધુ-સાધ્વીજીઓની સમાધિ હતી તેની કોઈ માહિતી નથી. ખુર્શીદ કહેતો હતો કે, અહીંથી આજે પણ જૂના સમયની ઇંટો નીકળે છે - જેની લંબાઈ દોઢ ફૂટ, પહોળાઈ એક ફૂટ અને ઊંચાઈ ત્રણ ઇંચ છે. અત્યારે તે નવા ઘરોની નીચે દબાઈ ગઈ છે. સરોવરની જમીન કોઈની માલિકીની બની ગઈ છે. મકબરા-સમાધિ કે સ્મૃતિ, મંદિર, સરોવર હવે તો સ્વપ્ન બની ગયાં છે. તેની યાદગીરી માટે છે આ ચાર ઘર, જેને મકબરાવાળાં ઘર” કહેવાય છે. આ ચાર ઘરોના પાયામાં સમાધિ કે સ્મૃતિમંદિર (મકબરા) દફન થઈ ચૂક્યાં છે. હવે કોઈ નથી જાણતું કે અહીં કોઈ જૈન મંદિર પણ હતું. બહાર નીકળ્યા તો ફરી તે જ મોટરસાઈકલો, કારો, બસો અને લોકોનો શોરબકોર. કદાચ આવાં જ કોઈ તોફાને આ તપસ્થાનના એકાંતનો ભંગ કરી દીધો છે. તે સમયે અહીં વૃક્ષોનું જંગલ હતું, આજે જંગલ છે માણસોનું અને મકાનોનું. વસવાટ અને વેરાનની આ કહાની છે. ૧૬ Page #42 -------------------------------------------------------------------------- ________________ -------- પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫ થડિયા - ભાવડિયાંનો ઇતિહાસ જોડાયેલો છે – સમ્રાટ અકબરથી સમ્રાટ અકબરના આગ્રહથી શ્રી હીરવિજયસૂરિજીએ ઈ.સ. ૧૫૮૩નું ચાતુર્માસ ફતેહપુર સીકરીમાં કર્યું અને વિહાર કરતી વખતે બાદશાહના કહેવાથી પોતાના વિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને ફતેહપુર સીકરીમાં રાખ્યા. શાંતિચંદ્રજી એકીસાથે ૧૦૦ અવધાન કરવાની શક્તિ ધરાવતી સિદ્ધહસ્ત પ્રતિભા હતી. બાદશાહ જ્યારે લાહોરમાં હતા ત્યારે શાંતિચંદ્રજી પણ ત્યાં હતા. શ્રી હીરવિજયસૂરિજીની આજ્ઞાથી ઉપાધ્યાય ભાનુચંદ્રજી પણ લાહોર આવ્યા. લાહોરમાં જૈન સાધુઓને રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન નહોતું. એક દિવસ ભાનુચંદ્રજીને દરબારમાં પહોંચતાં મોડું થયું. કારણ પૂછતાં ભાનુચંદ્રજીએ જવાબ આપ્યો કે, “મારી પાસે રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન નથી. જે સ્થાન છે તે અત્યંત સંકીર્ણ છે. એટલા માટે રાજદરબાર પહોંચવામાં મુશ્કેલી પડે છે.” અકબરે પ્રથમ તે સ્થાનની નજીક જમીન આપવાનો આદેશ આપ્યો. ત્યાંના સ્થાનિક શ્રાવકોએ ઉપાશ્રય તથા શ્રી સુવિધિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર પણ બનાવી દીધું. તેની પ્રતિષ્ઠા શ્રી હેમવિમલસૂરિજીએ કરાવી. સમય જતાં આ સ્થાન “થડિયાં-ભાવડિયાં નામથી પ્રસિદ્ધ થયું. ૧૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૬ પાકિસ્તાનનાં જૈન મંદિરો સમ્રાટ અકબરનું કાશ્મીરભ્રમ ઉપાધ્યાય ભાનુચંદ્રજી પણ અકબરની સાથે હતા. પોતાના લાહોર પ્રવાસમાં સમ્રાટે કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા, ઝરણાં, પહાડ તથા વાદીઓને જોવા અને ત્યાંના સરોવરોમાં સ્વયં નૌકાવિહારનો આનંદ માણવાની પ્રબળ ઇચ્છાથી, પોતાના મંત્રી કરમચંદ બછાવતને પૂરી વ્યવસ્થાની જવાબદારી સોંપી. સફરના સુપ્રબંધ, તંબૂ, ઘોડા, ખચ્ચર, મજૂર, રસ્તાના જાણનારા લોકો, સુરક્ષા અને શાકાહારી ભોજનની વ્યવસ્થા સાથે કોઈ સંભવિત દુર્ઘટનાથી બચવા માટે એક તાંત્રિક તથા અકબરના કહેવાથી જૈન મુનિ (વાચક) ઉપાધ્યાય ભાનુચંદ્રજીને પણ સાથે લીધા. શ્રી અમર જૈન હોસ્ટેલ, લાહોર સમયની જરૂરિયાતને સમજતાં તથા સમાજના હોનહાર અને જરૂરિયાતવાળા યુવાનોને ઉચ્ચ શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ શકે તે અર્થે પંજાબના જૈન સ્થાનકવાસી સમાજે આચાર્ય શ્રી અમરસિંહજી (પૂજજી મહા.)ના નામે લાહોરના સંતનગરમાં એક આદર્શ સંસ્થા ‘શ્રી અમર જૈન હોસ્ટેલ’નું નિર્માણ કરાવ્યું. આ વિશાળ મકાનમાં છાત્રાલયને અનુકૂળ ઓરડાઓ હતા. લાહોરમાં શિક્ષણ અર્થે આવનાર જૈન વિદ્યાર્થીઓ અહીંના સાત્ત્વિક અને શુદ્ધ વાતાવરણમાં રહીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. તત્કાલીન સમાજમાં શૈક્ષણિક વિકાસ માટે અમર જૈન હોસ્ટેલનું યોગદાન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભાગલા પછી પાકિસ્તાન બનતાં આ સંસ્થાને ચંડીગઢમાં સ્થાપિત કરવામા આવી. શ્રી સ્થાનકવાસી જૈન હૉલ ઘડિયાં-ભાવડિયાં મહોલ્લાની પાસે કચેરી બજારમાં ચાર માળ અત્યારે મોજૂદ છે. આ સ્થાનનો સાધુ-સાધ્વીજીઓના ઉતારા માટે તથા સામાજિક કાર્યોમાં ઉપયોગ થતો હતો. ૧૮ Page #44 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો - - અહીં લાગેલા શિલાલેખ અનુસાર તેનો પાયો (નવ) શ્રીમતી સુખદેવી જૈન ધ. ૫. લાલા લારામ જૈન, બી.એ., પી.સી.એસ. સિનિયર સબ જજ (રિટા.) દ્વારા તા. ૨-૧૦-૧૯૪૦માં અને ઉદ્ઘાટન ફેબ્રુઆરી ૧૯૪રમાં સંપન્ન થયું. શ્રી દિગંબર જૈન મંદિર, લાહોર કેંટ લાહોર ષ્ટનું દિગંબર જૈન મંદિર ઘણી શોધ કરવા છતાં પણ ન મળ્યું. ૧૯૪૭માં આ મંદિર પણ હુલ્લડની આગમાં ભાગીદાર બન્યું હશે. (૧) તત્કાલીન લાહોરના શ્વેતાંબર જૈન સમાજમાં શેઠ મોતીલાલ જૌહરી, લા. સુંદરલાલ, શાંતિલાલ, લા. માણેકચંદ, ઉસ્તાદ વિશનદાસ, લા. ખજાન્તીલાલ, સરદારીલાલ, ચીમનલાલ, અનન્તરામ તથા બાબુ જશવંતરાય જૈનનાં નામ ઉલ્લેખનીય છે. (2) Most of the temple area has already been encroached upon. The temple management has been urging the Govt. to reconstruct the structure. Manwar chand, Lahor - based Hindu teacher said they has issued an appeal to the Jain Community including diaspora to take up the issue of re-construction of the Temeple with the Govt. of Pakistan. Swaran Singh of Nankana sikh yatri jatha added that they do not mind doing the kar-sewa. "It is our united cause that everyone should contribute for the reconstruction of Jain Temple.' - - - - - - - - - - - ૧૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૭ પાકિસ્તાનનાં જૈન મંદિરો ભગવાન મહાવીરની ચરણરજથી પવિત્ર અનેલ - ભેરા दिलपज़ीर खबरे केहड़े रोज मुड़ के ભેરા નગરની બરબાદી પર કવિ ક્લિપૐ કહે છે : ગમની - દુ:ખોની રાત છે, અત્યાચારો થઈ રહ્યા છે. હા ! મારા ભેરાના ચાંદ જેવા રોશન ચિરાગ હવે ક્યાં છે ? દીપક બુઝાઈ ગયા, સુરાગ ખતમ થઈ ગયા અને અચાનક ભેરાનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું. જે બાગમાં બુલબુલના અવાજ હતા ત્યાં આજે ઘુવડો બેઠા છે. ‘દિલપજીર’ને ખબર નથી કે ભેરા પર ફરી ક્યારે વસંત આવશે ? ‘ભેરા’ની શરૂઆત ક્યાંથી કરું તે સમજાતું નહોતું. મારા ટેબલ પર જનરલ કનિંધમનું વિવરણ અને તેમાં શાહપુરના ડેપ્યુ. કમિશ્નર જેમ્પ વિલ્સનનું લખેલું ‘પંજાબ ગજેટિયર’ અન્યમાં ઈસ્પિરિયલ ગજેટિયર ઑફ ઇન્ડિયા, તારીખ ભેરા ફાયાન, અને હ્યુ-એન-સાંગના સરનામા, યૂનાની સિકંદરના હુમલા, ભેરાનું પ્રાચીન નામ અને તેના પછી ભગવાન મહાવીરના સંદર્ભમાં ભેરાનું નામ – આ બધા પરિપ્રેક્ષ્યમાં હું વાતની શરૂઆત ક્યાંથી કરું ? પુસ્તકોનાં ઊડી રહેલાં પૃષ્ઠ મને પણ પોતાની સાથે ઉડાવી રહ્યાં હતાં. કેટલીય વાર ભેરાના ઐતિહાસિક પક્ષને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દરેક વખત ક્યાંક ખેંચાઈ જતો. ભાવડા કસ્બા લાહોરથી ઈસ્લામાબાદ જતાં ભેરા પહેલાં, એક બાજુ ‘ભાવડા’ નામનો કસ્બો દેખાયો. મને લાગ્યું કે આ એ સ્થાન છે કે જ્યાં ક્યારેય ભેરાવાળું જૈન મંદિર હતું. પછી પ્રશ્ન થયો કે ભેરાથી આટલું દૂર, ત્યાંનું જૈન મંદિર અહીં ક્યાંથી હોઈ શકે ? ના, આ ભેરાવાળું મંદિર નથી. અહીં ભાવડાની વસ્તી હતી. કદાચ તેઓનું મંદિર પણ જરૂર હશે. ૨૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ભાવડા કસ્બામાં દરેક પ્રકારની દુકાનો, મોટાં બજાર અને થોડા આગળ જતાં બજારની ગોળાઈ, કસ્બાના સુંદર પાકાં મકાનો તેના ભૂતકાળની ખુશી બતાવતાં હતાં. આ આખો વિસ્તાર જૈન ભાવડાઓનો હતો. પછી તેઓ ભારત ચાલ્યા ગયા. પાછળ રહી ગઈ જડ દીવાલો, જે મૂંગી અને બહેરી પણ છે. અહીંના મંદિરો વિશે બે કલાક સુધી ઘણા લોકો પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ કંઈ પણ માહિતી મળી નહીં. ભાવડાની આ વસ્તીને છોડીને હવે મારું ધ્યાન ભેરા તરફ હતું. ભેરા ભેરા હજારો વર્ષ જૂનું શહેર. યૂનાની સિકંદરના આગમન પહેલાંનું શહેર. સદીઓ જૂના ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક ભેરાનો ઉલ્લેખ જોવા મળે છે. હું જૈન મંદિરને શોધતો હતો. જૈન શ્વેતાંબર મંદિર, ભાવડિયાં ગલી જેમાં ચંદ્રપ્રભુ ભગવાનની પૂજા થતી હતી. આ શહેરનો પાયો ખોદાયો તે વખતે આ મંદિર બનેલું. સમયે પલટી ખાધી. કોઈને ખબર પણ નહોતી કે મંદિર સહિત ગલી ભાવડિયાં પણ ક્યાંક ખોવાઈ જવાનાં છે ! પૂછતાં એક જણે કહ્યું કે, રંગમહલ જાઓ, ત્યાં ઘણાં મંદિર છે. અમે રંગમહલ તરફ ગયા. હવે અમારી સામે બે માળની એક ઈમારત. દરવાજે લદાર લોખંડનું પતરું ક્યાંક ક્યાંક સોનેરી હતું. અંદર દૂર સુધી ખાલી. તેની પાછળ બાવળનું એક વૃક્ષ અને વૃક્ષની નજીક મંદિરની જીર્ણ તથા ઉજ્જડ ઈમારત. એક બાજુ છાણ, છાણા અને દુર્ગંધ ! હુક્કો પીતા એક બુઝુર્ગે કહ્યું કે, આ વિષ્ણુજીનું મંદિર છે. અમે ભારતથી અહીં આવ્યા ત્યારથી દર ગુરુવારે દીવો કરીએ છીએ. ભેરાની ગલીઓમાં ફરતા રહ્યા. બીજાં કેટલાંય મંદિરો મળ્યાં. બધાંને જોયાં, પરંતુ જૈન મંદિર ન મળ્યું અને ન મળી ભાવડા ગલી. વીત્તભય પતન શહેરની સૌથી મોટી શાળા (મદરેસા)થી આગળ પરાચિયાં મહોલ્લામાં પહોંચ્યા. મારી જમણી બાજુ શહેરથી બહાર જહેલમ નદી વહી રહી છે. આ નદીથી બહાર ક્યારેક એક મોટું શહેર હતું, જેની એક તરફ નદી અને બીજી તરફ ૨૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પહાડ. શાંત શહેર. ન તો નદી તરફથી શત્રુનો ડર કે ન પહાડ તરફથી. એટલા માટે તેને ભયરહિત કહેવામાં આવે છે, એટલે કે ભયથી આઝાદ. વીત્તભય પતન એટલે જેને પતનનો ભય નથી એવું. એક દિવસ તેની આઝાદીને નજર લાગી ગઈ. યૂનાનથી સિકંદરની સેના આ શહેર સુધી પહોંચી તો અહીંના શાસકોએ સિકંદર સમક્ષ ધન-દોલતનો ઢગલો કરી દીધો અને શહેરની શાંતિને બચાવી લીધી. સિકંદર જેહલમને પાર કરીને પોરસ તરફ આગળ વધ્યો. ભેરા એ વખતે સ્વતંત્ર રાજ્ય હતું. પ્રાચીન ભેરા કનિંધમે લખ્યું છે કે, ચીનથી આવેલ ફાહ્યાને જેહલમને ભેરાથી પાર કરી. તે સમયે આ શહેર નદીકિનારે સમૃદ્ધ હતું. કેટલીય સદીઓ પછી ચીનથી આવેલ હ્યુ-એન-સાંગે લખ્યું છે કે, ‘મેં મારી સફર દરમિયાન ભેરાનું મહાન નગર જોયું, જે શિક્ષણ અને કલાનું કેન્દ્ર હતું. તે સમયે અહીં રાજા પરસંગાલાનું રાજ્ય હતું. એક દિવસ જેહલમ નદીએ આ શહેરને પોતાની અંદર સમાવી લીધું. આખું શહેર રેત અને પાણી નીચે ચાલ્યું ગયું. મધ્યકાળમાં ઉત્તર-પશ્ચિમથી આવનારાં આક્રમણકારોએ પણ ભેરાને છોડચું નહીં. મુગલ બાદશાહ બાબરે ‘તુજ્ઞદ્દે વાવી’માં લખ્યું છે, ‘મારા રાજ્યની સીમાઓ ભેરા પહાડ સુધી છે.’ ઈ.સ. ૧૫૧૯માં અફઘાની કબાઈલિયોએ તેને લૂંટી લીધું. એક પંજાબી કવિ દિલપજીરના દિલથી દર્દભરી વાત નીકળી – "गमां दी रात जुल्मात अंदर, आहा कहीं एह चन चिराग भेरा ए; बुझ चिराग, सुराग गले, अचनचेत होया दाग दाग भेरा । जगह बुलबुलाँ दी आही ! बाग अंदर जागां मल्ल लिया सारा बाग मेरा 'बदिल पजार' खबरे केहडे राज मुडके, होसी फेर एह आली दिमाग भेरा ॥ ઉજ્જડ શહેર ભેરાને શેરશાહ સૂરિએ ફરી વસાવ્યું. ચાર વર્ષના શાસનકાળમાં જ તેઓ પોતાની પાછળ બેસુમાર અમિટ નિશાનીઓ છોડી ગયા. તેમાંથી એક યાદગાર આ ભેરા છે, જે તેણે ફરી સમૃદ્ધ કર્યું. ૨૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો શ્વેતાંબર મંદિર ભેરા પરાચિયાં મહોલ્લામાં જ અમને ભાવડિયાં ગલીની ખબર પડી. અમે ત્યાં ગયા. મેં એક ગ્રંથમાં વાંચ્યું હતું કે, એક વખત ભગવાન મહાવીર રાજા ઉદાયનની વિનંતીથી જેહલમ નદીની પાર નગર ‘વીતભય પત્તન’ પધાર્યા, જેને અત્યારે ભેરા કહે છે. આ રસ્તો ૨૦૦ માઈલ જેટલો લાંબો હતો. ભગવાન કુરુદેશ, જાંગલ અને મરુ થઈને અહીં પહોંચ્યા હતા. લાંબી ગલી બે ભાગમાં વહેંચાઈ ગઈ. નાનકડી આ ગલીમાં લગભગ ચાર ઘર જ હતાં. આગળ જતાં જ્યાં ગલી બંધ થતી હતી ત્યાં એક નાનકડો દરવાજો અને તેની આગળ મંદિરનો ગુંબજ હતો. કેટલાંક વર્ષો પહેલાં જ્યારે હું પ્રથમ વાર ભેરામાં આવ્યો હતો તે સમયે હું આ મંદિરમાં ગયો હતો. અહીં કેટલાક લોકો રહેતા હતા. આંગણામાં ખાટલા પર સ્ત્રીઓ બેઠી હતી. તેમાંથી સૌથી વધારે ઉંમરવાળી સ્ત્રીએ કહ્યું હતું, ‘મુડ હ્ર पंच सौ साल पुराना मंदिर है जी । ते एह जैनियों दा मंदिर अखवाउंदा ए' । મંદિરની અંદર ફર્શ પર મોટા આકારની ઇંટો લાગેલી હતી. ૧૧/૨ × ૨ ફૂટ, ઊંચાઈ આ પ્રમાણ તેનું પ્રાચીન હોવાનું હતું. પાંચસો વર્ષ જૂનું મંદિર. ભેરા શહેર જ્યારે ફરી સમૃદ્ધ થયું ત્યારે આ મંદિર પણ અસ્તિત્વમાં આવ્યું. ૨ ઇંચ પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૮) સુધીમાં સૌ ભાવડા અહીંથી ચાલ્યા ગયા હતા. પાછળ રહી ગઈ હતી ગલી ભાવડિયાં અને મંદિર. મંદિરની મૂર્તિઓ સને ૧૯૪૦માં લગભગ ‘ગુજરાંવાલા’માં લઈ જવામાં આવી. આ વખતે પણ હું મંદિરને અંદર જઈને જોવા માગતો હતો. મંદિરની પવિત્રતા, ભગવાનની મૂર્તિઓની જગ્યા અને ઊંચા ગુંબજ જ્યાં સમયે છુપાવાનું સ્થાન બનાવી દીધું છે. ભગવાન મહાવીરે અહીં ઉપદેશ આપ્યો હતો, જે માનવમનની શાંતિ માટે હતો. પ્રશ્ન થયો કે શું માનવી (સંસાર) પરિભ્રમણ અને માયાથી યુક્ત છે ? જ્યારે આ પરિભ્રમણ પૂર્ણ થાય છે ત્યારે તે શાંતિ ને કલ્યાણની દશામાં ચાલ્યો જાય છે. જ્યારે તેને શાંતિ-કલ્યાણની પ્રાપ્તિ નથી મળતી ત્યારે તે નર્ક ભોગવે છે. નર્કને અન્ય ધર્મમાં ‘જહન્નુમ’ કહેવામાં આવે છે. શું આ શાંતિ-આરામ-અનુકૂળતા જન્નત ૨૩ - - Page #49 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો કે સ્વર્ગનું બીજું નામ છે? ભગવાનના ઉપદેશે કોણ જાણે કેટલાય અન્ય પ્રશ્નોને જન્મ આપ્યો છે. ખબર પડી કે આ ગલીવાળો (મંદિરનો દરવાજો) હંમેશાં માટે બંધ થઈ ચૂક્યો છે. પડોશીઓએ તેની આગળ પોતાની દીવાલ બનાવી દીધી છે. મંદિરનો બીજો દરવાજો પાછળની ગલીમાં છે. અમે તે તરફ ગયા. ત્યાં અક ભારે તાળું લગાવ્યું હતું. મંદિરની સામે ચબૂતરા પરથી થોડા ફોટા લીધા. તાળું અમે તોડી શકીએ તેમ નહોતા. અમે જૈન શ્વેતાંબર મંદિરની શોધમાં શહેરનાં બધાં મંદિરો જોઈ લીધાં. જૈન મંદિરો શહેરની ઊંચી ઈમારતોમાં ખોવાઈ ગયાં, જેમ ચંદ્ર વાદળોમાં છુપાઈ જાય છે તેમ. ચંદ્ર પરથી યાદ આવ્યું કે ભેરામાં ભગવાન ચંદ્રપ્રભુની પૂજા થતી હતી. મંદિરનો ઘણો ભાગ બહારથી દેખાતો હતો. કમળનાં પાંદડામાંથી નીકળતો ગોળ ગુંબજ હજુ સુધી શાનદાર લાગતો હતો. ગુંબજની ઉપર નાનકડો કળશ પણ હતો. (૧) જેહલમ નદીની મસ્ત ચાલમાં નિરંતર વહેતા પાણીની ધારાને આ વિસ્તારમાં ‘વિહીત’ (વહેણ-ગતિ) કહેવામાં આવે છે. જીવનદાયિની કહેવાતી વિહીત નદી (જેહલમ)એ માનવને શાંતિ, ચિત્તને પ્રસન્નતા અને જીવનને પ્રાણ આપ્યાં છે. તેના નિરંતર વહેણથી (વહેવાથી) જ તેનું નામ ‘વિહીત’ પડયું. જૈન ગ્રંથોમાં ભેરાને ‘વીતભય પત્તન’ કહેલ છે. બે-ત્રણ અક્ષરના થોડા બદલાવથી તેને ‘વિહીત બહે પત્તન’ કહેવાથી આ નામમાં સ્થાનિક સુવાસ પણ લઈ શકાશે. (૨) ભેરાના મૂળ ભાવડા ત્યાંથી ગુજરાવાલા વગેરેમાં જઈને વસી ગયા. સમયની સાથે તેમનાં સંતાનોને ‘ભેરા’ પણ ભૂલી ગયું. ઈ.સ. ૧૯૫૭-૫૮, લુધિયાનામાં શ્રી ચનનલાલ - દર્શનકુમાર (ઉષા હૌજરી)ની માતા મને ઘણી વાર કહેતી હતી કે તે મૂળ ભેરાનું છે. (૩) ઉપાધ્યાય સોહનવિજયજી ૧૯૨૩માં પધાર્યા ત્યારે મંદિર તથા પ્રતિમાઓ હતી, પરંતુ જૈન ઘર નહોતાં. 回 ૨૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૮ પિંડદાદન ખાં કાલે સાંજે કાલાબાગથી પાછા આવતાં અમને બન્નથી લાહોર જતી બસ મળી. આખી બસમાં એક પણ ચહેરો દાઢી તથા ટોપી વગરનો ન દેખાયો. માત્ર અમે બે, અન્ય બે = કુલ ચાર જ દાઢી અને ટોપી વગરના હતા. બનૂની ચારેબાજુનો વિસ્તાર આજકાલ જંગનું મેદાન છે. ખબર નથી કે તમારી પાસે આવનાર વ્યક્તિ અસલમાં માનવબોમ્બ તો નથી ને ? દરેક માણસ બીજાને શંકા-સંદેહથી જુએ છે. અમારી પાસે તો કેમેરા પણ હતા. અમને ક્યાંક અમેરિકન જાસૂસ ન સમજી લે! અમે ખુશાબના રસ્તેથી પિંડદાદન ખાં પહોંચી ગયા. લાહોરથી આ સ્થાન લગભગ ૧૮૦ કિ.મી. દૂર છે. આ નગર મીઠાની પહાડીઓ વચ્ચે છે. લાલ રંગનું મીઠું! ખોડાની મીઠાની ખાણો પ્રસિદ્ધ છે. આ પહાડીઓના પગ પાસે જ પિંડદાદન ખાં છે. ત્રણેય બાજુ દૂર દૂર સુધી મેદાન તથા સદીઓ જૂના કિલ્લાઓ! પાસે જ છે હિન્દુ તીર્થ ક્ટાસરાજ. એવું પણ માનવામાં આવે છે કે જેહલમ નદીના કિનારે કૌરવોનું યુદ્ધ થયું, જેના પર “મહાભારત' નામનું મહાકાવ્ય લખવામાં આવ્યું. આ યુદ્ધનો આગળનો પડાવ છે કટાસરાજ, જ્યાં પાંડવોએ વનવાસ ભોગવ્યો. માતા પાર્વતીના વિયોગમાં શિવજી મહારાજની આંખોમાંથી સરી પડેલું એક આંસુ. આ આંસુ તો નીચે પાતાળમાં સમાઈ ગયું, પરંતુ દર્દની પીડાથી જાણે ધરતી ફાટી ગઈ અને નીચેથી એક (ચશ્મા) ઝરો ટી ગયો. કટાસરાજનું આંતરિક દર્દ પણ શ્રી જિનકુશલસૂરિજીની સમાધિથી અલગ નહોતું. ઉદાસી અને દર્દની જેવી ચાદર તે સમાધિએ ઓઢી છે તેવી જ કટાસરાજ તીર્થે પણ ઓઢી રાખી છે. પિંડદાદન ખાં પહોંચીને મારી સૌથી મોટી ચિંતા અહીંનાં શ્વેતાંબર જૈન મંદિરને ૨ ૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો - - - - - - - - - - શોધવાની હતી. પ્રાયઃ બધા લોકો જૈનો તથા હિન્દુઓને અલગ સમજતા નથી. તેઓ દરકે મંદિરને હિન્દુમંદિર જ સમજે છે. જૈનો વિશે તો બિલકુલ સમજતા નથી. હા, ક્યાંક જૂના જમાનાના લોકોને ભાવડા અથવા ભાવડેની જરૂર ખબર છે. તેને પણ તેઓ મોટે ભાગે હિન્દુ ભાવડા કહે છે. મારી સામે હતું રીક્ષા-સ્ટેન્ડ. ત્યાં મોટી ઉમરવાળા એક રીક્ષા-ડ્રાઈવરને જૈન મંદિરો વિશે પૂછયું. તે વિચારી જ રહ્યો હતો કે બાકીના રીક્ષાવાળા પણ ભેગા થઈ ગયા. બધા જૈન મંદિર વિશે એકબીજાને પૂછવા લાગ્યા. અરે યાર, ઔરશાહ મહોલ્લામાં નવા ઈમામ બારગાહની પાછળ.” ભીડમાંથી અવાજ આવ્યો. બધાએ તેની હા-માં હા મિલાવી. અમે બન્ને રીક્ષામાં બેઠા - ઔરશાહ મહોલ્લા માટે. હું પણ પિંડદાદાખાના ઇતિહાસનાં પૃષ્ઠ ખોલવા લાગ્યો. પિંડદાદન ખાને ખોખર રાજપૂતોએ વસાવ્યું. તેઓ પહેલાં હિન્દુ હતા, પછી મુસલમાન બની ગયા. દાદનમાં મોગલ બાદશાહ જહાંગીરનો શાહી નોકર હતો. સમૃદ્ધ જંજુહો સામે લડીને દાદને આ ગ્રામ વસાવ્યું અને તેના નામથી જ વિખ્યાત થયું. અહીં ભગવાન સુમતિનાથનું મંદિર ઘણું પ્રાચીન છે. શ્રી સુમતિનાથ જૈનોના પાંચમા તીર્થંકર છે. વિ.સં. ૧૯૨૬ (ઈ.સ. ૧૮૬૯)માં મુનિ બુદ્ધિવિજયજીએ આ મંદિરના સમારકામની વ્યવસ્થા કરાવી અને વૈશાખ સુદ-૬ના દિવસે પ્રતિષ્ઠા કરાવી. જૈન મંદિર : રીક્ષાવાળો અમને ઔરશાહ મહોલ્લાથી એક નાનકડી ગલીમાં ઈમામ બારગાહની પાછળ આવેલી પહાડીના બાવળના વૃક્ષોની ઝાડી પાસે લઈ ગયો અને રીક્ષા ઊભી રાખીને બોલ્યો, “આ છે જૈન મંદિર’. જૂના ગુંબજ તરફ ઈશારો કરતાં તેણે કહ્યું. ઈમારતની ચારે બાજુ જંગલી બાવળનાં પુષ્કળ વૃક્ષો હતાં. તેમાંથી નીકળીને મેં જમીનથી ઉપર સુધી ગુંબજને સારી રીતે જોયો. જમીનથી ટોચ સુધી ૩૦ ફૂટ ઊંચો મોટા આકારનો આ ગુંબજ હતો. સમયની સાથે શિખરનો રંગ કાળો પડી ગયો હતો. તે ચોરસ આકારનો બનેલો હતો. તેની ચારે ખૂણાની ઉપર સુધી-પૂરી ૨૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- ઊંચાઈ સુધી ગોળ ગોળ નાની-નાની ઘડિયાળો જોવા મળતી હતી. જોવામાં એવું લાગતું હતું કે જાણે આ ઈમારત થોડા પીલ્લર પર ઊભી છે. હું તેનો દરવાજો શોધતો હતો. અલી ઉમરાન તેના ફોટા લઈ રહ્યો હતો. સિંધ સૂબા અને પંજાબના મંદિરોથી આ મંદિર કંઈક જુદા પ્રકારનું છે. તેનું કળશ અથવા શિખર ખૂબ નાના આકારમાં આ ગુંબજ પર બનેલ છે. કહેવાય છે કે, આ મંદિરમાં ભગવાન સુમતિનાથ, ભગવાન ઋષભદેવ અને ભગવાન શાંતિનાથની પૂજા થતી હતી. મંદિરની ગુંબજવાળી ઈમારતનો દરવાજો વરંડામાં ખુલતો હતો અને વરંડાનો પૂર્વ દિશા તરફ. નાની ઈટોથી બનેલો આ નાનકડ઼ો વરંડો મોટા વરંડાનું કામ આપતો હતો. રોશનીના અભાવે તેમાં અંધકાર ફેલાયેલો હતો. અંદર જોયું તો ઘણા સમય પછી કંઈક નજરમાં આવ્યું. વરંડાની અંદર એક ખૂણામાં છાણાનો ઢગલો હતો. આટલી સારી અને મોટી ઈમારતના દરવાજાની ઉત્તમ તક્તીને ઉતારીને કોઈએ હલકી તક્તી (ભગવાનના ઘરને) લગાવી દીધી હતી. હું મંદિરના કેન્દ્રીય કક્ષમાં જવા ઇચ્છતો હતો, પરંતુ તાળું મારેલું હતું એટલે નિરાશ થઈને બહાર આવ્યો. સામે કોઈ ઘરે પૂછીને ચાવીને ભાળ મેળવી. એક બુઝુર્ગ બહાર આવ્યા. તેમણે પોતાની બેઠક પર અમને બેસાડ્યા. બેઠકની બહાર હતું જૈન મંદિર, જ્યાં ભગવાન ઋષભદેવ, શાંતિનાથ તથા સુમતિનાથની પૂજા થતી હતી. મંદિરની અંદરનું અંધારું મારો પીછો છોડતું નહોતું. મેં તેને આ મંદિરનું નામ પૂછયું, તો તે કહેવા લાગ્યા કે, “નામની તો ખબર નથી, પરંતુ લોકો તેને વાણિયાઓનું મંદિર કહેતા હતા. તેના પૂજારી પણ સાધુ હતા.' આ મંદિર કેટલું જૂનું છે?' આ મંદિર તો ઘણું જૂનું છે. પિંડદાદન ખાંની સ્થાપના પહેલાંનું છે. તેનો અંતિમ જીર્ણોદ્ધાર ઈ.સ. ૧૯૧૮માં થયો. તમે ખુદ જુઓ, આ ચબૂતરો કે જેના પર મંદિર ઊભું છે તે લાલ પથ્થરનું છે. તેમાંની ઈંટો એક ફૂટ પહોળી, દોઢ ફૂટ લાંબી અને બે ઈંચ ઊંચી છે. ખબર નથી કઈ સદીની આ ઇંટો છે!' ૨ ૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- -- મેં ખૂબ પ્રેમથી મંદિરમાં લાગેલા તાળા વિશે પૂછયું અને તેને ખોલવા કહ્યું. તેમણે કહ્યું કે, “ચાવી તો અમારા ઘરે જ હોય છે, પરંતુ આજે પરિવારજનો ક્યાંક ગયાં છે.' કહેવા લાગ્યા કે, તેની અંદર આ ગુંબજ જ છે, બાકી તો અંધારું છે. કોઈ બલ્બ પણ નથી. ખોલવા છતાં પણ તમને કંઈ દેખાશે નહીં. મંદિરની મોટા આકારની ઇંટો, જે પેલા સજ્જનના દરવાજા આગળ પણ લાગેલી હતી તે પોતાનો પૂરો ઇતિહાસ, પોતાની પવિત્રતા અને પોતાની લાંબી ઉમરને સમેટી ત્યાં તડકામાં જ પડી હતી. મંદિરના વરંડાનું અંધારું ત્યાં જ સૂતેલું હતું તથા મંદિરની અંદરના કક્ષને લાગેલું તાળું ચાવીનો ઇંતેજાર કરી રહ્યું હતું. આ બધું ક્યાં સુધી ચાલશે? ૭૦ વર્ષ, ૭૦ સદીઓથી ભારે બની ગયાં. આજે મંદિર હયાત છે, પરંતુ તેનો ઈતિહાસ હવે સ્મૃતિમાંથી વિસ્મૃત થઈ ગયો છે. આજે કાળી બની ગયેલી દીવાલો ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. પાકિસ્તાનમાં જૈન ધર્મ અને તેની સ્મૃતિઓ આખરી શ્વાસ લઈ રહ્યાં છે. અહિંસાનું પાલન કરવાવાળો ધર્મ આજે ખુદ જિંદગીની ભીખ માગી રહ્યો છે. બસ, આ છે પાકિસ્તાનમાં જૈન ધર્મનો ઈતિહાસ -- ----- - - - - - - - - - - - - - - (૧) પિંડદાદન ખાં મંદિરની પ્રતિમાઓ તથા અન્ય કોઈ પણ સામાન, દેશના ભાગલાના સમયે ભારતમાં લાવી શકાયો નહોતો. બધું ત્યાં જ રહી ગયું. (૨) શ્રી મૂલેશાહ વગેરે પ્રાચીન શ્રાવકોનાં નામ ક્યાંક ક્યાંક જોવા મળે છે. ઈ.સ. ૧૯૨૩ની શરૂઆતમાં ઉપાધ્યાય સોહનવિજયજી પોતાના શિષ્યો સાથે લગભગ એક મહિનો અહીં રહ્યા હતા. ૨૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૯ સિંધુ નદીનું સામ્રાજ્ય જ્યાં બૉન, બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મનો સાથે વિકાસ થયો ફ્રાન્સની મહિલા શોધકર્તા મેડમ એલિસ એલ્બીનિયા (Alice Alibinia)નું ૩૬૬ પૃષ્ઠનું પુસ્તક “એમ્પાયર્સ ઓફ ધ ઈન્ડસ, સ્ટોરી ઓફ અ રિવર’ માત્ર નદીની વાર્તા અથવા માહિતી માત્ર નથી, કે જેમાં નદીની ધારાની ઉલટ ઉપરની તરફ જઈ, વિભિન્ન પ્રકારના લોકો, તેઓનાં રીતિ-રિવાજે જોવા મળે. આ પુસ્તક તેનાથી કંઈક વધારે છે, જ્યાં ચેતનાનાં તે દ્વાર ખૂલે છે કે જે સમયના મોટા સ્તર નીચે દબાયેલ છે. બીજી બાજુ વૈદિક યુગની આ મહાન નદી જ્યારે આકારમાં નાની બનતી નાશ પામવાના આરે હોય છે ત્યારે હડપ્પા અને મોહેંજો-દડોની સભ્યતાઓનો વિકાસ અને વ્હાસની વાત યાદ આવે છે. સંસ્કૃત ભાષાની “અજય સિંધુ નદીને મેડમ એલિસે શોધવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હિંદુ ધર્મની જન્મભૂમિ આ નદી, નદીઓમાં શિરમોર, હવે ન તો અજય છે, ન તો હિન્દુઓની નિકટ છે. આ સિંધુ નદીને જાણવા માટે મેડમ એલિસે નદીના ઉદ્ગમ સુધી ખૂબ કઠિન અને ખતરનાક સફર કરી છે. આ યાત્રામાં તેમને વિભિન્ન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને આધ્યાત્મિક અનુભવોનો પણ પરિચય થયો. સિંધુની સહિષ્ણુતા અને સરળતાને જોઈને એ ખેદ પણ થયો કે માનવે કેટલું ગુમાવ્યું છે ! સિંધુ અને તેની સહાયક નદીઓમાં જ સિકંદરના વિશ્વવિજેતાનું સ્વપ્ન ચકનાચૂર થયું હતું. સિંધુનો હ્રાસ થવાનું ત્યારથી શરૂ થયું જ્યારથી પશ્ચિમી લોકોએ તેને લૂંટવાનું શરૂ કર્યું. મેડમ એલિસ એલ્બાનિયા પોતાના સાથીઓ સહિત નદીના ઉદ્ગમ નજીક ત્યાં પહોંચી જ્યાં બોન, બૌદ્ધ, જૈન તથા હિંદુ ધર્મ સાથે સાથે વિકસિત ૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો બન્યા અને માનવમાત્રના વિચારોને પ્રભાવિત કરતા રહ્યા. મેડમ એલિસ કૈલાસ પર્વત અને તેની પાછળ સુધી ગઈ. હિંદુ ધર્મની માન્યતા તો કૈલાસ પર્વત ભગવાન શિવનું સ્થાન છે. જૈનોમાં આસપાસના વિસ્તારને અષ્ટાપદજી અને ભગવાન ઋષભદેવનું નિર્વાણસ્થાન માનવામાં આવે છે. જ્યારે તિબેટી લોકોએ તેને ‘કાંગરિક પૌચ' કહેલ છે અને તેને તેઓ ભગવાન બુદ્ધનું નિર્વાણસ્થાન માને છે. ગમે તે હો તેની માન્યતા અને પવિત્રતા અજેય છે. પરંતુ અંતે તેને એ ચિંતા હતી કે માનવીય પ્રહારોથી જ્યારે આ નદીઓ સુકાઈ જશે તો તેની પ્રશંસાનાં ગવાતાં ગીતોમાં ખેદ અને કડવાશ જ ભર્યાં હશે. (The Tribune, Sunday, 30-11-2008) 回 30 - Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૦ પાકિસ્તાનનાં જૈન મંદિરો જેહુલમ /રોહતાસ उदास दीवार दरवाजे पंख कटी परवाजें धरती का सीना चीरती सन्नाटे की आवाजें નદીઓ હંમેશાં પહાડોમાંથી સીડીની જેમ ઊતરતી હોય છે. દરેક નદીનું વહેણ તથા પડાવ પોતાનો હોય છે. આ નદીઓના પાણીની સાથેસાથે કથા-વાર્તા પણ ચાલે છે. નદી નામ છે પ્રેમનું, જીવનનું. વેદોનું વિહીત અને આજનું જેહલમ, ‘લલ્લા-આરા’ના પહાડોથી ઊતરતોચાલતો આવીને ટકરાય છે રાજા પોરસની બેટી મંગલાના કોટમાં (ગળામાં). પોરસની બેટી મંગલા, સવારનો તારો ! રોશનીનું આમંત્રણ, આશાની સુનેહ ! જેહલમનું પાણી આરામ કરે છે આ કિલ્લાના પગમાં. જાણે ઈતિહાસમાં વર્ષીત રાજા પોરસની બેટી મંગલાનાં ચરણ પખાળી રહ્યો છે ! ‘ભાઈસા’બ, મસીન મહોલ્લો આવી ગયો. આગળ ક્યાં જશો ?' રીક્ષાવાળાના અવાજે મારા ઇતિહાસનાં પૃષ્ઠ બંધ કરી દીધાં. ‘જી. બસ, અહીંયા જ’ માથું હલાવીને મેં કહ્યું અને ત્યાં જ ઊતરી ગયો. ‘અહીં નદી કઈ તરફ છે ?’ મેં રીક્ષાવાળાને પૂછયું. તેણે મને કોઈ જવાબ ન આપ્યો. હું સડક પર ચાલતો હતો - ક્યાં, કંઈ ખબર નહોતી. હું મારા વિચારોમાંથી હજુ બહાર આવ્યો નહોતો. બંને બાજુ ઈમારતો, ઘણી જૂની ઈમારતો૧૯૪૭ પહેલાંની. ક્યાંક ક્યાંક કોઈ બિલ્ડિંગ પણ નજરમાં આવતી હતી. જેહલમ (જેલમ) પંજાબની પાંચ નદીઓ પૈકી એકનું નામ છે અને નદીકિનારે વસેલા શહેરનું નામ પણ જેલમ છે. અહીં પૂર્ણ ભગત પણ આવેલો અને સિકંદર પણ. જેલમ જિલ્લાની રાજધાની છે. આ જિલ્લામાં સૂરીએ બનાવેલો કિલ્લો રોહતાસ, ‘મુહલ્લા જોગિયાઁ' કે જ્યાં ગુરુનાનકનાં પગલાં પડચાં હતાં. પૂર્ણ ભગત થયા અને રાંઝા પણ આ જ ભૂમિ પર. આ જ જિલ્લામાં શિવજી મહારાજની ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો આંખોમાંથી બે આંસુ પડ્યાં. એક પુષ્કરમાં પડ્યું અને બીજું જે જગ્યાએ પડ્યું ત્યાં કટારસરાજ તીર્થ બની ગયું. પાછળની સદીઓના વિવરણના કેટલાંક પુસ્તકમાં જે કંઈ જેહલમ (જેલમ) શહેર વિશે વાંચ્યું હતું તે મગજમાં ઘૂમી રહ્યું હતું. એક વેપારી કેન્દ્ર, બજાર અને વ્યવસ્થિત નગરના રૂપે આજનું આ શહેર ઘણું પ્રાચીન નથી. પહાડોનાં જંગલમાંથી ઈમારતી લાકડાં કાપીને, માઈલો સુધી જેલમ નદીમાં વહેવડાવીને મેદાનોમાં લાવવામાં આવતાં અને અહીં તેનું મોટું બજાર બની ગયું. ઈ.સ. ૧૮૩૯માં મહારાજા રણજિતસિંહના સ્વર્ગવાસ પછી ૨૫-૩૦ વર્ષોમાં આખું પંજાબ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બની ગયું. જેલમ નગરમાં પણ ‘જોબન' આવવા લાગ્યા. આસપાસનાં ક્ષેત્રોમાંથી, નાના-મોટાં નગરોમાંથી લોકો અહીં આવીને રહેવા લાગ્યા અને અહીંના જ થઈ ગયા. જૈન મંદિર અહીંની જૈન વસ્તીનો મોટો ભાગ રામનગર (ગુજરાંવાલા જિલ્લો)થી આવેલ છે. બાગવાલી ગલીને તો ભાવડોનો મહોલ્લો જ કહેવાતો હતો. જૈનોના બન્ને સંપ્રદાય-મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી અહીં રહેતા હતા. નગરનો નવો વિસ્તાર મસીન મહોલ્લામાં પણ કાળાંતરે કેટલાક જૈનોએ ઘર બનાવ્યાં તે સમયે કોઈ યતિજીની નિશ્રામાં ભાવડિયાં ગલીમાં એક નાનું, સુંદર ભગવાન ચંદ્રપ્રભુનું ઘરમંદિર બન્યું હતું. સદી પહેલાં જેહલમના આ ઘરમંદિરની પોતાની સુંદરતા અને ઓળખ હતી. ખૂબ મોટા પ્રવેશદ્વારના લાકડા પર થયેલા કલાકારીગીરીમાં તે સમયના જૈનોનો લગાવ, નિષ્ઠા અને પરિશ્રમ સ્પષ્ટ નજરમાં આવે છે. ઉપરના માળ સુધી મંદિરનો પૂરો ફ્રન્ટ માર્બલથી શોભતો હતો. પાસે જ નાનકડો ઉપાશ્રય પણ હતો. જેહલમ લાહોરથી લગભગ ૧૭૫ કિ.મી. દૂર શેરશાહસૂરિજી દ્વારા બનાવવામાં આવેલ જી.ટી. રોડ પર છે. રસ્તા પર ચાલતાં મારી નજર એક ઈમારત પર પડી, જે અંગ્રેજી તર્જની હતી. પૂછતાં ખબર પછી કે ૧૯૪૭ પછી તે પોલીસસ્ટેશન બન્યું અને તેના પહેલાં શીખોનું ગુરુદ્વારા હતું. દીવાલો પર પવિત્ર ગ્રંથનાં વાક્યો હતાં. ચારે બાજુ અજીબ ઉદાસી હતી. એક દરવાજા પર નીલા ૩૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ (ભૂરા) રંગમાં લખ્યું હતું – પાકિસ્તાનનાં જૈન મંદિરો “વર ઘર મહલ્લા હસ્તી ઘોડે સબ વલૈત દેસ ગયે’ મેં મારી સાથે ચાલતા રાજા વૌત અલી તરફ જોયું. અત્યારે ઓરડાનો પાછળનો દરવાજો નદી તરફ ખુલતો હતો અને આગળ હતી નદીમાં ઊતરવા માટેની સીડીઓ. મને જેલમ નદી મળી ગઈ. એ વાત અલગ છે કે તેમાં પાણી નથી. દૂર સુધી રેતી જ રેતી. નદી ક્યાંક દૂર ચાલી ગઈ - કદાચ અમારાથી રિસાઈને અથવા પરદેશી બનીને. હવે વિરહનું રાજ હતું. વિરહ હંમેશાં મોહના સિંહાસન પર જ રાજ કરે છે. ‘રાજાજી, અહીં કોઈ જગ્યાએ જૈન મંદિર છે ?’ મેં પૂછ્યું. ‘હા છે. આ આખો મહોલ્લો હિન્દુઓનો છે. અહીં હિન્દુઓ રહેતા હતા. મંદિરો પણ હતાં. બે મંદિર તો પાસ-પાસે જ, સડકના કિનારે જ છે. એક તો સામે દેખાય છે.' અમે બન્ને સાથેસાથે ચાલતા હતા. ‘આજે હું માત્ર જૈન મંદિર જ જોવા માગું છું. તમને જૈન મંદિરની ખબર છે ?’ ‘જી નહીં. હિન્દુ મંદિરો જ છે, જૈન મંદિર કોઈ નથી.’ ‘જૈન મંદિર નથી? તેમને ‘ભાવડા’ પણ કહેતા હતા’. મેં વિસ્તારથી કહ્યું. ‘હા છે, સામેવાળી ગલી ‘ભાવડા’ લોકોની છે. તેને ભાવડા ગલી કહેવામાં આવે છે. તેઓ પણ હિન્દુઓ હોય છે, જેમ કે બ્રાહ્મણ, કરાડ, ખત્રી’. એક મંદિર અમારી સામે હતું. ઉપરનું શિખર નહોતું. કોઈ ચિહ્ન એવું નહોતું કે જેથી કોઈ કહી શકે કે આ હિન્દુ મંદિર હતું કે જૈન મંદિર ! રાજા વલૈત અલીએ એક અન્ય મંદિર તરફ ઈશારો કર્યો. હું પણ તે મંદિરને જોવા લાગ્યો. જૈન મંદિરની અંદર મારી સામે એક નાનકડા મંદિરની બહુ ઉદાસ ઈમારત હતી, જેમ કોઈ માતાનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય ! મંદિરની ચારેબાજુ એક નવી બનેલી નાની દીવાલમાં લોખંડનો એક દરવાજો. દીવાલ પર લીલો રંગ. ચાર દીવાલની વચ્ચે 33 Page #59 -------------------------------------------------------------------------- ________________ --પાકિસ્તાનનાં જૈન મંદિરો - - કેટલાક લોકો ખુરશી પર બેઠા હતા. કદાચ તેઓ રાજાજીને ઓળખતા હતા. - “અમે આ મંદિરને જોવા માગીએ છીએ. આ સજ્જન લાહોરથી આવ્યા છે અને જૈનોનાં મંદિર શોધી રહ્યા છે.” રાજાએ પૂરી વાત કરી. જી આવો, બેસો. આ જ જૈન મંદિર છે. તેમાંના એકે કહ્યું. રાજાજી આપની પાસે બેસે છે, હું મંદિરને જોઈ લઉં' મેં વિનમ્રતાથી કહ્યું. મંદિર અહીંથી લગભગ વીસ કદમ દૂર હતું. મેં પહેલાં ચિત્ર લીધું. ગાદીની નીચે મને ભગવાન મહાવીરનું લાંછન (ચિહ્ન) સિંહ અને અન્ય નિશાનીઓ જોવા મળી. હવે ખાતરી થઈ ગઈ કે આ જૈન મંદિર જ છે. હું મંદિર તરફ ગયો. પહેલાં તેની આજુબાજુ દીવાલ નહોતી. ખુલ્લામાં હતું મંદિર, જેની એક બાજુ સડક, બન્ને બાજુ ખુલ્લી જગ્યા નદીકિનારાની, ત્રીજી બાજુ ખાલી છે જે તેના પગ નીચે હતી. ધરતી પર પગ હતા. હવે કદાચ પગ હોવા છતાં પણ પગ ન હોવાનો અહેસાસ હતો. ખબર નથી ક્યારે આ ધરતી પગ નીચેથી સરકી જાય. જોગી, સાપ અને ફકીરોનો ક્યાં કોઈ દેશ હોય છે ? મારા વિચારોમાં હું ધરતીથી આકાશ સુધી ચક્કર લગાવતો હતો કે વચ્ચે કવિ નસીર આવી ગયો. रुत्त उदासी वाली : आके ठहर गई ए भौलौं दे विच्च । જેહલમના મંદિરમાં હું આગળ વધ્યો. હવે હું મંદિરના દરવાજામાં હતો. દરવાજા પાસે ગંદકીનું સામ્રાજ્ય! આ મંદિર હવે કોઈ ભંગારવાળાના કબજામાં છે, જેણે તેનો પોતાનો ડેપો બનાવ્યો છે. આખા શહેરમાંથી કાગળ, લોખંડ, જૂનાં કપડાં, પ્લાસ્ટિકની બોટલો, કચરો અને બીજું ઘણું બધું લોકો એકઠું કરીને લાવે છે અને અહીં ભંગારવાળાને વેચે છે, વસ્તુઓને મંદિરની અંદર નાખીને, પૈસા લઈ ચાલ્યા જાય છે. આ પૈસાથી તેઓ પોતાના પરિવારની આજીવિકા ચલાવે છે. મેં દરવાજાની અંદર પગ મૂક્યો કે કીચૂડ...કીચૂડ... અવાજ સંભળાયો. મને લાગ્યું કે કોઈ ખોપડી પર પગ આવી ગયો છે. આ અવાજમાં એક દર્દ હતું, રુદન હતું. આગળ જતાં પગની નીચેથી પણ કેટલાય પ્રકારના અવાજ આવ્યા. હવે ૩૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ મને લાગ્યું કે હું એક યુદ્ધના મેદાનમાં લાશોની ઉપર ચાલી રહ્યો છું. ક્યારેક કોઈ ખોપડી, ક્યારેક માંસના ટુકડા મારા પગ નીચે આવી ગયા હોય! દિલમાં ઉતરી જનારી નીરવ ચુપ્પી ! પહેલી સીડી પર પગ મૂક્યો. દુર્ગધ-કાગળ, પ્લાસ્ટિક તથા કપડાંની દુર્ગધ. મને ઊલટી થવા લાગી. ઘણા વખત પહેલાં મેં કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું કે આ મંદિર ઘણું જૂનું છે, જેને કલમની ગજ માપી શકતી નથી. ઈ.સ. ૧૯૪૦માં વિદ્યા-પ્રસારક આચાર્ય વિજયવલ્લભસૂરિએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ તે મુનિ વલ્લભવિજયજી છે કે જેઓએ કસૂર, માલેર, કોટલા, લાહોર વગેરે પંજાબનાં અનેક શહેરોમાં જૈન મંદિરોનું નિર્માણ કરાવ્યું તેમ જ જીર્ણોદ્ધાર કરાવ્યો. તેઓશ્રીએ પોતાનું સમગ્ર જીવન વિદ્યાના પ્રસાર માટે અર્પણ કર્યું, સ્ત્રીશિક્ષાના પણ હિમાયતી હતા. કદમની સાથે દુર્ગધ વધી રહી હતી. આ દુર્ગધ કદાચ મારા પોતાના અંદરની હોય. કદાચ ધાર્મિક ઉન્માદ અથવા કટ્ટરતાની બદબૂ કે અમારા હલકા વિચારોની બદબૂ મને કંઈ સમજ પડતી નહોતી. હું મંદિરની બિલકુલ અંદર પહોંચી ગયો હતો – પૂજાસ્થાન સુધી. એક ગોળ ગુંબજ, તેની અંદર એક બીજું ભગવાન મહાવીરનું લાંછન-સિંહ. અન્ય તીર્થંકરોનાં ચિ. દીવાલો પર ફૂલછોડ તથા રંગીન વેલીઓ - ક્યાંક નષ્ટ થયેલી કે ક્યાંક તૂટેલી. મંદિરની અંદર બીજું કંઈ નહોતું - સિવાય ભંગારવાળાએ એકત્ર કરેલી ગંદકી. અમારા માટે ગંદકી અને તેના માટે આજીવિકાનું સાધન ! મંદિરની એક તરફ વિકસિત શહેર, મધ્યમાં સડક, બીજી બાજુ અટૂલી નદી. નદીકિનારે એક કવિ, જે સ્થાનિક છે. साडे सिर ते टीला जोगियाँ, पैरां विच विहीत वगे । मुख चमके दीपक सूर्य, मन चन्दर जोत जगे । पत्थर चों चश्मा फुट्टिया बन तीर्थराज कटास, एह अमृत जल स्वर्ग दा, इत्थे बुझदी रुह दी प्यास । धरती दा सीना चीर दे, ला दिग्गिर्यां वाँगर जोर, ૩૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો — – साडी वाज च' शूकर नागदी, साडी चुप्प बलादा शोर । (નસીર વિ - 1994) અર્થાત્ એક બાજુ ઊંચા ટીલા છે, બીજી તરફ જેલમ નદીનો પ્રવાહ છે. સૂર્યના દીપક ચમકી રહ્યા છે. મનમાં ચંદ્રનો શીતળ પ્રકાશ છે. આ પથ્થરોમાંથી ઝરા ફૂટ્યા, જે કટાસતીર્થ બની ગયા. અહીંનું પવિત્ર જળ તો સ્વર્ગનું જળ છે, જેનાથી આત્માની તરસ છીપાય છે. આવો, એક વાર ફરી શક્તિ લગાવીને બળદોની જેમ જોડાઈ જઈએ. અમારા અવાજમાં સર્પોના શ્વાસનું ગુંજન છે અને અમારી ખામોશીમાં ભયાનક શોર છે. (૧) (૧) જેલમ શહેરના જૈન ભાવડા પરિવાર વર્તમાનમાં મોટે ભાગે દિલ્હી, ગુડગાંવ, અંબાલા તથા અન્ય સ્થાને વસેલા છે. ધાર્મિક સંસ્કારવાળા આ બધા પરિવારો ધાર્મિક, સામાજિક તથા શૈક્ષણિક ઉપક્રમ તથા સેવા-ભક્તિમાં સદા યોગદાન આપે છે. જેહલમના લાલા નરપતરાય તથા પરમાનંદના વંશજોએ પોતાના ઉદ્યોગ-વેપારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ કર્યો છે. (૨) ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ઇન્દ્રકુમાર ગુજરાલ, વિખ્યાત આર્ટિસ્ટ સતીશ ગુજરાલ તથા ઍક્ટર સુનીલ દત્ત - આ બધા જેહલમ નગરીની દેણ છે. ૩૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૧ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુલતાન / કોહાટ मुलतान की चूडी सराय .... मुहब्बत सराय અમે ટ વિસ્તારથી મુલતાન શહેરમાં પહોંચી રહ્યા હતા. આ શહેર ‘હોળી’ પર્વનું જન્મદાતા છે. હોળિકાએ ભક્ત પ્રહ્લાદને આ જગ્યાએ ખોળામાં બેસાડચો હતો, પણ તે સ્વયં ભસ્મ થઈ ગઈ. અમારી ડાબી બાજુ હતું ભક્ત પ્રહ્લાદનું મંદિર. જોકે હવે તે મંદિર નથી, હવે તે ઉજ્જડ ચિહ્નમાત્ર છે. ભારતમાં એક મસ્જિદના પતન પછી આ મંદિરનું પણ પતન થયું. મંદિર કે જે ભક્તની ચાદરૂપે હતું, બધા માટે પવિત્ર હતું તે રાજનીતિના ખપ્પરમાં હોમાઈ ગયું. ભક્ત પ્રહ્લાદનું મંદિર હવે માત્ર એક ઈમારતનું ખંડેર જ નહીં, પરંતુ ઇતિહાસનું પણ ખંડેર બની ગયું. કદાચ લોહીનાં છાંટણામાં હોળીના લાલ-પીળા રંગ છે ! મુલતાનના ઘંટાઘર ચોકની સામે છે પ્રાચીન કિલ્લો. હજારો વર્ષ જૂનો. ઈતિહાસ કહે છે કે સોમનાથ જતાં મહંમદ ગઝનવી મુલતાનના રસ્તેથી ગયો હતો. મુલતાનના રાજા મૂળરાજે ઈ.સ. ૧૮૪૯માં આ કિલ્લા પરથી અંગ્રેજો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો હતો. મુલતાનનું શ્વેતાંબર જૈન મંદિર અમારે ચૂડીબજારમાં જૈન મંદિર જોવા જવાનું હતું. ચૂડીબજારમાં બન્ને બાજુ દુકાનો હતી. મુલતાની કઢાઈના ‘જનાના સૂટ' સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ છે. ચૂડીબજારનો રસ્તો પૂછીને અમે નાનકડી ગલીમાં આવી ગયા. ‘ભાવડા મહોલ્લો તો આ જ છે, પરંતુ મંદિરની જાણ નથી’. અચાનક મારી નજર જમણા તરફની ખૂબ સુંદર અને વિશાળ ઈમારત પર પડી. દીવાલો પર સિમેન્ટની દેવી-દેવતાઓની મૂર્તિઓ બનેલી હતી. બની શકે છે ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ------પાકિસ્તાનનાં જૈન મંદિરો કે આ જ જૈન મંદિર હશે, જેને અમે શોધી રહ્યા હતા. સડકથી બે-ત્રણ પગથિયાં ઊંચો ખૂબ મોટો લાકડાનો દરવાજો, પછી એક નાનકડો વરંડો, જે કદાચ જૂતા ઉતારવાની જગ્યા હશે. આગળ હતું મંદિરના હોલનું પ્રવેશદ્વાર. લાકડાના આ દ્વારના તખ્તા પર મંદિરનું નામ કોતરાયેલું હતું જે વાંચી શકાયું નહીં. એક અડધો ભૂંસાયેલો અક્ષર દેખાતો હતો, તે હતો – “જૈન”. મારી સાથે આવેલા ડૉ. અખર તો આ ઈમારતની ભવ્યતામાં જ ખોવાઈ ગયા હતા. અમે અંદર હોલમાં આવી ગયા. અહીં હૉલમાં બાળકો માટે મદરેસા હતું. બધાની પાસે પવિત્ર ગ્રંથ કુરાન રાખવામાં આવ્યો હતો. ઉસ્તાદ ખુરશી પર હતા. બધા વિદ્યાર્થીઓ એકલયમાં બોલીને યાદ કરતા હતા. ‘અમે લાહોરથી આવ્યા છીએ. આ મંદિરને જોવાની આજ્ઞા છે ?' જી, જરૂર જુઓ. મંદિર આપની સામે છે.” હું ફોટા પાડવા લાગ્યો. મૂર્તિનું સ્થાન, દીવાલો, છત, ફર્શ - દરેક ચીજ ખૂબ સારી રીતે શણગારેલી હતી. આખા મંદિરની છત લાકડાની હતી, જેના પર બ્રશ, લાકડાના રંગો અને કાચની મીનાકારી કરવામાં આવી હતી. લાલ, પીળા, નીલા (ભૂર) તથા લીલા રંગોની છાંટ કરવામાં આવી હતી. જ્યાં ગોળાઈ (વૃત્ત) આવતી ત્યાં લાકડાની ફ્રેમમાં સુંદર કાચ લગાડેલા હતા. ફોટો વગેરે લેતાં લગભગ ૧૦ મિનિટ થઈ હશે. અમારા કેમેરા તથા એની ચમક જોઈને ઉસ્તાદજી તેમ જ બાળકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યાં ગયાં. અત્યારની પશ્ચિમ દિશામાં, ખૂબ સુંદર ઓરડો હતો, જેનો દરવાજો જમીનથી ચાર ફૂટ ઊંચો હશે. આ દરવાજાની ચારેબાજુ રંગબેરંગી મીનાકારી. દીવાલો પર બનેલા ફ્રેસ્કોજમાં (જેને બ્રશ તથા રંગોના પ્રયોગથી કારીગરો બનાવે છે) બીજા રંગોની સાથેસાથે શુદ્ધ સોનાના પાણીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો, અને જેની ચમક આજે પણ દિલને મોહિત કરતી હતી. કારની ચારેબાજુ બેગણો સુંદર ગોખલો અને આ ગોખલામાં ૨૪ તીર્થકરોનાં ચિત્રો, જેમના મસ્તક પર સોનાના મુગટ બનેલા હતા. દરેક ચિત્ર પર અતિસુંદર ફ્રેમ લગાડવામાં આવી હતી. આખી ૩૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઇમારત સુંદરતા અને કળાની બોલતી તસવીર હતી. મૂર્તિઓવાળા ઓરડામાં દેરીના મસ્તકે બની હતી એક ખૂબ સુંદર તીર્થંકરની મૂર્તિ. આ ખામોશ વાતાવરણમાં તે મૂર્તિ મને આ સ્વર્ણમંદિરની કથા સંભળાવતી હોય તેમ લાગતું હતું. અહીં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ મૂળનાયક હતા. બાજુમાં પુરુષો તથા મહિલાઓ માટે બે ઉપાશ્રયો હતા. લોકો આનંદમા હતા. મુલતાનના મંદિરની મૂર્તિઓને જયપુરમાં પધરાવવામાં આવી હતી. મુલતાનમાં રચાયું વિપુલ જૈન સાહિત્ય મધ્યકાળમાં જૈન સાધુઓ, યતિઓ અને શ્રાવકોએ મુલતાનમાં મોટી માત્રામાં નૂતન સાહિત્યની રચના કરી અથવા શાસ્ત્રો - સૂત્રોની હસ્તલિખિત પ્રતિલિપિઓ તૈયાર કરી. ખતરગચ્છ, તપાગચ્છ, બડગચ્છના યતિઓ આવતા રહેતા. અહીં તેઓ ધર્મપ્રચારની સાથે પોતાના ભક્ત શ્રાવકોના આચારવિચાર તથા વિધિવિધાનમાં સહયોગ આપતા હતા. બાળ, યુવા, મહિલા તથા પુરુષો - સૌ તેમની પાસેથી શીખતા હતા. તિઓ સાધુવેશ ધારણ કરતા, પરંતુ મનિવાસ, ધનસંગ્રહ, ઔષધ, મંત્રતંત્રાદિ કરતા હતા. તેઓ પ્રાય: બ્રહ્મચારી હતા. હકીકતમાં યતિસંસ્થા જૈન સાધુ અને ગૃહસ્થ વચ્ચેની જોડતી કડી હતી. દાદાગુરુ ગણધર સાદ્ધશતક (વિ.સં. ૧૨૯૫, ઈ.સ. ૧૨૩૮)ની બૃહવૃત્તિમાં ઉલ્લેખ છે કે આચાર્યશ્રી જિનવલ્લભસૂરિ તથા તેમના શિષ્ય પ્રથમ દાદાગુરુ જિનદત્તસૂરિનું પોતાના સાધુઓ સાથે સિંધમાં આગમન થયું અને મરોટ, ઉચ્ચનગર તથા મુલતાનમાં ચાતુર્માસ કર્યા. સિંધપ્રદેશમાં જ પાંચ પીરોને સાધ્યા. ઇ.સ. ૧૯૦૭-૦૮માં તપાગચ્છીય આચાર્ય વિજયલબ્ધિસૂરિએ અહીં આઠ માસ સ્થિરતા કરી હતી. મુલતાનમાં જૈન સાધુઓ તથા યતિઓ દ્વારા રચવામાં આવેલા લગભગ ૨૫-૩૦ ગ્રંથોની યાદી (ગ્રંથ, રચયિતા, સમય સહિત) પં. હીરાલાલજી ગડે પોતાના ગ્રંથ ‘મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ’માં આપેલ છે. ગત સદીમાં ઉર્દૂ ભાષામાં પણ મુલતાનથી કેટલાંય પુસ્તકો છપાયાં હતાં. સંસ્કૃત, પ્રાકૃત તથા હિન્દીના ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ ---પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- જૈન ગ્રંથોની રચના વિ.સં. ૧૬૪થી વિ.સં. ૧૭૮૬ વચ્ચે થઈ. હું એક વાર ફરી તે મૂર્તિઓને જોવા લાગ્યો, જે મૂર્તિસ્થાનના મુખ્ય દ્વાર પર બની હતી. આ સુંદર મુખ્ય દ્વારવાળી જગ્યાએ લોખંડનો કદરૂપો દરવાજો તેની સુંદરતાને બગાડી રહ્યો હતો. કદાચ આ પાછળથી બનાવ્યો હશે. હું આ મંદિર વિશે વિશેષ જાણવા માગતો હતા, પણ બતાવે કોણ ? ચારેબાજુ ખામોશીનું રાજ હતું. આ હાલતમાં ડૉ. અખ્તર, હું અને એક છોકરો હતો, જે અમારી સાથે ફરી રહ્યો હતો. ‘પગથિયાં ક્યાં છે ?' ‘આ તરફ છે તે છોકરો બોલ્યો. અમે તે છોકરાની સાથે પગથિયાં ચઢીને મંદિરની છત પર આવી ગયા. અહીં મંદિરનું શિખર અને કળશ હતાં. મંદિરની છત પરથી મેં ચારેબાજુ નજર દોડાવી. શિખરની ચિત્રકળા જોઈને હું તો ચકિત જ થઈ ગયો. કારીગરોની કળા પોતાનાં રંગ-રૂપ નિખારી રહી હતી. જે છોકરો અમને મંદિરની છત પર લઈને આવ્યો હતો તેને મેં પૂછ્યું કે, શું તે અહીં જ રહે છે ? “હા, પરંતુ આપે આ સાથેનાં મંદિરો જોયાં છે ?' “ક્યાં ?' આ મંદિરની સાથે તો છે.” પ્રાચીન જૂનું મંદિર અમે છત પરથી નીચે ઊતર્યા. તે છોકરો અમને ચાર ટ પહોળી ગલીમાં લઈ ગયો. આ મંદિરનું દ્વારા પણ આ ગલીમાં ખૂલે છે. તેને પુરાના મંદિર’ કહે છે.' હવે અહીં શું છે ?' ‘હવે અહીં લોકો રહે છે. આ મકાનો છે.” દિગંબર જૈન મંદિર લગભગ ૨૦ ફૂટ દૂર ખાલી જગ્યા હતી. મારા ડાબા હાથે એક અતિસુંદર, સ્વચ્છ ઇમારત હતી. લાલ રંગની ઈમારત-સુહાગની જોડીના રંગ જેવી. તેના પર ૪ ૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ ---પાકિસ્તાનનાં જૈન મંદિરો લખ્યું હતું - ‘જૈન દિગંબર મંદિર'. ત્રણ માળનું ખૂબ સુંદર મકાન. મને અંદરથી જવાની ઇચ્છા થઈ. હવે અહીં શું છે ?' આમાં મકાનો છે. લોકો રહે છે.” આ મકાનને અંદરથી જોઈ શકાય ?' ના.' કેમ ?' આ પડદાવાળાં ઘર છે. અંદર જવા નહીં દે.' મેં મારી રીતે પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યો. અંદરથી કોઈ જવાબ મળતો નહોતો. ‘જૈન દિગંબર મંદિર - હું વારંવાર વાંચતો હતો અને તેને અંદરથી જોવાની તીવ્ર ઇચ્છાને અંતરમાં જ સમાવી રહ્યો હતો. બહાર બજારમાં દુકાન પર બેઠેલી ૭૦ વર્ષની વ્યક્તિ ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. સલામ કરીને મેં પૂછ્યું, આ બજારનું નામ શું છે ?' ‘આનું નામ ચૂડી સરાય બજાર છે.' “અને આ મહોલ્લાને શું કહે છે ?' આ મહોલ્લાને જૈન મહોલ્લો કહે છે. અહીં બધા જૈન લોકો રહેતા હતા. આ મંદિર, સામેની ગલીવાળાં બે મંદિરો અને આ મોટાં મોટાં મકાનો - આ બધું તેમનું હતું. હવે આ મંદિરમાં મદરેસા છે અને પાછળના મંદિરમાં મકાનો છે.” “આ મંદિરો ખૂબ સુંદર હતાં. તેમાં મૂર્તિઓ બનેલી હતી. એક દિવસ લોકોએ બીજાં મંદિરોની જેમ આ મંદિર પર પણ હુમલો કર્યો. તે વખતે મંદિરને નુકસાન થયું. હવે ચૂડી સરાય બજાર’, જૈન મંદિર, ભાવડિયા મહોલ્લો, ભાવડિયાં અને જોઈ ન શકાયું તે દિગંબર મંદિર - આ બધું પાછળ રહી ગયું. મુલતાન કેંટનું દિગંબર મંદિર હવે અમે મુલતાન કેંટના જૈન મંદિરની શોધમાં નીકળ્યા. ગલીઓ, બજાર, ગાડીઓના અવાજ – આ બધામાંથી પસાર થઈ મુલતાન કેંટ પહોંચ્યા. સદર બજારમાં સડક પર ત્રણ માળની ઈમારત. પાસે દૂધવાળાની દુકાન. દરવાજા પર ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો - - - - - - - - - હતી ગોળ બાલ્કની. આ બાન્ની પર અંગ્રેજીમાં લખ્યું હતું - જૈન મંદિર'. આ મુલતાનનું બીજું મોટું જેનોનું મંદિર હતું. હવે તેમાં મકાનો છે. લોકો રહે છે. દિવસ આથમી રહ્યો હતો. મંદિરને અંદરથી જોઈ શકવાની અમને આશા નહોતી. હું ઇચ્છતો હતો કે કાલ થનારી હોળી' હું મુલતાનમાં જ જોઉં. અહીં વસતા હિન્દુઓ હોળીના આ તહેવારને કેવી રીતે ઉજવે છે, પરંતુ મારી ઈચ્છા માત્ર ઇચ્છા જ રહી ગઈ. મુલતાનની જૈન દાદવાડી મુલતાન શહેરથી થોડે બહાર એક બગીચામાં દાદાવાડીની નાનકડી, પરંતુ ખૂબ સુંદર ઇમારત હતી. ઉપર નાનકડો ગુંબજ પણ હતો. દાદાવાડીમાં દાદા ગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજીની પાવન ચરણપાદુકા હતી. પાકિસ્તાનનું નિર્માણ થતાં મુલતાનના મંદિરની મૂર્તિઓની સાથે આ ચરણપાદુકા પણ ક્યપુરમાં આવી ગઈ. મુલતાનનું જૈન સ્થાનક મુલતાનમાં સ્થાનકવાસી પરિવાર પણ સારી સંખ્યામાં રહેતો હતો. આ કારોબારી લોકો બધી રીતે સુખી હતા. ધાર્મિક કાર્યોમાં પણ પાકા હતા. સાધુમહાત્માઓ તો ક્યારેક ક્યારેક આવતા, પરંતુ યતિજી પ્રાયે આવતા-જતા રહેતા. કોહાટ (સીમા પ્રાંત) કોહાટ શહેર પાકિસ્તાનની પશ્ચિમ સીમાના છેવાડે દુર્ગમ પહાડી વિસ્તારમાં વસેલું છે. મિલિટરી છાવણી છે. અહીંધી અફઘાનિસ્તાન, ઈરાન, તુર્કી સુધીના દેશોમાં વેપાર થાય છે. મુલતાન, બન્ન, લિનંબર વગેરેમાં લગભગ ૧૪-૧૫ જેટલા ભાવડા પરિવાર અહીં આવીને વસ્યા, વિકસિત થયા. અહીં તેઓએ નાનકડું ઘરમંદિર, દાદાગુરુની ચરણપાદુકા અને પાસે જ નાનકડું સ્થાનક બનાવ્યું. બધા પરિવારો ધર્મક્રિયામાં ચુસ્ત હતા. યતિજ પ્રાયે આવતા રહેતા અને વિધિ-વિધાન, આચાર-વ્યવહાર તથા પૂજા વગેરે કરાવતા. ૪ ૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો તત્કાલીન સ્થાનકવાસી શ્રી અમરમુનિજી તથા ખતરગચ્છનાં ઉપકારી સાધ્વી મહેન્દ્રપ્રભાશ્રીજીનો જન્મ કોહાટમાં થયો હતો. (૧) મુલતાનના શ્રાવકો ત્યાંના પાર્શ્વનાથ જૈન મંદિરની પ્રાયે બધી પ્રતિમાજીઓ ૧૯૪૭માં ભારતમાં લાવ્યા હતા, જેમને આદર્શનગર જયપુરમાં બનેલ અતિભવ્ય ‘મુલતાન જૈન શ્વેતાંબર મંદિર’માં પધરાવવામાં આવી હતી. દેશવિભાજન પૂર્વે ત્યાંના શ્રાવકો ખૂબ જાગૃત અને ધર્મકર્મમાં પાકા હતા. પ્રાચીન સંદર્ભોમાં ત્યાંના બાબુ લક્ષ્મીપતિ જૈન તથા શ્રી હેમરાજ જૈન વગેરે નામ મળે છે. (૨) મુલતાન, ડેરાગાજીખાં, બન્ને, કાલા બાગ વગેરે નગરોના શ્રાવકો આચાર્ય વિજયવલ્લભસૂરિજી પ્રત્યે પૂર્ણ સમર્પિત અને નિષ્ઠાવાન હતા. ઈ.સ. ૧૯૩૫માં ક્વેટામાં આવેલ ભયંકર ભૂકંપ પછી આ ગુરુમહારાજે ઉપરોક્ત શહેરોમાં સહાયતા કરવાની વ્યવસ્થા કરાવી હતી. 回 ૪૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૧૨ ડેરાગાજીમાં ડેરા ગાજી ખાંની ભૌગોલિક સ્થિતિ જોઈને પરેશાની તો થાય છે અને તેની સાથે જ વ્યક્તિ વિચાર કરવા મજબૂર બને છે કે પંજાબની પાંચ નદીઓ અને છઠ્ઠી મોટી સિંધુ નદીની પાર કેવી રીતે રહેતા હશે - જૈન નિયમો તથા આચારોનું પાલન કરવાવાળા ભાવડા જૈન શ્રાવકો! ડેરાગાજી ખાં પાકિસ્તાની પંજાબની પશ્ચિમ સીમાનો અંતિમ જિલ્લો છે. તેની આગળ છે બલૂચિસ્તાન અને પછી છે અફઘાનિસ્તાન, પૂરી કટ્ટરવાદી મુસ્લિમ વસ્તી, પ્રત્યેક વ્યક્તિ બંદૂકધારી, લડાઈ-ઝઘડા માટે તૈયાર તથા ગલીઓ-બજારોમાં માંસની દુકાનોનું ખુલ્લું પ્રદર્શન! આમ હોવા છતાં આ દૂરના દુર્ગમ વિસ્તાર અને વિપરીત પરિસ્થિતિમાં જૈન શ્વેતાંબર તથા દિગંબર લોકો પોતાના ધર્મ-કર્મ, આચાર, નિયમ, મંદિર-મૂર્તિ, ભજન-આરતી વગેરેને જાળવી શક્યા એ તેઓનાં દૃઢ મનોબળ, મજબૂત ઈરાદાઓ, હિંમત તથા સાહસના કારણે સંભવ બન્યું અથવા તો દેવ, ગુરુ ધર્મની કૃપા સમજવી જોઈએ. આજે અમે ડેરાગા ખાંના જૈનમંદિરોને જોવા માટે નીકળ્યા છીએ. મારી સાથે મારો મિત્ર છે - સાદ બુખારી. પહેલી નદી પાર કરી, જે જેલમ અને ચિનાબ નદીનો સંગમ હવે ચિનાબ કહેવાય છે. અમે મુજફગઢમાં જનાબ ખલીલ ફરીદીના નિવાસસ્થાને ગયા. તેઓ સારા ભણેલા-ગણેલા તથા સૂફી વિચારધારાવાળા સજ્જન છે. તેઓ મૌલવીના ડંડામાં વિશ્વાસ રાખતા નથી, પરંતુ ધર્મને પ્રેમના શીશામાં ઉતારે છે. કારમાં બેસતાં જ વાતચીત શરૂ થઈ. ડેરા ગાજીમાં જૈનોના કેટલાં મંદિરો છે ?' ‘બે છે. એક શ્વેતાંબર અને બીજું દિગંબર. શ્વેતાંબર સાધુઓ કપડાં પહેરે છે, જ્યારે દિગંબર સાધુઓ નગ્ન રહે છે.' આવું કેવી રીતે શક્ય છે ?' ૪૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------- વાત એટલી સાદી નથી, જેટલી લાગે છે. જ્યારે જટિલતા અનેક હોય ત્યારે સાદગી પણ સ્વયં જટિલ બની જાય છે. સંસારમાં કાં તો કોઈ પાગલ વ્યક્તિ નગ્ન રહી શકે અથવા તો મહાવીર રહી શકે છે, જેમના માટે શરીરરૂપી વસ્ત્ર પણ બોજારૂપ હતું. આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે ત્યારે તેઓને માટે શરીર કોઈ કામનું નથી. (શરીર પ્રત્યે સંપૂર્ણ નિર્મમત્વભાવ). હવે અમે મુજફગઢ શહેરની બહાર નીકળીને ડેરાગાજીખાંવાળી સડક પર હતા. રેતીના ઊંચા-નીચા ટેકરા, ક્યાંક ઝાડી, એક જગ્યાએ ઊંટની કતાર કે જેઓ એકબીજાની પાછળ ચાલી રહ્યા હતા. અમારી ગાડી પણ દોડતી હતી. રેતીના પ્રદેશમાં સડક પણ જાણે સૂતેલી નાગણ જેવી લાગતી હતી. આગળ સિંધુ નદીનો પુલ દેખાયો. આ સિંધુ નદી પોતાના વેગમાં વહી રહી હતી. સ્વચ્છ અને શીતળ પાણી સિંધુ, હિન્દ, હિન્દુ, ઇન્ડસ, ઈન્ડિયા - આ બધી આ નદીની દેણ છે. યૂનાનીઓએ આ ઇન્ડસ કહી. ઇન્ડસ પરથી ઈન્ડિયા થયું. આ નદીના ખોળામાં છે - હડપ્પા, મોહેંજો-દડો, કોટ ડીજી, તખ્ત ભાઈ અને ટૅક્સિલા. આ સભ્યતાઓમાંથી જન્મ્યા - રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને નાનક. પુલ, પહાડ તથા પાણી હવે પાછળ રહી ગયાં. હવે અમે ડેરાગાજીખાં પહોંચી ગયા - જૈન મંદિરોને જોવા માટે. અમે એક લાંબી ગલીને પાર કરી ડાબા હાથે પહોળી ગલીમાં વળ્યા. આ ગલીમાં હતું જૈન મંદિર. શ્વેતાંબર જૈન મંદિર આદિનાથ ભગવાનનું મંદિર અમારી સામે હતું. આ ચોક પહેલાં ભાવડાચોક તરીકે ઓળખાતો. આ ચોકમાંથી મેં મંદિરનાં શિખરોના ફોટા લીધા. આ એક મજબૂત અને ઊંચું શિખર હતું. ગલીમાં જ તેનો મુખ્ય દરવાજો ખૂબ મોટો છે. ઝૂલતો આર્ચવાળો દરવાજો અને દયારનાં લાકડાના બે તખ્ત, જેના પર ક્રીમ કલરના પેઈન્ટ'. દેવનાગરી લિપિમાં કદાચ મંદિરનું નામ હોઈ શકે. મેં દરવાજાનો ફોટો પાડ્યો. દરવાજો ખખડાવતાં એક વ્યક્તિ બહાર આવી. અમે અમારો પરિચય આપ્યો અને મંદિર જોવાની આજ્ઞા માગી. તેણે અનુમતિ આપતાં કહ્યું કે, “આ ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ - -પાકિસ્તાનનાં જૈન મંદિરો- --- ----- હવે અમારું ઘર છે.' દરવાજાની અંદર આવતાં જ એક ચોરસ મંડપ હતો. દરેક બાજુ ત્રણત્રણ તોરણોની ‘આર્ચ'. ગોળ આર્ચ પિલરો પર હતી. આ આની પાછળના વરંડાની દીવાલોમાં પણ ‘આર્ચ બનેલી હતી. સાથે મુખ્ય હોલ હતો. જમીનથી છતની ઊંચાઈ લગભગ ૧૪ ફૂટ હશે. અહીં ફોટોગ્રાફી પછી અમે ઉપર છત પર આવ્યા. છત પર મંદિરનું શિખર હતું. શિખર ખૂબ સુંદર બન્યું હતું. આટલાં વર્ષો પછી પણ તેનો ઠાઠ એવો જ હતો. શિખરની બનાવટ એવી છે કે છતથી પહેલા માળ સુધી તો ચોરસ છે. પછી ૧૦-૧૨ ફટ બાદ ગોળાઈ લેતો ચોરસ શિખર શરૂ થાય છે. શિખરમાં ચાર ઈન બિલ્ટ’ શિખર ચારે બાજુથી એમાં સમાયેલાં છે. ચારેબાજુ ખૂબ સુંદર ચાર કમાન છે. ઉપરના ભાગમાં લગાડવામાં આવેલો કળશ હવે નથી. અમે લોકો નીચે આવી ગયા. ‘અહીં મૂર્તિ રાખવાની જગ્યા કઈ હતી ?' ‘અમે જ્યારે આ ઘરમાં આવ્યા તે સમયે આ મંદિર બંધ હતું. અહીં કોઈ મૂર્તિ નહોતી. અમે સાંભળ્યું હતું કે અહીંના ભક્ત (ભાવડા) જ્યારે ઈ.સ. ૧૯૪૭માં અહીંધી ગયા ત્યારે મંદિરની મૂર્તિઓને પણ સાથે લઈ ગયા હતા. અહીં દીવાલો પર પૂજા-પાઠ કરતા સાધુઓની તસવીરો હતી. મેં બીજી બાજુથી શિખરની તસવીરો લીધી. મંદિરને ખૂબ સારી રીતે જોઈ લીધું હતું. વારંવાર આ શાનદાર શિખરને જોતાં કેમેરા બંધ કર્યો. મને લાગ્યું કે શિખર ઉદાસ થઈ ગયું છે ! જૈન ગ્રંથોના આધારે ખ્યાલ આવે છે કે અહીં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ (ઋષભદેવ)ની ૩૧ ઇંચની પ્રતિમા હતી. તે મૂર્તિ, માતા ચકેશ્વરદવી, ગોમુખયક્ષ અને દાદાજી મહારાજની પાદુકા - વર્તમાનમાં આ બધું શ્રીમાલા મંદિર, ઘીવાળાનો રસ્તો, જયપુરમાં બિરાજમાન છે. દિગંબર જૈન મંદિર, ડેરાગાજીખાં શ્વેતાંબર મંદરિની બિલકુલ પાસે, સાથેવાળી ગલીમાં ભાવડિયાં ચોકમાં જ ૪૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ ------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- દિગંબર જૈન મંદિર હતું. ચોકમાં ગવર્મેન્ટ સ્કૂલ, સિટી પ્રાઈમરીના દરવાજા પાસે આવ્યા. હવે સામે હતી છોકરાઓની શાળા, જે અગાઉ દિગંબર સમાજ દ્વારા સંચાલિત છોકરીઓની શાળા હતી. હવે અમારી ડાબી બાજુ હતો એક જનરલ સ્ટોર. ગલીમાં પહોંચતાં જ જમણા હાથે પહેલી ઈમારત મંદિરની છે. મોટા દરવાજાની મોટી તક્તી અને તક્તી પર લખ્યું હતું - ‘દિગંબર જૈન મંદિર - ડેરાગાજીખાં'. મંદિરમાં એક સમૃદ્ધ ઘર છે. તેમણે કહ્યું કે, અમે લોકો ઇન્ડિયાના કરનાલ શહેરથી આવીને અહીં રહીએ છીએ. પહેલાં મુલતાનમાં થોડાં વર્ષ રહ્યા પછી સરકારે આ જગ્યા અમને આપી. મંદિરને જોતાં જ લાગતું હતું કે તેને અંદરથી પણ જોવું જોઈએ. બહારનું સૌંદર્ય અમને ચકિત કરતું હતું, પરંતુ પડદાવાળા ઘરમાં અમે ન જઈ શક્યા. પડદો હવે મનુષ્યો સુધી જ સીમિત નથી, એક ધર્મ બીજા ધર્મથી પડદો રાખે છે. ફરી જનરલ સ્ટોર પર આવી ગયા. સિંધુ નદીની આ ધરતી પર પ્રેમની લહેરો આજે પણ અસ્તિત્વમાં છે. ક્યાંક બૌદ્ધ સ્તૂપોના અવશેષ, ક્યાંક મહાવીરનું મંદિર અને ક્યાંક રામ-રહીમ સાથે પણ જોવા મળે છે, પણ હવે પડદો છે. --------------- (૧) ડેરાગાજી ખાના પ્રાચીન નામોમાં શેઠ રૂપચંદ શંભૂરામ જૌહરીનો ઉલ્લેખ મળે છે. સંગીતસમ્રાટ ઘનશ્યામદાસ જૈનનો પરિવાર પણ ત્યાંથી ભારત આવ્યો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો - - - - - - પ્રકરણ : ૧૩ બનૂ અને લિમ્બર (સમાપ્રાંત) પાકિસ્તાનની સીમા પ્રાંત (ફ્રન્ટિયર સૂબા)ની બોલી, રહેણીકરણી, ખાનપાન અને ધંધા-રોજગાર વગેરે આપણા જેવાં જ છે. અફઘાનિસ્તાન અને બલોચિસ્તાન સાથે સંકળાયેલું છે. આ ક્ષેત્ર. ખભા પર બંદૂક એ અહીંની સામાન્ય બાબત છે. આશ્ચર્ય થાય છે કે અહીંની જૈનવસ્તી આ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના આચાર, વિધિવિધાન, મંદિર, પૂજા અને નિત્યક્રમને કાયમ જાળવી રાખ્યાં. બનૂ અને લિતબર બંને બાજુબાજુનાં શહેરો છે. બન્નમાં જૈનોના બીજા તીર્થંકર શ્રી અજિતનાથનું ખૂબ સુંદર મંદિર હતું. એક માળ પછી શિખર શરૂ થતું હતું. શિખરની બનાવટ એવી હતી કે પોતાના કેન્દ્રથી શરૂ થઈને તેની ગોળાઈ થોડી વધતી જતી હતી, પછી ધીમે ધીમે ગોળાઈ ઓછી થતી અને ઊંચાઈ વધતી જતી હતી. વર્તમાનમાં શિખર ખૂબ જૂનું અને કાળું પડી ગયું છે. ઉપરનો કળશ હવે નથી. મંદિરની સાથે ઉપાશ્રય હતો અને આખો મહોલ્લો ભાવડિયાં મહોલ્લો કહેવાતો. ખતરગચ્છના યતિ અહીં પ્રાયે આવતા રહેતા. વિ.સં. ૧૭૨૦ (ઈ.સ. ૧૬ ૬૩)માં યતિ રામચંદ્રએ અહીં ગ્રંથ “મેઘવિનોદીની રચના કરેલ તથા આ વર્ષે માગસર સુદ-૧૩ ‘રામવિનોદ' ગ્રંથ લખ્યો. ૧૯૪૭માં બધા જૈનો અહીંધી ભારત આવી ગયા છે. મંદિર તથા ઉપાશ્રયમાં પણ ઘર બની ગયાં છે. બધા જૈન પરિવારો દાદા ગુરુદેવના પરમભક્ત હતા. ભાવડા મહોલ્લાના લાલા પન્નાલાલ સુરાણાએ આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી બજૂના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૭૪માં થઈ. બનૂ અને સિતમ્બરમાં પ્રાયે સુરાણા, લૂનિયા તથા વૈદ પરિવારો વસ્યા હતા. ૪૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૪ પાકિસ્તાનનાં જૈન મંદિરો લિતમ્બર લિતમ્બર નગરનું પણ એવું જ વાતાવરણ તથા હાલચાલ હતાં, જેવા બન્નેના લખેલ છે. અહીંના ભાવડા જૈન લોકો બિલકુલ નીડર થઈને રહેતા અને વેપાર વગેરે કરતા હતા. મુસલમાન વસ્તી પણ તેમનો આદર કરતી. જૈન (ભાવડા) લોકોના શુદ્ધ આચરણ તથા રહેણીકરણી જોઈને મુસલમાન લોકો તેમને ‘હિન્દુઓના પીર’ કહેતા હતા. લિતમ્બરમાં ભગવાન પાર્શ્વનાથનું ઘરમંદિર હતું. દાદાગુરુજીનાં ચરણની પણ મંદિરમાં સ્થાપના કરી હતી. તિજી હંમેશાં આવતા રહેતા. પર્યુષણ વગેરે પણ તેઓ આવીને સંપન્ન કરાવતા. દરેક સામાજિક કે પારિવારિક કાર્ય શરૂ કરતાં પહેલાં દાદાગુરુજીનો પાઠ કરતા હતા. ત્યા સુધી કે જાનપ્રસ્થાન પહેલાં પણ આ પાઠ કરવો જરૂરી સમજતા. આજકાલ લિતમ્બરનું મંદિર ત્યાં નથી. આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૬૨ (ઈ.સ. ૧૯૦૫)માં યતિ રામઋષિજીએ કરાવી હતી. લિતમ્બરના કેટલાક પરિવારો કોહાટમાં પણ જઈને વસ્યા હતા, જ્યાં સરકારે લશ્કરી છાવણી રાખી હતી. કોહાટના શ્રાવક હેમરાજની સુપુત્રી મનોરમા દીક્ષા લઈને સાધ્વી મહેન્દ્રપ્રભાજી બન્યાં. બન્ને અને લિતમ્બરના બુઝુર્ગ લાલા જેઠાલાલ સુરાણાને એક મુસ્લિમ સૂફી પીરના આશીર્વાદ મળ્યા હતા. તેઓના વંશજ પાકિસ્તાનનું નિર્માણ થતાં ભારતમાં ગાજિયાબાદ, દિલ્હી, કોટકપુરા વગેરે નગરોમાં વસેલા છે. લિતમ્બર કસ્બાની બહાર એક યતિજીની સમાધિ છે. લિતમ્બર, બન્ તથા કાલાબાગના જૈનોને સામાજિક તથા પારિવારિક પર્યાયથી એક સમજવા પણ ઉચિત છે. 回 ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૧૫ કાલા બાગ જોર વાડી વી વનાયા .... પ્રાચીન ભારત (હિમવંત પ્રદેશોમાં નાભિરાજાની રાણી મરુદેવીએ ઋષભદેવને જન્મ આપ્યો. ઋષભદેવ ભગવાને પોતાના પુત્ર ભરતને રાજ્ય આપ્યું. આ ભરતના નામ પરથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું. વેદ, અગ્નિપુરાણ (૧૦-૧૧)નો મારા વિચારો જ બદલી નાખ્યા - પુસ્તકાલયનાં પુસ્તકો, માર્કંડેયપુરાણ (૫૦૪૨-૩૯), પૂર્ણખંડ વાયુપુરાણ તથા અન્ય પણ. મારા મગજમાં માત્ર એક જ વાત હતી – ભરત, બાહુબલી, ગંધાર, ટેક્સલા.” કાલાબાગમાં જૈન યતિ જૈન યતિઓએ આ ક્ષેત્રના પરિવારોને જૈન ધર્મના પાલનમાં દૃઢ બનાવી રાખ્યા. યતિ લોકો ધાર્મિક ક્રિયાઓ તો કરાવતા જ હતા, સાથે સાહિત્યની રચના પણ કરતા હતા. ઈ.સ. ૧૬ ૬૫ (વિ. સં. ૧૭૨૨)માં યતિ રામચંદ્રએ ગ્રંથ ‘રામવિનોદ' તથા વિ.સં. ૧૯૧૧ (ઈ.સ.૧૮૫૪)માં શ્રાવક જિવાયા શાહે ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતિલિપિ અને ઈ.સ. ૧૯૦૬ (વિ.સં. ૧૯૬૩)માં યતિ રતનષિએ કલ્પસૂત્રની પ્રતિલિપિ આ નગરમાં લખી. કાલાબાગ (અથવા બાગા) જવાની મને બહુ ઇચ્છા હતી. કાલાબાગ, લાંબર, બન્ન, મુલતાન, ડેરા ગાજી ખાં વગેરેમાં રહેવાવાળા ઓસવાલ જૈનોના પૂર્વજો મુઘલસમ્રાટ શાહજહાંના સમયમાં રાજસ્થાનના નાગૌર વગરે ક્ષેત્રોમાં જેસલમેર, બહાવલપુર થઈને બન્ની પાસે ગંડલિયા નગરમાં આવીને સમૃદ્ધ બન્યા. ત્યાંથી લાંબર, બન્ન, કાલાબાગ ગયા. કાલાબાગ સિંધુ નદીના કિનારે આવેલું છે અને મીઠાની પહાડીઓથી ઘેરાયેલું છે. કાલાબાગ અને લાંબરના જૈન મંદિરોની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૬૨ (ઈ. સ. ૧૯૦૫)માં યતિ રામારિખના શિષ્ય યતિ રાજર્ષિએ કરાવી હતી. કાલાબાગમાં અભિનંદન સ્વામી અને લમંબરમાં પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયકરૂપે ૫૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ બિરાજિત કરવામાં આવ્યા. અમે ઈસ્લામાબાદથી ફારુક કુરેશીના ગામમાં પહોંચ્યા. બીજા દિવસે સવારે અમારું ગ્રુપ કાફરકોટ અને બલોટનાં મંદિરો જોવા નીકળ્યું. ચશ્મા બૈરાજની સાથે ચાલતા ચાલતા સંધુ નદીને પાર કરી. પછી પહાડોની ઓથમાં કાફરકોટ પહોંચ્યા. પહાડ પર આર્ટના સુંદર નમૂનારૂપ સદીઓ જૂનું ઐતિહાસિક મંદિર. કોણ જાણે કેટલાય સાધુ-મહાત્મા અને કેટલાય લોકો આ નાના-નાના પથ્થરિયા રસ્તા પરથી પસાર થયા હશે ! પહાડ પર એક પૂરું મંદિર અને એક અડધું ઢાળેલું મંદિર, કેટલીક સમાધિઓ. એક કિલ્લો કે જે બીજી-ત્રીજી સદીનો માનવામાં આવે છે. અંગ્રેજોએ તેને હિંદુ મંદિર કહેલ છે. સિંધુ નદી સાથેસાથે આનાં જેવાં કેટલાંય જૈન મંદિરો છે. અહીં અનેક સદીઓની ગાથાઓ આ પહાડો પર વિખરાયેલી છે. જૈન મંદિરોની શોધ કરતાં અન્ને એક ખૂબ પ્રાચીન મંદિરની ખબર પડી, જે સિંધુ નદીના કિનારા પર છે. આ મંદિરનું નામ “મરોટીનું મંદિર છે, પરંતુ મારા મિત્ર યુસુફ પંજાબીએ મને કહ્યું કે, આ મરોટ નહીં પરંતુ બલોટ છે. આ એક પ્રાચીન મંદિર સિંધુ નદીના કિનારે ડેરા ઈસ્માઈલ ખાના વિસ્તારમાં છે તથા પંજાબ તરફ જિલ્લા મિયાંવાલી લાગે છે. બલોટનું મંદિર, પછી આગળ કાલાબાગ. હવે એ પણ સ્પષ્ટ થયું કે બલોટ મિયાંવાલીમાં છે – બાવલનગરમાં. બલોટના પહાડ પર બે મંદિર, ચારેબાજુ એક કિલ્લો કે જેનો પાયો જ રહ્યો હતો. બન્ને મંદિરોને અંદર-બહાર સારી રીતે જોયાં. લખવા માટે ઘણુંબધું છે. એ આચાર્યો, મુનિઓનાં નામ કે જેઓએ આ ક્ષેત્રમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. બનૂ અને ડેરા ઈસ્માઈલ ખાંના જૈનોની કથાઓ! બલોટના મંદિર હિન્દુ મંદિર હતાં, જૈન નહીં. કાકોટ, બલોટ, ધનકોટ, કાલાબાગ પાસે માડી પત્તન - આ મંદિરોની પૂરી હારમાળા છે. એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો હજુ ઊભાં છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં. કાલાબાગ નગર વિશે જે કંઈ વાંચ્યું હતું તે યાદ આવતું હતું. કહેવાય છે કે, અહીં નાવિકોની વસ્તી હતી. આ વસ્તીમાં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો. તેના પિતા યૂનાની સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા. પછી તેની માતા તેને પાટલિપુત્ર (૫૧) Page #77 -------------------------------------------------------------------------- ________________ -----પાકિસ્તાનનાં જૈન મંદિરો લઈ ગઈ. કૌટિલ્ય તેને ટેક્સલામાં (તક્ષશિલામાં) ભણાવ્યો અને યૂનાનીઓ વિરુદ્ધ તેને તૈયાર કર્યો. ચંદ્રગુપ્ત આ ધરતીનો પુત્ર હતો અને તેણે ધરતીમાતાના પાલવ પર લાગેલા બધા ડાઘ ધોઈ નાખ્યા. અમે મિયાંવાલીના બસ-સ્ટેન્ડ પર હતા. બન્ને પણ અહીંથી નજીક જ હતું. એક શ્વેતાંબર મંદિર બનૂમાં અને બીજું પાસેના કસ્બા લબરમાં હતું, પરંતુ અમે તો કાલાબાગ જઈ રહ્યા હતા. અમારી ગાડી કાલાબાગ તરફ દોડી રહી હતી. ઠંડી હવાનો અનુભવ થયો. ખુરશીદ બેગમનો અવાજ એકાએક યાદ આવી ગયો - ની સૈ રે ની ક્રિય વા વી મેતી ... અર્થાત મને કાલાબાગની મહેંદી લાવીને આપજે. અમારી એક તરફ પહાડ અને બીજી બાજુ સિંધુનું પાણી. નદીની પેલે પાર કાલાબાગ શહેર પણ નજરે ચડ્યું. એવું લાગ્યું કે જાણે આખું શહેર જ પાણીમાં તરી રહ્યું હોય! પાણીની ઉપર પહાડ સુધી સુંદર ઘર, દરવાજા, બારીઓ બધું બંધ ! ઇતિહાસકારોનું કહેવું છે કે, મહમદ ગજનવીએ અહીંધી સિંધુને પાર કરી હતી. અહીં પાંડવોનાં મંદિરો પાસેથી પસાર થવા છતાં મહમદે તેને કંઈ ન કર્યું ! અહીંના મંદિરોમાં હીરા, મોતી, સોનું કે ધન-દોલત નહોતાં. તેને તો સોમનાથનું ધન લૂંટવું હતું. બામિયાનની બુદ્ધની મૂર્તિઓની જેમ આ મંદિરો આજે પણ છે. કાલાબાગ અમે કાલાબાગમાં હતા. એક લાંબી બજારમાંથી પસાર થઈ અમે “ચૌક પીરછુટ્ટા” પહોંચ્યા. ગાડીમાં અમારી સાથે બેઠેલા એક સજ્જન પણ અમારી સાથે જોડાઈ ગયા. તેમણે પ્રથમ તો અમને ચોકવાળી ધર્મશાળા બતાડી, તે હિંદુ ધર્મશાળા હતી. અહીં શહેરની સૌથી મોટી માન્યતા (દરબાર) હતી, જેના નામ પરથી ચોકનું નામ “ચૌક પીરછુટ્ટા’ હતું. ધર્મશાળાનો દરવાજો આ દરબાર કે ચોક તરફ ખૂલે છે. હવે આ ધર્મશાળા નહીં પણ ઘર છે. બજારમાં નવાં-જૂનાં મકાનો, કળાના નમૂના. અમારા માટે હવે જૈન શ્વેતાંબર મંદિર શોધવું કઠિન હતું. ડાબી તરફ એક સુંદર દરવાજા-બારીઓવાળાં ઘર દેખાયાં, ત્યાં પહોંચી એક સજ્જનને મેં પૂછયું, “ભાઈસા'બ, અમને બતાવો કે આ શહેરમાં એક જૈન મંદિર છે તે ક્યાં છે ?' ‘હિન્દુઓનાં તો અહીં ઘણાં મંદિરો હતાં, પણ હવે કંઈ રહ્યું નથી. ઉપર મેડી ૫ ૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ ----પાકિસ્તાનનાં જૈન મંદિરો --- પર જે બે મંદિર હતાં તે પણ પડી ગયાં છે, આપને તેમાં શું જોયું છે ?' અમારી વાતો સાંભળતાં બીજા એક સજ્જન જે આ મહોલ્લામાં રહેતા હતા તે ત્યાં આવ્યા. અહીં કોઈ જૈન મંદિર છે તેના વિશે પૂછી રહ્યા છે ?' એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કહ્યું. હા, આ જ તો છે જૈની ભાવડાનું મંદિર, જે અત્યારે તમારું ઘર છે. આ જ જૈન મંદિર છે. તે ઊંચું નથી, ઘર જેવું જ છે.' આ ઘરમાં રહેનાર વ્યક્તિ ચકિત થઈને બોલી, “આ મંદિર નથી, પરંતુ ઘર છે. તેના પર કોઈ મિનારો કે શિખર નથી. નીચે દુકાનો છે. ‘ઉપર એક મોટો ઓરડો છે. ઓરડાની સામે વરંડો છે. પછી આગળ નાનાનાના બે ઓરડા છે. બસ, બીજું કંઈ નહીં. બહાર દરવાજા અને બારીઓ છે. ગલીવાળા દરવાજા સાથે પગથિયાં છે.' તેણે પોતાના ઘર (જે ઈ.સ. ૧૯૪૭ પહેલાં શ્વેતાંબર મંદિર હતું)નો પૂરો નકશો અમારી સમક્ષ પ્રસ્તુત કર્યો. પાછળથી આવનાર સજ્જન એ વાત પર અક્કડ હતા કે આ મંદિર છે. આ તો ભારતમાંથી વિસ્થાપિત થઈને આવ્યાં હતા અને આ ઘરમાં વસી ગયા. અમે અહીંના જદી-પુશ્તી’ છીએ. આ એક મંદિર હતું, નાનકડું મંદિર. આ હતું કાલાબાગનું શ્વેતાંબર જૈન મંદિર, જે જૈનોના ચોથા તીર્થંકર શ્રી અભિનંદનસ્વામીનું હતું. દેશના વિભાજન સમયે જૈનો અહીંની મૂર્તિઓ પણ પોતાની સાથે લઈ ગયા. સાંભળ્યું છે કે હવે તે દિલ્હી નૌધરાના જૈન મંદિરમાં છે. સાંજ થવા આવી. પેલા સજ્જન ચાલ્યા ગયા. અમે બન્ને બજારમાં હતા. પહાડના શિખર સુધી ગલીઓ, મકાન, દરવાજા નજરે પડતાં હતાં. લાગતું હતું કે અમે એક ખૂબ ઊંચા શહેરના પગમાં ઊભા છીએ! વિચારતા રહ્યા કે આ મંદિર છે કે ઘર ! માનવીનું ઘર કે ભગવાનનું ઘર ! બન્નેમાંથી કોણે મુક્તિ પ્રાપ્ત કરી ? ચંદ્રગુપ્ત મૌર્ય જૈન હતા કે બૌદ્ધ ? મહમદ ગજનવીએ આ મંદિર કેમ ન તોડ્યું? આ બધા સવાલના જવાબ નથી. મને વારિસ શાહની પંક્તિ યાદ આવી ગઈ – दुनिया जाण ऐवें जावें भंग पीके, गोर कालड़ा बाग बनाया ई। અર્થાત્ આ સંસારમાં દરેક સમયે બદલાતાં રૂપોના આવા સમયમાં કે જેમ ભાંગના નશામાં ચક્યૂર માનવી શ્વેતને પણ “કાલાબાગ” જ કહી રહ્યો હોય. ૫૩. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૬ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઝંગ (પશ્ચિમ પંજાબ, પાકિસ્તાન) લાહોરથી ૨૭૦ કિ.મી. પશ્ચિમમાં જિલ્લા સ્તરનું શહેર ઝંગ એક સારું વ્યાપારી કેન્દ્ર છે. બજાર, ભરપૂર દુકાનો, લોકો, ગાડીઓ, સ્કૂલ, કૉલેજો અને સરકારી કાર્યાલય – બધું છે આ નગરમાં. નગરની પશ્ચિમમાં થોડે દૂર ચિનાબ નદી છે. મધ્યકાલીન પંજાબની અનેક પ્રેમકથાઓ તથા કિસ્સાઓ આ ચનાબ (ચિનાબ) નદીથી જોડાયેલાં છે. - અંગનો ભાવડા મહોલ્લો જૈન યતિઓની પ્રેરણાથી રાજસ્થાન તથા પંજાબથી જૈન ભાવડાના કેટલાક પરિવારો અહીં આવીને વસ્યા અને ખૂબ વિકસિત થયા. આ યતિઓની પ્રેરણા અને દેખરેખ હેઠળ ભાવડા મહોલ્લામાં જ એક અતિસુંદર જૈન મંદિર પણ આ પરિવારોએ બનાવ્યું. આ બધા પરિવારો એક જ મહોલ્લામાં રહેતા હોવાથી તેનું નામ ‘મુહલ્લા ભાવડા' પડી ગયું. મહોલ્લાની હવેલીઓ પરથી આ પરિવારોની સમૃદ્ધિની પણ ખબર પડે છે. ઝંગ શહેરમાં ભાવડા પરિવાર કયા યતિજીની પ્રેરણાથી, કઈ સદીમાં, ક્યાંથી આવીને વસ્યા અને પછી પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં અથવા અન્ય કારણોથી અહીંથી અન્ય બીજી કઈ જગ્યાએ ચાલ્યા ગયા એ સમજમાં ન આવ્યું (ખબર પડી નહીં). જૈનોની વસ્તીવાળામાં અન્ય મોટાં શહેરો (જેમ કે લાહોર, મુલતાન વગેરે) નંગથી ખૂબ દૂર હોવાના કારણે કદાચ સગાં-સંબંધી જેવા સામાજિક વ્યવધાન હોય અથવા મુસલમાન વસ્તીની બહુમતી અને તેઓનાં ખાનપાન વગેરે કારણોથી મજબૂર થઈને જૈન લોકો અહીંથી ચાલ્યા ગયા. આ ભાવડા લોકો લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ તો અહીં રહ્યા હશે અને ઈ.સ. ૧૮૮૦-૧૯૦૦ની આસપાસ શહેર છોડ્યું હોય તેવું અનુમાન છે. ૫૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો---- - ભાવડા મહોલ્લાનું જૈન મંદિર જૈનોના સામૂહિક સ્થળાંતર પછી ભાવડા મહોલ્લાનું જૈન મંદિર પણ હિન્દુ મંદિરમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગે છે. ઇતિહાસના પાનામાં દબાયેલ આ અધ્યાયને ક્યારેક તો ઉજાગર થવું પડશે! ઝંગના મહોલ્લા ભાવડાએ ક્યારેક તો પોતાનું મોં ખોલવું પડશે, પણ અત્યારે તો ખામોશી છે. પાકિસ્તાનની સરકારી નોટિફિકેશન સરકારી રેકર્ડમાં કંગના જૈન મંદિરનો ઉલ્લેખ છે. પાકિસ્તાનની સરકારી નોટિફિકેશનના S. N.O. 108 પર 'UHANG-JAIN TMEPLE'નો ઉલ્લેખ છે. ૫૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૧૭. મારી ઈન્ડસ (અથવા) માડી પત્તન આ નગર સિંધુ નદીના પૂર્વ કિનારે વસેલું છે, અર્થાત્ મિયાંવાલા નગરની ઉત્તરે અને રાવલપિંડીથી દૂર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. અંગ્રેજી ઉચ્ચારણ “મારી ઇન્ડસ' અહીં માડી પત્તન” નામે ઓળખાય છે. કાલાબાગ અને મારી પત્તન - આ બન્નેની વચ્ચેથી સિંધુ નદી વહી રહી છે. ઈસ્લામાબાદથી કાલાબાગ જતાં કાફરકોટ, બાલોટ, ધનકોટ અને માડી પત્તન - આ બધાં સ્થળે ઘણાં મંદિરો છે - એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો પહાડ પર છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં. માડી પત્તન પહાડના શિખરને નાગરગાજન (નાગાર્જુન) કહે છે. આ પહાડની ટેકરી પર ગુફાની ધરતીમાંથી અતિપ્રાચીન મહાચમત્કારી એક પ્રતિમા મળી આવી હતી, જ્યાં શ્વેતાંબર મંદિરનું નિર્માણ થયું હતું. હવે આ પૂરો વિસ્તાર અનાર્યમ્યુચ્છ જેવો બની ગયો છે. તે પ્રતિમાજી પણ ખંભાત (ગુજરાત)માં બિરાજમાન કરવામાં આવી. ૫૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- પ્રકરણ : ૧૮ ગુજરાંવાલા ની મા પૈ– વેડન રે.. અર્થાત્ મારી બાલ્યાવસ્થાની ઉમરમાં હે માતા! મને રમવા દે (મને આનંદ કરવા દે). કહેવાય છે કે, સિયાલકોટ પછી ગુજરાંવાલા જ એક એવું શહેર છે કે જેની નજીક પ્રાચીન રાજધાની હોવાના ખંડેર મળે છે. શહેર તથા રાજધાની હોવાનો ઉલ્લેખ ચીની યાત્રાળુ હ્યુનસાંગ પણ કર્યો છે. મારો એક મિત્ર કરીમુલ્લા ગોંદલ એક વર્તમાનપત્રનો બ્યુરો ચીફ છે. તેને ખબર પડી કે, હું જૈન મંદિરોનું સંશોધન કરું છું, તો પોતાના અંદાજથી પૂછી લીધું કે ગુજરાવાલામાં કેટલાં જૈન મંદિરો છે ?' “ગુજરાવાલા શહેરમાં ત્રણ જૈન મંદિરો છે. એક જૂના શહેરના બજાર ભાવડાંમાં, બીજું જી.ટી. રોડ પર અને ત્રીજું ગામની પાસે જૈન સ્કૂલમાં.” “જી.ટી. રોડ પર કર્યું ?' ‘જેમાં અત્યારે પોલીસ સ્ટેશન છે.' આ તો આર્ય સમાજનું નથી ?' ના, ના. આ તો જૈનોનું છે. અહીં આત્મારામજી મહારાજની સમાધિ પણ છે.” શ્રી આત્મારામજી મહારાજ કોણ છે ?' કરીને પૂછયું. શ્રી આત્મારામજી મહારાજ'... મેં વાત શરૂ કરી અને કરીમુલ્લા પણ પૂરા ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. શ્રી આત્મારામજી મહારાજ આ મહાપુરુષનો જન્મ. ઇ.સ. ૧૮૩૭માં પંજાબના ફિરોજપુર જિલ્લાના જીરા તાલુકાના લહરા ગામમાં, પિતા ગણેશચંદ્ર અને માતા રૂપાદેવીને ત્યાં થયો ૫૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- હતો. પિતા મહારાજા રણજિતસિંહના સૈન્યમાં સામેલ હતા. નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. ત્યાર બાદ તેઓ પોતાના પિતાના મિત્ર, છરાનિવાસી જોધામલ પાસે રહેવા લાગ્યા. ત્યાં તેમનું જૈન સંસ્કારો સાથે લાલનપાલન થયું. ‘તેઓ છરાથી ગુજરાંવાલા ક્યારે આવ્યા?' કરીમુલ્લાએ પૂછ્યું. ‘તેઓએ ૧૬ વર્ષની વયે માલેરકોટલામાં શ્વેતાંબર સ્થાનકવાસી મુનિ જીવનલાલજી પાસે દીક્ષા લીધી અને ૫-૭ વર્ષમાં આગ્રા જઈને શ્રી રત્નમુનિજી પાસે ચૂર્ણ, નિયુક્તિ, ટીકા અને ભાષ્યનો અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૮૭૫માં તેઓ પોતાના ૧૫ સાથી સાધુઓ સાથે અમદાવાદ ગયા અને શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છની દીક્ષા મુનિ બુદ્ધિવિજયજી પાસેથી ગ્રહણ કરી. સંપ્રદાય પરિવર્તન કર્યું. યુરોપ, અમેરિકાના વિદ્વાનો સુધી તેઓની ઓળખાણ થઈ. ઈ.સ. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ (શિકાગો)માં તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા, જ્યાં તેઓએ પોતાના સ્થાને મુંબઈના બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને ટ્રેનિંગ આપીને મોકલ્યા. અમેરિકાનાં અખબારો (છાપાં)માં તેમના ફોટાઓ તથા પરિચય પ્રસિદ્ધ થયાં. આમાં સ્વામી વિવેકાનંદ પણ ગયેલા. વિરચંદ ગાંધીએ વિશ્વને જૈન ધર્મનો પરિચય આપ્યો. અમારી વાતો આ રીતે આગળ વધતી રહી. કહેવાય છે કે, વાતો ચાલે છે, પણ તેને પગ હોતા નથી. તેનો પગરવ સંભળાતો નથી. તે વગર અવાજે પણ ચાલતી રહે છે. મુનિ આત્મારામજી વિશેની ઘણી વાતો અમારા બન્ને વચ્ચે થઈ. કરીને પોતાના એક લોકલ પત્રકારને એક કાર્ય સોંપ્યું કે આગલા દિવસે તે મારી સાથે આવીને શહેરના જૈન મંદિરોનો રિપોર્ટ અખબાર માટે તૈયાર કરે. “હા, આપણે વાત કરતા હતા કે આત્મારામજી ગુજરાંવાલામાં ક્યારે આવ્યા ?” “શ્રી આત્મારામજી મહારાજ ઈ.સ. ૧૮૭૫ પછી આખા ભારતમાં જૈન મૂર્તિપૂજાના પ્રચારમાં લાગી ગયા. પંજાબમાં નવાં મંદિરો બનાવ્યાં. પોતાના ભક્તોઅનુયાયીઓના સામાજિક રીત-રિવાજોમાં સુધારા કર્યા. શિક્ષણના પ્રચાર માટે શાળાઓ – ખાસ કરીને કન્યાશાળાઓ શરૂ કરવાનો ઉપદેશ આપ્યો. પોતાના શિષ્યોને (૫૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- પણ દરેક જગ્યાએ સ્કૂલ, કોલેજો અને મંદિરો બનાવવાની પ્રેરણા આપવા જણાવ્યું. પરંતુ તેઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર ગુજરાંવાલા શહેર જ રહ્યું અને ઈ.સ. ૧૮૯૬માં તેઓએ અહીં જ દેહત્યાગ કર્યો. તેઓના અંતિમ સંસ્કારના સ્થળે તેઆનું સમાધિસ્થળ બનાવવામાં આવ્યું. ‘અહીં ગુજરાવાલામાં તેઓ ક્યાં રહ્યા ?' ‘તેઓ ભાવડા બજારના મંદિર પાસે સાધુઓના નિવાસસ્થાનમાં બિરાજમાન હતા અને અહીંથી તેઓએ ધર્મપ્રચાર કર્યો હતો.' - રાત પડી રહી હતી. કરીમુલ્લાના નિવાસસ્થાને જ રોકાયો. વારંવાર મુનિશ્રીનાં સત્કાર્યોની યાદી મગજમાં ઘૂમતી હતી. પછી ઊંઘ આવી ગઈ. અરશદ મીરની એક કથાની ‘વાર છે – नींदर अन्दर समियाँ ने कद मेहँदी लाई सब जागदियाँ दा खेड रव्वाब हकीकत केहड़ी ॥ અર્થાત્ આ સમય ખૂબ બળવાન છે. સમયને ઊંઘ આવતી નથી. માનવી સૂઈ જાય છે, સૂતેલાને મહેંદી લગાડવામાં આવતી નથી, અર્થાત્ ઊંઘમાં કંઈ પણ સારું થઈ શકતું નથી. જાગૃત છે તો બધું (પ્રાપ્ત) છે. બાકી સ્વપ્ન ક્યારે હકીકત બને ? પ૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૧૯ ગુજરાવાલા શહેર, જૈન યતિ અને ભાવડા બજારનું મંદિર ગુજરાંવાલા આજે લોઢાનું શહેર છે, પરંતુ જૈન યતિઓએ વિ.સં. ૧૭૩થી ૧૯૨૭ (ઈ.સ. ૧૬૫૩થી ૧૮૭૦)ની વચ્ચે અહીં જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. વર્તમાનમાં જુદા જુદા ધર્મોના લોકો અને તેમનાં પૂજાસ્થાન છે. તેમાંનું એક છે ભાવડા બજારનું જૈન મંદિર, જેના કળશ આજે પણ આસમાન સાથે વાતો કરી રહ્યા છે. લાંબી ગલી, બન્ને બાજુ મકાનો. આ મકાનો વચ્ચે ઘેરાયેલું જૈન મંદિર. તે મંદિર કે જેના દરવાજા અને બારીઓ અત્યારે લાહોરના મ્યુઝિયમમાં છે. કળાના અણમોલ નમૂના ! લાકડાની કારીગરી જોવા જેવી છે. ઘરમાં માત્ર સ્ત્રીઓ જ હતી એટલે અંદર જઈ શકીએ તેમ નહોતા, પરંતુ અમારા સસીબે પુરુષો આવ્યા અને અમે મંદિરની અંદર ગયા. આ મંદિરમાં પહોંચતાં જ અમને શાંતિ, નિરાંત, આપણા અતીત પ્રત્યે આદર અને થોડી વારની ધ્રુજારી અનુભવાઈ. આ વિસ્તારનું મંદિર તાજમહાલથી કંઈ કમ નહોતું! દિલ્હીના મુગલ સમ્રાટ શાહજહાંએ સોનાનું ‘તત્તે તાઉસ (સિંહાસન) બનાવ્યું હતું, પરંતુ આ જૈન મંદિરમાં ભગવાનની મૂર્તિઓનું બિરાજમાન સ્થાન જોતજોતામાં જ બન્યું હતું. કદાચ આ ત્રણ મૂર્તિઓને બિરાજમાન કરવાની વેદી છે. તેના પર થયેલું શુદ્ધ સોનાનું સોનેરી કામ અને ડિઝાઈન કમાલનાં હતાં ! વારંવાર અમે તે જોઈ રહ્યા હતા. બીજી આવી જ ઉત્તમ સોનાથી જડેલી વેદી પણ સુંદરતાની તાજગીથી સભર હતી. ઘરવાળાઓએ પણ તેની સારી રીતે સ્વચ્છ, સંભાળીને રાખી હતી. દીવાલોને જુઓ! તે જમાનાની લીલા, પીળા, લાલ અને નીલા(ભૂરી) ટાઈલ્સની સજાવટ. ફૂલ, વેલા, છોડ, પંક્તિબદ્ધ અને અલગ પણ છે. દરવાજાની પણ ટાઈલ્સની કારીગીરી સુંદર છે. અત્યાર સુધી જેમની તેમ છે ! ૬ ૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ ---પાકિસ્તાનનાં જૈન મંદિરો---- દીવાલો પર ટાઈલ્સ અને દરવાજાથી ઉપર, ઉપલા માળના વરંડા નીચે જૈન કથાઓ અને ઇતિહાસનાં પાકા તથા દીવાલોમાં સમાયેલાં મોટી સાઈઝનાં ચિત્રો બનેલાં છે. તેમાંના કેટલાંક અમારી સમજમાં આવે છે. જેમ કે - (૧) ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન અને ધરણેન્દ્ર-પદ્માવતી (૨) ભગવાન મહાવીર અને ચંદનબાળા (ગોચરી વહોરાવવા) (૩) ઋષભદેવના સુપુત્ર બાહુબલી અને બે સાધ્વીજીઓનાં ચિત્ર (બ્રાહ્મી-સુંદરી) (૪) ભગવાનની દીક્ષા (૫) બ્રાહ્મણ દ્વારા ભગવાન મહાવીર પાસે દેવદૂષ્ય વસ્ત્ર માગવું (૬) ગજસુકુમાલના માથે અંગારા (૭) ભગવાનનું સમોસરણ (૮) ભગવાનના કાનમાં ખીલા ઠોકતું ચિત્ર (૯) મેરુ પર્વત પર ઇન્દ્ર દ્વારા ભગવાનનો અભિષેક તથા અન્ય કેટલાંય ચિત્રો. અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે - ત્યાં લગાડેલ માર્બલથી બનેલ જૈન તીર્થ પાલિતાણા (શત્રુંજય)ની મિનિયેચર કોપી અથવા નકશો. તેમાં બનેલ મંદિરો, મૂર્તિઓ, રસ્તાઓ, વૃક્ષો, પહાડ પર જતાં સાધુઓ તથા યાત્રિકો - ખૂબ કાળજીપૂર્વક અને કારીગરીથી બનાવેલાં છે. તેનો અંદાજ લગાવતાં મગજ ચકરાવે ચડી જાય છે ! હવે અમે મંદિરના ઉપરના છત પર હતા. અહીંથી તેનું શિખર તથા કળશ જોવા માટે ગરદનને પૂરી પાછળ લઈ જવી પડે છે. તેની કારીગીરી, આર્ટવર્ક, ચારેબાજુની સિમિટ્ટી, કમળનાં ફૂલોથી શરૂ થતાં શિખરમાં સુંદર ઢંગથી બનેલા આઠ આરા અને સૌથી ઉપર કાપડનો ધ્વજ લગાડવા માટે રાખેલ દંડ-કેટલાય વખત સુધી જોયા કર્યું. ભાવડા બજારનું આ મંદિર ચિંતામણિ પાર્થનાથના મંદિર તરીકે જાણીતું છે. કહેવાય છે કે અગાઉ આ જગ્યાએ ભગવાન ઋષભદેવ બિરાજમાન હતા. તે મૂર્તિ કાં તો ખંડિત થઈ ગઈ અથવા કોઈ ઘટનાની પાત્ર બની. તે સ્થાને (મુનિ) બુદ્ધિવિજયજીએ પાર્શ્વનાથજીને બિરાજમાન કરાવ્યા હતા. નાની ઈંટનું બનેલું માછલીના આકાર જેવું શિખર. તેના ચરણમાં કોઈકનું ૬ ૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઘર, જ્યાં લોકો રહે છે. મંદિરનું પેટ ખાલી ! સારું અને કિંમતી જે કંઈ હતું તે લાહોર મ્યુઝિયમમાં ચાલ્યું ગયું. જે જઈ શકતું નથી તેને સમયરૂપી ‘દીમક’ ચાટી રહી છે. કોઈનું ઘર, તે ઘર પર શિખર, શિખર પર કળશ અને તેના પર આસમાન. ‘જાઓ, મને સૂવા દો’. મને લાગ્યું કે આ કળશનો અવાજ હતો. 'सब जागदियाँ दा खेड़, ख्वाब हकीकत केहडी ' પરંતુ હું તો કમરાની નીંદર અને મારા જાગરણની વચ્ચે હકીકત (વાસ્તવિકતાનું રૂપ ધારણ કરીને ઊભો હતો. હું તો રમી રહ્યો હતો આ બન્નેની વચ્ચે - नीमाएँ मैंनू खेडन दे खेडन दे दिन चार माएँ मैंनू खेडन दे । શિખરના આ કળશે લોહીનો દરિયો વહેતો જોયો હતો. વતનવાળાને બેવતન થતા જોયા હતા અને જોયો હતો વેરાન વારસો. મંદિર અને સ્થાનક અહીં ક્યારેક રોનક હતી, જીવન ધબકતું હતું, અનેક લીલાઓ હતી. અહીં શ્રી આત્મારામજીની પરંપરા ચાલી. આચાર્ય વિજયવલ્લભજી તથા સ્થાનકવાસી મુનિ શ્રી ખજાનચંદજીથી લઈ આચાર્ય શ્રી સોહનલાલજી સુધી અનેક સાધુસાધ્વીજીઓએ આત્માથી પરમાત્માના માર્ગે સફર કરી. ઉપાધ્યાય સોહનવિજયજી, સાધ્વી દેવશ્રી, સાધ્વી મલ્લોજી અને આચાર્ય લલિતવિજયજી આ બધાં નામ પણ ગુજરાવાલાના આત્મા સાથે જોડાયેલાં છે. લગભગ ૬૦-૭૦ વર્ષની એક વ્યક્તિ નજરે પડી. મેં તેમને પૂછયું, ‘ભાઈસા'બ, આ મહોલ્લા વિશે અમને કંઈક કહો.' ‘આ આખો મહોલ્લો હિંદુઓનો મહોલ્લો હતો. તે જૈન હિન્દુ હતા. તેમને ભાવડા પણ કહે છે. આનું નામ જ ભાવડા મહોલ્લો છે. હવે અહીં જૂના રહેવાસી નથી. આ બધા, અમે પણ ભારતમાંથી આવીને અહીં વસેલા છીએ.’ ૬૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પાકિસ્તાનમાં ૪૫ દિવસો પાકિસ્તાનનું નિર્માણ ૧૪ ઑગસ્ટ ૧૯૪૭માં થયું, પરંતુ આચાર્ય વિજયવલ્લભસૂરિજી, સમુદ્રવિજયજી, જનકવિજયજી વગેરે મુનિગણ, પ્ર. દેવશ્રીજી વગેરે સાધ્વીજીઓ તથા ત્યાંના જૈન પરિવાર ત્યારે ગુજરાવાલામાં જ હતા. પાકિસ્તાન સરકાર દ્વારા સાધુ-સાધ્વી વૃંદને વિમાન દ્વારા મોકલવાની વાતને શ્રી વિજયવલ્લભજીએ એમ કહીને સ્વીકારી નહોતી કે, ‘હું આખા સંઘ સાથે જ જઈશ, એકલો નહિ જાઉ.’ અંતે ૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭માં ૧૭ ટૂકો દ્વારા આખો સંઘ ગુજરાંવાલાથી લાહોર કૅમ્પમાં પહોંચ્યો. તેરાપંથી મુનિને પોતાની સાથે લાવ્યા કૅમ્પમાં વિજય વલ્લભસૂરિજીને સૂચના મળી કે તેરાપંથી સાધુ અમોલક મુનિજી કેટલાય દિવસોથી લાહોરમાં છે. તરત જ કેટલાક યુવાનોને જવાબદારી સોંપી કે તેઓ કૅમ્પના અધિકારીઓ સાથે વાત કરે અને મુનિને શોધીને અહીં લઈ આવે. અમોલક મુનિને પોતાની સાથે લઈને, ગુજરાંવાલાથી આવેલ આ સંઘે ૨૭ સપ્ટેમ્બરના રોજ લાહોરથી અમૃતસર તરફ પ્રસ્થાન કર્યું. ભાવડા બજાર, ગુજરાંવાલા મંદિર (હવે ઘર)માં રહેવાવાળા લોકો મૂર્તિઓવાળા ઓરડામાં બૂટ-ચપ્પલ પહેરીને જતા નથી. આ સુંદર પાલખીમાં ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનને શણગારીને મૂકેલો છે. પાકિસ્તાનમાં આ પરિવારને જૈન મંદિરો પ્રત્યે આદરભાવ છે. 回 ૬૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૦ સમાધિમંદિર - ગુજરાંવાલા હું તેમને બીજી કેટલીક બાબતો પૂછવા માગતો હતો, પરંતુ આગળ પણ જવાનું હતું. તેમની રજા લઈ અમે આત્મારામ રોડ તરફ ચાલ્યા. મારા મગજમાં તો આત્મારામજીની સમાધિ ઘૂમતી હતી. મોટરસાઈકલે એક-બે વળાંક લીધા અને અમે મુનિ આત્મારામજીના સમાધિસ્થળે (થાના શાકમાર્ટ) પહોંચી ગયા. બ્રિટિશરોના સમયનો એક મોટો દરવાજો ઘણો જૂનો થઈ ચૂક્યો હતો. બહાર સંત્રી ઊભો હતો. બધું ૬૦-૭૦ વર્ષ જૂનું! મને લાગ્યું કે જાણે સમય ડ્ઝિ થઈ ગયો છે! સંત્રીએ પૂછપરછ કરીને અંદર જવા દીધા. “દર્શની ડ્યોઢી’ સામે એક ખુલ્લું (વધારે લંબાઈવાળું) સહન” (પરસાળ). આખા પરસાળમાં કાળી-સફેદ માર્બલટાઈલ્સોનું ફર્શ, કેટલાક પર નામ તથા રકમ પણ લખી હતી. એવું લાગતું હતું કે આ વિનમ્ર લોકો, ફર્શ પર નામ લખાવીને પોતાના ગુરુનાં ચરણોમાં ન્યોચ્છાવર થવા ઇચ્છતા હોય ! આ ટાઈલ્સોની જીભ હોત તો જરૂર બોલત - “અમારા પર પગ રાખીને ચાલો. તમારા ચરણના સ્પર્શમાં જ અમારું કલ્યાણ છે.” આ આત્મારામજી મહારાજની સમાધિ છે. ૨૦ મે, સને ૧૮૯૬ના સાંજે તેઓનો અગ્નિસંસ્કાર થયો હતો. દેશના ભક્તોએ ત્યાં તેઓનું ભવ્ય, શાનદાર સમાધિસ્થાન બનાવ્યું. દૂધથી પણ સફેદ માર્બલનાં પગથિયાં! સમાધિના મોટા ગોળાકાર ગુંબજની નીચે પહોંચતાં લાગ્યું કે કદાચ આ ક્ષણે આત્મારામજી બોલી ઊઠશે. અંદરની વેદી અને પવિત્ર ચરણપાદુકા સરકારે સુરક્ષા હેતુથી અહીંથી લાહોરના સરકારી મ્યુઝિયમમાં પહોંચાડેલ છે. બહાર ‘સહન” (પરસાળ)ની બન્ને બાજુ ઓરડાવાળા બ્લોક છે. એક બાજુ આ કોમ્પલેક્ષમાં ઘરમંદિર હતું, જેના પાંચ શિખર સહિત મોટો ભાગ ખંડિત છે. ૬ ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો અહીં મધ્યમાં ભગવાન વાસુપૂજ્યની મૂર્તિ હતી અને બાકીના ચારમાં ચરણપાદુકાઓ હતી. અત્યારે તેમાનું કંઈ નથી. અહીંની ભગવાન વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ભારતમાં પાલિતાણાની પંજાબી ધર્મશાળાના મંદિરમાં વિરાજમાન છે. સમાધિસ્થળના મુખ્ય ગુંબજની બન્ને બાજુ બે નાના ગુંબજ છે. સમયે પોતાની અસર દેખાડી છે. જ્યાં સને ૧૯૬૫ સુધી ભારતમાંથી જૈન યાત્રિકો દર વર્ષે આવતા હતા; તે આ પવિત્ર સ્થાન ધીમે ધીમે જીર્ણ થઈ રહ્યું છે. ભારતના જૈન લોકો અને પાકિસ્તાનની સરકારે તીર્થની સંભાળ રાખવી જોઈએ. શ્રી વિજયાનંદ આચાર્યશ્રીની મહાનતાનો વિચાર કરતાં, ખબર નહીં પડી હું ક્યારે પાંચ ફૂટ ઊંચા ચબૂતરાની સીડીઓ ઊતરી ગયો. મેં થોડી તસવીરો ખેંચી તે શિલાની પણ કે જેના પર લખ્યું હતું – ‘સમાધિ શ્રી આત્મારામજી વિજયાનંદ' ૨૦ મે, ઈ.સ. ૧૮૯૬. 回 ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૧ ગુરુકુળ ગુજરાંવાલા મુનિ આત્મારામજી સમાધિસ્થળની ઈમારતની શરૂઆત તો તેઓના સ્વર્ગવાસના આગલા વર્ષથી જ શરૂ થઈ ગઈ હતી, જોકે તેને પૂર્ણ થવામાં પાંચછ વર્ષ થઈ ગયાં, જોકે તેની સાથેના ઓરડાના બે બ્લોક, કૂવો, રેંટ તથા હોસ્ટેલ રૂમ વગેરે લગભગ ઈ.સ. ૧૯૨૪-૨૫ સુધીમાં તૈયાર થઈ ગયાં હતાં. એટલા માટે આત્મારામજીના શિષ્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૯૨૫માં વસંતપંચમીના દિવસે અહીં ગુરુકુળ શરૂ કરાવ્યું હતું. આખા ભારતમાંથી – ખાસ કરીને પંજાબ ક્ષેત્રના જૈન પરિવારોના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા હતા. ૨૦ વર્ષ સુધી ગુરુકુળ ચાલતું રહ્યું. સને ૧૯૪૧-૪૩ મધ્યે અહીંથી લગભગ બે માઈલ દક્ષિણ તરફ જગ્યા લઈને, તેમાં તમામ પ્રકારની સુવિધાઓ તથા નાના મંદિર સહિત નવા કોમ્પલેક્ષમાં ગુરુકુળને શિફ્ટ કરવામાં આવ્યું. ગુરુકુળના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન વખતે તત્કાલીન કશ્મીર રાજ્યના રેવેન્યુ તથા કાયદામંત્રી માનનીય શ્રી ફુલચન્દ મોઘા તથા પંજાબ રાજ્યના નાણાસચિવ શ્રી એલ.સી. જૈન ખાસ પધાર્યા હતા. હવે અહીં કંઈ નથી. લોકોનાં ઘર છે. ગુરુકુળના મંદિરની ભગવાન વાસુપૂજ્યની પ્રતિમા વર્તમાન બિકાનેરના દાદાવાડી મંદિરમાં બિરાજમાન છે. આચાર્ય વિજયલલિતસૂરિજી આ ગુરુકુળ સાથે આચાર્ય શ્રી લલિતવિજયજીનું નામ જોડાયેલું છે. તેઓએ પોતાના ઉપદેશોમાં પ્રેરણા કરીને વિપુલ ધનરાશિ ગુરુકુળ માટે મોકલાવી. આચાર્ય શ્રી લલિતવિજયજીનો જન્મ ગુજરાવાલા પાસે ભાખડિયા ગામમાં એક બ્રાહ્મણ સોનીને ત્યાં થયો હતો. પિતા દૌલતરામે તેમનું નામ લછમનદાસ પાડ્યું. પિતાના મિત્ર ભક્ત બુડામલ જૈનના સમાગમથી તેઓને જૈન સાધુઓની ૬૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સંગત મળી. આચાર્ય વિજયવલ્લભસૂરિ પાસે દીક્ષા લેતાં તેઓનું નામ લલિતવિજયજી પડયું. સને ૧૯૩૬માં તેઓશ્રીને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ. પંજાબ અને વિશેષરૂપે મારવાડમાં શિક્ષણપ્રચાર તથા નવી સ્કૂલ-પાઠશાળાની સ્થાપના તે તેઓનાં મહાન કાર્યો છે. ઈ.સ. ૧૯૪૯માં ખુડાલામાં તેઓશ્રીનો દેહાંત થયો. ફાલના મુકામે તેઓશ્રીની સ્મૃતિ જળવાઈ રહી છે. રાત્રિના અંધારામાં સમાધિનો ગુંબજ નજરથી હટતો નહોતો. મારી સામે લાહોરના મ્યુઝિયમનું તે દશ્ય હતું – 'गुजरांवाला से मिलने वाले श्री आत्माराम के कदमों के निशान' નોંધ : બાબુ દીનાનાથ જૈન (જેલમવાળા) જેઓ હિન્દી, ઉર્દૂ તથા અંગ્રેજીના જાણકાર હતા. તેઓને ગુરુકુળના રેજિડેન્ડ-સુપરિટેન્ડેટના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ગુજરાવાલા જૈનોએ ખૂબ સારો વિકાસ કર્યો હતો. તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસના જ્ઞાતા તેમ જ લેખક શ્રી હીરાલાલ દૂગડ, કવિ ખુશીરામ દૂગડ, કપૂરચંદ મુન્હાની, દેવરાજ મુન્હાની, ગુરુભક્ત લાલા માણેકચંદ, લાલા કપૂર શાહ, રાયસાહેબ પ્યારાલાલ, લાલા દીવાનચંદ, જ્ઞાનચંદ, લાલા લાભચંદ, લાલા પન્નાલાલ, ગુશાહ, ચુનીલાલ, રિખબદાસ, સરદારીલાલ, ચરણે શાહ, કુન્દન શાહ તથા સ્વતંત્રતા સેનાની શ્રી તિલકચંદ તિરપંખિયા વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. 回 ૬૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૨ પાકિસ્તાનનાં જૈન મંદિરો કિલા સોભાસિંહ ટેબલ પર પડેલાં પ્રાચીન વિવરણ, પુસ્તકો અને કેટલાક જિલ્લાના પ્રાચીન ‘ગજેટિયર’ કદાચ મને કંઈ કહેવા માગતાં હતાં. તેમને જોતાં જોતાં સને ૧૯૨૦નો સિયાલકોટ જિલ્લાનો ‘ગજેટિયર' મારા હાથમાં હતો અને અચાનક તેમાં ‘કિલા સોભાસિંહ'માં એક જૈન શ્વેતાંબર મંદિરનો ઉલ્લેખ જોવા મળ્યો. તેને બે-ત્રણ વાર વાંચતાં જાણકારી મળી કે કિલા સોભાસિંહમાં જૈન ધર્મના ૧૦મા તીર્થંકર શ્રી શીતલનાથનું ખૂબ શાનદાર મંદિર હતું. નારોવાલ તરફ જતી સડક પરથી અમે કિલા સોભાસિંહ પહોંચ્યા. ગાડી રેલવે-સ્ટેશને ઊભી રહી. અહીંનું સ્ટેશન સ્વચ્છ હતું. સારું શહેર છે. અહીંના બજારની દુકાનો, ભીડ, ગાડીઓ, વિદ્યાર્થીઓની શાળા આ બધું જોતાં જોતાં અમે આગળ વધી રહ્યા હતા કે મંદિરનું ખૂબ ઊંચું શિખર દેખાયું. આખા શહેરની હવેલીઓ, મકાનો કરતાં પણ શિખર ઊંચું હતું. ઉપરનો કળશ તૂટી ગયો હતો. પંજાબનાં અન્ય જૈન મંદિરો કરતાં અહીંનાં શિખરની બનાવટ જુદા પ્રકારની અને સુંદર હતી. ચોરસ શિખરના ખૂણા અને સંતરાની અંદર પેશીની જેમ દરેક દિશામાં બે-બે એટલે કે કુલ ૧૨ ભાગમાં (સ્તર)માં ઊંચાઈ લેતું શિખર વીતેલા સોનેરી યુગની કથા બતાવી રહ્યું હતું. પૂછતાં પૂછતાં મહોલ્લો બ્રાહ્મણા કે જે હવે મહોલ્લો શેખાં છે ત્યાં પહોંચ્યાં. હવે અમે મંદિરના દરવાજા પાસે હતા. બે સદી પહેલાંની મોટી ઇંટો તથા ચૂનાથી બનેલી દીવાલ વચ્ચે ખૂબ જના, તૂટેલા દરવાજામાંથી અંદર પહોંચ્યા. દરવાજામાંથી દાખલ થતાં બીક લાગી કે કદાચ તે હમણાં તૂટી પડશે ! અંદર ઇંટોની દીવાલો હતા. મૂર્તિસ્થાનની બારશાખ (ટોડલો) ઇંટ તથા ચૂનાથી બનેલી હતી. છત જોઈ તો તે પણ ઇંટ તથા ચૂનાથી, કોઈ બીમ કે સહારા વિના ગુંબજની જેમ ગોળાઈ લેતી બનેલી હતી. છતનું ગુંબજ હજુ સુધી ૬૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો -- -- મજબૂતાઈથી ઊભું હતું. જૈન તીર્થંકર ભગવાન શીતલનાથના આ મંદિરની પ્રતિષ્ઠા શ્રી બુદ્ધિવિજયજીએ કરાવી હતી. કિલા સોભાસિંહના એક ધનાઢય પરિવારે પોતાના બુઝુર્ગ શ્રી સદાનંદજી તિરપંખિયા ઓસવાલ ભાવડાની યાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ મંદિર ખૂબ જ મનોહર અને આકર્ષક હતું. એક ગ્રંથમાં તેને દેવવિમાન જેવું સુંદર કહેલ છે. ઈ.સ. ૧૯૪૧માં જૈન આચાર્ય વિજય-વલ્લભસૂરિજી નારીવાલથી વિહાર કરી યાત્રાસંઘ સાથે આ મંદિરના દર્શનવંદન હેતુ પધાર્યા હતા. કિલા સોભાસિંહનું આ મંદિર બનાવનાર તથા પૂજા કરનારાઓ વગેરે અંગે વિશેષ માહિતી માટે હવે અમને કોઈ અહીંના બુઝુર્ગ - મૂળ નિવાસીની શોધ હતી. બે-ત્રણ દુકાનદારો સાથે વાત કરતાં આખરે ૭૦-૭૫ વર્ષની એક વ્યક્તિ મળી ગઈ, જે અહીંની કારભારી તરીકે રહેલ. તેમણે કહ્યું કે, આ જૈન ભાવડાઓનું મંદિર છે. પહેલાં માત્ર એક મોટો ભાવડા પરિવાર હતો. જૈન સાધુઓનું અહીં આવાગમન થતું રહેતું. મારા પિતાજી-દાદાજી કહેતા હતા કે, કિરપશાહ ભાવડા તિરપંખિયાની ઘણી જમીન-જાયદાદ હતી. તેઓ સરકારી ઠેકેદાર હતા. આ કિરપશાહના બુઝુર્ગોએ આ મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૧૯૪૭માં પોતાનું ઘર અને મંદિર છોડીને તેઓ ભારત ચાલ્યા ગયા હતા. હવે આ મંદિર ખાલી છે. અહીં કોઈ રહેતું નથી. કિલા સોભાસિંહના જૈન શ્વેતાંબર મંદિરની પાકિસ્તાની પંજાબના અતિપ્રાચીન મંદિરોમાં ગણતરી થઈ શકે. ફર્શ, દીવાલો, મૂર્તિસ્થાન - ક્યાંય પણ સંગેમરમર ન હોવા છતાં કારીગરોએ તેને ખૂબ પાકું અને ખૂબ સુંદર બનાવ્યું હતું. ઉપરના છત પર જઈને અમે મંદિરના શિખર, કળશ અને પછી ઈંટો અને ચૂનાથી બનેલ દીવાલો, બીમ વગર બનેલા છતના ગુંબજના ફોટા પાડ્યા અને આગળની સફર શરૂ કરી. ૬ ૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૩ કિલા દીદારસિંહ ... નો રસ નીત .. ગુજરાવાલાથી પશ્ચિમમાં લગભગ ૩૦-૩૩ કિ.મી. દૂર, તે સમયના મશહૂર વેપારી મંડી (બજાર) કિલા દીદારસિંહના શ્વેતાંબર જૈન મંદિરની શોધમાં ખૂબ ઇચ્છા હોવા છતાં પણ હું ખુદ ના જઈ શક્યો. આમ તો ત્યાંના મંદિરની સુંદરતા, અનોખી શાન અને પછી ઇ.સ. ૧૯૯૨માં ધાર્મિક ઝનૂનના પ્રહારો વિશે મેં ઘણું સાંભળ્યું હતું. આખરે એક દિવસ મેં ફેસબુકમાં મારો સંદેશ મૂક્યો – ‘કિલા દીદારસિંહમાં રહેવાવાળા સજ્જનો મારો સંપર્ક કરે. મિત્રોના ઉત્તરો મળવા લાગ્યા. તેમાંથી એક ઉત્તર મારા જાણીતા મિત્ર સલમાન રફીકનો પણ હતો. ઉત્તર માત્ર એટલો જ હતો – “મુહમ્મદ મિજાનુલહક'. તેનો ફોન પર સંપર્ક કરવા જતો હતો ત્યાં તેનો જ ફોન આવ્યો. મેં તેને કહ્યું કે, તારા શહેર - કિલા દીદારસિંહમાં હું જૈન મંદિરની શોધ કરું છું. આ મંદિર ભાવડાબજાર, ભાવડા મહોલ્લા અથવા કોઈ ભાવડા ગલીમાં હોઈ શકે.' બીજા દિવસે મિજાને કહ્યું, ‘કમાલ થઈ ગઈ. હકીકતમાં અમારા વિસ્તારમાં ઘણા મંદિરો અને એક મોટું ગુરુદ્વારા હતું. આ તમામ બાબરી મસ્જિદના વિવાદમાં તોડી પાડવામાં આવ્યાં. હવે આ મંદિરોની શોધ ખૂબ મુશ્કેલ છે અને જૈનો કે ભાવડાઓના મંદિરની શોધ તો વિશેષ કઠિન છે. કેટલાક દિવસો પછી મિજાનનો ફોન આવ્યો, “સર, મંદિર મળી ગયું છે. આખી ગલીનું નામ ભાવડા ગલી છે. તેણે કહ્યું કે, ગલીમાં આઠ-નવ મકાનો ભાવડાઓનાં હતાં અને સાથે એક જૈન મંદિર પણ છે. મકાનો, હવેલીઓ અને તેની બનાવટ તેમ જ ઊંચાઈ પરથી લાગે છે કે, અહીંના ભાવડા પરિવારો સુખી અને સમૃદ્ધ હતા. મેં તેને કહ્યું કે, આ જૈનોના ૧૨મા તીર્થંકર ભગવાન વાસુપૂજ્યનું મંદિર છે, જેનું ઈ.સ. ૧૮૬૬માં નિર્માણ થયું હતું અને જૈન સાધુ મુનિ બુદ્ધિવિજયજી (બુટેરાયજી)એ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. જૈન મંદિર મિજાને જણાવ્યું કે આ મંદિર બહારથી ખૂબ સુંદર, ઊંચી અને શાનદાર Page #96 -------------------------------------------------------------------------- ________________ ----- પાકિસ્તાનનાં જૈન મંદિરોહવેલી જેવું લાગે છે. અંદરના ભાગમાં પૂજાસ્થાન, મંદિરના કળશ અને શિખર હતાં. તે બધું સને ૧૯૯૨ ડિસેમ્બરમાં તોડી નાખવામાં આવ્યું. હવે અહીં ભારતમાંથી આવેલા પરિવારો રહે છે. તે લોકોએ મંદિરની બહારનો ભાગ એમનો એમ જ રાખ્યો છે. આ જૈન મંદિર જ છે એવી ઓળખ થઈ શકે છે. મિજાને તે ગલીનાં મકાનો, હવેલીઓ અને જૈન મંદિરોના ફોટા લીધા. આખી ભાવડા ગલી આજે પણ સુંદર દેખાય છે. બ્રિટિશકાળમાં બનેલી ઈમારતોની જેમ અતિસુંદર મંદિરનું બિલ્ડિંગ, દરવાજાના પિલર પર ઝાંખીવાળા રોશનદાન, દરેક પીલર પર નાગદેવતા જેવાં ફૂલ, ચિત્રકળાથી યુક્ત દિલહર વિશાળ ઈમારત ! બહાર એકસમાન ચાર મોટા પ્રવેશદ્વાર. મુખ્ય પ્રવેશદ્વારના ઊંચા ફર્શ પર ચઢવા માટે ગલી તરફ લાગેલી પથ્થરની શિલાઓ! કોણ જાણે કેટલાંય સાધુ-મુનિ મહારાજ તથા પૂજા-ઉપાસના કરનારા લોકો આ પ્રવેશદ્વાર થકી મંદિરમાં ગયાં હશે! ઈ.સ. ૧૮૬૬થી ૧૯૪૧ સુધી આ મંદિરની રોનક હતી. ઉત્સવો પણ થતા. આરતી, ભક્તિ વગેરે પણ થતાં. આજે સન્નાટો છવાયેલો છે. હવે તે કોઈકનું ઘર છે. ભગવાનનું ઘર હવે માનવીનું ઘર છે ! અંગ્રેજોના રાજમાં અનેક પરિવર્તનો થયાં. પંજાબના આ ભાગમાં રેલવે, સડકો તથા લશ્કરી છાવણીઓની જાળ બિછાઈ ગઈ. વ્યાપારી બજારોની દશા પણ બદલાઈ ગઈ. નવા કારોબારી કેન્દ્રો બન્યાં અને જૂનાં બજારો શાંત થવા લાગ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪-૧૯૧૮)નો પણ પ્રભાવ પડ્યો. કિલા દીદારસિંહના કસ્બાની પણ આવી જ હાલત થઈ. શાહુકારના ધંધા પણ બેંકોએ લેવાનું શરૂ કર્યું. હાલતની મજબૂરીએ પલાયનને જન્મ આપ્યો અને મોટા ભાગના જૈન લોકો પાસેના મોટાં શહેરો, ગુજરાંવાલા વગેરેમાં વસવા લાગ્યા. મોટી ઉંમરવાળા જૂના જમાનાના લોકોને શેઠ મધ્યાદાસ ભાવડાનું નામ હજુ સુધી પણ યાદ છે. ઈ.સ. ૧૯૪૦-૪૧માં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિએ બધી બાબતોનું ધ્યાન રાખીને કિલા દૌદારસિંહના મંદિરની પ્રતિમાઓને ગુજરાવાલામાં, ગુરુકુળની નવી ઈમારતના ઘરમંદિરમાં સ્થાપિત કરાવી. ફરી દેશ-વિભાજનના સમયે ભગવાન વાસુપૂજ્યની આ પ્રતિમા બિકાનેરની જૈન દાદાવાડીમાં બિરાજમાન કરવામાં આવી. અહીંના મંદિરનાં શંખ અને ઘંટનો અવાજ આજે પણ જાણે અનંતથી ધ્વનિત થઈ રહ્યો છે ! 'उनको ही मिलता है वो, जो उसके है मीत ।' Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૪ પાકિસ્તાનનાં જૈન મંદિરો રામનગર - જે હવે બન્યું છે રસૂલનગર લાહોરથી રામનગર જવા માટે પ્રથમ ગુજરાવાલા જવું પડે છે. આ સફરમાં મારી સાથે અહસાન અલી હતો. અમે બન્ને એક કૉચની આગળની સીટ પર બેસી ગયા. સીટ પર કેટલીક સ્ત્રીઓ અંદરોઅંદર વાતો કરી રહી હતી. તે વાતોમાં મને સચ્ચાઈની સુગંધ આવતી હતી. તેઓ કહી રહી હતી – ‘ધરતીનાં સંતાન તે હોય છે જે ધરતીને માતા માને, તેનું દૂધ પીવે અને તેના વક્ષ (છાતી) પર સૂઈ જાય. જે માતાઓને માતૃત્વ પ્રાપ્ત નથી થયું તેમને એ ખબર નથી હોતી કે માતાના સ્તનમાં દૂધ કેવી રીતે ઊતરે છે અને સંતાનને દૂધ પીવડાવવાનો સંતોષ અને આનંદ શું હોય છે !' ગાડી ચાલતી હતી અને હું મારા ખ્યાલોમાં માતા અને ધરતીનો સમન્વય કરતો હતો. ૬૫ કિ.મી.ની સફર ખેડી અમે ગુજરાવાલા ઊતર્યા. આ ઐતિહાસિક શહેર આજકાલ લોખંડના કારોબારનું બજાર છે. અહીંથી અમે અલીપુરની બસમાં બેઠા, જે અહીંથી ૩૯ કિ.મી. દૂર છે. હું આ અગાઉ બે વાર રસૂલનગર આવી ચૂક્યો હતો. પહેલી વખતે પી.ટી.વી.ની ટીમ સાથે એક ડોક્યુમેન્ટરી બનાવવા અને બીજી વાર રસૂલનગરના જૈન મંદિરની ફોટોગ્રાફી કરવા આવ્યો હતો. અલીપુરને મુસલમાન લોકો અલીપુર અને હિન્દુ શીખ તેને અકાલગઢ કહે છે. આમ તો રામનગર હવે રસૂલનગર બની ગયું છે. અકાલગઢના ગવર્નર મૂળરાજે અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો. લડાઈમાં મૂળરાજ પકડાઈ ગયો. ત્યારે મુલતાનનો કિલ્લો અને ભક્ત પ્રહ્લાદનું મંદિર પણ બરબાદ થઈ ગયું. અકાલગઢથી રામનગર લગભગ ૧૫ કિ.મી. દૂર છે. રિક્ષાએ રામનગર પહોંડાચી દીધા. એક ખુલ્લું બજાર કે જેની બન્ને બાજુ દુકાનો તો છે, પણ વેરાન લાગતી હતી. આમેય આ શહેર કેટલીય વાર વેરાન બન્યું અને કેટલીય વાર ૭૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ ------- પાકિસ્તાનનાં જૈન મંદિરો વિકસિત થયું છે. દૂરથી રામનગરના જૈન મંદિરના શિખર તથા કળશ દેખાયાં. ધીરે ધીરે અમે આ મંદિરના ચોક સુધી પહોંચ્યા. આધેડ અને મોટી ઉંમરવાળી કેટલીક વ્યક્તિઓ અમને ધ્યાનથી જોઈ રહી હતી. ‘ભાઈસા'બ, આ હિન્દુઓનું નહીં, આ તો ભાવડાઓનું મંદિર છે. તેઓ જૈન કહેવાતા. તમે ક્યાંથી આવો છો ?' “અમે લાહોરથી આ મંદિરને જોવા આવ્યા છીએ.' “આ મંદિરને હવે શું જોવાનું એ તો ઈ.સ. ૧૯૪૭ પહેલાં જોવાલાયક હતું. ત્યારે તેની અનોખી શાન હતી. તે ખૂબ મોટું હતું અને તેમાં લગભગ ૩૦ ઓરડાઓ હતા. અત્યારે તો આને માટીનો ઢગલો જ સમજો. જ્યારે તે પડશે ત્યારે લોકો તેની ઈંટો પોતાના ઘરોમાં લગાવી દેશે. પછી ભુલાઈ જશે કે અહીં કોઈ મંદિર હતું.' - જ્યારે તે લોકો ચાલ્યા ગયા ત્યારે અમે તેના ખૂણેખૂણા લગાવપૂર્વક જોયા. તેની દીવાલો ફૂલો, છોડવાઓથી ભરેલી રહેતી. દરવાજા પાસે પેઈન્ટિંગ કામ ખૂબ મનોહર લાગતું હતું. છત પર ગોળ તથા ચોરસ આકારના નાના-નાના અનેક કાચ લગાડેલા હતા. તે કાચ ક્યારેય ગણી શકાયા નથી પણ તે ભૂલાતા પણ નથી ! આને લોકો જૈન મંદિરવાળો ચોક કહેતા. તેની સાથેની પાંચ ગલીઓ ભાવડાઓના મહોલ્લા તરીકે ઓળખાતી અને આ પૂરો વિસ્તાર સુહાગપુરા તરીકે ઓળખાતો. મંદિરનો દરવાજો સડકથી ત્રણ ફૂટ ઊંચાઈ પર હતો. લાગતું હતું કે, આ મંદિરનો મુખ્ય દરવાજો નથી, તે તો બીજી બાજુ ગલીમાં છે. અંદર પહોંચતાં જ એક વરંડો આવે છે. આગળ ડાબા હાથે પગથિયાં છે. વરંડા અને મંદિરની પરિક્રમાથી આગળ મંડપ છે. તેનાથી આગળ ખૂબ મોટો નવ ઓરડાવાળો સાધુ-સાધ્વીજીઓ માટે ઉપાશ્રય હતો. અત્યારે આ બધું નષ્ટ થઈ ચૂક્યું છે. ગલીવાળા દરવાજાથી વરંડામાં આવતા એવું લાગતું હતું કે હજુ થોડા વખત પહેલાં બોમ્બવર્ષા થઈ છે. અમારા પગ જમીન કે ફર્શ પર નહીં પરંતુ ઇંટો, માટીના ઢગલા પર હતા. સંગેમરમરની શિલા પણ એ ઢગલામાં હતી, જેના પર હિન્દી અથવા સંસ્કૃતમાં કંઈક લખ્યું હતું. ૭ ૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો------ કેમેરાના ફલૅશથી ચામાચીડિયાં પાંખો ફફડાવવા લાગ્યાં. એવું લાગ્યું કે આ મંદિરની રખેવાળી કરનારી કોઈ આત્મા હોય ! મેં છતને ધ્યાનથી જોઈ - એકદમ ઉદાસ છત પર લાગેલ લાકડાની પટ્ટીઓમાં તિરાડો પડી હતી. આ બધી કરચલીઓ મારી આંખો દ્વારા અંદર ઊતરવા ઇચ્છતી રહી હતી. विस्सर बहाराँ गइयाँ, साडे अंग तरेडां पइयाँ ॥ અર્થાત્ વસંત હવે અમારી સાથે રિસાઈ ગઈ છે. અમારા શરીરમાં પણ કરચલીઓ પડી ગઈ છે. લગભગ ૩ ટ પહોળી ગોળ સીડીઓ. કુલ પચ્ચીસ પગથિયાં. પછી આવ્યો દરવાજો. પગથિયાં એટલાં ખરબચડાં કે પગ ઘસાતા હતા. ઉપર જઈને મને એવું લાગ્યું જાણે કોઈ સૂતેલા અંધને જગાડ્યો હોય ! આખું મંદિર પહેલા માળ પર જ હતું. સાથે આવેલો છોકરો દીવાલો પરની ચિત્રકળા અને ફ્રેસ્કોઝ' શોધી શોધીને અમને બતાવી રહ્યો હતો. મૂર્તિસ્થાનવાળા ઓરડાનાં દ્વાર પર બનેલાં ફૂલ, વેલીઓ અને છોડવાના ફેસ્કોઝ'માં હજુ પણ ક્યાંક ક્યાંક જીવ હતો. એક ચિત્રકળા જોઈને તો આશ્ચર્યચકિત થઈ જવાય છે. એક જ ચિત્રમાં ૨૪ તીર્થકરોનાં ૨૪ ચિત્રો અલગ અલગ મંદિરોમાં મૂકવામાં આવ્યાં હતાં. તે બધાંની આજુબાજુ પૂજા-ભક્તિ કરવાવાળાઓ પણ બતાવવામાં આવ્યા હતા. સાથે જ સજાવટ માટે રસ્તા, વૃક્ષો, ફૂલ, અનેક પ્રકારના રંગ અને સોનેરી ચમક સાથે ચિત્રિત હતાં, પરંતુ હવે તેના સ્તર ઉખડવાના શરૂ થઈ ગયા હતા. એક દીવાલ પર રંગો અને સોનાના પાણીથી વિશાળ સિદ્ધચક્ર બનેલું હતું. સૌથી ઉપરના માળે પહોંચીને શિખરને જોયું. બુલંદ શિખરે અનેક લોકોને સન્માર્ગ બતાવ્યો હશે. ૧૫૦ વર્ષ પહેલાં (વિ.સં. ૧૯૨૪, ઈ.સ. ૧૮૬૭)માં બનેલી ઈમારતના આજના સ્વરૂપને, તેના બચેલા ખૂણાઓ, ઇંટો, પથ્થરોને જોડીને માનવી તેના વૈભવનો અંદાજ લગાવી શકે છે. શિખર તથા કળશ કાળા પડી ચૂક્યાં હતાં, પરંતુ કારીગરીના શ્રેષ્ઠ નમૂના હતા. શિખરના મૂળના ચાર ખૂણામાં ચાર લઘુશિખર હતાં, જેમાંનું એકાદ જ બચ્યું છે. મુખ્ય શિખરને કમળના પાંદડાંઓ થકી ઉઠાવવામાં આવ્યું હતું. સૌથી પ્રથમ ચાર આરા હતા. પછી ત્રણ શિખરોનાં સ્વરૂપ મુખ્ય ૭૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો શિખરમાં સમાઈ જતાં હતાં. સૌથી ઉપર ચતુર્મુખ મૂર્તિઓ હતી. ધ્વજાનો દંડ પણ લાગેલો હતો. શિખરની છત પર પણ સંગેમરમરથી કળાકારીગીરી કરાઈ હતી. પંજાબમાં ધર્મક્રાંતિના પ્રથમ પ્રવર્તક મુનિ શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી)એ પશ્ચિમ પંજાબમાં ૬-૭ મંદિરો બંધાવ્યાં તથા તેમની પ્રતિષ્ઠા પણ કરાવડાવી. રામનગરમાં અત્યંત ચમત્કારી ચિંતામણિ પાર્શ્વનાથનું ખૂબ વિશાળ અને ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. અહીંના જૈન ભાવડા લોકો ખૂબ સમૃદ્ધ હતા. રામનગરની દેન : મુનિશ્રી બુદ્ધિવિજયજીના ગુરુભાઈ શ્રી વૃદ્ધિવિજયજી (અગાઉનું નામ કૃપારામ; ઓસવાલ ગાદિયા ગોત્ર) રામનગરના હતા. તેઓના શિષ્ય વિજયનેમિસૂરિજી થઈ ગયા. એ રીતે શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય શ્રી વિજય ઉમંગસૂરિજીનો જન્મ પણ રામનગરના ઓસવાલ ગાદિયા કુળમાં થયો હતો. અમે લોકો બહાર આવી રહ્યા હતા. લાગતું હતું કે અમારું કદ નાનું અને મંદિરનું કદ ઊંચું થઈ રહ્યું છે. સુહાગપુરા હવે વિધવાનગર લાગતું હતું. જૈન સ્થાનક ઃ રામનગરનું જૈન સ્થાનક હવે કોઈકનું નિવાસસ્થાન છે. ઈમારતનું બધું બદલાઈ ચૂક્યું છે. ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર, રામનગરની પ્રશસ્તિ ઃ अब मोहे पार उतार, चिंतामणि, अब मोहे पार उतार, रामनगर मंडन दुख खंडन, अवर ना कोई आधार ॥ आस-पास प्रभु अजित जिनेसर, मुनि सुव्रत चित्त धार, चन्द्रप्रभु श्री वीर जिनेसर, शासन के सिरधार | संवथ भुवन भुवन निधि दधिसुत, अश्विन मास अतिसार, कर्मवाटी प्रति पदि गुण गाया, आतमराम उद्धार ।। (૧) ગુજરાતની એક ધાર્મિક વૃદ્ધ શ્રાવિકા, પોતાના પરિવારના બુઝુર્ગો (વૃદ્ધો) દ્વારા સુરિક્ષત રખાયેલી, ખૂબ સુંદર, પ્રભાવક, શુદ્ધ પન્ના (રત્ન)ની શ્રી સ્તમ્ભન પાર્શ્વનાથની એક મૂર્તિ મુનિ શ્રી બુદ્ધિવિજયજી સમક્ષ લઈને આવી. મુનિશ્રીએ આ મૂર્તિને રામનગરના ગાદિયા ગોત્રીય પરિવારના શ્રી ગંડૂશાહને સુરક્ષા તેમ જ સંઘ દર્શનાર્થે સોંપી. કાલાંતરમાં આ પરિવાર ખાનકા ડોગરા તથા પાકિસ્તાન બનતાં લુધિયાણામાં આવ્યો. પન્નાની આ પ્રતિમા તેઓની પાસે સુરિક્ષત છે. (૨) રામનગરના ભાવડા પરિવારના એક શ્રાવક, બુઝુર્ગ (વૃદ્ધ)મહારાજા રણજિતસિંહના શાસનમાં નાણા વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. (૩) રેલમાર્ગ, સડકો, નવા બજારો તથા લશ્કરી છાવણીઓ વગેરેને કારણે રામનગરના અનેક જૈન પરિવારો પણ તે નવા સ્થળે જઈને વસ્યા. 回 ૭૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ -- ---પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૫ પપનામાં (પથનારવે મેં તુમ રવ, સુવિથ નિન ત્રાતા) વેરાન માટીનો રંગ સુવર્ણ બની જાય છે. આ રંગ એક જ દિવસમાં નથી બદલાતો, રંગ બદલાતાં સદીઓ વીતી જાય છે અને ક્યારેક તે વેરાન ઢગલામાંથી કથા, કિસ્સા, વાર્તાઓ પણ મળી જાય છે. આવી કેટલીય કહાનીઓમાં લોકો શ્વાસ લે છે. પપનાખા અથવા પીપાનગરી ક્યારેક ઉદયનગરી કહેવાતી હતી. સિયાલકોટના રાજા સલવાનની પત્ની અચ્છરાં કે જે પૂર્ણભગતની માતા હતી, તે આ ઉદયનગરીના રાજાની પુત્રી હતી, જે પુત્રને જન્મ આપીને પણ સંતાનવિહોણી કહેવાઈ ! તેની કૂખ જ કહાની (કથા) બની ગઈ. લાહોરથી ગુજરાવાલા પસાર કરતાં ૨૦ કિ.મી. સફર પછી અમે પપનાખા પહોંચ્યા. પપનાખા એક નાનકડો ઐતિહાસિક વિસ્તાર છે. નાનકડી એક નહેરને પાર કરીને કબાની મધ્યમાં એક ચોક હતો ત્યાં અમે ગાડી રાખી દીધી. ચોકમાં બે-ત્રણ નાની-નાની દુકાનો હતી. અમને ગાડીમાંથી ઊતરતા જોઈ કેટલાક લોકો ઉત્સુકતાપૂર્વક અમને જોવા લાગ્યા. કદાચ અમે તેમના માટે અજાણ્યા હતા. ગલીમાં આગળ વધ્યા. ચોકથી જ જમીનની ઊંચાઈ શરૂ થવા લાગી. આ ઊંચાઈ કોઈ નદીની માટીને કારણે નહોતી, પરંતુ ઘણાં વર્ષોની આબાદીના કાટમાળના કારણે હતી. ખબર નથી કેટલીય કુદરતી આફતો, કેટલાય ભૂકંપોને કારણે બરબાદી થતી રહી છે. આ વીતી ગયેલી સદીઓ પર આસીન પપનાખાનું જૈન મંદિર, જે અમારી બિલકુલ સામે હતું. જૈન મંદિર : દૂધથી ધોયેલું, સફેદ ચાંદી જેવું મંદિર ! ધરતીને હમણાં ખૂંધ ન નીકળી હોય ! હવે અમને મંદિરનું દર્શનીય દ્વાર નજરે પડતું હતું. જમીનથી બે સીડી ઊંચું દ્વાર હતું. લગભગ ૬ ફૂટ પહોળાઈ અને ૮ ફૂટ ઊંચાઈ, મોટી લાકડાની ચૌખટ ૭૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો –---------- અને મજબૂત તખ્તા હતા. ચૌખટની ઉપર ભગવાન મહાવીરના લાંછન એવા બે સિંહ, દીવાલમાંથી ઉપસેલા અને સિમેન્ટના બનેલા હતા, પણ ત્યાં હતો લોઢાનો મોટો કંડો અને મોટું તાળું. તાળાને કાટ લાગ્યો હતો, જાણ અહીં કોઈ આવ્યું જ ન હોય! અમારી મુશ્કેલી વધી. ગલીમાં કોઈ વ્યક્તિ દેખાતી નહોતી. અમે મંદિરની દીવાલે ચાલવા લાગ્યા ત્યારે એક બુઝુર્ગ (વૃદ્ધ) દેખાયા. નમસ્કાર કરીને અમે પૂછ્યું, “અમે લાહોરથી આ મંદિર જોવા આવ્યા છીએ. તેનો દરવાજો ખૂલી શકે ખરો ?' ‘દ્વારની ચાવી જેમની પાસે છે તેઓ બહારગામ ગયા છે.' કોઈ એવો ઉપાય ખરો કે અમે તેની છત પર જઈ ત્યાંથી તેનાં ચિત્ર બનાવી શકીએ ?' “હા, તમે આ નવી બનતી ઈમારત પર જાઓ, તેની છત મંદિરના છતથી જોડાયેલી છે.” તે બુઝુર્ગ અમારી સાથે નવી ઈમારતના પગથિયાં ચડવા લાગ્યા. અમે પાછળ હતા. ઈમારતની છત તો મંદિર સાથે જોડાયેલી હતી. હું ત્યાંથી મંદિરના શિખર અને કળશનાં ચિત્રો દોરવા લાગ્યો. એટલામાં પેલા બુઝુર્ગ દીવાલ ઓળંગીને મંદિરની છત પર પહોંચી ગયા. મંદિરની ઈમારત અમને બહુ મજબૂત લાગી. બુઝુર્ગે કહ્યું કે, આનાથી આગળનું મકાન મારું છે. ઈ.સ. ૧૯૪૭ પહેલાં એ કોઈ ભાવડાઓનું હતું. આ મંદિરવાળો મહોલ્લો છે. તે ભાવડાઓના મહોલ્લા તરીકે પણ ઓળખાતો. આમેય આખો વિસ્તાર ભાવડાઓની ગલી તરીકે જ ઓળખાતો હતો. આ મંદિર પણ ભાવડાઓનું હતું. આ મંદિરના નામની એક શિલા બહાર લાગેલી હતી. તેમાં અંગ્રેજીમાં લખ્યું હતું - 'Jain Shvetamber Mandir'. 'Lord Suvidhinath'. ૭૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- મંદિરના એક ખૂણામાં સીડી બનેલી હતી, જેનું દ્વાર ખુલ્લું હતું. અમને મંદિરમાં જવાનો રસ્તો મળી ગયો. મેં આ વિશે બુઝુર્ગને વાત કરી તો તે કહેવા લાગ્યા, અંદર જશો નહીં. ત્યાં દુર્ગધ અને અંધારું છે. ક્યાંક કોઈ જીવ-જંતુ કરડી ન જાય !' તેમની વાત સાંભળ્યા વિના અમે પગથિયાં ઊતરવા લાગ્યા. એક-એક પગથિયાં સાથે દુર્ગધ અને અંધકાર વધી રહ્યાં હતાં, પાણી અને માટીની દુર્ગધ ! ઓક્સિજનની અછત લાગતી હતી. મોબાઈલ વડે પ્રકાશ કર્યો તો એક સાપ નજરે પડ્યો. ઉપર ડંખ મારવાવાળી મધમાખીનો મધપૂડો હતો. બેસતાં-બેસતાં પગથિયાં ઊતર્યા. દીવાલ પર લાગેલ ફેસ્કોઝ' (દીવાલમાં નકશીકામવાળા પેઈંટીંગ)અને ચિત્રકળા નજરે પડ્યાં. મને લાગ્યું કે, અમારા આવવાથી કદાચ કોઈ તીર્થકર, આચાર્ય કે મુનિની ધ્યાનસમાધિ ભંગ થઈ ગઈ હશે! મંદિરની દીવાલો પર ઘણા બધાં ચિત્રો હતાં, જે કદાચ આ દુર્ગધથી તડપી રહ્યાં હતાં. મેં સામેની દીવાલ પર પ્રકાશ ફેંક્યો. એક નાનકડો દરવાજો, બિલકુલ સામે હતી વેદીની આર્ચ, જે બતાવી રહી હતી કે આ એ સ્થાન છે જ્યાં ભગવાન સુવિધિનાથ બિરાજતા હતા. મંદિરની મૂર્તિ ક્યાં ગઈ તેની ખબર નથી. ઈમારતની દુર્ગધમાં ઊભા રહેવું હવે મુશ્કેલ લાગતું હતું. હું ફેસ્કોઝ’નાં ફોટો લેવા માગતો હતો, પણ શ્વાસ રૂંધાતો હતો. અમારે બહાર નીકળવું પડ્યું. ધીમે ધીમે ફરી છત પર આવી ગયા. મંદિર, શિખર તથા કળશને ફરી ધ્યાનથી જોયાં. સૂરજની સાથે તેના પડછાયા પણ દિશાઓ બદલે છે. જ્યાં સુધી શિખર પોતાના પગ પર ઊભું છે ત્યાં સુધી આવું થતું રહેશે. જ્યારે તેના પગ થાકી જશે ત્યારે તે માટીનો ઢગલો થઈ જશે. બાબા ગજજાજી. - ઉત્તર-પશ્ચિમ દિશામાં શહેરની બિલકુલ સાથે જૂના ગામના ટેકરા જેવું છે. આ ટેકરો જૂનો છે. આ ટેકરાના પાયા પર પપનાખા વસેલું હતું. એક ખૂણામાં મસ્જિદ છે અને તેમાંથી ૨૦૦-૨૫૦ વાર દૂર જૈન બાબા ગજ્જાનું સ્થાન છે. (૭૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ ---- -પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- - - પપનાખામાં કેટલાક ખાનદાન ભાવડ લોકો રહેતા હતા. લોકવાયકા એવી છે કે, આ ખાનદાનમાં એક સંસ્કારી, ધર્મિષ્ઠ અને લોકપ્રિય બાળક ગજ્જાજી હતા. અત્યંત દર્દસભર પરિસ્થિતિમાં તેમનો દેહાંત થયો. માતાને તેમણે સ્વપ્નમાં કહ્યું કે, “મને માનતા રહેજો.” તેમનું સમાધિસ્થળ અહીં હતું. મેં આ સમાધિસ્થાનને શોધવા પ્રયત્ન કર્યો, પણ મળ્યું નહીં. કદાચ સમયના વહેણમાં ક્યાંક ખોવાઈ ગયું હશે! સફેદમાંથી સુવર્ણ રંગ પણ ધારણ કરી લીધો હોય ! પણ ના, આ બાબા ગજજાજીનું સ્થાન તો આ મંદિર અને ઉપાશ્રયની હદમાં છે, મંદિરની ડાબી બાજુ. આ ઓસવાલ બરડ ગોત્રવાળાના મહાચમત્કારી બાબા ગજ્જાજીનું સ્થાનક છે. જૈન સ્થાનક પપનાખાનું જૈન સ્થાનક નાનું પરંતુ ખૂબ સુંદર હતું. તેમાં એક હૉલ તથા ઓરડાઓ હતા. મુનિ મહારાજનું આવાગમન થતું રહેતું. હવે તે કોઈનું નિવાસસ્થાન છે. બાબા ધમ્માજી પપનાખાના જૈનોમાં દૂગડ પરિવારોમાં ગત સદીમાં થયેલા તેમના પૂજ્ય બુઝુર્ગ બાબા ધમજીની માન્યતા શ્રદ્ધાસહિત ચાલતી આવી છે. ૭૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૬ પાકિસ્તાનનાં જૈન મંદિરો કસૂર કસૂર શહેરની ગલીઓમાં મેં બાળપણના કેટલાંક વર્ષો વીતાવ્યાં હતાં. આજે નાના-નાના કોમળ પગની નિશાનીઓ (પગલાં) હું આ ગલીઓમાં શોધી રહ્યો છું. તે નિશાન તો ન મળ્યાં, પરંતુ ગલીમાં લાગેલી સદીઓ જૂની ‘નાનકશાહી’ ઇંટો પોતાનો ઇતિહાસ બતાવી રહી હતી. કોણ જાણે કેટલાય આક્રમણકારીઓના ઘોડાઓના પગ આ ઇંટો પરથી પસાર થયા હશે ! કસૂરના ‘કોટ રુકનદીન’ના સદીઓ જૂના દરવાજાને ઓળંગી એક લાંબી સૂતેલી ગલી ! હિંદુ માન્યતા અનુસાર લાહોર અને કસૂર શહેરો શ્રી રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશે વસાવ્યા હતા. ‘માન્યતા’થી ‘ઇતિહાસ’ સુધી અને ‘કુશ’થી ‘કસૂર’ સુધીની કથા તેની વચ્ચે કેટલાય યુગો વીતી ગયા હશે ! કસૂરે અનેક ઉતારચઢાવ, અનેક સૂફી, સંત, મહાત્માઓ તથા ગુરુઓને જોયા હશે. કિલ્લાને કોટ કહેવામાં આવે છે. કેટલાય કોટ (કિલ્લા) મળીને આ શહેર બન્યું છે. અહીં એક ‘બાગડકોટ’ છે. હિન્દુઓનું એક ગોત્ર બાગડ છે અને મહોલ્લાનું નામ બાગડિયોનો મહોલ્લો. એક ‘રુકન દીન કોટ’ છે, જે નામથી તો મુસ્લિમ લાગે છે, પણ તેવું નથી. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન અને શીખોનાં ઘર હતાં. બધા વચ્ચે પ્રેમ-સોહાર્દ હતાં. - કસૂરનું જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું આ શ્વેતાંબર જૈન મંદિર કોટ રુકનદીનના મુખ્ય બજારમાં, ગેટના અંદર પ્રથમ ચોકમાં સ્થિત છે. આ ચોક અત્યાર સુધી ‘જૈન ચોક’જ કહેવાય છે. એક ખૂબ મોટી, ખૂબ સુંદર ઇમારત લગભગ ૧૦૦ ફૂટ લાંબી અને ૫૦ ફૂટ પહોળી મંદિરની ઈમારત છે. મંદિર બે માળનું છે. નાનકડા પગથિયાંવાળી સીડીઓમાં તે સમયે થોડું અંધારું હતું. ચઢતાં લાગે છે કે સીડીનાં દરેક પગથિયાં પરસ્પર વાતો કરી રહ્યાં છે - તે કારીગરોની વાતો કે જેમણે - ८० Page #106 -------------------------------------------------------------------------- ________________ ----પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------- તેમને બનાવ્યાં, તે મુનિઓ - સાધુઓની વાતો કે જેઓ આ સીડીઓ પર ચઢતાં ચઢતાં પોતાના આત્માને પણ ઉચ્ચ ભાવોમાં લઈ ગયાં કે જ્યાં આત્મા-પરમાત્માના ભેદ સમાપ્ત થઈ જાય છે અને બન્ને એકબીજામાં સમાઈ જાય છે. अन्दर तूं है बाहर तूं है, रोम रोम विच तूं । હે “દુસૈન વીર સાર્ડ , મેં નાદ સવ સુઇ તૂ - (શાદ હુસૈન) અંતિમ સીડી પછી ખુલ્લી જગ્યા હતી, જ્યાં થોડી રોશની હતી. આ થોડા પ્રકાશમાં મંદિરની સંગેમરમરની ચોખટ સ્પષ્ટ દેખાતી હતી. ખૂબ સુંદર અને મોટી ચોખટના માથે હિન્દીમાં કંઈક લખ્યું હતું, તેમાંથી ઘણું બધું ભુંસાઈ પણ ગયું હતું. ખૂબ પ્રયત્ન કરતાં તે દેરીના માથે લખેલું જે વાંચ્યું તે આ પ્રમાણે છે - "लाला नंदलाल जी दूगड की यादगार में વિહારીસ્ટાઢ, સુવાસ ...” સને ૧૯૪૩માં બનેલા આ મંદિરના પ્રેરક તથા મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર હતા – આચાર્ય વિજયવલ્લભસૂરિજી. તેઓએ સ્યાલકોટ, ખાનકા ડોગરાં, રાયકોટ, સાઢૌરા, સામાના, રોયડ, ફાજિલ્કા, બિનૌલી, લાહોર અને કસૂરમાં જૈન મંદિરોની સ્થાપના કરાવી હતી. અહીં રહેવાવાળા પરિવારના લોકોએ કહ્યું, “આ તે સ્થાન છે, જ્યાં તે ગુરુજીની મૂર્તિ બિરાજમાન હતી.” મંદરિની દીવાલમાં એક ઝરોખો છે જે બે ફૂટ ઊંચો અને ચાર ફૂટ પહોળો છે, જ્યાં અગાઉ તીર્થકર શ્રી ઋષભદેવની મૂર્તિ બિરાજમાન હતી. આજે ત્યાં તે લોકોએ ઘરનાં વાસણો મૂક્યા છે. સંગેમરમરના ઊંચા ચબૂતરા પર કુલ ત્રણ મૂર્તિઓનું સ્થાન હતું. વેદીમાં ખૂબ મનમોહક સફેદ ઝાલર, આર્ટિસ્ટિક, કલાકત્મક મૂર્તિઓનાં દર્શન હેતુ આર્ચ ત્યાંના પાતળા થાંભલા પર ટકેલા હતા. વેદીની છતના માથા પર પણ વેલીઓ તથા ફૂલોની ડિઝાઈન હતી. ત્રણેય મૂર્તિઓના સ્થાનની ઉપર, વેદી પર ત્રણ ગુંબજ હતા. વચ્ચેનો ગુંબજ બાકીના બે કરતાં વૃત્તાકાર તથા ઊંચાઈમાં કંઈક મોટો હતો. મૂર્તિઓનો આ ખંડ, જેને મૂળ ગર્ભગૃહ (ગભારો) કહે છે તેને ઘણા સમય (૮૧) Page #107 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----- --- સુધી જોતા રહ્યા. ત્યાંથી નજર હટાવવાની ઈચ્છા થતી નહોતી. તે દિવસો દરમિયાન કેવું લાગતું હશે કે જ્યારે અહીંના જૈનો સવાર-સાંજ પૂજા-પાઠ કરતા હશે ! ગીતભજન-સ્તવન ગાતા હશે તથા આરતી કરતા હશે! અહીં આજે તે મૂર્તિઓ નથી, પરંતુ આ મૂળ વેદી, દીવાલો તથા છતોએ તો આ બધું જોયું જ હશે ! એક માળની સીડી ચઢી ચુક્યા હતા. હજુ થોડી સીડીઓ ચઢીને છત પર જવાનું હતું. ઉપર ખુલ્લા આસમાનને સ્પર્શ કરતા મંદિરના શિખર તથા કળશ દેખાતાં હતાં. ગરદનને પૂરી ઘુમાવીને તેને જોઈ શકાય છે. સફેદ દૂધ જેવું શિખર જે મંદિરની છતથી લગભગ ૧૦-૧૨ ફૂટ સુધી તો પાકી ઇંટોનું બનેલું છે, તેની ઉપર આ શિખર છે. ચાર ખૂણામાં માર્બલના નાના-નાના ચાર શિખર અને તેની વચમાં મુખ્ય શિખર છે. તળિયેથી વૃત્તાકાર છે. વચમાં ત્રણ શિખરોની બનાવટ અને તેની બિલકુલ ઉપર કળશ છે. કળશ, ધ્વજદંડ હજુ સુધી તેના સ્થાન પર લાગેલા છે. શિખરના મસ્તકે, ચારે દિશામાં બનેલી નાની-નાની ચાર મૂર્તિઓ ઊંચાઈથી ધરતીને, આ શહેરને, નગરજનોને અને સમગ્ર સૃષ્ટિને જોઈ રહી હતી! ઉપર છતથી એક બીજું નાનું ખૂબ જૂનું મંદિર દેખાય છે. ગોળ ગુંબજવાળા આ મંદિરને ‘યતિજીવાળું મંદિર’ કહે છે. આ પણ કોટરુકનદીન વિસ્તારમાં સ્થિત છે. કદાચ તે પ્રારંભિક મુગલકાળ સમયનું હોઈ શકે. કસૂરમાં જૈન સાધુ શ્રી ખિલ્લુ ઋષિએ સંવત ૧૬૪૫ (ઈ.સ.૧૫૮૮)માં ચાતુર્માસ કર્યું હતું, ત્યારે અહીં સમ્રાટ અકબરનું શાસન હતું. ખિલૂ ઋષિજીએ આસો સુદ ૧૩, વિ.સં. ૧૬૪૫માં અને ઉપાસક દશાંગ સૂત્ર’ની પ્રતિલિપિ લખી હતી. પૂજ (યતિજી)નું આ મંદિર લગભગ આ યતિજીના સમયમાં નિર્મિત થયું હશે. એ બહાર આવી ગયા હતા. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આટલું સુંદર અને ઊંચું મંદિર કસૂર શહેરમાં અત્યાર સુધી વિદ્યમાન છે ! મેં એક વાર ફરી મંદિરના કળશને જોયો અને આ મંદિરના પ્રેરક તથા પ્રતિષ્ઠા કરાવનાર મહાન ગુરુ શ્રી વિજયવલ્લભજીને યાદ કર્યા. તેઓશ્રીએ આચાર્ય વિજયાનંદ (આત્મારામજી) પાસેથી તપાગચ્છની મુનિદીક્ષા ધારણ કરી હતી. જૈન-અજૈન ગ્રંથોનું અધ્યયન કર્યું. તેઓ મહાન સમાજસુધારક તથા શિક્ષણ પ્રચારક હતા. અનેક સ્કૂલ, આ ઈિ શકે. ૮૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ -- -----પાકિસ્તાનનાં જૈન મંદિરો ---- કૉલેજો, ધાર્મિક પાઠશાળાઓ તથા ગુરુકુળોની સ્થાપના કરી. તેઓએ બધા ધર્મોની એકતા માટે રાત-દિવસ પુરુષાર્થ કર્યો. જૈન મંદિરની બહાર એક દુકાન પાસે લગભગ ૮૦ વર્ષના બુઝુર્ગ અમને આવતા-જતા જોઈ રહ્યા હતા. મેં તેમને નમસ્કાર કર્યા. તેમણે પૂછયું - આપ કોણ છો ?' ક્યાંથી આવ્યા છો ?' ‘લાહોરથી આ મંદિર જોવા આવ્યા છીએ.” હવે આને શું જોવાનું! પહેલાં મંદિર ઘર હતું, હવે તો તે ઘર છે. આપ અહીંના નિવાસી છો ?' “હા, અહીં જન્મ્યો અને મોટો થયો છું.” 'તો પછી આપે આ મંદિરની રોનક જોઈ હશે.' રોનક પણ અને બરબાદી પણ.” રોનક કેવી હતી ?' અમે નાના હતા ત્યારે ક્યારેક ઘણા સાધુ મહાત્માઓ પધારતા, ક્યારેક અન્ય શહેરોના લોકો પણ સારી સંખ્યામાં આવતા.' ‘તમે કદી આ મંદિરની અંદર ગયેલા છો ?' કેટલીય વખત! નાના હોવાથી પ્રસાદ મળતો. ઘરના લોકોથી છુપાઈને જતા. મંદિરના પૂજારી નાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. પછી ખબર નથી શું થયું!' ક્યારે ?' “ઈ.સ. ૧૯૪૭ એક જ રાતમાં મંદિર ખાલી થઈ ગયું. ખબર નથી કે તે લોકો ક્યાં ખોવાઈ ગયા! મંદિર કેટલાય દિવસો બંધ રહ્યું. પછી તે લોકો ભારતમાંથી આવી ગયા. તેઓને આ મંદિર એલોટ કરવામાં આવ્યું. તેઓએ જ્યારે મંદિર દ્વાર ખોલ્યું તો................' બાબાજી ચૂપ થઈ ગયા. “પછી થયું?' જે બધે સ્થળે થયું તેવી તોડફોડ, લૂંટમાર, જે મળ્યું તે ઉઠાવી લો! જે જગ્યાએ મૂર્તિઓ બિરાજમાન હતી તે ગાયબ! ખબર નથી કે તે મૂર્તિઓ ક્યાં છે ?' ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- હું અંતરમાં વિચારતો રહ્યો, બિલકુલ ખોવાઈ ગયો! મને મંદિરની સીડીઓનું અંધારું યાદ આવ્યું. રાજનીતિનું અંધારું. ભીતરનો અંધકાર ! ‘તે સમયે કોઈ “ઇન્સાન’ નહોતું. બધા વિભક્ત થઈ ગયા હતા – હિન્દુ, મુસલમાન, શીખ બનીને અલગ થઈ ગયા હતા. માનવતા ખોવાઈ ગઈ હતી ! બાબાજી દીર્ઘ શ્વાસ લઈ ચૂપ થઈ ગયા. કસૂરનું જૈન સ્થાનક અને પાઠશાળા સૂરમાં અત્યંત સુંદર તથા પ્રભાવશાળી જૈન સ્થાનક હતું. સમાજના અનેક કાર્યક્રમો અહીં થતા હતા તથા સાધુમહારાજ પણ પ્રાય: ચાતુર્માસ કરતા હતા. સમાજ દ્વારા એક કન્યા પાઠશાળા પણ ચલાવવામાં આવતી હતી. ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં કવિ હરજસરાય જૈનનો જન્મ પણ કસૂરમાં થયો હતો. જૈન પરિવારની નવ માળની હવેલી જૈન મંદિરવાળી ગલીમાં જ એક ધનવાને જૈન પરિવારની નવ માળની, તે જમાનાની અત્યંત સુંદર હવેલી હજુ સુધી છે. આ હવેલીના માલિક દેશવિભાજન બાદ દિલ્હીમાં રહેવા જતા રહ્યા છે. કસૂરની દેન વિખ્યાત સ્થાનકવાસી સંત ઉપાધ્યાય મનોહરમુનિજી મહારાજ તથા શ્રી ગુરુ વલ્લભ સમુદાયમાં મહત્તરા મૃગાવતીની શિષ્યા સાધ્વી સુવ્રતાશ્રીજી કસૂર શહેરની દેન છે. દેશ વિભાજનના સમયે કસૂરના શ્વેતાંબર જૈન પરિવાર, જે ભારતમાં આવીને વસ્યા તેમાંના કેટલાક નામ - - લાલા મિલખીરામ ધનીરામ પરિવાર, બિહારીલાલ દુર્ગાદાસ પરિવાર, કવિ તથા ગાયક બિહારશાહ મનોહરલાલ પરિવાર, સોહનલાલ ચૈનલાલ પરિવાર, મુહબ્બતરાય રૂપકિશોર પરિવાર, પન્નાલાલ P. L. J. પરિવાર, લાલચંદ પ્રેમચંદ પરિવાર તથા વિમલપ્રકાશ જૈન પરિવાર વગેરે. - - - - - - - - - - - - - - - ૮૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ -------પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૨૭ ખાનકાહ ડોગરા પાસે ફારૂકાબાદનું જૈન મંદિર નમ જ વન સ્વાટી . અર્થાત્ કાળાં વાદળાંઓની કાલિમા છવાઈ ગઈ ! ક્યારેક આ શહેરનું નામ ટિમ્બા મિયાં આલી' હતું, જે અત્યારે માટીનો ઢગલો છે. તેના પર વેરાયેલી સદીઓ જૂની ઠીકરીઓ જાણે મને કહેવા લાગી હતી કે, અમને ઓળખો. તમારા હાથોનાં નિશાન અમે આજ સુધી સંભાળીને રાખ્યાં છે. હું મારી હથેળીઓ જોવા લાગ્યો તો ઠીકરીઓ ખડખડાટ હસવા લાગી. આના પહેલાં આ શહેરનું નામ “અસાખર’ હતું, જે પંજાબના નાનકડા વિસ્તારની રાજધાની હતું. અસાખર અથવા અસરૂરની કથા ચીની યાત્રાળુ હ્યુનસાગે પણ સંભળાવી છે. તે ઈ.સ. ૬૩૦માં આ નગરમાં આવ્યો હતો. મહાત્મા બુદ્ધનાં ચરણસ્પર્શ આ ધરતી પર થયાં હતાં. સમ્રાટ અશોકે અહીં સ્તૂપ બનાવ્યો હતો. ભિક્ષુઓ અહીં આવતા રહેતા. મહાન આર્કિયોલૉજિસ્ટ ડૉ. દાનીએ અહીં ખોદકામ કરાવ્યું અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની સાથે લઈ ગયા. જે બાકી રહ્યું તે અહીં પડ્યું છે. મેં આ ઢગલામાંથી એક ઠીકરી ઉઠાવી અને પીલીના સ્વરમાં બોલ્યો - 'पीलू चढिया टेर ते, थीं खला हैरान, सच सच बोलनी ठीकरिये, कित वल्ल गया जहान ।' અર્થાત્ એક જૂના પીલૂના ઢગલા પર મનુષ્ય ઊભો છે અને પરેશાન થઈ એક નાના કાંકરા (ઠીકરી)ને પૂછે છે કે, સાચું કહે કે અહીં રહેવાવાળા લોકો ક્યાં ખોવાઈ ગયા ? ક્યાં ચાલ્યા ગયા ? (સંસારની અસારતા દર્શાવી છે). આ અગાઉ પણ હું અહીં આવ્યો હતો. ત્યારે નાનકસાહેબે કરેલો સાચો સોદો યાદ આવ્યો. ગુરુનાનકે પોતાના પિતા કાનૂની કમાણીમાંથી જંગલમાં સાધુઓને લંગર (પંક્તિબદ્ધ ભોજન) કરાવ્યું હતું અને તેને સાચો સોદો કહ્યો ૮૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------- હતો. એટલે સત્સંગ સહ સમૂહભોજન. ખાનકા ડોગરાંમાં અગાઉ અમે દૂરથી અહીંના જૈન મંદિરના શિખર તથા કળશને જોયા હતા, પણ નજીક પહોંચી શક્યા નહોતા. તે દિવસે મહોરમની દશમી હતી. અનેક સ્ત્રી-પુરુષો કાળા કપડાં પહેરી માતમ કરી રહ્યાં હતાં. દરેક જગ્યાએ પોલીસનો પહેરો હતો. મંદિરનું દૂધ જેવું સફેદ શિખર તો દેખાયું, તે ગલીમાં પણ પહોંચ્યા, પરંતુ આખી ગલી કાળા કપડાં પહેરેલાં સ્ત્રી-પુરુષોથી ભરેલી હતી. જૈન શ્વેતાંબર મંદિર, સફેદ વસ્ત્રધારીઓનું મંદિર, પણ કાળા કપડાં પહેરેલા ટોળાઓથી ઘેરાયેલું હતું. 'कोयल री तू कित गुण काली' મંદિરની નજીક પહોંચીને પણ અમે આ મંદિર ત્યારે ન જોઈ શક્યા, પરંતુ ભવિષ્યમાં જોઈ શકાશે તેવી આશા સાથે પાછા વળ્યા. ભગવાન મહાવીરનો માર્ગ આ નાનકડી વાતથી બંધ નથી થઈ જતો. હજુ આ માર્ગનું આશાનું કિરણ બાકી છે. અત્યારે નહીં તો ફરી ક્યારેક. આ બધી તો સપ્તાહ પહેલાની વાત છે. આ વખતે અમે મજબૂત ઇરાદા સાથે આવ્યા છીએ કે ખાનકા ડોગરાનું આ મંદિર અવશ્ય જોવું છે. ખાનકા ડોગરાનું શ્વેતાંબર જૈન મંદિર આજે ફરી એક વાર જૈન શ્વેતાંબર મંદિર જોવા નીકળ્યા. મારી સાથે હારુન અને મરિયમ હતાં. મરિયમ પાછળની સીટ પર બેસીને કોણ જાણે શું વિચારતી હતી, પણ હું મરિયમ વિશે વિચારતો હતો કે આ મરિયમ એ નથી કે જેણે એક પયગંબરને જન્મ આપેલો, જે સમગ્ર સૃષ્ટિ માટે ઈસા મસિહા થયા, પણ એ મરિયમ કે જે સમાજની અદાલતમાં અપરાધી કહેવાઈ હતી. તે મરિયમ બાદ ૨૦૦૦ વર્ષ પછી થયેલી આ મરિયમ સ્ત્રી અમારી સાથે જૈન શ્વેતાંબર મંદિર જોવા આવી છે. ખાનકાહ ડોગરાં લાહોરથી ૭૦ કિ.મી. દૂર શેખૂપુરાનો એક વિસ્તાર છે. આ ખાનકાહ ડોગરાં શું છે ?હારુને પ્રશ્ન પૂછ્યો. હકીકતમાં અહીં હાજી દીવાનસાહેબની મજાર હતી. આસપાસના ૮૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- વિસ્તારવાળા તેઓની ભક્તિ જોઈને આવવા લાગ્યા અને તેમના અનુયાયી બની ગયા. આ રીતે તે ખાનકાહ-ડોગરાના નામથી પ્રસિદ્ધ થયા. મુગલોએ તેમના નામે ૧૦૩૦ રૂપિયાની જાગીર બંધાવી હતી. આ મજાર (ખાનકા) હજુ પણ છે ! કસ્બામાં પહોંચીને હારુને એક ખુલ્લા બજારમાં, લાંબી ગલીના છેડે ગાડી ઊભી રાખી. એક વ્યક્તિને મંદિર વિશે પૂછ્યું. હવે મંદિરના શિખર તથા કળશ અમારી સામે હતા. ખૂબ મજબૂત અને સુંદર મંદિર. અમે જેમ જેમ આગળ વધતા હતા તેમ મંદિર અમારાથી ઊંચું થતું જતું હતું અને ગરદનને પૂરી ઘુમાવીને જ તેને જોઈ શકતા હતા. મંદિરના બિલ્ડીંગમાં જ એક સોનીની દુકાન હતી. તેનો દરવાજો ઉઘાડી અમે તેને પૂછયું, “અમે આ મંદિર જોવા લાહોરથી આવ્યા છીએ. શું તમે બતાવશો ?' ‘આવો, આપણે મંદિર જોઈએ. આ બધી દુકાનો આ મંદિરની છે. નીચે અમારા ઘર છે. મંદિરની ઈમારત ખૂબ મોટી, હવા-ઉજાશવાળી અને મજબૂત છે.” આ મહોલ્લાનું નામ શું છે ?' પહેલાં તો તેને જૈન મહોલ્લો કહેતા હતા. આજે તેને ઈમામ બારગાહવાળો મહોલ્લો કહે છે.” તેણે દરવાજો ખોલ્યો. અમે અંદર આવ્યા. પેદાર સીડી, નાના નાના પગથિયાં પરથી અમે છત પર આવ્યા. સીડીથી બહાર ખુલ્લી પરસાળ જેવું મેદાન અને તેની મધ્યમાં જૈન શ્વેતાંબર મંદિર – દૂધ જેવું સફેદ હતું. જમીનથી ચાર ફૂટ ઊંચો દરવાજો અને તેની અંદર એક ઓરડો. આ છે મંદિરનું મૂર્તિસ્થાન. આ સ્થાનની ઉપર આસમાનને સ્પર્શતું શિખર-કળશ. મૂર્તિસ્થાનથી આગળ એક વરંડો. વરંડામાં શ્રદ્ધાળુઓ-પૂજારીઓ માટે ચટાઈ પાથરવામાં આવી હતી. મૂર્તિસ્થાનના નાના દ્વાર આગળ કાગળનો રંગબેરંગી ફૂલો શોભતાં હતાં. અંદર મૂર્તિની જગ્યાએ માટીનાં પાંચ દીપક હતા. હું આ દીવાઓ પૈકી એકને ખૂબ ધ્યાનપૂર્વક, શ્રદ્ધાથી જેવા લાગ્યો. આંખના પલકારા વગર દેખતો જ રહ્યો. ત્યાં સુધી કે એક દીપક મારી સાથે વાત કરવા લાગ્યો! - (૮ ૭) Page #113 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------- હું ઈ.સ. ૧૯૪૧માં અહીં આવ્યો હતો મારા સાથીઓ સાથે. ત્યારે હું અહીં બિરાજમાન મૂર્તિનાં ચરણોમાં દરરોજ બળતો-જાગતો હતો. પછી હું બુઝાઈ ગયો. ચારેબાજુ અંધારું ન મૂર્તિ, ન પૂજારી, ન તેલ કે ન કોઈ જગાડનાર દીવો. એક ખામોશી અને તેની સાથે ડાર્કનેસ'. અમે અહીંધી જનારાઓની રાહ જોતા હતા. भला मोये ते बिछडे कौन मेले, ऐवें कूडा लोक अलांवदा ई, ऐसा कोई न मिलिया, मैं ढूंढ थवकी, जेहड़ा गयां न् मोऽल्यांवडा ई । (વારિસ શાહ) અર્થાત્ મોતની ગોદમાં ચાલ્યા જનાર, સદાયને માટે વિખૂટાં પડનારાનો પુન: મેળાપ કોઈ કરાવી શકતું નથી. સંસારી લોકો વ્યર્થ વિલાપ કરે છે. મેં ખૂબ શોધ કરી, પરંતુ મને કોઈ એવું ન મળ્યું કે જે જનારાને (મૃત્યુ પામનારાને) પાછા લાવી શકે ! ફરી એક દિવસ દરવાજો ખુલ્યો. આમના બુઝુર્ગ અહીં આવીને રહેવા લાગ્યા. ત્યાર બાદ દરરોજ તો નહીં પરંતુ દરેક વીરવાર (જુમેરાત) તેઓ અમારામાં તેલ નાખતા, પ્રકાશ કરતા. જ્યાં સુધી તેલ હોય છે ત્યાં સુધી રોશની રહે છે, પછી અંધારું ! દીવાલોમાં લટકતી કાગળનાં ફૂલોના તોરણમાં એક ઘંટ પણ હતો. પૂછતાં ઘરવાળાઓએ કહ્યું કે, જ્યારે અમે દર જુમેરાત દીવાબત્તી કરીએ છીએ તે પહેલાં આ ઘંટ વગાડીએ છીએ. અમારા માટે આશ્ચર્યની વાત હતી કે એક મુસલમાન પરિવાર મંદિરની સેવા-ચાકરી કરે છે ! “જો અહીં મૂર્તિ હોત તો પણ તમે આ રીતે સેવા-ચાકરી કરત?' કેમ નહીં? આ અમારી પાસે તેમની થાપણ છે. તેની સંભાળ રાખવી અમારી પ્રથમ ફરજ છે. ‘ત્યાં તેઓએ મસ્જિદ તથા મજાર તોડી નાખ્યાં છે. છતાં તમે આની સંભાળ રાખો છો!” મેં મજાકમાં પૂછ્યું. ‘એ તેમના વ્યવહાર-વર્તન છે. દરેકને પોતે કરેલાં કર્મોનો હિસાબ આપવો પડે છે. તેમણે ખૂબ સરળતાથી કહ્યું. છત પર બનેલા એક ઓરડાનો દરવાજો તેમણે ખોલ્યો. અંદર ચટાઈઓ પાથરેલી હતી. દીવાલો પર સૂફી બુઝુર્ગોના ફોટાઓ હતા. આ ઓરડો અમે મહેમાનો માટે જ ખોલીએ છીએ.” ८८ Page #114 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો આ ઓરડા સાથે જ સીડીઓ હતી. અમે છત પર આવી ગયા. આ છતથી મંદિરના શિખરના ફોટાઓ સહેલાઈથી લીધા. શિખરની બિલકુલ ઉપરના ભાગમાં ચારેબાજુ ભગવાનની ચાર મૂર્તિઓ કસૂરના જૈન મંદિરની જેમ જ હતી. મને લાગ્યું કે આ મૂર્તિઓએ પોતાની ભીતર આ મંદિરનો જૂનો ઇતિહાસ છુપાવ્યો છે. તે ઇતિહાસ, જે આ ચારેય મૂર્તિઓએ ખુદ રચ્યો છે, દેખ્યો છે અને પોતાની પાસે એકઠો કરી સંભાળીને રાખ્યો છે. આ મંદિર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૯૪૧માં બનાવડાવ્યું હતું અને અહીં સોળમા તીર્થંકર ભગવાન શાંતિનાથ અને ઉપરના માળે ભગવાન પાર્શ્વનાથને બિરાજમાન કર્યા હતા. તેઓશ્રીએ માત્ર ખાનકાહ ડોગરાંમાં જ નહીં, પરંતુ લાહોર, કસૂર, રાયકોટ, સિયાલકોટ, ફાજિલકા, સાઢૌરા, સામાના, રોપડ, બિનૌલી તથા બૌત વગેરે સ્થળે જૈન મંદિરો બનાવડાવ્યાં તથા મૂર્તિઓ સ્થાપિત કરાવી. છોકરા-છોકરીઓના અભ્યાસ માટે સ્કૂલ, કૉલેજો તથા ગુરુકુળો બનાવ્યાં. મુંબઈમાં ઈ.સ. ૧૯૫૪માં તેઓ કાળધર્મ પામ્યા. મુંબઈમાં તેઓનું સમાધિસ્થળ બન્યું છે. વિજય વલ્લભસૂરિજીનો જન્મ વડોદરામાં થયો હતો અને ૧૭ વર્ષની વયે આત્મારામજી મહારાજ પાસે તપાગચ્છમાં મુનિદીક્ષા લીધી. તેઓના પ્રચારનું ક્ષેત્ર મોટે ભાગે પંજાબ રહ્યું. આ ખાનકાહ ડોગરાનું મંદિર અને ઉપાશ્રય તેઓએ ઈ.સ. ૧૯૪૦માં બંધાવ્યાં. પાકિસ્તાનનું આ મંદિર અને સ્યાલકોટનું મંદિર તેઓની અંતિમ યાદગીરી છે. અંધકાર સમા તે પાંચ દીપકો બુઝાઈ ગયા. મેં અચાનક મારા હાથ જોયા. મારા હાથ પર તે દીપકોની શાહી એવી રીતે વિરાજમાન હતી, જાણે હું ખુદ તે શાહી લાવ્યો હોઉં ! ते जम गई .યાદી જૈન સ્થાનક અહીં સ્થાનકવાસી પરિવારો વધારે નહોતા, છતાં એક સુંદર સ્થાનક સાધુસધ્વીજીઓ માટે પર્યાપ્ત હતું. બન્ને સમાજમાં પૂરો મેળાપ તથા સહયોગ દૃષ્ટિગોચર થતા હતા. આ સ્થાનક હવે એક ઘર છે અને તે પોતાની ઓળખ ખોઈ બેઠું છે ! 回 स्याही ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૮ પાકિસ્તાનનાં જૈન મંદિરો ખાનકા ડોગરા પાસે ફારૂકાબાઠનું જૈન શ્વેતાંબર મંદિર બે નહેરો વચ્ચે વસેલું શહેર ફારુકાબાદ, ખાનકા ડોગરાની નજીક વસેલું એક સારું શહેર છે. અહીં લગભગ ૨૦૦ વર્ષ પહેલાં (એક યતિજીની પ્રેરણાથી) નિર્મિત એક જૈન શ્વેતાંબર મંદિર છે. મંદિર બહુ મોટું તો નથી, પરંતુ શિખર તથા કળશ સહિત છે. તેને એક ધનવાન ભાવડા પરિવારે બનાવ્યું હતું. ખાનકા ડોગરાના મંદિરમાં રહેવાવાળા મુસલમાન પરિવારો પાસેથી ફારુકાબાદના મંદિર વિશે જાણકારી માગી તો તેઓએ કહ્યું કે, ત્યાંના જૈન મંદિરની સારી રીતે દેખરેખ થાય છે. અત્યારે ત્યાં મુસલમાન વ્યાપારી પરિવારનું નિવાસસ્થાન છે, પણ તેઓ મંદિરની સારી સાફસફાઈ રાખે છે. જૈન વિદ્વાન Dr. Peter flugel અને એક મુસ્લિમ આર્ટ-સ્કૉલર મુજફ્ફર અહમદે પોતાના નિબંધ 'Survey of Jain Heritage in Pakistan' માં લખે છે - 'One temple in Farooqabad is occupied by a local merchant who takes good care of it.' ફારુકાબાદ લાહોરથી ૫૫ કિ.મી. પશ્ચિમમાં શેખ઼ુપુરા જિલ્લામાં છે. 回 ૯૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૯ પાકિસ્તાનનાં જૈન મંદિરો સિયાલકોટ सिल कोट उसारिया અર્થાત્ સિયાલકોટ (નગર) વસાવ્યું... જૈન ગ્રંથો - ભગવતી સૂત્ર, વિપાકસૂત્ર, આવશ્યક ચૂર્ણિ અને આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન મહાવીરના પંજાબનાં કેટલાંય ક્ષેત્રોમાં વિહારનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે ચંડકૌશિક નાગને જ્ઞાન આપીને કનખલથી ભગવાન મહાવીર પાંચાલ પધાર્યા. અહીં તેઓ સ્વેતાદિકામાં આવ્યા હતા. જૈન ગ્રંથોમાં સિયાલકોટ માટે સ્વેતાદિકા તથા સાકલ આ બે નામ મળે છે. મહાવીરનાં પાવન ચરણ આ ધરતીને સ્પર્યાં હતાં અને ત્યાર બાદ ૨૦૦૦ વર્ષ પછી ગુરુનાનકે આ ધરતી પર તપ કર્યું હતું અને આ ધરતી પર બાબરના સૈન્યે ગુરુનાનકને કેદ કર્યા હતા. ગુરુનાનકે ભગવાન મહાવીરની અહિંસા અને જીવરક્ષાનો સંદેશ તેમની આ સૂક્તિમાં બતાવ્યો - जोर लागे कापडा, जामा होये पलीत - जो रत खावे मानसा, ताँ कउँ निरमल चीत ॥ મહાવીરથી ગુરુનાનક સુધી ૨૦૦૦ વર્ષોની કહાની. આ બધા મહાપુરુષોનાં કદમોની નિશાનીઓ સમયરૂપી ધૂળ દૂર કરી શકી નથી, પરંતુ સમયની સાથે સાથે આ નિશાન વધારે ગાઢાં થતાં ગયાં. સિયાલકોટ જતાં સડકની બન્ને બાજુ ઘર તથા ઈમારતોથી ઊંચાં અને ઉદાસ ઊભેલાં હિન્દુ મંદિરોનાં દર્શન કર્યાં. હવે તે મંદિરો નથી, ઘર છે. ઘરના લોકોએ સૌ પ્રથમ આ મંદિરોમાંથી મૂર્તિઓ બહાર કાઢી, પછી દીવાલો પર બનેલાં ચિત્રોને નષ્ટ કર્યાં અને પછી બાબરી મસ્જિદનો બળાપો આ મંદિર પર ઉતાર્યો. સિયાલકોટ શહેર અમારી એક બાજુ પ્રાચીન શહેરના માટીના ઢગ, સમયની ચક્કીમાં પિસાયેલ શહેરના ખંડેર અને બીજી બાજુ નવી સમૃદ્ધિ. અનેક ઘટનાઓ તથા કથાઓને ૯૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો --- ------- આ શહેરે પોતાનામાં સમેટી લીધી છે. ભગવાન મહાવીર, રાજા રસાલુ, રાજા સલવાન, પૂર્ણભગત, તેઓની સાવકી માતા લૂના, સગી માતા અચ્છરાં, પીર મુરાદિયા – કેટલી કથાઓ, કેટલાં પાત્ર અને એકલું સિયાલકોટ ! પ્રાચીન મંદિર પંડિત હીરાલાલ દૂગડ અનુસાર સ્યાલકોટમાં ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન શાંતિનાથનું એક મંદિર હતું. વિ.સં.૧૯૧૩ (ઈ.સ. ૧૮૫૬)માં એક મુનિરાજે સૂત્ર અંતઃકૃત દશાંગની પ્રતિલિપિ અહીં લખી હતી. એક અન્ય પ્રશસ્તિ વિ.સં. ૧૬૬૨ (ઈ.સ. ૧૬૦૫)માં અકબરના શાસનકાળ દરમિયાન સિયાલકોટમાં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. કાલાંતરમાં ઉપર્યુક્ત જૈન મંદિરમાંથી પ્રતિમાઓનું ઉત્થાપન કરીને તેને જૈન સ્થાનક બનાવવામાં આવ્યું. સિયાલકોટનું મંદિર અહીંનાં જૈન મંદિર શોધવા અમે આગળ વધી રહ્યા હતા. મને એવો ખ્યાલ હતો કે, આ મંદિર નમકમંડી'માં છે, પણ વાસ્તવમાં તે કનકમંડી'માં સ્થિત હતું. મેં બજાર પસાર કર્યું તો એક ખૂબ ઊંચું મંદિર ગલીની બીજી બાજુ હતું. હું ડાબી તરફ વળ્યો તો મંદિરની એક દીવાલ મારી સામે હતી. એક નાનકડા દરવાજા ઉપર સ્કૂલનું બોર્ડ લાગેલું હતું અને સ્કૂલવાળાઓએ બોર્ડની નીચે “મહાવીર જૈન શ્વેતાંબર મંદિર લખ્યું હતું. ગરદન પાછળની તરફ વળી ગઈ. અહીંથી ફોટા લેવા મુશ્કેલ હતા. ૧૨-૧૩ વષનો એક છોકરો મને જોઈ રહ્યો હતો. તેને મેં પૂછ્યું કે, “મારે આ મંદિરની તસવીર લેવી છે. શું તું મને કોઈ ઘરની છત પર લઈ જઈ શકીશ ?' આવો” કહીને તે મારી આગળ ચાલવા લાગ્યો. એક ઘરમાં ડબલ રોટી’ બનાવવાનું કામ ચાલુ હતું. મેં તેમને છત પર જવા વિનંતી કરી. હું છત પર પહોંચ્યો અને મંદિરના ઉપરના ભાગના ફોટા લેવા લાગ્યો. શું હું આ મંદિરની અંદર જઈ શકું ?' અત્યારે નહીં. હમણાં તો શાળા બંધ છે. ચોકીદાર પણ અહીં હોતો નથી. ચાવી આચાર્ય પાસે હોય છે. આપ ક્યારેક શાળાના સમયે આવશો ત્યારે બતાવીશું.' જોકે જે જગ્યાએ તમે ઊભા છો તે મંદિરનો એક ભાગ છે, આ નીચેની દુકાનો પણ. આ બહુ મોટું મંદિર છે. કહેવાય છે કે સને ૧૯૪૭માં જ્યારે અહીં ખૂનખરાબા થયા ત્યારે શહેરના બધા હિંદુ તથા શીખ લોકો મંદિરમાં એકઠા થયા હતા. ૯૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો અહીંનું મંદિર ખૂબ ભવ્ય, સુંદર અને સફેદ માર્બલનું બનેલું હતું. અંદર ખુલ્લો વિસ્તાર હતો અને સામે ચારેય દિશાઓ તરફથી ચાર મૂર્તિઓ હતી. બાજુમાં બારશાખ (પીઠીકા) પર પણ મૂર્તિઓ હતી. ઉપરના માળે પણ મૂર્તિઓનાં સ્થાન હતાં. સવાર-સાંજ દરરોજ આરતીનો અવાજ સંભળાતો હતો. પણ હવે મંદિરનો અંદરનો ને બહારનો ભાગ લોકોના ગુસ્સાનો શિકાર બની ગયેલ છે. હવે અહીં ખાસ છે નહીં. રાત પડવાની તૈયારી હતી. મેં મંદિરમાંથી બહાર આવવા પ્રયત્ન કર્યો. સિયાલકોટની કેટલીય વાતો યાદ આવતી હતી. તે કૈકેય દેશની રાજધાની હતી. મહર્ષિ પાણિનીએ કૈકેય દેશની સીમા જેહલમ, શાહપુરથી બ્યાસ નદી સુધી બતાવી છે. સિયાલકોટના મંદિરને હું અંદરથી જોવા માગતો હતો, પણ જોઈ ન શક્યો. તેના વિશે સમયે સમયે અનેક વિવરણો, આલેખો અને પુસ્તકોમાં વાંચ્યું છે કે આ મંદિર જૈન ગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી બનવાનું શરૂ થયું અને ૨૯-૧૧-૧૯૪૬ના દિવસે આચાર્યશ્રીએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ખૂબ આલીશાન આ મંદિરમાં મુખ્ય વેદી પર ચાર મૂર્તિઓ બિરાજમાન હતી. નીચેથી ચોરસ અને ઉપર વૃત્તાકાર લેતું આ ઊંચું શિખર કાળું પડી ગયું હતું. ખંડિત મૂર્તિઓ પર પણ કાળનો ક્રૂર ક્રોધ દેખાતો હતો. નિરંતરતાની ચક્કી સતત ચાલતી હતી. અમારી ગાડીમાં ખામોશી હતી, પણ મારા મગજમાં તો ઈતિહાસની ચક્કી ચાલતી હતી. ભગવાન મહાવીર સિયાલકોટ પધાર્યા હતા. આ સમયે તેઓ કુર દેશમાં પણ વિચરેલા. જૈન પટ્ટાવલિઓમાં લખેલ છે કે, સિયાલકોટમાં મહાવીરસ્વામીએ ૧૫ દિવસના ઉપવાસનું પારણું કર્યું હતું. અહીં તેઓને તેમના અનુયાયી નાગસેન દ્વારા આહારવિધિ (ગોચરી) થઈ હતી. સિયાલકોટમાં જ સમ્રાટ અશોકના પુત્ર કુણાલને અંધકરવામાં આવ્યો હતો અને કુણાલના પુત્ર સંપ્રતિએ અહીં શાસન કર્યું હતું. સિયાલકોટ તેની રાજધાની હતી. રાજા સંપ્રતિએ જૈન ધર્મને પોતાનો રાજધર્મ બનાવ્યો હતો. તેણે અનેક મંદિરો બંધાવ્યાં. બની શકે છે કે સિયાલકોટમાં સૌથી પ્રથમ જૈન મંદિર સંપ્રતિ રાજાના સમયમાં નિર્માણ પામ્યું હોય. સિયાલકોટનું સ્થાનક સિયાલકોટમાં સ્થાનકવાસી જૈનોનાં ઘણાં ઘર હતાં. એક મહોલ્લામાં આ ૯૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ----- પાકિસ્તાનનાં જૈન મંદિરોઘર હતાં. ભાવડાની ગલી અહીં ‘ભાબડખાના” તરીકે ઓળખાતી હતી. મધ્યકાળમાં યતિઓએ બનાવેલ પ્રાચીન ભગવાન પારસનાથ તથા ભગવાન શાંતિનાથજીના મંદિરમાંથી મૂર્તિઓને દૂર કરીને તેનું સ્થાનકમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. લગભગ ૧૫૦-૧૬૦ વર્ષ પહેલાં તેની સાથે બીજી જગ્યા લઈને સ્થાનક ભવન વિશાળ બનાવવામાં આવ્યું. મહિલાઓ માટે અલગ સ્થાનક હતું. અહીં એક જૈન જજનું પણ મકાન હતું. હવે આ બધાં ઘર અન્ય લોકોનાં ઘર છે અથવા શો-રૂમ છે. દિગંબર જૈન મંદિર સિયાલકોટ છાવણીમાં એક નાનું પરંતુ પ્રભાવશાળી અને સુંદર દિગંબર જૈન મંદિર હતું. હવે ત્યાં કંઈ નથી. સિયાલકોટના ભાવડા ભાવડા જૈન લોકોની સિયાલકોટમાં સારી સંખ્યામાં વસ્તી હતી. તેઓનો કારોબાર મુખ્યત્વે બાજાર-કલાં' તથા 'ગુડમંડી'માં હતો. સારાં પાકાં મકાનો તથા શાનદાર હવેલીઓમાં તેઓ રહેતા હતા. શહેરના લોકો પણ તેમને સમૃદ્ધ નાતના માનતા હતા. સરાય-ભાવડાન મુહલ્લામાં જ સ્થાનક તેમ જ મંદિર હતાં. દેશના ભાગલા પડ્યા ત્યારે સૌથી પ્રથમ તોફાની ટોળાએ શેઠ મોતીલાલ ભાવડાની હવેલીને પેટ્રોલ નાખીને સળગાવી, ત્યારે આગે આખા મહોલ્લાને પોતાની ઝપટમાં લઈ લીધા. લોકોએ છાવણી (કેમ્પ)માં શરણ લીધું અને ગમે તેમ કરીને ભારત પહોંચ્યા. સૌના સમજાવવા છતાં પણ કેટલાક લોકો સિયાલકોટમાં જ રહ્યા. જેમ કે હકીમ ગોપાલદાસ ભાવડા, લાલા રામલાલ અને ઠેકેદાર રામજીદાસનો પુત્ર પ્રભુદ્યાલ. -------------- (૧) શ્રી આત્મારામજી મહારાજના મોટા ગુરુભાઈ ગણિ મુક્તિવિજયજી (મૂલચંદજી મહા.)નો જન્મ સિયાલકોટમાં ઓસવાલ બરડ પરિવારમાં થયો હતો. તેઓની સ્મૃતિને સિયાલકોટ મંદિર સાથે જોડવા અહીંના મંદિરનું નામ “શ્રી શાશ્વત જિન મુક્તિમંદિર’ રાખવામાં આવ્યું અને ત્યાં શ્રી મૂલચંદજી મહારાજની પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવી હતી. (૨) સિયાલકોટ મંદિરની બે-ત્રણ ખંડિત તીર્થકરોની મૂર્તિઓ લાહોરની એક હોટલમાં ડેકોરેશન પીસ' તરીકે રાખેલ છે. ( ૯૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો - પ્રકરણ : ૩૦ નારીવાલ વાર સરૂ ર ઘડન નિયૉ ... સનખતરાથી પાછા ફરતાં નારોવાલ મંદિર જોવાનો કાર્યક્રમ બનાવ્યો. નગર બહારથી જ આ જૈન મંદિર સ્પષ્ટ દેખાય છે. મસ્જિદોની ઊંચી-નીચી મીનાર, ગુંબજ તથા નગરની ઈમારતોથી ઊંચું પણ ઉદાસ જૈન મંદિર શહેરની એક વિશિષ્ટ જ્ઞાતિના અસ્તિત્વનો ઈતિહાસ દર્શાવતું ઊભું છે. તમે અહીં કોઈ મંદિર કે ગુરુદ્વારા વિશે પૂછો તો સૌથી પહેલાં તો તેઓ તમને શંકાની નજરે જોશે. પછી પૂછશે કે ક્યાંથી આવો છો, કોણ છો ? વગેરે. અમે પૂછયા વગર જ આગળ વધવા લાગ્યા. એક મેદાનમાં ગાડી ઊભી રાખીને મંદિરવાળી ગલીમાં પહોંચ્યા. થોડું ચાલ્યા તો મંદિરની બિલકુલ નજીક આવી ગયા. મંદિરની સામેના ઘરની બહાર ત્રણ માણસો વાતો કરી રહ્યા હતા. તેઓ સારા મૂડમાં દેખાયા. ‘અમે લાહોરથી આવ્યા છીએ અને આ મંદિર જેવા ઈચ્છીએ છીએ. શું અમે આ મંદિરને અંદરથી જોઈ શકીએ ?' ‘તપાસ કરીએ. ઘરવાળાને પૂછવું પડશે.” તે ત્રણેય જણ અમને સાથે લઈને મંદિરના મુખ્ય દરવાજા તરફ પહોંચ્યા. ઘરનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક આધેડ સ્ત્રી આવી. અમારી સાથે એક મહિલા હોવાને કારણે તે અમને મંદિર બતાવવા તૈયાર થઈ. મંદિરની અંદર આજ્ઞા મળતાં અમે મંદિરની અંદર ગયા. હવે અમારી સામે ખુલ્લી વિશાળ જગ્યા અને તેની પશ્ચિમમાં હતું સ્વર્ણમંદિર. ઘરના લોકોએ તેમનો સામાન સુંદર ઢંગથી રાખ્યો હતો. સુંદર પલંગો અને તેના પર સફેદ તથા રંગીન ચાદર બિછાવી હતી. ઘરનો બાકીનો સામાન પણ ખૂબ વ્યવસ્થિત રીતે રાખ્યો હતો. ( ૯૫ ) Page #121 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો આ જગ્યાને મંદિર તથા તેના શિખરના પગ કહી શકાય. આ અમારો મંદિરમાં પહેલો પડાવ હતો. સાથે ચાલતી ત્રણ વ્યક્તિઓ અમારી આગળ-આગળ સીડીઓ ચઢવા લાગી. પચ્ચીસ પગથિયાં ચઢીને અમે મંદિરના પ્રથમ માળે પહોંચ્યા. આ મૂર્તિપૂજક જૈનોનું મંદિર છે, એ કારણે દરેક માળે મૂર્તિઓનું સ્થાન બનેલું હતું. દરેક ફ્લોરની છત પર ‘ફ્રેસ્કોઝ’ બનેલા હતા. આ ફ્લોરની છત લાકડાની હતી, જેમાં ફૂલ, છોડવાં, વેલીઓની સજાવટ સુંદર રંગોથી કરવામાં આવી હતી. ફૂલોની વચ્ચે એક ગોળ કાચ લગાડેલો હતો. લાકડાની છત સમયના ધુમાડાથી કાળી પડી રહી હતી, પણ અલગ અલગ રંગોને સ્પષ્ટ જાઈ શકાતા હતા. હવે અમે આગળના માળે ચઢી રહ્યા હતા. આ મંદિરની છત છે. ખુલ્લી છત અને ચારેબાજુ લગભગ ૪ ફૂટ ઊંચો મુંડેર (અગાશીથી થોડો ઊંચો છેવટનો ભાગ). છતની પશ્ચિમમાં મંદિરનું શિખર તથા કળશ. ચોરસ આકારમાં કમળના ફ્લોથી ઉઠતા (શોભતા) ઊંચા શિખર પર ધ્વજદંડ લાગેલો છે. આકાશ સાથે વાતો કરતો કળશ ! શિખરની નીચે ફરી મૂર્તિઓને રાખવાનું સ્થાન, જે અત્યારે સ્વચ્છ ‘સ્ટોર’ છે. આ મૂર્તિસ્થાનની છત ગુંબજ જેવી છે, જેને ચારેય બાજુથી રંગીન, સુંદર સજાવટ કરવામાં આવી છે. ગુંબજના મધ્યમાં એક રંગીન ફલ ! આ બધું જોઈને અહેસાસ થયો કે ઘરવાળાઓએ આ મંદિરની સારી કાળજી રાખી છે. ત્યાં સુધી કે તેઓએ છેલ્લાં ૬૫-૭૦ વર્ષમાં ‘ફ્રેસ્કોઝ’ને બચાવવા ચૂનો પણ નથી કરાવ્યો, પણ ‘ફ્રેસ્કોઝ’ (ભીંત પર ઉપસાવેલા કલાત્મક ચિત્રો)ના રંગ એવા લાગતા હતા કે જાણે તેને બનાવીને કારીગરો હમણાં જ નીચે ન ઊતર્યા હોય ! અમે આ શિખર-કળશની પરિક્રમા કરી રહ્યા હતા. ચારેબાજુ સુંદર ગોખલા બનેલા હતા. આ ગોખલાની સાથે અડધા કમળના ફૂલ દીપક રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. નારોવાલનું જૈન મંદિર શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૮૯૭નું ચાતુર્માસ નારોવાલમાં કર્યું હતું. તેમના ઉપદેશથી અહીં મંદિર બનાવવાનું આયોજન થયું. મૂળનાયક ભગવાન CS Page #122 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી કે જેમની અંજનશલાકા ગત વર્ષે સનખતરામાં થઈ હતી, તેમનું સ્થાન નિર્ધારિત કરી, ભૂમિપૂજન પણ આ ગુરુદેવની નિશ્રામાં થયું. મંદિર બનાવવાનું કામ પોતાની ગતિથી ચાલતું રહ્યું અને ઈ.સ. ૧૯૧૨ સુધીમાં મંદિર તૈયાર થઈ ગયું. શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે આજ્ઞા તથા મુહૂર્ત મેળવીને તા. ૧૯-૨-૧૯૧૩, વિ.સં. ૧૯૬૯, માઘ શુક્લ તેરસ, બુધવારના દિવસે ભગવાન મુનિસુવ્રતસ્વામી જૈન મંદિરની પ્રતિષ્ઠા સ્વામીજી સુમતિવિજયજી તથા પંન્યાસ સુંદરવિજયજી દ્વારા સંપન્ન થઈ હતી. આ મંદિરમાં મૂર્તિઓ રાખવાનું સ્થાન પહેલા માળે ખૂબ સુંદર રીતે બનાવેલ છે. ઘરમાં રહેતા લોકો સાફસફાઈ રાખે છે. ૧૯મા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની બન્ને બાજુ ઋષભદેવ તથા ચંદ્રપ્રભુ બિરાજમાન હતા. ભાવડા મહોલ્લામાં સ્થિત મંદિરની સાથે જ સાધુઓને રહેવા માટેનો ઉપાશ્રય હતો. છોકરીઓ માટેની શાળા પણ સમાજ દ્વારા સ્થાપવામાં આવી હતી, જે ઈ.સ. ૧૯૪૭ સુધી સફળતાપૂર્વક ચાલતી રહી. (પાકિસ્તાનનું નિર્માણ થતાં નારોવાલની આ સ્કૂલના દસ્તાવેજના આધારે સરકારે અંબાલા શહેરમાં એક શાળા બનાવવા માટે જગ્યા ફાળવી હતી.) નારોવાલમાં સાધુઓનું આવાગમન થતું રહેતું. ઈ.સ. ૧૮૯૭ (વિ.સં. ૧૯૫૪)માં આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ અહીં ચાતુર્માસ કર્યું હતું. તેઓએ અહીં જ મુનિ લલિતવિજયજીને સાધુદીક્ષા આપી હતી. અહીંની એક જૈન ધર્મશાળા ‘શેઠ પંજૂશાહ ધર્મચંદ કી સરાય’ નામથી અત્યાર સુધી મશહૂર છે. તેનાથી જૈન સમાજની જનસેવા તથા પરોપકારની ભાવના જોવા મળે છે. જૈન સ્થાનક અહીંના જૈન સ્થાનકમાં એક હૉલ તથા બે ઓરડાઓ સાધુ-સાધ્વીજીઓ માટે હતા. સામાજિક કાર્યો પણ થતાં રહેતાં. ભાવડા મહોલ્લાના લોકો મહોલ્લાથી બહાર થોડે દૂર એક મજાર હતી, જે ‘ધુવાજા પીર’ તરીકે ૯૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઓળખાતી. ત્યાં ઘાસ પર બેસીને પત્તા રમી રહ્યા હતા તેમાંથી એક જણને મેં પૂછ્યું, ‘આ મહોલ્લાનું નામ શું છે ?’ ‘આ મહોલ્લાનું નામ છે ‘ઉસ્માનિયા મહોલ્લો’. અગાઉ તે ‘ભાવડા મહોલ્લા' તરીકે ઓળખાતો. તેઓ ચાલ્યા ગયા એટલે નવા લોકોએ તેનું નામ પોતાની મરજી મુજબ રાખી લીધું. હવે તે લોકો તેનું જૂનું નામ બિલકુલ જાણતા નથી, પણ સરકારી દસ્તાવેજોમાં તેનું નામ ભાવડા મહોલ્લો છે.’ ‘આને ભાવડા મહોલ્લા કેમ કહેતા હતા ?’ ‘આ ભાવડાઓનો મહોલ્લો હતો. અહીંનાં કેટલાંક ઘરોનો એક જ મોટો પરિવાર હતો અને આ પરિવારના સો ઉપરાંત નાના-મોટા સભ્યો હતા. આ બધા એક જ દાદા-પરદાદાનાં સંતાનો હતાં. તેઓની અહીં ખૂબ સારી સંપત્તિ હતી. ‘પંજૂશાહ ધર્મચંદ્રકી સરાય' (જ્યાં અત્યારે શિક્ષણ વિભાગની ઑફિસ છે), કાલા મહલ, આ મંદિર, ઉપાશ્રય અને સ્કૂલ આ બધું તેઓનું હતું.’ ‘આ મંદિરમાં દરરોજ એક બોરી લોટનું ‘લંગર’ (સમૂહભોજન) ચાલતું હતું. તે લોકો સાથે મળીને જમતા. તેઓ શાંતિપ્રિય હતા. કોઈ સાથે લડાઈ-ઝઘડા કરતા નહીં. હું તમને તેઓનો આખો મહોલ્લો બતાવું છું.’ ‘તમે અહીંના મૂળ વતની છો ?’ ‘ના. અમે પણ ભારતમાંથી આવ્યા છીએ, પછી અહીં રહી ગયા. મારો જન્મ અહીં જ થયો છે. સરકારી સ્કૂલમાં હું શિક્ષક છું.’ તે મારી સાથે ગલીના દરેક મકાન પાસે જઈને કહેતા કે, આ ભાવડા લોકોનાં મકાન છે. એક મકાન પર લખ્યું હતું - ‘મકાન લાલા રિખીરામ જૈન, જાગીરીમલ જૈન. સંવત ૧૯૮૧, ઈ.સ. ૧૯૨૫.’ આ આખો મહોલ્લો એક ગોળ ગલીથી પરસ્પર જોડાયેલો હતો. આખા મહોલ્લાનો આંટો લગાવીને અમે જૈન મંદિરના દરવાજા પાસે આવી ગયા. લખ્યું હતું – ‘જૈન શ્વેતાંબર મંદિર, વિથ શિખર’. હું આ મંદિરના નિર્માણ બાદ લગભગ ૧૫૦ વર્ષ પછી તેના દરવાજા પાસે ઊભો હતો – કેટલીય ઋતુઓના ગીત લઈને. સંભવ છે કે હજારો વર્ષ પૂર્વે ૯૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ ---પાકિસ્તાનનાં જૈન મંદિરો --------------- આ ધરતી પર કોઈ જૈન તીર્થંકરનાં ચરણ પડ્યાં હોય. મેં નારીવાલના આ શ્વેતાંબર મંદિરના ઉદાસ કળશ તથા શિખરને એક વાર ફરી ધ્યાનપૂર્વક જોયાં. તેમની ઉંમર ૧૫૦ વર્ષ થઈ ચૂકી હતી. પશ્ચિમ દિશાના સૂરજના કિરણોથી મારી આંખો બંધ થવા લાગી. ઇંટો અને મસાલાઓથી બનેલું શિખર ૧૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી ચૂક્યું છે. હવે તે દેહને પલટવાની અવસ્થામાં છે. મેં મારી તરફ નજર કરી. ઉત્તર મળ્યો, “ના, હું દેહ પલટી શકું નહીં. હું વધુમાં વધુ શરીરથી મુક્ત બનીને પરમાત્માનો હિસ્સો થઈ શકું છું અને મારું શરીર માટીમાં ભળી જઈને પોતાનું અસ્તિત્વ ખોઈ શકે છે.” શરીરનું અસ્તિત્વ જ્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે ત્યારે માટીનું શરીર માટીમાં જ ભળી જાય છે. દાર્શનિક સૂફી કવિ બુલ્લેશાહના શબ્દોમાં - माटी कदम करेंदी यार चार सइयाँ रत्न खेड़न गलियाँ पंजवीं विच सरदार हस्स खेड मुड़ माटी होइयाँ पौदियां पैर पसार ___ माटी कदम करेंदी यार । અર્થાત્ આ અસાર સંસાર આમ ને આમ ચાલી રહ્યો છે. (પંચમહાભૂતોનું દર્શન છે) ચાર સખીઓ રમે છે. પાંચમી તેઓની સરદાર છે. અવધિ પૂર્ણ થઈ ગઈ. બધી પાછી આવી ગઈ – પગ પસારીને. (૧) નારોવાલ શ્વેતાંબર જૈન સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે સારો લગાવ હતો. લાલા જસવંતરાય (વકીલ), લાલા રતનલાલ (વકીલ), લાલા તિલકચંદ (M.Sc.), પ્રિન્સિપાલ જ્ઞાનચંદ (M.Sc.), ડૉ. સુશીલકુમાર, શ્રી વિજયકુમાર (વકીલ), શ્રી હંસરાજ (બી.એ.બી.ટી.) વગેરે કેટલાંક નામ ઉદાહરણરૂપે છે. વર્તમાનમાં બધા પરિવાર બટાલા, અબાલા – લુધિયાણા, જાલંધર, દિલ્હી, ચંડીગઢ તથા ભોપાલ વગેરે જગ્યાએ વસેલો છે. (૨) ઈ.સ. ૧૯૪૧માં આચાર્ય વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં એક પગપાળા યાત્રીસંઘ, નારીવાલથી કિલા સોભાસિંહના મંદિરના દર્શન-વંદન હેતુ ગયો હતો. CC Page #125 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૧ સનબતશ Ė વી ફોજ જ્ઞાન ટી ના ........ “પહચાન'ની પોતાની જ કથા છે. ક્યારેક કોઈ સ્થાનવિશેષ સાથે વ્યક્તિની ઓળખાણ થાય છે અને ક્યારેક વ્યક્તિ જ કોઈ સ્થાનની ઓળખનું પ્રતીક બની જાય છે. કોઈનું કર્તવ્ય પણ તેની ઓળખ બની જાય છે. સનખતરા જવા માટે અમે નારોવાલવાળી સડક પર હતા. સૌથી પ્રથમ પહોંચ્યા કરતારપુર સાહિબ. કરતારપુરની ઓળખ છે – ગુરુનાનકદેવ. આ સ્થાને તેઓએ ૧૮ વર્ષ ખેતી કરી, હળ ચલાવ્યા અને રાવી નદીના પાણીમાં સ્નાન કર્યું. અહીં જ ભાઈ લહનાને ગુરુ અંગદ બનાવ્યા અને અહીં જ પંજાબી બોલીને ગુરુમુખી લિપિ મળી. મનુષ્યમાત્ર માટે ગુરુજીનું અમર વાક્ય અહીં જ પ્રફુરિત થયું - “નામ ગપો, રિત વારો, વંદુ છો? ગુરુનાનકના મતે એ જ મનુષ્યની ઓળખાણ છે, જે તેને અન્ય જીવો, પશુઓથી પણ અલગ પાડે છે. અમારી ગાડી સડક પર દોડતી હતી. સડક પર સેના માટે બનાવેલા બંકરો હતાં. અમે ભારત-પાકિસ્તાનની સીમા પર ચાલતા હતા. બન્ને બાજુ બંકરો હતાં. રાજનીતિ, રાષ્ટ્રીય હિતની વાતોમાં ક્યાંય સામાન્ય જનતાનું નામ નથી ! સુરક્ષા નામે મિલિટરી, સિવિલ, નેતાઓ તથા અફસરોને લહેર છે, મરે છે તો બિચારી આમજનતા. વાતો કરતાં સનખતરા પહોંચી ગયા. શહેરના પ્રથમ ચોકથી જ અમે જમણી તરફ વળ્યા. કોઈને પૂછવાની જરૂર ન પડી. મંદિર નજરે પડતું હતું. આગળ વધ્યા તો સનખતરાનું બજાર નજરે પડ્યું. રોનકવાળા લાંબા બજારની જમણી બાજુએ વળતાં જ મંદિર પહોંચી ગયા. અમારી સામે જ હતું – JAIN SHVETAMBER TEMPLE WITH SHIKHAR - Hlezal દરવાજામાં પ્રવેશતાં જ સરકારી સ્કૂલ હતી - જેને તાળું મારેલું હતું. દરવાજાની (૧૦૦) Page #126 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ડાબી બાજુ અલગ અલગ પ્રકારની દુકાનો. આ દુકાનો પણ મંદિરની ઇમારતનો હિસ્સો હતી. દુકાન પર બેઠેલા એક યુવાને અમારા કહેવાથી એક ઘરનું દ્વાર ખખડાવ્યું, પણ ત્યાં રહેલી મહિલાઓએ અંદર જવા દેવાનો ઇન્કાર કર્યો. હવે તેઓનું ઘર હતું, મંદિર નહીં. અમે તેઓનું ઘર જોવા નહીં, મંદિર જોવા આવ્યા હતા, પણ હવે આ મંદિરની ઓળખ બદલાઈ ગઈ છે. જ્યારે ઓળખ બદલાઈ જાય ત્યારે પાછળનું બધું અતીત બની જાય છે. વીતેલો ભૂતકાળ અને કેટલીક વાર ખોવાયેલો ભૂતકાળ. પાસે જ સોનીની દુકાન હતી. દુકાનદારે સારી રીતે સ્વાગત કર્યું. અમને બેસાડચા. નામ પૂછતાં તેણે પોતાનું નામ મુહમ્મદ અસગર સાગર કહ્યું. ‘સાગર’ તેનું તખલ્લુસ હતું. તેણે કહ્યું કે, ‘મને સૂફી કલામનો શોખ છે.’ થોડી વાર પછી મેં શાંતિથી પૂછયું કે, આ મહોલ્લાનું નામ શું છે ?’ ‘આ મહોલ્લાનું નામ ‘ભાવડિયાં મહોલ્લો’ છે. અત્યારે આ ચોક ‘હુસૈની ચોક’ તરીકે ઓળખાય છે. પહેલા આને ‘મંદિરવાળો ચોક’ કહેતા હતા.’ ‘શું તમે કોઈ એવી વ્યક્તિ સાથે મેળાપ કરાવી શકો કે જે આ મંદિર તથા ભાવડા વિશે અમને કંઈક કહી શકે ?' અસગરે તે વખતે નાના છોકરાને નંબરદાર બાબાજીને બોલાવવા મોકલ્યો. થોડી વારમાં ગ્રામ્ય પોશાકમાં એક બુઝુર્ગ દુકાનમાં આવ્યા. પૂછતાં તેઓએ પોતાનું નામ ‘મિયાં ગુલામ મુસ્તફા અરાઈ’ બતાવ્યું. સાથે જણાવ્યું કે તેઓ અહીં કેટલીય પેઢીઓ સાથે રહે છે અને નંબરદારી એટલા સમયથી મળી છે. ‘આ મંદિરનું નામ શું છે ?’ ‘આ મંદિર જૈનોનું મંદિર કહેવાતું અથવા ભાવડાઓના મંદિર તરીકે પણ ઓળખાતું. આ આખો મહોલ્લો ભાવડાઓનો મહોલ્લો હતો. મંદિરના દરવાજામાં એક મોટો ઘંટ લગાવેલો રહેતો, જેને વગાડીને અંદર જતા. જ્યારે તેઓ પૂજાદિ કરતા ત્યારે સવાર-સાજ ઘંટ વગાડતા. આ મંદિરનો અંતિમ પૂજારી સાહિબસિંહ જૈન હતા, જે મંદિરનું ધ્યાન રાખતા હતા. લોકો સામાન્ય રીતે સફેદ વસ્ત્રોમાં આવતા.’ ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ---પાકિસ્તાનનાં જૈન મંદિરો “સાધુઓ પણ હતા ?' “હા, પણ બહુ થોડા સમય માટે તેઓ આવતા. અમારા દાદાના વખતમાં આવતા હતા.' “શું તમે આ મંદિરને અંદરથી જોયું છે ?' હા, આ મંદિર અંદરથી ખૂબ મોટું અને સુંદર હતું. દીવાલો પર નકશીકામ કરેલી તસવીરો હતી. સાથે ફૂલ, છોડવા અને સાધુઓની તસવીરો. વચ્ચે મોટો ઘંટ. અંદર ઘણા ઓરડાઓ હતા.' “આપના બુઝુર્ગોએ ક્યારેક મંદિર વિશે કંઈ કહ્યું છે ?' “હા, અમારા બુઝુર્ગ દાદા-પરદાદા સદા આ મંદિર વિશે કહેતા કે, એક વાર અહીં ભાવડા લોકોનો મેળો ભરાયો હતો. આઠ દિવસ સમેલન ચાલ્યું હતું. બહારથી હજારો જેનો અહીં આવ્યા હતા. ઘણા જૈન સાધુઓ પણ હતા. તે વખતે આ મંદિરમાં જૈન પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી હતી. સનખતરાના હિન્દુમુસલમાન - બધા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીંના કેટલાય ભાવડા શેઠ પ્રખ્યાત હતા. તેમનો વ્યવસાય શરાફ અને કપડાં વાસણનો હતો. એક વાત યાદ આવે છે કે આ મંદિરના ઉપરનો કળશ કેટલાય માઈલો સુધી દેખાતો! મંદિર પાસે સાધુઓના ઉતારા માટેની વ્યવસ્થા પણ હતી.' અત્યારે આ મંદિરમાં કોણ રહે છે ?' “બે પરિવાર રહે છે. પહેલાં આ મંદિર ખાલી હતું. થોડાં વર્ષ પહેલાં કારભારીને મળીને હિન્દુ વકફ પાસે અલોટ કરાવેલ છે.' એવું લાગ્યું કે નંબરદારને આ પરિવારોનું મંદિરમાં આવીને રહેવું સારું લાગ્યું નહોતું. તે મંદિરને માત્ર મંદિર રૂપે જ જોવા ઈચ્છતા હતા. તેમણે તો પેઢીઓથી તેને જૈન મંદિરના રૂપમાં જોયું હતું, હવે આ નવી ઓળખને તેઓ પચાવી શક્યા નહોતા. મને ખબર નથી કે તેઓની આ મંદિરવાળી ઓળખ ક્યાં સુધી ચાલશે ? જૈન ગ્રંથોના વિવરણમાં ક્યાંક વાંચ્યું હતું કે પાછલી સદીમાં થઈ ગયેલા, જૈન ઇતિહાસના વિદ્વાન એક જૈન સાધુ-આચાર્ય વિજયેન્દ્રવિજયનો જન્મ સનખતરામાં થયો હતો. ત્યારે તેઓના સાથી સાધુ શ્રી વિદ્યાવિજયજી ઇતહિાસની શોધમાં સૂબા સિંઘમાં પણ ગયા હતા. જૈન યતિ ગુરુદાસ ઋષિએ વિ.સં. ૧૮૭૧, ઈ.સ.૧૭૧૪માં અહીં પન્નવણા સૂત્રની પ્રતિલિપિ લખી હતી. ૧૦૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ -------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- સનખતરા - નંબરદારનું શહેર, શ્વેતાંબર મંદિરના પૂજારી સાહિબસિંહ જૈન અને ભારતીય ફિલ્મ એક્ટર રાજેન્દ્રકુમારની જન્મભૂમિ. અમે સનખતરા શહેરને જોઈને બહાર જઈ રહ્યા હતા. મેં છેલ્લી વાર પાછા ફરીને તે જગ્યાએથી મંદિરના કમરાને જોયો. એવું લાગ્યું કે જાણે તે કહી રહ્યો હોય કે, મને શરમ આવે છે કે આપના માટે મારું દ્વાર ખોલી ન શક્યો. તમે મારા મહેમાન છો, પણ હું મજબૂર છું. હું ચાલી શકતો નથી, નહિતર હું તમારી સાથે ચાલી નીકળત ! પછી તે પોતાની જાતને જ કહે છે કે, જો ચાલવા યોગ્ય હોત તો સને ૧૯૪૭માં તેમની સાથે જ ચાલી નીકળ્યો હોત! મને એવું લાગ્યું કે તે સાચે જ મારી સાથે આવવા માગતો હશે. હું જ્યારથી તેને જોઈ રહ્યો છું, તે ચૂપચાપ મારી સાથે ચાલતો આવી રહ્યો છે! મને લાગે છે કે કદાચ તે રડી પડશે અને બોલી ઊઠશે – __ 'मैं भी झोक राँझन दी जाणा, नाल मेरे कोई चल्ते' અર્થાત્ (હીર ઉવાચ) મારે અવશ્ય રાંઝાને – મારા પ્રિયતમને મળવા જાવું છે. અરે ! મારી સાથે કોઈક તો ચાલે! સનખતરાનું જૈન સ્થાનક અહીં ભાવડાઓની ગલીમાં જ સ્થાનકનું ભવન છે. બહુ મોટું નહિ, પણ અહીંની આવશ્યક્તા અનુસાર બરાબર છે. સાધુ, સતીરત્નો પણ પધારતાં હતાં. આજે તેણે એક ઘરનું રૂપ લીધું છે. (૧) સનખતરાના મંદિરની પ્રતિષ્ઠા શ્રી આત્મારામજી મહારાજે એપ્રિલ ૧૮૯૬માં કરાવી હતી. મૂળનાયક શ્રી ધર્મનાથ, જમણી તરફ ઋષભદેવ તથા પાર્શ્વનાથ તથા ડાબી બાજુ સુવિધિનાથ તથા ચંદ્રપ્રભુ - કુલ પાંચ પ્રતિમાજી વેદીમાં વિરાજમાન હતી. સામેની તરફ શાંતિનાથ, નેમિનાથ તથા અજિતનાથ હતા. દેશનું વિભાજન થતાં આ મૂર્તિઓનું શું થયું તેની ખબર નથી. (૨) સનખતરાના લાલા અમીચંદ જૈન ખંડેલવાલ, જૂના જમાનાના ગ્રેજ્યુએટ થયેલા હતા. ત્યાંની નગરપાલિકા અને કોંગ્રેસ કમિટીના પ્રધાન પણ હતા. (૩) પ્રાચીન સંદર્ભોમાં લાલા ગોપીનાથ, અનંતરાય તથા પ્રેમચંદ શ્રાવકોના નામ મળે છે. - - - - - - - - - - - - - - ૧૦૩. Page #129 -------------------------------------------------------------------------- ________________ - - - - -પાકિસ્તાનનાં જૈન મંદિરો - -- પ્રકરણ : ૩૨ પસર ... વરસતા ર પસર મેરા પુસ્તકોની દુનિયા એક ગજબની દુનિયા છે. મારો ઓરડો પુસ્તકોથી ભરેલો છે. એમાંથી કેટલાંક પુસ્તકો મારાથી શરમાય છે અને કેટલાંકથી હું શરમાઉં છું ! કેટલાંક મારાથી છુપાય છે, તો કેટલાંક ઈશારાથી બોલાવે છે ! મારી મોટી મુશ્કેલી એ છે કે કઈ વાત કે કયા અક્ષર મારા મનની સાચી ચિત્રકારી કરી શકશે ! “પીરબાબા સરકાર ખજાનચી'ની કથા શરૂ કરું કે પસરુરમાં મુનિ ખજાનચંદની સમાધિ વિશે જાણકારી કે તેઓ મુસ્લિમ પીર કહેવાયા એની વાત કરું ? કોઈ છેડો હાથ આવતો નથી. લાહોરથી નારોવાલ જનારી સડક પરથી અમે પસરુર પહોંચવાના હતા. સિયાલકોટ જિલ્લાના તાલુકા પસરુરની ઉત્તરે સિયાલકોટ, પશ્ચિમમાં ગુજરાંવાલા અને પૂર્વમાં નારોવાલ તથા કિલા સોભાસિંહ શહેરો છે. બહાર રસ્તા પર પંજાબી શાયર હયાત પસરુરીના પુત્ર અને કવિ હબીબ સાહિબ અમારી રાહ જોતા હતા. તેઓની સાથે શહેરમાં પહોંચ્યા અને ચા વગેરે બાદ ભાવડા મહોલ્લાની શોધમાં નીકળી પડ્યા. બજારથી આગળ, જમણી બાજુ લગભગ ૧૦૦ મીટર લાંબી ગલી આગળ જતાં બે ભાગમાં વહેંચાઈ ગઈ. સામે દીવાલ પર “મોદી ખોખરાં લખ્યું હતું. અમે ડાબી તરફ વળ્યા. અહીં ભાવડિયા દરવાજો હતો. મેં દરવાજાવાળી જગ્યાએથી ભાવડા મહોલ્લાની ગલીના ફોટા લીધા. અમારી સામે સુંદર મકાન હતું. હબીબ તેમાં જવા લાગ્યો અને મને પણ અંદર બોલાવી લીધો. દરવાજાની સાથે નીચી છતનો વરંડો હતો. દીવાલની સાથે પાણીની વ્યવસ્થા, જ્યાં આવનારા લોકો હાથ-મોં ધોતા. એની સાથે કબર પર લીલા (૧૦૪) Page #130 -------------------------------------------------------------------------- ________________ --------------પાકિસ્તાનનાં જૈન મંદિરો --- ---- રંગની ચાદર, જેના પર કુરાનનાં વાક્યો લખ્યાં હતાં. લોઢાની બારીની સૌથી ઉપર લખ્યું હતું – “હનરત વીવી નવી સરકાર” કબર પર છત નહોતી, પણ દીવાલો પરથી લાગતું હતું કે પહેલા અહીં છત હતી. હબીબે પૂરી નમ્રતા અને વિધિપૂર્વક દુઆ માગી. તેમના અસલ નામની કોઈને ખબર નથી, પણ સય્યદ મિયાં બરખુરદાર જે પસરુરની નજીક લડાઈમાં શહીદ થયા. મહોલ્લા ભાવડિયાની સાથે તેઓની મજાર છે. ભાવડા લોકોએ પણ સન્માનપૂર્વક તેને કાયમ રાખ્યો. હવે આ મહોલ્લા ને “મુહલ્લા ઈમામ સહિબ” કહે છે.” હબીબ પોતાના બુઝુર્ગો તથા નગરવાસીઓ દ્વારા સાંભળેલી વાતો સંભળાવતો હતો. વાતો કરવામાં એક શ્રદ્ધા, સાચો લગાવ અને એક સાચા મુસલમાનનો પ્રેમ હતો. 'गौर से देखें तो काबे को सन्त परवाना कहें" મજારમાંથી બહાર આવ્યા તો હબીબે બોલવાનું શરૂ કર્યું કે, તેના બુઝુર્ગ કહેતા હતા કે આ ઘરમાં સાધુજનો રહેતા હતા અને આજે પણ તેને ‘સાધુઓનો ડેરો' કહે છે. ત્યાં સામેનું ઘર ઉત્તમચંદ ભાવડાનું છે, જે અહીંના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તથા કમિટીના સભ્ય પણ હતા. અને આ જૈન સાધુઓનું નવું સ્થાન છે. મુસલમાનો તો તેને જૈન મંદિર કહે છે. જૈન સભા પણ અહીં થતી. મહોલ્લો ભાવડા ખૂબ ધનવાન મહોલ્લો લાગ્યો. બધાં મકાન ચાર-પાંચ માળનાં હતાં. હું વિચારતો હતો કે સમયની સાથે શું શું નથી બદલાતું અનેક જૈન તથા બૌદ્ધ મંદિરો અત્યારે હિન્દુ મંદિર તરીકે પૂજાય છે અને અનેક મંદિર હવે મસ્જિદ બની ગયાં છે ! એ રીતે કાલના જૈન સાધુ ખજાનચંદ આજે હજરત બાબા ખજાંચી સરકાર છે. ૭૦ વર્ષ પહેલાં જૈન મહાત્માનું સમાધિસ્થળ હતું અને આજે તે પીરબાબાની કબર બની ગઈ છે ! કાલે તેની જૈનો પૂજા કરતા અને આજે મુસલમાનો તેના શ્રદ્ધાળુ છે. કાલ હિન્દુસ્તાન, આજે પાકિસ્તાન. તેમના ખજાનચંદ, અમારા બાબા ખજાચી સરકાર ! ૧૦૫) Page #131 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ना मैं पाका विच पलीतां ना में विच कुफर दियां रीतां का जाणां मैं कौन वे बुल्हया का जाणां मैं कौन । (बुल्हेशाह) અર્થાત્ હું પલીતો (દૂષિતો)માં પવિત્ર નથી, ન તો કાફિરોના કુફરમાં છું. હું અત્યાર સુધી પોતાને ‘સ્વ'ને શોધી રહ્યો છું કે હું કોણ છું?' મુનિશ્રી ખજાનચંદજી મુનિ ખજાનચંદજીનો જન્મ એક સુખી પરિવારમાં પિતા મોહનશાહ અને માતા ગણેશીબાઈના નિવાસસ્થાને ઈ.સ. ૧૮૮૩માં થયો હતો. નાની ઉંમરથી જ વૈરાગ્યનો રંગ લાગી ગયો. ઈ.સ. (૧૯૦૩માં ગુજરાંવાલામાં સ્થાનકવાસી સાધુ (પછી પ્રધાનાચાર્ય શ્રી આત્મારામજી પાસે સાધુદીક્ષા ગ્રહણ કરી. પોતાની પ્રખર પ્રજ્ઞાથી જૈન આગમાનું જ્ઞાન પ્રાપ્ત કરીને, ધર્મપ્રચાર તથા સમાજ સુધારણાનાં કાર્યોમાં લાગી ગયા. પ્રાચીન (હાનિકારક) રીતરિવાજો તથા રૂઢિઓને દૂર કર્યા. કન્યાકેળવણી પર ભાર મૂક્યો અને શાળાઓ ખોલી. સાધુઓના નિવાસ માટે સ્થાનકો (ભવન) બનાવવાનો ઉપદેશ આપ્યો. ઈ.સ. ૧૯૪૫માં પસરમાં તેઓ કાળધર્મ પામ્યા. મહોલ્લા ભાવડામાં તેમનું સમાધિસ્થાન બનાવવામાં આવ્યું. બાબા ધર્મદાસ મોગલોના કાળમાં દુગડે ગોત્રના બાબા ધર્મદાસ, પોતાના સમયના દાનેશ્વરી અને જરૂરતમંદોને સહાય કરનારા થઈ ગયા. લોકો તેઓને ‘શાહજી'ના નામથી ઓળખતા. એક વાર તેઓ પોતાના ખેતરમાં એકલા કામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાકુઓ આવી પહોંચ્યા. સામનો કરતાં ડાકુઓના હાથે તેમનું મૃત્યુ થયું. મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો. રાત્રે માતાના સ્વપ્નમાં આવીને કહ્યું કે, “મારું મૃત્યુ થઈ ચૂક્યું છે. મારા અંતિમ સંસ્કાર ખેતરમાં જ આંબાના ઝાડ નીચે કરજો. અગ્નિસંસ્કાર કરી પાછળ ન જોતા તથા ત્યાં જ મારું સમાધિસ્થાન બનાવજો. તે વૃક્ષની કેરી મારી પત્નીને ખવડાવજો. તેના પેટમાં મારું બાળક છે.” તેઓની સમાધિ પણ પસરમાં બની – બાબા ધર્મદાસ પસરુર નિવાસી ગુગ્ગડ (ઓસવાલ) ગોત્રવાળાના ઉપકારી માનવામાં આવે છે. ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો-------- પ્રકરણ : ૩૩ દેરાફેર અથવા કિલા દ્રાવિડ (દાદા જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ) सब तो खतरनाक ओह दिशा हुंदी ए નિદ વિન્ચ માત્મા રા સૂરજ્ઞ ૩ળું ગાવે . (પાસ) દાદાગુરુ જિનકુશલસૂરિજીની સ્વર્ગારોહણ ભૂમિ દેરાઉર તરફ આગળ વધી રહ્યા હતા. સફર લાંબી હતી રસ્તામાં પ્રથમ ‘યજમાન મંડી પહોંચ્યા. ત્યાંથી મળશે દ્રાવિડ કિલાની સડક. દૂરદૂર સુધી ફેલાયેલા વિસ્તારોમાં નાની નાની ઝાડીઓ જાણે જમીન પર સૂતેલી હોય તેમ લાગતી હતી. તેઓ રણપ્રદેશની સુહાગ છે. જ્યાં નજર પહોંચતી ત્યાં રણપ્રદેશના રંગ નજરે પડતા હતા. बालू रेत थलां दी तपदी जीवे जौं भुनण भुनियारे । અર્થાત્ રણપ્રદેશની રેતી એટલી ગરમ હોય છે, જેમ ભઠ્ઠીમાં જવને શેકવામાં આવતા હોય! આગળ બહાવલપુર રાજ્ય હતું. હવે તેના ત્રણ જિલ્લા છે – બહાવલપુર, બહાવલનગર અને રહીયાર ખાં. એક સમયે ટેક્સલા (તક્ષશિલા) રાજ્યની સીમાઓ બહાવલપુર રાજ્ય સુધી હતી. ટેક્સલાની કેટલીય યાદગીરી અહીં મોજૂદ છે – જેમ કે રહીયાર ખાં માં – ‘પત્તન મુનારા'. પત્તન મુનારા પ્રાચીન સ્થળ છે. અહીંના રાજાએ સિકંદર સાથે યુદ્ધ કર્યું હતું અને ઈ.સ. પૂર્વે ૩૨૫માં મૃત્યુ પામ્યો હતો. અહીં બીજી સદીનું પૂજાસ્થાન મળ્યું હતું, જે આ વિસ્તારમાં સૌથી સારી હાલતમાં હતું. તેને જ પત્તન મુનારા કહે છે. રસ્તામાં ‘કિલા ફોલડા’ આવ્યું. આ કિલ્લાની પણ પોતાની કથા છે. આ કિલ્લામાંથી પણ જૈન મૂર્તિઓ મળી આવી છે. અહીં લાંબા સમય સુધી જેનો Page #133 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો --~-------- રહેતા હતા. જૈન સાધુઓનું પણ આવાગમન રહેતું. સામે કિલ્લો દ્રાવિડ (દરાઉરો દેખાતો હતો. રેતીના સમુદ્રમાં લાલ ઇંટોના મિનારા જાણે અમને બોલાવતા હતા. થાક્યા ત્યારે કિલ્લાની દીવાલનો સહારો લઈને ઊભા રહ્યા. દેરારિ ધીમે ધીમે તૂટતી દીવાલો, મોસમના મારથી જર્જરિત થતી ઇંટો ત્યાં હતી. દીવાલ તથા દરવાજાઓને પસાર કરતા અંદર પહોંચ્યા. આ દ્રાવિડ કિલ્લો છે, જેને હવે લોકો કિલ્લા દિલાવર તરીકે ઓળખે છે. તેનું જૂનું નામ હતું - દેરારિ. કિલ્લાની તારીખ દેખાતી નહોતી. ત્યારે લાગ્યું કે પગ નીચેની ઇંટો ખડખડાટ હસી પડી અને બોલી, “અમારી પાસે આ કિલ્લાની માહિતી (હકીકત) છે. અમારા શરીર પર હજુ સુધી તે હાથનાં નિશાન છે, જે આને (કિલ્લાને) બનાવીને ગયાં છે. આ કિલ્લાને રાજા દેવસિદ્ધ બનાવ્યો હતો. રાજાનું બીજું નામ દેવ રાવલ પણ હતું. અગાઉ આ કિલ્લાનું નામ દેવ રાવલ જ હતું. પછી દેરારિ નામ થઈ ગયું.' હજી સુધી મને ખબર નહોતી કે હું શ્રી જિનકુશલસૂરિજીનું સમાધિસ્થાન જોઈ શકીશ કે નહીં? તે સમાધિસ્થળ કાયમ છે કે નહીં? સમાધિ કિલ્લાની અંદર છે કે બહાર - કંઈ ખબર નહોતી. મારા મિત્ર નદીમ ખાદરે કેટલાંક વર્ષો પહેલાં સમાધિસ્થળનો ફોટો બતાવ્યો હતો. | વિચારતો હતો કે, સમાધિસ્થળ નજરમાં આવે અથવા તેની નિશાનીઓ મળે. અમે કિલ્લાની મોટી દીવાલ પાસેથી ચાલી રહ્યા હતા. દક્ષિણ દિશામાં એક નાનકડી ઈમારત નજરે પડી. આ એ જ સમાધિસ્થળ છે કે જેનો ફોટો મારા મિત્રએ મને બતાવ્યો હતો. હવે મને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. કાચાં મકાનોની વચ્ચેથી અમે સમાધિસ્થળ સુધી પહોંચ્યા. મેં શ્રી જિનકુશલસૂરિજીની સમાધિના ચોખટ પર હાથ રાખ્યો. અંદર અંધારું હતું. ચાર ફૂટના વૃત્તાકાર ગુંબજમાં પ્રવેશ કર્યો. ત્યાં અંધારું હતું. દીવાલોનાં પડ ઉખડી ગયાં હતાં. થોડું અજવાળું થયું તો મને એવું લાગ્યું કે જાણે અહીં જૈન સાધુ તપશ્ચર્યા કરી રહ્યા છે. પોતાના જ્ઞાન-ધ્યાનમાં લીન છે. ૧૦૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો કાચાં મકાનોમાં રહેવાવાળા કેટલાક બાળકો ત્યાં આવી પહોંચ્યા. તેઓને લાગતું હતું કે અત્યાર સુધી આવનારા બધા લોકો કિલ્લાના જ ફોટા લે છે, સમાધિસ્થળ પર આજે પહેલી વખત આવનારા લોકો કોણ છે ? તેમાંના એકે કહ્યું કે, આ અમારું મંદિર છે. ‘તમારું મંદિર ?' ‘હા, અહીં અમે પૂજા કરીએ છીએ.’ ‘તમે હિન્દુ છો ?’ ‘હા, અમે ભીલ છીએ, આ લોકો દ્રાવિડ છે. આ અમારા ભગવાનનું મંદિર છે.’ અમારા માટે આશ્ચર્યની વાત હતી. હિન્દુ, જૈન, ભીલ, દ્રાવિડ તથા કોળી પંજાબના પ્રાચીન કબીલા! ધરતીનાં સંતાનો! ખરોટથી માંડીને પારકર નગર સુધી આજે પણ આ લોકો દઢતાપૂર્વક જીવી રહ્યા છે. બાળકોની વાતો સાંભળીને હું ફરી એકવાર સમાધિસ્થાનની અંદર જવા લાગ્યો. વરંડાની દીવાલ પર લાલ રંગથી એક વૃક્ષનું ચિત્ર બનેલું હતું. સમાધિ તરફ ધુમાડાની સેર, જાણે કોઈએ દીપક પ્રજ્વલિત કર્યો હોય ! ફર્શ પર પણ તેલના નિશાન અને સળગતી અગરબત્તીઓની રાખ હતી. — આ આચાર્ય જિનકુશલસૂરિજીની સમાધિ છે. તેઓએ દિલ્હીના બાદશાહ કુતબુદ્દીન ઐબકને પોતાની યોગ્યતાથી પ્રભાવિત કર્યા હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૨૮૦માં થયો હતો. સિંધ અને પશ્ચિમ પાકિસ્તાનના ક્ષેત્ર તેઓના ધર્મપ્રચારનાં કેન્દ્રો રહ્યાં. ટૈક્સલા નજીક ઉચ્ચાનગર અને ક્યાસપુરમાં પણ તેઓએ વિહાર કર્યો હતો. તેઓને ત્રીજા દાદાગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનાં અનેક મંદિરો કે દાદાવાડીઓમાં તેઓની પજા થાય છે. આ દાદાગુરુએ આ દ્રાવડ કિલ્લાની બહાર ઈ.સ. ૧૩૨૭માં દેહત્યાગ કર્યો. અહીં તેમનો અગ્નિસંસ્કાર થયો અને સમાધિસ્થળ બન્યું. લગભગ ૪ × ૪ ફૂટનો ગોળાકાર ગુંબજ અને એટલો જ મોટો વરંડો. અહીં રહેતા ભીલ, કોળી અને હિન્દુઓનું પૂજાસ્થળ. તેમાંના કોઈ આવીને દીવો પેટાવે છે. ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ -- ----પાકિસ્તાનનાં જૈન મંદિરો કહેવાય છે કે, આ વિસ્તાર પહેલેથી જ રણપ્રદેશ નહોતો. અહીં નદી વહેતી હતી, જે સરસ્વતી કે હાકડા તરીકે ઓળખાતી. બૌદ્ધ ભિક્ષુઓએ અહીં સ્તૂપો બનાવ્યા. જૈન સાધુઓએ ધર્મપ્રચાર કર્યો. બાદશાહોએ કિલ્લા બનાવ્યા અને આ કિલ્લાની દીવાલ પાસે આચાર્ય જિનકુશલસૂરિજી – મહાન ધર્મગુરુએ વિશ્રામ કરેલો. વિશ્રામ ... અનંતકાલીન વિશ્રામ. આ ક્ષેત્રનું લોકગીત છે – हढ आवेगा हाकड़ा अन्दर हाकडा मुट बहेगा फिर इसके नदियाँ नाले ___ पानी संग भर जावन गे फेर बहेगा हाकडा साडा फेर बहेगा। - - - - - - - - - - - - - - - - - - - - - - - - શ્રી અગરચંદ નાહટા અનુસાર સંવત ૧૬૫૭ (ઈ.સ. ૧૬૦૦) મહા સુદ ૧૦, મુલતાનમાં ગુરુચરણની પ્રતિષ્ઠા થઈ. લાહનૂર (લાહોર)માં દાદાજીનાં પંજાબી ભાષાના સાત પદોનાં ગીતોની રચના થઈ હતી. જંડલી' નામના સ્થળે જિનકુશલસૂરિજીની પાદુકાઓ હતી. યતિ સુખલાલ દ્વારા રચિત એક ગીતમાં હાજીખાનની દાદાવાડીનો ઉલ્લેખ છે. જિનચંદ્રસૂરિના શિષ્ય સમુદ્રસૂરિ રચિત પદોમાં દેરાઉરમાં કેટલાંય નગરોના યાત્રિકો પધારતા તેવા ઉલ્લેખ છે. - - - - - - - ૧૧૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૪ દેરાઉર નગર - ઈતિહાસના પાને પાકિસ્તાનના બહાવલપુર રાજ્યમાં સ્થિત દેરાઉર નગર (દ્રાવડ) કિલ્લો તે સમયે અત્યંત પ્રસિદ્ધ અને પ્રાચીન સ્થાન હતું. એક શક્તિશાળી કિલ્લાની અંદર અને બહાર વસેલા આ શહેરની સાથેસાથે પ્રાચીન સરસ્વતી નદી વહેતી હતી, જે આ ક્ષેત્રમાં હાકડા નદી તરીકે ઓળખાતી હતી. હડપ્પા અને મોહેંજો-દડોનો સમય ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષ માનવામાં આવે છે. લગભગ આ સમયમાં દેરાઉરમાં પણ એક વિકસિત સભ્યતાનો પ્રસાર હતો. દૈનિક અખબાર ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' (૮-૨-૨૦૧૨)માં દેરા ઉરના સમાચાર વિસ્તારથી છપાયા હતા. તે અનુસાર - પાકિસ્તાનના પુરાતત્ત્વ વિભાગે સિંધુ સભ્યતાના સમયની મહોર” ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષની છે, જે ત્યાંના ચોલિસ્તાન ક્ષેત્રમાં ખોદકામ દરમ્યાન પ્રાપ્ત કરેલ છે. ચોરસ સીલ પર મોટા શીંગડાવાળો પહાડી બકરો (અથવા બળદોને અંકિત કરીને બનાવવામાં આવેલ છે. તેની સાથે પાંચ અન્ય ચિત્રો તથા રેખાચિત્રો છે. બકરા (કે બળદ)નું શારીરિક ચિહ્ન સ્પષ્ટ છે. આ સીલ દેરાવર કિલ્લાની પાસે વસૂવાલા માના સ્થળે પૌરાણિક હાકડા નદીના તળેથી મળી આવેલ છે. સિંધુઘાટીથી મળેલ સીલોને મળતી આવતી આ સીલે દેરાવર કિલ્લાના ઈતિહાસને પણ સિંધુકાળથી જોડી દીધો છે ... એટલે કે આજથી ઇ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષ સુધી. ૧૧ ૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૫ દેરાઉર સમાધિની હકીક્ત ભગવાન મહાવીરની પરંપરામાં ઓગણીસમા પટ્ટધર (લઘુશાંતિના રચયિતા) શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલા, ઉચ્ચનગર અને દેરારિ વગેરે નગરોમાં ઘણા બધા ક્ષત્રિયોને બોધ આપીને સવાલ બનાવ્યા હતા. શ્રી જિનકશલસૂરિજીએ સિંધમાં ઉચ્ચનગર, દેરાઉ, ક્યાસપુર, બહેરામપુર, મલિકપુર વગેરે અનેક નગરોમાં વિહાર કર્યો. ૯ સાધુ અને સાધ્વીજીઓને દીક્ષા આપી. ક્યાસપુર અને રેણુકોટમાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા કરાવી. તેઓ ચાર-પાંચ વર્ષ સિંઘમાં વિચર્યા હતા. તેઓ દેરાફેર (સિંધ)માં સંવત ૧૩૮૯, ફાગણ વદ પાંચમના દિવસે કાળધર્મ પામ્યા. તેમના અગ્નિસંસ્કાર સ્થળે એક સ્તૂપનું નિર્માણ કરવામાં આવ્યું. વિ.સં. ૧૬૪૯માં ચોથા દાદાગુરુ જિનચંદ્રસૂરિજીએ લાહોરમાં સમ્રાટ અકબરની મુલાકાત લીધી અને ચાતુર્માસ કરીને બાદશાહ પાસેથી ફરમાન પ્રાપ્ત કર્યું. વિ.સં. ૧૬૫રમાં પંજાબથી પાછા ફરતાં પંચનદની સાધના કરવા માટે દેરાફેર નગરમાં ગયા. ત્યાં જિનકુશલસૂરિજીના પગલાં ના દર્શન કર્યા. વિ.સં. ૧૯૭૨માં જૈન યતિ જયનિધાને (શિષ્ય રામચન્દ્ર) દેરાઉરમાં એક ગ્રંથ કુર્માપુત્ર ચૌપાઈ'ની રચના કરી. શ્રી જિનકુશલસૂરિજીના શિષ્ય અને જિનચંદ્રસૂરિજીના ગુરુ જિનમાણિક્યસૂરિજીએ દેરાઉરમાં જિનકુશલસૂરિજીના સમાધિસ્થળે દર્શન માટે આવ્યા હતા. જૈન ઇતિહાસના શોધí Dr. Peter Flugel and Muzaffar Ahmed લખ્યું "Jinkushal Suri toured the small towns ans villages of the indus valley, south of Multan for five years until his death in Derawer, where a stupa (samadhi) was erected over his ashes and a dadabari surrounding it. The Samadhi was regarded as a miracle working shrine, not only by Jains and became the centre (૧૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ --------------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- of a network of further Dadabaries dedicated to Jinkushal Suri, in Hala, Dera Ghazi Khan, Lahore and Narowel etc." ગ્રંથ – “વરતનજી વI વૃદ્ધ તિહાસ’ લેખક : મહામહોપાધ્યાય વિનયસાગરજી, સંયોજન : ભંવરલાલ નાહટા, પ્રકાશનઃ પ્રાકૃત ભારતી, જયપુર, ૨૦૦૪-૦૫, અધ્યાય - ૫. પાનાં નંબર – ૧૯૭ અનુસાર "After Partition, relics, sand and stone were brought from the site to the Deraur Dadabari, near Jaipur (i.e. Malpura). કેટલાક લોકોએ મને કહેવડાવ્યું છે કે, દેરારિ (દ્રાવડ કિલ્લા)માં કિલ્લાની દીવાલની સાથે શ્રી જિનકુશલસૂરિજીનું સમાધિસ્થાન નથી. તેમના અંતિમ સંસ્કાર ખુલ્લી જગ્યાએ થયા હતા વગેરે. હું ઇતિહાસનો સંશોધનકાર છું – એક સંશોધનકાર તરીકે સંશોધન કરવું એ મારો ધર્મ છે. અનેક ઇતિહાસકારોએ પ્રાચીન ગ્રંથો, પુસ્તકો તથા સરકારી ગેઝેટોમાં જે લખ્યું છે, તે મેં વાંચ્યું છે કે જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ દ્રાવિડ કિલ્લાની દીવાલ સાથે છે. આ એવો પ્રશ્ન છે કે જેનો ઉત્તર મારી પાસે નથી – સિવાય પુસ્તકોના મૌન શબ્દો કે જે બધું કહીને પણ મૌન રહે છે! ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૬ રહીયાર ખાં (બહાવલપુર સ્ટેટ) બ્રિટિશકાળમાં મુસ્લિમ નવાબો દ્વારા શાસિત બહાવલપુર રાજ્યના વર્તમાનમાં ત્રણ જિલ્લાઓ બની ગયા છે – (૧) બહાવલપુર (૨) બહાવલનગર (૩) રહીમયાર ખાં. કહી શકાય કે રાજ્યના દક્ષિણ-પશ્ચિમ છેડાનું નામ છે – જિલ્લો રહીયાર ખાં અને જિલ્લાની રાજધાની છે આ નામનું આ શહેર. લાહોરથી મુલતાન થઈને બહાવલપુર જવાનો રસ્તો ખૂબ લાંબો હતો. રેતીના મોટા ટેકરા પાર કરીને અમે સતલુજ અને હાકડા (સરસ્વતી) નદીને પાર કરી. ફૂલ, ખીણ, લોકો, ઘેટા, ઝાડીઓ – આ બધા આ વિસ્તારની ભેટ છે. મુલતાનથી આગળ વધીને અમે મુજફગઢમાં મારા મિત્ર ડૉ. ખલીલ ફરીદીના મહેમાન બન્યા. ખલીલ ફરીદી ખૂબ ભણેલા-ગણેલા અને સૂફી વિચારસરણી ધરાવતા હતા. તેઓ ધર્મને મૌલવીના ધર્મની જેમ ઠંડા કે જબરદસ્તીથી અમલ કરાવતા નહીં, પરંતુ પ્યારના શીશામાં ઉતારે છે. कम्म कढ लैंदे नाल हालियाँ दे रासां चूस लैंदे मिठ्ठी जीभ वाले । અર્થાત્ કોઈ ને કોઈ હીલા (જબાન, વાતો) કરીને સારા લોકો પોતાનું કામ કાઢી લે છે. મીઠી જબાનવાળા જ રસ ચૂસી શકે છે. ગાડી રેતીના ઢગલાઓ વચ્ચેથી દોડી રહી હતી. ક્યાંક ક્યાંક નાની વસ્તીઓમાં થોડી ઝૂંપડીઓ દેખાતી હતી. ખાનપુર થઈને અમે રહીયાર ખાં આવી ગયા. આ શહેરના પશ્ચિમમાં પંજાબની પાંચ નદીઓ પૈકી સિંધુ નદીના સંગમ વહે છે. દક્ષિણ પશ્ચિમમાં સૂબા સિંધુનું સખર શહેર અને પૂર્વ તથા દક્ષિણમાં ભારતના જૈસલમેર અને બીકાનેરની સીમાઓ બિલકુલ નજીક છે. રહીયાર ખાં એક પ્રાચીન નગર છે. મુસ્લિમ દરગાહ તથા મસ્જિદોની સાથે ૧૧૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------- પ્રાચીન હિન્દુ મંદિરોનાં ચિહ્ન પણ મળી આવે છે. બજારો, દુકાનો પણ ઘણી છે. ગાડીમાંથી નીચે ઊતરી ચારેબાજુ નજર દોડાવી. છોકરાઓની શાળા મારી સામે હતી. અહીં કોઈ પ્રાચીન જૈન મંદિરો હશે કે નહીં એની અમને કોઈ ખબર પડતી નહોતી. આ ક્ષેત્રના વિખ્યાત ઈતિહાસજ્ઞ સલીમ શાહજાદાએ એકવાર મને કહ્યું હતું કે, બહાવલપુર સ્ટેટમાં મરોટ કિલ્લો અને રહીયાર ખાના મનાર તથા મંદિર, ઈસા મસીહાથી પણ પહેલાંના છે. એ પણ કહ્યું કે, અહીં પથ્થરોથી બનેલી દેવીદેવતાઓની અનેક મૂર્તિઓ પણ મળી આવી છે. પ્રાચીન જૈન ગ્રંથો અનુસાર ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે સિંધુસૌવાર પ્રદેશના નગર વીત્તભય પત્તન (વર્તમાન ભેરા, પાકિસ્તાન)ના રાજા ઉદાયનને પ્રતિબોધ આપવા લાંબો વિહાર કર્યો હતો. માર્ગની રેતાળ ભૂમિમાં અનેક કોસ સુધી માનવવસ્તી દેખાતી નહોતી. રાજસ્થાનના કેટલાક વિસ્તાર, સિંધ, જેસલમેર તથા મુલતાન વગેરે ક્ષેત્રોમાં થઈને તેમનો વિહાર થયો હતો. તે વખતે આ વિસ્તારમાં પણ ભગવાન મહાવીરનાં ચરણ પડ્યાં હશે. રહીયાર ખાં શહેરના જૈન મંદિરમાં અમે દાખલ થઈ રહ્યા હતા. સામાન્ય લાલ રંગના પથ્થરોથી બનેલું આ મંદિર અનેક ઠેકાણે તૂટી જવા છતાં ગૌરવ સાથે ઊભું હતું. ઘણા ભાગ તેના તૂટી ગયા છે. કેટલીક દીવાલ તથા કોટ બાકી છે, જેના પર જૈન મંદિરોની શિલ્પકલા ઝળકે છે. ૧૧૫) Page #141 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- પ્રકરણ : ૩૭ રહીયાર ખાંનો પત્તન મિનાર બહાવલપુરના વિસ્તારમાં પ્રાચીન ટૅક્સિલા (તક્ષશિલા) રાજ્યની કેટલીક નિશાનીઓ તથા યાદગીરીઓ આજે પણ હયાત છે. તેમાંનું એક છે - રહીમપારખાંનું પત્તન-મિનાર. કહેવાય છે કે, એક સમયયે અહીં કોઈ શહેર સમૃદ્ધ હતું, જેને હડપ્પામોહેંજો-દડાના સમયનું ગણવામાં આવે છે. મેં મારી વાતની ખાતરી કરવા શાહજાદા સલીમને ફોન કર્યો. તેમણે ઇતિહાસ ‘વઠ્ઠીવરપૂર ફ્રી તરીલખેલ છે અને તે આ વિસ્તારની ઘણી માહિતી જાણે છે. મેં પત્તન-મિનાર વિશે તેને પૂછ્યું તો તેણે કહ્યું - પત્તન મિનારા રહીયારખાં શહેરથી છ માઈલ દૂર એક પ્રાચીન શહેર છે, જેને શાહમયુસી ગણેશની રાજધાની માનવામાં આવે છે. સિકંદર પહેલાંનું આ શહેર છે. શાહમયોસી ગણેશે ઈ.પૂ. ૩૨૫માં સિકંદરનો વિદ્રોહ કર્યો અને માર્યો ગયો. ઐસિલા સાથે પણ આ સ્થાનનો સંબંધ રહ્યો હતો. અહીંથી ઈ.સ.ની બીજી સદીનું પૂજાસ્થાન મળી આવ્યું છે, જે અહીંના આખા વિસ્તારમાં સૌથી પ્રાચીન અને અત્યાર સુધી સારી હાલતમાં છે, તેને પત્તન-મિનારા કહે છે. રહીમયારખાનું આ ચોરસ મિનાર સુંદર તથા ઊંચા ચબૂતરા જેવા આધાર પર ઊભું છે. ચારે દિશાઓમાં મોટાં દ્વાર હોવાથી તે બધી બાજુથી ખૂલે છે. વર્તમાનમાં તેના બે માળ જ ક્યાત છે. બેથી અઢી હજાર વર્ષના અસ્તિત્વમાં તેણે પોતાના ઉપરના માળ ગુમાવી દીધા છે. જૈન માન્યતા અનુસાર ચૈત્ય સ્તંભની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે, તે ચૌમુખી સ્તંભ હોય છે, જેની ચારે દિશાઓમાં તીર્થકરોની પ્રતિમાઓ હોય છે અને સ્તંભના શિખર પર લઘુશિખા હોય છે. ૧૧૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો ગૂગલે તેને બૌદ્ધ ધર્મનો ૨૫૦૦ વર્ષ જૂનો પ્રાચીન મિનાર બતાવ્યો છે. તેની નજીક અહમદપુર શર્કિયા ગામની પાસે સોહી-વિહારમાં ટેકિસભાના સમયનો એક બૌદ્ધતૂપ છે, જે અત્યંત જીર્ણ દશામાં છે. ગામવાળાઓએ તેની ઈટો પણ વેચી દીધી છે! થોડાં વર્ષ પહેલાં અહીં માટીનો ઢગ વિદ્યમાન હતો. પત્તન-મિનારા ... બૌદ્ધ પૂજાસ્થાન ... સોહી વિહાર . બૌદ્ધતૂપ .. બાહુબલીનું ટેક્સિલા ('તક્ષશિલા)’ રાજ્ય...બાહુબલીના નામ પર બહાવલપુર ... ઇતિહાસ ખામોશ છે, પણ મિનારનો અવાજ સાંભળી શકાય છે કે ૨૫૦૦ વર્ષ પહેલાં આ ધરતી પ્રભુ મહાવીરનાં ચરણકમળથી પાવન થઈ હતી. ૧૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૩૮ આ ક્ષેત્રના કવિએ કરી “મહાવીરની મુલાકાત પાકિસ્તાનના બહાવલપુર ક્ષેત્રમાં એક કવિ છે – અશુલાલ ફકીર. તેઆનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. અત્યારે તેઓ વિખ્યાત કવિ અશુલાલ કીરના નામથી પ્રસિદ્ધ છે. તેઓએ એક કવિતા મહાવીર ના મુત્રા” પોતાની બહાવલપુરી બોલીમાં લખી છે – "लैहंदी होइयाँ जंगल दे औं पार रखेन्दा देहँदी होइयाँ राह विच नाग डू यूँहां आया असाँ न मारिया तली हेर्छ ढूँहाँ आया असाँ न मारिया औखी कोई ससर चा नेती आप आ लन्यूँ डेंभू लड़िया सी न कीती મોયૉ વૉ| ” અર્થાત્ જંગલમાં આગળ વધતાં આપ (મહાવીર) તેની પાર પહોંચ્યા. ત્યાં ફરતાં હતા ત્યારે ત્યાં બે મોઢાવાળો નાગ આવ્યો. તેને આપે કંઈ ન કર્યું. (કોઇ કષ્ટ ન આપ્યું, માર્યો નહીં). હાથની હથેળી નીચે વીંછી આવી ગયો તો તેને પણ કંઈ ન કર્યું. વિચાર્યું, પોતાની મેળે ચાલ્યો જશે. તેણે ડંખ માર્યો પણ મહાવીરના મોઢામાંથી એક ઊંહકારો પણ ન નીકળ્યો! જાણે આ શરીર જીવિત નહીં મૃત હોય ! ૧૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૩૯ પાકિસ્તાનનાં જૈન મંદિરો મરોટ (અથવા મરુકોટ) રેતીના મોટા ઢગ (ટિબ્બા)ને પસાર કરતાં અમે મરોટ તરફ જઈ રહ્યા હતા. પ્રાચીન સરસ્વતી કે જે અહીં હાકડા નદીના નામે ઓળખાય છે, તેના વિશે એક કથા ખૂબ પ્રચલિત છે. આ કથા વિશે બુઝુર્ગોનું કહેવું છે કે, તેઓએ દાદા-પરદાદા પાસેથી સાંભળી હતી અને તેમણે પણ પોતાનાથી મોટાઓ પાસેથી સાંભળી હતી. કથામાં છુપાયો છે ઇતિહાસ એક માજી ભઠ્ઠીમાં દાણા શેકી રહ્યાં હતાં ત્યારે એક કાગડો એક દાણો લઈને જંગલમાં જતો રહ્યો. દાણો મેળવવા માટે માજી જંગલ પાસે ગઈ અને કહ્યું કે, તું આ વૃક્ષની શાખાઓને જોરજોરથી હલાવી નાખ. જંગલે વાત ન માનતા કઠિયારાને જંગલનાં વૃક્ષો કાપવાનું કહ્યું. તેણે પણ ન માનતાં કોટવાલ, પછી રાજા અને અંતે રાણી પાસે પહોંચીને રાજાને વાત કરવા જણાવ્યું. પરંતુ રાણીએ પણ તેની વાત ન સાંભળી. અંતે તે નદી પાસે પહોંચી અને ખૂબ રડીને પોતાની ફરિયાદ કરતાં કહ્યું કે, તે રાણીના મહેલને પાડી દે. નદીને દયા આવી અને તે ચાલી રાણીના મહેલ તરફ. રાણી ડરી ગઈ. તેણે રાજાને વાત કરી. રાજાએ કોટવાલ ને પછી કઠિયારા અને જંગલને વાત કરી. દાણો લઈને ભાગતો કાગડો ડરી ગયો અને માજીને અનાજનો દાણો પાછો મળ્યો. ત્યારે છોકરાઓએ પૂછ્યું કે, તે નદી કઈ હતી ? જવાબ મળ્યો – ‘હાકડા નદી’, જેને કોઈ ધગ્ધરા અને કોઈ સરસ્વતી કહે છે. પછી આ નદી રેતીના સમુદ્રમાં ડૂબી ગઈ અને તેના સૂકાવાથી રાણીનો મહેલ પણ ઉજ્જડ થઈ ગયો. હવે તે મહેલ ખંડેર છે, કાટમાળના ઢગલા છે. તે સ્થાનને મરોટ કહે છે. સુપ્રસિદ્ધ વિદ્વાન રાલ્ફ ટી.એચ. ગ્રીબ્ય દ્વારા ઋગ્વેદ ઋચાઓના અનુવાદ અનુસાર - લોકોક્તિ એવી છે કે, એક દિવસ બ્રહ્માજીનું મન વિચલિત થયું તો તેઓ સરસ્વતીની પાછળ દોડયા. સરસ્વતીએ જોયું કે બ્રહ્માજી નજીક આવી રહ્યા છે, તો તેની પાસે બચવાનો ઉપાય ન રહેતાં તે ધરતીની કુખ (ગોદ)માં સમાઈ ગઈ. ૧૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ -----પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- જ્યારે સરસ્વતી ભાગતી હતી ત્યારે તેના પગથી પાણીના ઝરણાં ફૂટી ગયાં, જે સરસ્વતી, ધગ્ધરા કે હાકડા કહેવાયાં. ઘરતીમાં સમાઈ જવું તે તેની શ્રેષ્ઠતા છે. મરોટ કિલ્લો હવે અમે મરોટ કિલ્લાની નજીક પહોંચી રહ્યા હતા. ચીકણી માટી, તૂટેલી ઇંટો, પથરાઓ, રેતીલી ઈંટોથી બનેલી દીવાલોના અવશેષ - આ બધું બતાવતાં હતાં કે ક્યારેક આ મરોટના કિલ્લાનું મુખ્યદ્વાર હશે. કહેવાય છે કે, અહીં એક શિલા હતી, જેના પર લખ્યું હતું - સંવત 1548 vોદ મુક્તિ 2, મરોટ પાથા માગામ, સોમરાટ પર્શ ઈસ્ટ રા ' અમારી સામે લીલા રંગનો ગુંબજ હતો. હું તેની અંદર જવા ઇચ્છતો હતો. સામેનું પરસાળ “સહન’ પાર કરીને ગુંબજની અંદર જઈ શકાય છે. આ ક્ષેત્રના પ્રસિદ્ધ ઇતિહાસજ્ઞ સલીમ શાહજાદાએ એકવાર મને કહ્યું હતું કે, આ કિલ્લો ઈસા મસીહા કરતાં પણ બહ પહેલાનો છે. સંભવ છે કે વૈદિક યુગના સમયનો હોય. તેમણે એમ પણ કહ્યું કે, અહીંધી પથ્થરો પર બનેલી દેવી-દેવતાઓની અનેક મૂર્તિઓ પણ મળી આવી છે. આગળ લાકડાના દરવાજાવાળી ખૂબ જૂની ઇમારત હતી. તેની જૂની ઈંટો, લોકડાનું કોતરણીકામ અને બીજા આર્ટવર્ક જાણે મને પૂછી રહ્યાં હતાં – ક્યાંથી આવો છો ?' ‘લાહોરથી.” શું લેવા આવ્યા છો ?' આ કિલ્લાને જોવા આવ્યા છીએ.” હવે આ કિલ્લામાં આપ શું જોશો? એનાં દર્શન ત્યારે કરવાં જોઈતાં હતાં કે જ્યારે તેની દીવાલોને અડીને સરસ્વતી વહેતી હતી. હવે અહીં શું જોવા જેવું છે ' શું, આ બાદશાહનો મહેલ છે ?' ના, આ જૈન સાધુઓ, શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ માટે પૂજા કરવાની અને બેસવાની જગ્યા છે, જે હવે ખંડેર બની ચૂકી છે. ત્રણ માળમાંથી હવે એક માળ છે – તે પણ અત્યંત જીર્ણ, ભાંગ્યાતૂટ્યો! ચારે બાજુથી ઉજ્જડ છે.” ‘અહીં કેટલા જૈનો રહેતા હતા ?' થોડા જૈનો. ઈ.સ. ૧૯૨૬માં જૈન યતિ પૂર્ણચન્દ્રજી વિરાજમાન હતા, જેઓ (૧૨) Page #146 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો લેખક અને તપસ્વી હતા. અને તેનાથી ઘણા સમય પહેલાં, ઈસાથી પણ અગાઉ શ્રી કક્કસૂરિજી થઈ ગયા. તેઓ વિક્રમ સંવતથી પણ ૨-૩ વર્ષ અગાઉ અહીં પધાર્યા હતા. તેમનાં પાવન ચરણોની સુવાસ અહીં ચારેબાજુ ફેલાયેલી છે. મને તો જૈન મંદિરો શોધવાની તાલાવેલી (આતુરતા) હતી. જ્યાં નિરંતર બે હજાર વર્ષોથી જૈન તીર્થંકરોની મૂર્તિઓએ આ ધરતીના લોકોને શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો તે જૈન મંદિરો ક્યાં છે ?’ એક શોધકર્તાએ કહ્યું કે, હવે મરોટના કિલ્લામાં કોઈ જૈન મંદિર બચ્યું નથી. જે કંઈ બચ્યું છે તે પણ નામ વગરના કે મૂર્તિ વગરનાં છે. અહીં જૈન દર્શનને માનવાવાળા લોકોની સંખ્યા ઘટતાં ઘટતાં ખૂબ ઓછી થઈ ગઈ હતી. પોતાનાં કામધંધા, કારોબાર માટે તેમ જ દર વર્ષે આવનારા પૂરને કારણે તેમનું ધીમે ધીમે સ્થળાંતર થતું રહ્યું. મરોટ સિવાય જૈન લોકો કિલ્લાફાલડા કિલ્લા દેરઉર, અહમદપુર શરકિયા, બહાવલપુર તથા ક્લ્યિા મૌજગઢમાં સમૃદ્ધ હતા. કિલ્લા મૌજગઢમાં જૈન યતિઓનું મંદિર તથા ઉપાશ્રય હતાં. આ લોકો મસ્તક નમાવવા (મંદિરમાં ભગવાનને પગે લાગવા) બીકાનેર જતા હતા. ભાવડા બજાર બહાવલપુર શહેરમાં એક બજારનું નામ જ ભાવડા બજાર હતું. દેરાઉર તો દાદાગુરુ જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ છે. જૈન મંદિરની શોધમાં હું આગળ વધી રહ્યો હતો. કેટલાય યુગોની ઇંટો વિખરાયેલી પડી હતી. હડપ્પાના સમયની મોટા આકારની ઇંટોથી માંડીને ઉત્તરમોગલોના સમયની ઇંટો ! કેટલીય સદીઓના વસવાટ અને વિનાશની કથાઓ એમાં હતી. એક લદાર ઇંટને ઉપાડી તો તે તરત બોલી ઊઠી – ‘જૈન મંદિરની શોધમાં આવ્યા છો ?' ‘હા’. ‘અહીં મોટા મોટા આચાર્ય, યતિ, સાધુઓનું આવાગમન થતું’. ઉપાધ્યાય મંગલકલશના ઉપદેશથી, મરોટથી (વિ.સં. ૧૭૭ થી ૧૯૯ની વચ્ચે) શત્રુંજયનો સંઘ નીકળ્યો. આચાર્ય ક્કસૂરિ (પાંચમા)એ (વિ.સં. ૩૩૬થી ૩૫૭ દરમિયાન) મરોટમાં ભગવાન મહાવીરના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય ૧૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સિદ્ધસૂરિ (પાંચમા)એ (વિ.સં. ૩૭૦થી ૪૦૦ દરમ્યાન) મરોટમાં શાંતિનાથના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય દેવગુપ્તસૂરિજી (અગિયારમા)એ (વિ.સં. ૧૧૦૮૧૨૨૯) નેમિનાથ મંદિરની પ્રતષ્ઠિા કરાવી. આચાર્ય જિનવલ્લભસૂરિજીએ (વિ.સં. ૧૧૩)માં મરોટના મંદિરમાં એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. દાદાગુરુ ‘ગણધર સાર્દ્ર શતકગ્રંથ’ (સંવત ૧૨૯૫)ની બૃહવૃત્તિમાં ઉલ્લેખ છે કે, શ્રી જિનવલ્લભસૂરિજીના શિષ્ય દાદાગુરુ જિનદત્તસૂરિજીએ પોતાના શિષ્યો સહિત મરોટમાં ચાતુર્માસ કર્યું હતું. મેં પૂછ્યું, ‘શું તમે આ બધાનાં દર્શન કર્યાં છે ?' ‘ના, પહેલાના બે-ચારનાં દર્શન કર્યાં નથી. તેમના વિશે માત્ર સાંભળ્યું હતું. બાકીનાને નજરે જોયા છે. આ જગ્યાએ તો જ્ઞાનીઓ, મુનિઓ તથા યતિઓએ ગ્રંથની રચના કરી હતી.’ ‘શું વાત છે !‘ (હા, વિ.સં. ૧૬૬૭ (ઈ.સ. ૧૬૦૭)થી વિ.સં. ૧૭૯૪ (ઈ.સ. ૧૭૩૭) સુધી અહીં અનેક ગ્રંથોની રચનાના પ્રમાણ મળે છે. અહીં રહીને તેઓએ તપશ્ચર્યા કરી હતી.’ ઉચ્ચનગર અને દિલ્હીના માર્ગમાં આવતો મરોટનો કિલ્લો તે વખતનો સૌથી મોટો, ઊંચો અને સુંદર કિલ્લો હતો, સમય વીતતો ગયો. હાકડા (સરસ્વતી) નદી સુકાઈ ગઈ. જીવન વીતાવવું કઠિન પડવા લાગ્યું અને ધીરે ધીરે આ સ્થાન ઉજ્જડ બનતું ગયું. માટીના કાચા બુર્જ (ગઢના કાંગરા) પણ કાળનો પ્રહાર સહન કરતાં કરતાં નષ્ટ થવા લાગ્યા. આખા વિસ્તારને ત્યાં રહેનારા લોકો ‘રોહી’ (ઉજ્જડ જંગલ) કહેવા લાગ્યા. ‘રોહી’માં રહેનાર બે વ્યક્તિઓ પણ લ્લિો જોતી હતી. તેઓએ જણાવ્યું કે, અહીં ભાવડાઓની વસ્તી હતી. આ સામેની ‘સોન-માડી' તેમની છે. તેઓ બીકાનેરથી આવીને અહીં વસ્યા હતા. જૈન મંદિર હજુ સુધી અમને જૈન મંદિર મળ્યું નહોતું. પ્રાચીન બુર્જ (કાંગરા)થી નીચે ઊતરતાં એક પાકી ઇમારત નજરે પડી. આ આખા કિલ્લામાં માત્ર આ એક પાકી ઇમારત ઊભી હતી. લગભગ ૪૦ ફૂટ લંબાઈ અને ૨૦ ફૂટ પહોળાઈવાળી આ ૧૨૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઇમારતમાં સૈથી પ્રથમ એક વરંડો હતો, જેની સામે ચોરસ ઇમારત હતી, જે ૧૨×૧૨ ફૂટ હશે. દરવાજાની બિલકુલ સામે દીવાલની સાથે મૂર્તિ રાખવાની જગ્યા બનાવી હતી. છત પર ચિતરેલાં પુષ્પો તથા વેલીઓ વગેરેના રંગ સમયની વેદી પર બિલ થઈ ચૂક્યાં હતાં. ચારેબાજુ પરિક્રમાની જગ્યા હતી જે એટલી સાંકડી હતી કે એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકતી. બહારની તરફ, જરા પૂર્વ દિશા તરફ મંદિરમાં આવનારાઓ માટે બેસવાની થોડી જગ્યા હતી જે ખૂલ્લી હતી. આ મરોટનું જૈન મંદિર છે. તેની ઇમારત ત્રણ માળની હતી, જે હવે માત્ર એક માળની જ બચી છે. આ મંદિરની મૂર્તિઓ વિશે એકવાર સલીમ શહજાદાએ કહ્યું હતું કે, અહીંથી મળેલ એક મૂર્તિની પાછળ વિ.સં. ૧૩ લખ્યું હતું. પૂછપરછ અને કસોટી કરતાં તે ઉચિત જણાયું. શ્રી સુમતિનાથની મૂર્તિ ઈસા મસીહા કરતાં ૪૪ વર્ષ પહેલાંની હતી. બીજી જે મૂર્તિઓ મળી હતી તે વિ.સં. ૧૧૩૯, ૧૨૦૧, ૧૪૫૦ અને ૧૫૦૭ની હતી. એક દિવસ ઇન્સાઇક્લોપીડિયા જોતાં ખબર પડી કે આ મૂર્તિઓ બહાવલપુરના મ્યુઝિયમમાં છે અને શ્રી જિનચંદ્રસૂરિજીની પ્રાચીન ચરણપાદુકા પણ આ મ્યુઝિયમમાં છે. હાકડા નદી સૂકાઈ ગઈ છે. બ્રહ્માજીની પુત્રી સરસ્વતી અદૃશ્ય થઈ ગઈ છે. અહીંથી મળેલ મૂર્તિઓ સરકારી મ્યુઝિયમનો શૃંગાર બની ચુકી છે. હવે કોઈ શ્રદ્ધાળુ પગે લાગવા નથી આવતો. બની શકે છે કે, હાકડામાં ફરીથી ભરપૂર વિહીત વહેવા લાગે કારણ કે મરોટની માછલીઓની પ્રતીક્ષા હજુ બાકી છે – - तू बगुला कोट मरोट दा किद्धर उड्ड गया में मच्छी दरिया दी बैठी विच्च उ डीक तू बगुला कोट मरोट दा किद्धर उड्ड गया ॥ અર્થાત્ હાકડા નદીમાં વિચરણ કરનારા બગલા (પક્ષી) તું ક્યાં ઊડી ગયો ? દોસ્ત ! હું આ નદીની માછલી, તારી રાહ જોઈ રહી છું. || ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ - - પાકિસ્તાનનાં જૈન મંદિરો -- પ્રકરણ : ૪૦ સરસ્વતી નદીના તટ પર વિકસિત પ્રાચીન સભ્યતા (સિંઘ સૂબામાં સરસ્વતીનું નામ પડ્યું હાકડા નદી) સરસ્વતી એક પૌરાણિક નદી છે, જેની ચર્ચા વેદોમાં પણ છે. ક્યાંક તેના અન્નવત્તી અથવા ઉદકવતી નામોનો પણ ઉલ્લેખ છે. - સરસ્વતીનો ઈતિહાસ, તેનો રસ્તો અને વિલુપ્ત થઈ જવાની અનેક વાતો છે. એવું માનવામાં આવે છે કે, હજારો વર્ષ પહેલાં સતલુજ, ધગ્દર અને યમુનાઆ ત્રણેય અલગ અલગ નદીઓ નહોતી, પરંતુ ત્રણેય સમ્મિલિત નદી હતી. ત્યારે તેનો પટનો વિસ્તાર અનેક કિલોમીટર હતો. પૃથ્વી પર આવેલા ભૌગોલિક પરિવર્તન તથા તીવ્ર ભૂકંપોએ આ વિશાળ ધારાને ત્રણ ભાગમાં વહેંચી દીધી, જે સતલુજ, સરસ્વતી અને યમુના તરીકે ઓળખાઈ. પડાથી મેદાન સુધી આવતા પહેલાં સતલુજની ધારા ઉત્તર દિશામાં વહેવા લાગી અને એક આખું ચક્કર લગાવ્યા પછી ફરી મેદાન વિસ્તારમાં આવીને દક્ષિણપશ્ચિમ દિશામાં વહેવા લાગી. ભારતની કોઈ પણ નદીનો માર્ગ દક્ષિણથી ઉત્તર તરફનો નથી. બીજી બાજુ યમુના પણ અલગ થઈને પ્રથમ નર્મદા સુધી પહોંચી અને ત્યારબાદ પરિવર્તનોના ફળસ્વરૂપ પ્રયાગ તરફ વહેવા લાગી. ત્રણ નદીઓથી સમ્મિલિત આ વિશાળ સરસ્વતી નદી હિમાલયના ગ્લોશિયરોથી શરૂ થઈને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પાકિસ્તાનના કેટલાક ક્ષેત્ર અને ગુજરાતમાંથી પસાર થઈ કચ્છના રણમાં પહોંચીને સમુદ્રમાં વિલીન થતી હતી. આખું વર્ષ પાણીથી ભરપૂર રહેતી આ નદીનું તટીયક્ષેત્ર હરિયાળું અને ઉપજાઉ હોવાથી અહીં જે સભ્યતા વિકસિત થઈ તે ધાતુ યુગની સભ્યતા કહેવાઈ. - ઈ.સ. ૧૯૨૧-૨૨ માં હડપ્પા તથા મોહેંજો-દડોની શોધે સિંધુઘાટીના ઇતિહાસને ઇ.પૂ. ૨૦૦૦-૨૫૦૦ વર્ષ સુધી પહોંચાડી દીધો. ભારતીય પુરાતત્ત્વવેત્તાઓએ પણ લગભગ ૫૦૦ નાનાં-મોટાં સ્થળોની શોધ કરી છે, જે ૧૨૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------- સરસ્વતી નદીના તટ પર વિકસિત થયાં હતાં. રોડ, આદિવદી, રાખીગઢી વૈરાના, બાનાવાલી, કાલીબંગા, અનૂપગઢ, લોથલ, સુરકોટડા તથા ધોળાવીરા વગેરે મુખ્ય છે. સરસ્વતી કહેવાઈ હાકડા પાકિસ્તાનના ક્ષેત્ર (બહાવલપુર-સિંધ)સુધી પહોંચતા પહોંચતા સરસ્વતીનું નામ હાકડા થઈ ગયું. છતાં પણ કેટલીક જગ્યાએ પથ્થર અથવા સરસ્વતી પણ પ્રચલિત છે. ફોર્ટ અબ્બાસ, મારોટ, બહાવલપુરનાં કેટલાંક ક્ષેત્ર, દેરાઉર તથા ખાનપુર વગેરે આ હાકડા નદીના તટ પર વિકસિત થયા. આજની સરસ્વતી ઉત્તર ભારતની ધગ્દર નદીના પૂર્વમાં વહેનારી વરસાદી નદી છે. તેની એક ધારા ધરતીની નીચે સમાયેલી વહેતી છે તથા આદિબદ્રી, પિહોળા, કુરુક્ષેત્ર સુધી સરસ્વતીના નામથી જ ઓળખાય છે. આગળ જતાં તે પથ્થરમાં મળી જાય છે અને સિરસા, હનુમાનગઢમાંથી પસાર થાય છે. વર્ષાઋતુમાં તેની ધારા કચ્છના સાગર સુધી પહોંચી જાય છે. ઇતિહાસમાં આ વાતનું પ્રમાણ મળે છે કે મરોટ (અથવા મરોટકોટ) તથા દેરાફેર (જિલ્લો બહાવલપુર)માં પ્રાચીનકાળથી જૈનમુનિઓ, યતિઓનું આવાગમન રહ્યું છે. જૈન લોકોએ આ સ્થળોએ સુંદર અને કલાત્મક મંદિરોનાં નિર્માણ પણ કરાવ્યાં હતાં. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ફ્રાંસના વિદ્વાન શોધકર્તા Dr. Micheal Daninoએ સીજયોગ્રાફિક તથા સેટેલાઈટ ડેટાની મદદથી સરસ્વતી નદીની ૫૦૦૦ વર્ષ પહેલાંની સ્થિતિનો સ્કેલ કરેલ છે. ૧ ૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪૧ પાકિસ્તાનનાં જૈન મંદિરો ગોડી પાર્શ્વનાથ જૈન મંદિર અમારો આગળનો કાર્યક્રમ ગોડી જવાનો હતો. આ વિસ્તારમાં ગોડી જૈનોનું આ સૌથી મોટું મંદિર છે. તે નગરપારકરથી લગભગ ૨૫ કિ.મી. દૂર ઈસ્લામકોટ રોડ પર છે. ગાડી મુખ્ય રસ્તાથી ગોડી ગામ તરફ વળી. સામે એક મોટી વસ્તી હતી. સડકની બન્ને બાજુ સુંદર મકાનો હતાં. મહિલાઓનાં રંગબેરંગી વસ્ત્રો, ઊંટ, ગામ, મોર આ બધું અહીંની રોનક હતી. આગળ હતું ખુલ્લું જંગલ અને ગામથી અડધો કિ.મી. બહાર ગોડી જૈન મંદિર હતું. મંદિરમાં આ સમયે ઘણી રોનક હતી. ચાર દીવારીમાં પ્રથમ દર્શનીય ‘ડ્વોટી’ના કાંગરા પાસે ચટાઈ પર બેઠેલા કેટલાક લોકો હારમોનિયમ અને ઢોલક સાથે ભજન ગાઈ રહ્યા હતા. બહાર ભોજન તૈયાર થઈ રહ્યું હતું. ભજન ગાનારનું નામ ભગતરામ છે, જે કરાંચી ટી.વી.ના લોકકલાકાર છે. તેઓ અહીંના નિવાસી છે. તેમણે કહ્યું કે કોઈકના ઘરે ખુશીનો પ્રસંગ આવ્યો છે એટલે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરાવવા આવ્યા છે. એક વરંડો કે જે પથ્થરના કાંગરા પર ખૂલે છે, આ વરંડાની આગળ એક ગોળ ગુંબજવાળો હૉલ, જેની ચારેબાજુ ઓરડીઓ હતી. ગુંબજના છત પર સૂરજનાં કિરણો પડી રહ્યાં હતાં. અંદર જૈન ધર્મના ચોવીશ તીર્થંકરોના કાળા રંગથી બનાવેલાં ચિત્રો હતાં. આ બધા કળાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂના હતા. આ હૉલના મધ્યમાં કેન્દ્રીય મંદિર છે, જેમાં મૂર્તિ રાખવાના સ્થાનનાં ચરણોમાં જ્યોત જલતી હતી. મૂર્તિનું સ્થાન ખાલી હતું. આ જગ્યાએ મેલ જામી ગયો હતો. સમયની રાજનીતિ અને ઉદાસીની શાહી. આજ માત્ર આ સ્થાનની પૂજા થતી હતી. શ્રદ્ધાળુઓના હાથમાં જંગલી આંકનાં ફૂલ અને સળગતી અગરબત્તીઓ હતાં. ૧૨૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો જૈન મંદિર... ઇતિહાસની લાંબી સફર, ગોળ મંદિરની દુર્લભ કથા અર્કિયોલૉજી વિભાગનું બોર્ડ અને મંદિરની જીર્ણ અવસ્થા ! જૈનોના તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ નામ સાથે ‘ગોડી’ વિશેષણવાળું આ સૌથી પ્રાચીન મંદિર છે. ભારતભરમાં સ્થાપિત ગોડીજીનાં મંદિરોનો પ્રારંભ આ ગોડી (નગરપારકર) મંદિરથી થયો. આ ગોડી મંદિર તીર્થની યાત્રા માટે ભારતના વિભિન્ન નગરોમાંથી સમયે સમયે સંઘ નીકળતા હતા. એવો ઉલ્લેખ મળે છે કે નાગૌરના શેઠ રાયમલ્લે વિ.સં. ૧૪૦૨માં ગોડી (સિંધ)ની યાત્રા માટે સંઘ કાઢ્યો હતો. વિ.સં. ૧૪૪૧માં ખાખર ગામથી ગોડીજી (સિંધ) યાત્રા માટે નિમ્મણ શેઠે સંઘ કાઢચો હતો. પુનઃ સંવત ૧૬૫૭માં બાડમેરના શ્રાવક કુંભાજી આ તીર્થસ્થળે સંઘ લઈને પધાર્યા હતા. ગોડીજીનું આ મંદિર એક સમયે બાલન જિનાલય હતું એવા પણ ઉલ્લેખ મળે છે. અહીંની કેટલીક મૂર્તિઓ ગુજરાતના વાવ નગરમાં લઈ જવામાં આવી હતી. ગોડીના મંદિરનું વર્તમાન સ્વરૂપ તેના ભૂતકાળનું પારિચાયક છે. ‘ગોડી’ પરમાત્માનો દુનિયાને પ્રથમ પરિચય અહીંથી પ્રાપ્ત થયો. મંદિરના અવશેષો પરથી ખબર પડે છે કે ભૂતકાળમાં અહીં ખૂબ મોટું મંદિર હતું, જેના શિલ્પ અને કારીગીરી આજે પણ જીવંત છે. કેનોથી સહિત આઠ થાંભલા, પછી હૉલમાં ૨૮ થાંભલા, જેને અર્ધમંડપ કહે છે, મંડપના મોભનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. 回 ૧૨૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૪૨ ગોડી તીર્થના વંદન-પૂજન અર્થે આવતા યાત્રી સંઘો વિ.સં. ૧૮૮૯ અષાઢ વદ સાતમના ઉત્તરાર્ધમાં લુંકાગચ્છના પૂજ્ય વિમલચન્દ્રજીના પટ્ટધર પૂજ્ય રામચંદ્રજીએ પોતાના યતિમંડળ સાથે પંજાબમાં શ્રાવકશ્રી દારમલ દ્વારા કાઢવામાં આવેલ છે'રી પાલિત યાત્રાસંઘ સાથે પારકર (સિંધ) દેશમાં શ્રી ગોડી પાર્શ્વનાથના અતિપ્રાચીન જૈન મહાતીર્થની યાત્રા કરી હતી. એ સમયે તેઓએ સંસ્કૃતમાં ગૌડી પાર્શ્વનાથની સ્તુતિ કરી હતી તેમાં અહીં કરેલ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. સ્તુતિ શ્રી ગૌડી પાર્શ્વનાથ (आदि) गोडी प्रभो पार्श्व ! दर्शनं देहि मे । सधेन सार्द्धं समुपागतां मे । अव्यक्त मूर्ते जनतारक! दर्शनं भक्तयाय लोकेश दया सुधानिधे ॥ पारकरे देशवरे सुवासनं योगैरचित्यं भववारिपातकं । वामांगजं देव-नरेन्द्र सेवितं । ध्यायामि ऽहं कर्मवनौधदायकं ।। (अन्त) लुंकोत्तरर्द्धस्य गणस्य स्वामिना श्री रामचन्द्रेण सहीवभावता । श्री दासमल्लेन च संघधारया । यात्रा बिहारी करणाय आगता ॥ સંવાછાણ વર્ષથુન (1889) મૂમયેષાઢ માસે સિત સપ્તમી તિથી भाग्येन यात्रा तव देव सम्मतां कृत्वा कृतं जन्मकृतार्थमुत्तमं ॥ अहं भावेन ते पार्वं नमामि चरणद्वयं संसारवासतो भीतं । मा रक्ष-रक्ष कृपानिधे ! त्वं । गोड़ी प्रभो पार्श्व । दर्शनं देहि मे ॥ (૨) વિ.સં. ૧૮૩૩ ફાગણ વદ-૧૨ પંજાબથી તપાગચ્છીય યતિ શ્રી ફત્તેવિજયજી પારકર દેશમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરવા આવ્યા હતા. ૧૨૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ mmmmmmmmnास्ताननां रैन भहिरो mmmmmmmmm તે સમયે તેઓએ હિન્દી ભાષામાં શ્રી ગોડી પાર્શ્વનાથની સ્તુતિ કરી હતી, જેમાં તેઓએ यात्रा ज्यानो Bed यो छे. यथा - पारकर देशे श्री गोडी पाश्र्वनाथ का स्तवन (आदि) भाग्यवश आसफली आज जागया है मुझ पूरब पुण्य के ॥1॥ पारकर मंडन भेटताँ । अवतार जेह थयो मुझ धन्य के (अंत) संवत अठारे तेत्रीस में । फागुन वद है द्वादशी शनिवार के ॥7॥ फतेविजय कहे रंगस्यूं । गोड़ी भेट्यौ है हुओ जय-जयकार के (यति रामचन्द्र लिपिकृतं वि.सं. 1864)न ૧૨૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ - - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૪૩ અંધકાર અને સન્નાટો છે ગોડીના જૈન મંદિરમાં “શું કરે છે?” તા. ૧૨-૫-૨૦૧૨ના દિવસે સવારે ફોન પર મારા મિત્રએ પૂછ્યું. “છાપું વાંચું છું.' આજના “એક્સપ્રેસ ટ્રિબ્યુન’માં સિંધમાં સ્થિત ગોડીના જૈન મંદિર વિશે લેખ છપાયો છે, જે અમેરિકાની colorado યુનિવર્સિટીના મૂળ પાકિસ્તાનના પ્રોફેસર શાહિદ હુસૈને લખ્યો છે. આટલાં વર્ષો પછી આપણી ફાઈલોમાંથી આ લેખ મૂકવામાં આવ્યો છે. આજકાલ નગરપારકર (સિંધ)ના ગોડી મંદિરમાં ભયાનક શાંતિનો સન્નાટો છે, પરંતુ સામાપાર ભારતમાં ગોડીના આ મંદિરના વારસાગત બનેલા જૈન મંદિરમાં બસો વર્ષ પૂરાં થયાં)નો ઉત્સવ ઉજવ્યો છે. - ગોડી પાર્શ્વનાથ મુંબઈનું સુપ્રસિદ્ધ મંદિર છે. પાકિસ્તાનનું ગોડી મંદિર થારપારકર જિલ્લામાં ઇસ્લામકોટ અને નગરપારકરની વચ્ચે આવેલું છે. ભારતમાં લગભગ ૧૨ મોટાં મંદિરોનાં નામ ગોડી પાર્શ્વનાથ છે અને બધાનું મૂળ ઉદ્ગમ પાકિસ્તાનનું ગોડી મંદિર જ છે. મુંબઈ મહોત્સવની ધૂમધામથી વિપરીત અહીં ભયાનક સન્નાટો છે. થારપારકર વિસ્તારનાં બધાં જૈન મંદિર અહીંની મહત્ત્વપૂર્ણ પ્રાચીન થાપણો છે. આ બધામાં પ્રભાવક છે ગાડી મંદિર. ખંડેર આ મંદિર વિશે આ વાત સમજાતી નથી કે લાંબા સમયથી તેની ઉપેક્ષા કેમ કરવામાં આવી છે ? થારપારકરમાં હવે કોઈ જૈન રહેતા નથી. ભારતમાં રહેનારા જૈનો પણ આ મૂળ ગોડી મંદિરને બહ ઓછા લોકો જાણતા હશે, માત્ર તેની ક્યા સાંભળી હશે. ઇતિહાસકારોએ ભુલાયેલા આ મંદિરને જાણવાના ઘણા પ્રયત્નો ક્ય છે. ઉર્દૂ તથા અંગ્રેજીના ‘રીને ગુજરાતી તથા હિન્દીમાં ડ” કરવા છતાં પણ થોડો તફાવત તો રહ્યો છે. ભારતનું કોઈ પણ ગોડી પાર્શ્વનાથ મંદિર ૨૦૦ વર્ષથી વધારે પ્રાચીન નથી, (૧૩) Page #156 -------------------------------------------------------------------------- ________________ ----------------પાકિસ્તાનનાં જૈન મંદિરો –-------------- પરંતુ થારપારકરનું આ મંદિર ખૂબ પ્રાચીન છે. મુંબઈનું મંદિર ઈ.સ. ૧૮૧૨માં બન્યું. લાકડાના મંદિરમાં સિરોહીથી મૂર્તિ લાવવામાં આવી, જે ત્યાં (પાકિસ્તાનમાં) ગોડી ગામમાંથી આવી હતી. દશ શિખરોવાળું ત્રણ માળનું સ્વરૂપ તેને ૪૦ વર્ષ પહેલાં મળ્યું. ગોડી પાર્શ્વનાથ મંદિર મુંબઈનો ૨૦૦મી જયંતીનો મહોત્સવ અભૂતપૂર્વ રહ્યો. કુલ ૧,૩૫,૦૦૦ પરિવારોને મીઠાઈ સહિત નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મંદિરની યાદગીરી રૂપે પોસ્ટની ટિકિટ બહાર પાડવામાં આવી. આઠ લાખ માણસોએ સ્વામિવાત્સલ્યનો લાભ લીધો હતો. પૂ. આચાર્ય પદ્ધસાગરસૂરિજીની પ્રેરણાથી ૨૮૦ સાધુ-ભગવંતોની ઉપસ્થિતિમાં મહોત્સવ ઉજવાયો. મહોત્સવના લાભાર્થી અનંતરાય ગિરધરલાલ પરિવાર હતો. પ્રાચીન શાસ્ત્રોનાં ચિત્રોવાળા ૪ ગ્રંથોનું પ્રકાશન થયું. થારપારકરનું ગોડી મંદિર ઈ.પૂ. આઠમી સદીમાં થયેલા પાર્શ્વનાથ પ્રભુના નામથી છે. જૈન ગ્રંથોમાં તેનો ઇતિહાસ તથા પ્રસંગો મળે છે. શ્રી નેમવિજયજી કૃત શ્રી ગૌડી પાર્શ્વનાથ સ્તવન'ની આ મંદિરમાં રચના થઈ હતી. તે અનુસાર અહીંની પ્રતિમાજીને ઈ.સ. ૧૭૭૫માં મેવાસા નામના શેઠ ગુજરાતના પાટણ શહેરમાંથી લાવ્યા હતા. પ્રતિમાજી તો ઈ.સ. ૧૧૭૫ની છે, તે જમીનમાં દટાઈ ગઈ હતી. કોઈક પાછળથી તેને કાઢી. મેવાસાએ ૫૦૦ મુદ્રાઓ આપીને આ મૂર્તિ પ્રાપ્ત કરી. દેવીએ દર્શન આપીને રણપ્રદેશમાં મંદિર બનાવવા માટે જળ તથા પથ્થરોથી યુક્ત જમીન બતાવી. મેવાસાએ મંદિર બનાવ્યું અને ગોડી ગામને વસાવ્યું. આબુ દેલવાડા અને હઠીસિંહની વાડીના મંદિરોની જેમ ગોડીમાં પણ એક મુખ્ય મંદિર અને ચારેબાજુ પર નાનાં મંદિરો છે. પ્રત્યેકમાં મૂર્તિઓ બિરાજમાન હતી. તેની ખાસિયત એ છે કે તેની દીવાલો ચિત્રકળાથી શણગારાયેલી છે. સમય વીતતાં ગોડી એક તીર્થ બની ગયું. ઈ.સ. ૧૭૧૫ના એક શિલાલેખમાં જીર્ણોદ્ધારનું વિવરણ છે. ઇ.સ. ૧૮૫૪માં સ્ટેનલે નપિયર (Stanley Napier) અહીં આવ્યો હતો. તે લખે છે કે મૂળનાયક પ્રતિમાજીને સ્થાનિક શાસક સોદા સૂતોજી ૧૭૧૬માં પોતાના કિલ્લામાં લઈ ગયો હતો. ઈ.સ. ૧૮૩૨માં તેના મૃત્યુ પછી કોઈને ખબર નથી કે મૂર્તિ ક્યાં છે ? ઈ.સ. ૧૯૩૭માં મુનિ વિદ્યાવિજયજીએ આવીને જોયું તો મંદિર ખાલી હતું ૧૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ -------પાકિસ્તાનનાં જૈન મંદિરોઅને એક ભીલ તેની રખેવાળી કરતો હતો. અંગ્રેજ સેના સાથે લડાઈ અને પછી આવેલ ભૂકંપથી મંદિરને ઘણી ક્ષતિ પહોંચી. જ્યારે Raikes અહીં આવ્યો ત્યાં સુધીમાં સમુદ્રીતટોના પરિવર્તનથી વેપારમાર્ગ બંધ થતાં જૈનોની સંખ્યા અહીં ઘણી ઓછી થઈ ગઈ હતી. બાકીના ૪૦૦ જૈનો ૧૯૪૭માં અહીંથી ચાલ્યા ગયા, પરંતુ મંદિરની સ્મૃતિઓ કાયમી બની ગઈ. ગોડી પાર્શ્વનાથ નામનાં કેટલાંક મંદિરોની મૂળનાયક મૂર્તિ ગોડી ગામની જ છે. આ મંદિરો મોટે ભાગે સિંધની સીમાએ જોડાયેલ રાજસ્થાન તથા ગુજરાતમાં છે, મુંબઈ, હૈદરાબાદમાં પણ છે. મૂળ ગોડી મંદિર હવે એક રહસ્યમય કથામાત્ર રહી ગયું છે. અનેક કચ્છી જૈન પરિવાર થારપારકરથી આવ્યા હોવાનું કહેવાય છે. તેઓ ગોડી મંદિરને બનાવનાર મેવાસાથી પોતાની વંશાવલીને જોડે છે. કથા-વાર્તાને છોડી દઈએ તો પણ પાકિસ્તાનના આ મંદિરમાં ઘણું બધું અદ્વિતીય છે. રંગમંડપનું ચિત્રકામ ! અજંતા-ઈલોરાને છોડીને ભારતના કોઈ પણ મંદિરમાં આટલું પ્રાચીન ચિત્રકામ તથા ભીંતચિત્રો (Frescos) ક્યાંય નથી. ભારતમાં જીર્ણોદ્ધારના સમયે કેટલાંક પ્રાચીન ભીંતચિત્રોને દૂર કરવામાં આવેલ છે. પાકિસ્તાનમાં આનાથી પ્રાચીન કોઈ ભીંતચિત્રો ભાગ્યે જ હશે! ૧૩૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪૪ પાકિસ્તાનનાં જૈન મંદિરો જિલ્લો થારપારકર (સિંધ) સિંધના થારપારકર જિલ્લા અંતર્ગત જે જૈન મંદિરોનાં સ્થાન છે તેનાં નામ નીચે મુજબ છે : (૧) નગરપારકર (૨) ભોદેસર (૩) વીરવાહ તથા પાથનગર (૪) ગૌડી પારસનાથ (૫) કરુંઝર (૬) બોહર (અથવા બોહડ) (૭) ઉમરકોટ (૮) ડમરેલપુર (૯) કિલ્લો ફોલડા. થારપારકર ક્ષેત્રના ઉપરોક્ત શહેરોના પ્રાચીન જૈન મંદિરોનું શાનદાર કલાત્મક કાર્ય, પ્રભાવશાળી લોકેશન, વૈભવશાળી બનાવટ, અંદર-બહારની સિમિટ્રી, દીવાલો તથા છતની ચિત્રકળા, ઝૂમ્મર, પિલર - પ્રત્યેક જોનારને ચકિત કરી દે છે. કેટલીક વાર તો આંખો પર પણ વિશ્વાસ આવતો નથી ! મૌર્યકાળથી મધ્યકાલીન વચ્ચે બનેલાં આ મંદિરો, કેટલાંક મોટાં તીર્થોને છોડી, ભારતનાં કોઈ પણ તીર્થ અથવા અન્ય સ્થાનના મંદિરોની કળા તથા શિલ્પમાં ચોક્કસ ટક્કર લેવામાં સમર્થ છે. અહીંનું ગોડી પાર્શ્વનાથ તથા બે-ત્રણ અન્ય મંદિરોનાં ભીંતચિત્રો, પેઇન્ટિંગ તથા ફ્રેસ્કોજ અજંતા-ઈલોરા સાથે ટક્કર લઈ શકે છે. 回 ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪૫ પાકિસ્તાનનાં જૈન મંદિરો ‘નગરપારકર’ રાતના પાછલા પહોરમાં અમે નગરપારકરના બજારમાં પહોંચ્યા. અગાઉથી જ એક સરકારી ગેસ્ટ-હાઉસ બુક કરાવ્યું હતું. અહીં ત્રણ દિવસ રોકાવાનું હતું. નગરપારકર તો મને નવો સંસાર લાગતો હતો. સફરનું જંગલ તો પાછળ રહી ગયું. આ શહેરની ચારેબાજુ પહાડ હતા. દુનિયાના પહાડો કરતાં અહીંના પહાડ અલગ હતા. પહાડના દરેક શિખરના સફેદ, ઘડાયેલા પથ્થરોમાંથી માનવીય અવાજો સંભળાતા હતા. પાકિસ્તાન રેંજર્જનો એક જવાને અમારી પાસે આવીને કહ્યું કે, અહીં ફોટો તથા વીડિયો ઉતારવાની સખત મનાઈ છે. આ નાનકડા બજારની પાછળ એક નાનકડું હિંદુ મંદિર હતું, જેના મોટા દ્વારની બન્ને બાજુ હુનમાનજીની આકૃતિ બનેલી હતી. કહેવાય છે કે એક સમયે અહીં સમુદ્ર હતો અને નગરપારકર બંદર હતું. સમુદ્ર પાછો હટચો અને પોતાની પાછળ છોડી ગયો મોત એટલે કે પાણી વગરની જિંદગી. પાણી હવે દૂર પાતાળમાં ચાલ્યું ગયું. પછી થર, થલ, થર પારકર, નગર પારકર. ‘પારકર’ નામ કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે. જ્યારે અહીં સમુદ્ર હતો ત્યારે આ સ્થાને કારુઝરના શિખર પર પરાશર ઋષિ ધ્યાનમાં બેઠેલા. આ પહાડ પર તે ઋષિની આંગળીઓની નિશાનીઓ છે. મછંદરા નામની એક નવૌવના પર ક્રોધિત થઈ ઋષિએ શાપ આપ્યો. ત્યારે પાણીનો સમુદ્ર દૂર હટી ગયો અને પાછળ બન્યો મોતનો સમુદ્ર ! મારુથલ... મારી ! આ ‘મારી’માં આ નગર વસ્યું, જે ઋષિ પરાશર અથવા પારસના નામ પરથી પારીનગર અને પછી નગર પારકર તીંકે જાણીતું બન્યું. આ વિસ્તારમાં ઘણા ‘સર’ (તળાવ) છે. જેમ કે બોદેસર, બોરલાઈ, ભાનસર, રાણાસર, અધિગામસર. જૈનોનું તળાવ છે. અધિગામસરમાં હવે થોડા ૧૩૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ --- -પાકિસ્તાનનાં જૈન મંદિરો જૈનો રહે છે, પહેલા ઘણા હતા. આ આખો વિસ્તાર જૈનોનો હતો. ઇ.સ. ૧૯૬૫ અને પછી સને ૧૯૭૧ પછી પોતાના મંદિર, ઘરબાર, મિલક્ત બધું છોડીને તેઓ રાજસ્થાન ચાલ્યા ગયા. શહેરનું જૈન મંદિર બજારમાં થોડું ચાલ્યા પછી જમણી બાજુ વળ્યા તો અમે મંદિરની બિલકુલ સામે આવી ગયા. મંદિરની બહાર સરકારી આર્કિયોલોજી વિભાગનું બોર્ડ હતું - જૈન મંદિર, નગરપારકર. આ એક યાદગાર અને પ્રાચીન ઇમારત છે. તેની સુરક્ષા કરવી પાકિસ્તાન સરકારની ફરજ છે. ઇમારતને નુકસાન પહોંચાડવું તે ગુનો છે, જેની સજા કેદ અથવા દંડ થઈ શકે છે.' મંદિરનો દરવાજો બીજી તરફ હતો. હું અંદર પહોંચ્યો તો લાગ્યું કે કોઈ સ્વાગત કરી રહ્યું છે ! ઝૂલતા “આમાંથી અંદર ગયા. ત્યાં ઉદાસી પ્રસરેલી હતી, તે એટલી ગંભીર કે મારા રોમરોમ ઉદાસ થઈ ગયા. દીવાલોનો નીલો (ભૂરો રંગ હજુ સુધી પોતાની પૂરી તાકાતથી ઊભો હતો. થોડા સમય પછી બહાર આવ્યો અને સીડી ઊતરવા લાગ્યો. દરેક સીડી એક સદી જેટલી ઊંચી હતી. ઇતિહાસ, નિષ્ઠા, માન્યતા અને ઉદાસી એકબીજાને મળી રહ્યાં હતાં. લગભગ ૧૦૦૦ વર્ષ પૂર્વેના આલેખોમાં નગરપારકર તીર્થનું વર્ણન જોવા મળે છે. શહેરની જાહોજલાલી ચરમસીમા પર હતી. વૈભવ, કળા અને શિલ્પયુક્ત અહીં કેટલાંય જૈન મંદિરો છે. એવું પણ કહેવાય છે કે, નગરપારકરના મંદિરની મૂર્તિઓ વર્તમાનમાં ગુજરાતના વાવ’ નગરના મંદિરમાં બિરાજમાન છે. નગરપારકરની એક બાજુ ગુજરાત, બીજી તરફ સિંધ તથા ત્રીજી તરફ કચ્છનું રણ હોવાથી આ સ્થાનની ભવ્યતા સ્વયં વધી ગઈ છે. ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- પ્રકરણ : ૪ વીરવાહ તથા પારીનગર વીરવાહ એક નાનકડું શહેર છે, જેમાં બધા જૈનો રહેતા હતા. કહેવાય છે કે, જ્યારે અહીંથી થોડે દૂર સ્થિત પારીનગર બંદર હતું, તો પંજાબ તરફથી એક નદી હાકડા (સરસ્વતી) આ ગામની પાસે જ સમુદ્રમાં ભળી જાય છે. પછી સમુદ્ર પાછો હટી ગયો ત્યારથી મારીનું બંદર ઉજ્જડ થઈ ગયું. પારીમાં લુહાર, રાજપૂત અને જૈનોનાં કુલ પાંચ હજાર ઘરો હતાં તેમાં ૨૦૦ ઘર જૈનોનાં હતાં. અહીં ઓસવાલ તથા પરમારોનું શાસન હતું અને જૈનો ધન-દોલતના માલિક હતા. ઈ.પૂ. ૫૦૦ વર્ષ આ નગર મોટું બંદર હતું. આ સ્થાનનું નામ વીરો છે અને વાહ તે નદી (હાકડા)ના કારણે કહેવાય. છે. વીરવાહ એક ઝરણાના કિનારે વસેલું છે. અહીંથી કચ્છના સમુદાય દેખાય છે. એ બધા જૈનોના સમુદાય છે. વીરવહામાં જૈનોનું એક સુંદર મંદિર છે, જ્યાં ભગવાન શષભદેવની મૂર્તિ હતી. મૂર્તિની આંખોમાં એવા કાચ જડેલા હતા કે તે અંધારામાં પણ ચમક્તા હતા. બને બાજુ નાની-મોટી મૂર્તિઓ હતા. અત્યારે કોઈ મૂર્તિ નથી. મંદિરના પથ્થરો પણ ગલીઓમાં કચડાતા ફરે છે ! પારીનગરમાં એક જૈન યતિ મંધુ રહેતા હતા. તેને સ્વપ્નમાં સંકેત મળ્યો કે શહેરના અમુક સ્થળે ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ ધરતીમાં છે. મૂર્તિને કાઢીને અહીં મંદિર બનાવડાવો. જમીનથી લગભગ ૧૨ ફૂટ નીચે તે મૂર્તિ પ્રાપ્ત થઈ. ધરતીમાંથી મળેલા ધન વડે યતિજીએ અહીં મંદિર બનાવડાવ્યું અને શ્વેત પાષાણની ૧૧ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિના કંઠ પર હીરાની કણિકા લગાવેલી હતી, બે હીરા વક્ષસ્થળ પર હતા. પૂર્વે અહીં છ જૈન મંદિરો હતાં. બુઝુર્ગો કહે છે કે મહાત્મા ગાંધીજીના પૂર્વજો આ પારીનગરના વતની હતા. હું ધ્યાનપૂર્વક મૂર્તિસ્થાનને જોઈ રહ્યો હતો. કેવો હશે તે રોનકવાળો સમય ! જાણે આખું સ્થાન જાદુનગરી છે. આવનારાઓને પોતાના જાદુમાં જકડી લે છે. વીરવાહના પ્રાચીન જૈન મંદિરોનો વૈભવ, કલા, સ્થાપત્ય, શિલ્પ અને સજાવટ હજુ સુધી જળવાયેલાં છે. હું તો તેમાં એવો ખોવાઈ ગયો કે નજર હટાવવાની ઇચ્છા જ થતી નહોતી! તે કારીગરો અને તેમનાં ઓજારોને સલામ, જેઓએ આ મંદિરોને આકર્ષક બનાવ્યાં હતાં. ૧૩૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૪૭ ભોદેસર ભોદેસર અને નગરપારકર વચ્ચે માત્ર બે કિલોમીટરનું અંતર હતું. ત્યાં મહમદ ગઝનવીએ પથ્થરોની મસ્જિદ બનાવડાવી હતી. જૈન મંદિરો અને આ મસ્જિદની બનાવટમાં વધારે તફાવત દેખતો નથી. ભોડી રાજાએ આ શહેર વસાવ્યું હતું. તે સમયે અહીં ત્રણ હજાર જેટલાં ઘર જૈનોનાં હતાં. તેઓ ખૂબ ધનવાન હતા. ભોદેસર અહીંના જૈનોનું સૌથી પવિત્ર તળાવ હતું. એવી પણ માન્યતા છે કે ભોડીનું ખરું નામ ભદ્રેસર હતું. જૈનોનું એક મંદિર અને તેના ચાર હેરુ (વ્યાખ્યાન પીઠિકા કે વ્યાસપીઠ) હજુ સુધી હયાત છે. ટેરું' તે છે કે જ્યાં બેસીને લોક-પરલોકની વાતો કરવામાં આવે, પરમાત્માની કથા સંભળાવાય. ભદેસરમાં ભગવાન શાંતિનાથનું મંદિર હતું. ભૂતકાળનું સ્મરણ કરાવતું અહીંનું સ્થાપત્ય, બહારનું કલાત્મક બાંધકામ તથા અંદર કેટલીય જગ્યાએ કારીગરીના અવશેષો, સુંદર ગોખલા તથા આકર્ષક ભીંતચિત્રો હવે જીર્ણ થઈ ચૂક્યાં છે. મંદિરનું શિખર ૪૦ ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું હતું. વર્તમાન મંદિરની મૂર્તિ ખંડિત થઈ ચૂકી છે તથા દીવાલોનું શિલ્પકામ ઊખડી ગયું છે. ૧૩૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૪૮ ઉમરકોટ (સિંધ) ચાંદની રાતમાં અમારી ગાડી લાંબી સડક પર દોડતી હતી. માઈલો લાંબી સડક જાણે ચુપચાપ અમારા પગમાં સૂતેલી હોય તેવું લાગતું હતું. ઉમરકોટનો કિલ્લો આવી ગયો. ગાડી કિલ્લાની અંદર પહોંચી તો અમારી સામે એક કાંગરો હતો, જે કિલ્લાની મધ્યમાં હતો, જેની ચારેબાજુથી લ્લિાની દીવાલો કાંગરા પર ચઢતી હતી. દરવાજાની સામે ઉમરકોટનું બજાર, ગલીઓ, મકાન તથા દુકાનો હતાં. પોતાના સદીઓ જૂના ઇતિહાસ સાથે તે જીવતું જાગતું શહેર હતું - ઉમરકોટ. મરુસ્થલ’ શબ્દના ઉચ્ચારણથી આ ક્ષેત્રમાં બે કાલ્પનિક પાત્રોનાં લોકગીતો પ્રસિદ્ધ છે – “મારું” અને “સોમરુ'. हथकडियां तेरिया नडिया तन मेरा वे दस क्यों कर वस्सां सोमरु तेरे कोहीं वे । અર્થાત્ રણપ્રદેશ, બાલૂ (રેત), ગરમી – આ બધી મુસીબતોએ મને જકડી રાખ્યો છે. હું મજબૂર છું. તારા ઘરમાં આવીને રહેવાની ઇચ્છા હોવા છતાં પણ હું આવી શકતી નથી, તારી પાસે રહી શકતી નથી. મારુ બોલી રહી હતી અને સોમરું ચૂપ હતો, આ કાંગરાની જેમ કે જે કદી બોલવાનો નથી. શહેરોમાં ઘરોની છત અને અનેક મંદિરોના કમરા હતા. કિલ્લાના કાંગરા પર પ્રાચીન સમયની બે તોપ હતી. હું તેમની વચ્ચે ઊભો રહી ગયો. ખબર નહીં તોપ હસી કે રડી. જાણે કહેવા લાગી – હું તે સમયથી અહીં ઊભી છું જ્યારે હુમાયુની દિલ્હીની સત્તા છૂટી અને તે ધક્કા ખાતો અહીં આવી પહોંચ્યો. ત્યારે આ કિલ્લો એક હિંદુ રાણા પાસે હતો. અહીં શહેનશાહ અકબરનો જન્મ થયો હતો.' ૧ ૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------- વીતેલાં બે હજાર વર્ષોમાં દીવાલો તથા કિલ્લાના અનકે પથ્થર, ઇંટો તથા અન્ય સાધનો પર સમયનો માર, આક્રમણકારીઓના ઘોડાઓની ચહલપહલ તેમ જ ગરમી અને વરસાદની અસર સ્પષ્ટ દેખાતી હતી. હવે તે નાના નાના ઠીકરા (પથ્થરના ટુકડા) બની ગયા હતા. મારા પગમાં એક ઠીકરી ટકરાઈ અને તેણે પ્રશ્ન પૂછ્યો - “ક્યાં જાઓ છો? હું સદીઓથી અહીં પડી છું. આ કિલ્લાની બુનિયાદ મારાથી થોડા સમય પહેલાં રચાઈ હતી. મને યાદ છે કે શ્રી દેવગુપ્તસૂરિજી (દશમા) વિ.સં. ૧૩૧૭ (ઈ.સ. ૧૨૫૦) પહેલાં અહીં આવ્યા હતા. ઈ.સ. પપ૯માં રાજા મન્દીમરાય અહીંના શાસક હતા. પછી ૩૦૦ વર્ષ પહેલાં જૂના કિલ્લા પાસે નવો કિલ્લો અસ્તિત્વમાં આવ્યો. આ ઉમરકોટ પણ એક સમયે જૈનોનું મુખ્ય કેન્દ્રસ્થાન હતો. પાકિસ્તાનનું નિર્માણ થયા અગાઉ અહીં એક શ્વેતાંબર જૈન મંદિર અને ૧૫૨૦ જૈનોનાં ઘર હતાં. ઉમરકોટના એક સરકારી બંગલામાં ગૌડી મંદિરના કોટના પથ્થર લગાડવામાં આવ્યા છે. પાસે જ એક નાનકડું સરકારી મ્યુઝિયમ છે, જ્યાં પારી તથા વીરવાહના જૈન મંદિરોની મૂર્તિઓ તથા અવશેષો રાખવામાં આવ્યા છે. આ યાદોને આપણે ઇતિહાસ કહી શકીએ કે જે લખાય છે અથવા સ્મૃતિમાં રખાય છે. g (૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૪૯ કરંઝર (સિંધ), ડબલપુર, બોડસિંધ, કિલ્લો ફોલડા કરુંઝર (સિંઘ) પહાડોની ઊંચી-નીચી ચટ્ટાનમાં બનેલા આ અતિભવ્ય જૈન મંદિરનો ઉપરનો માળ તથા શિખર પડી ચૂક્યાં છે. માત્ર ખુલ્લું ‘સહન’, મૂર્તિ રાખવાનો ઓરડા (મૂળ ગભારો) જ બચ્યાં છે. તૂટેલી-ટેલી હાલતમાં બાકી બચેલા મંદિર તથા મૂર્તિસ્થાનને જોઈને ઉદાસ થઈ જવાય છે અને સાથે તેને બનાવનાર અને પૂજા કરનારાઓ પ્રત્યે મસ્તક પણ ઝૂકે છે. નાનકડા કિલ્લાનો આ વિસ્તાર, થારપારકર જિલ્લાનો જ હિસ્સો છે. ડબલપુર ડબરેલ પણ એક પ્રાચીન શહેર છે. તેની રોનક હવે ભૂતકાળ બની ગઈ છે. જૈન ગ્રંથોમાં તેનું નામ આવે છે કે આચાર્ય રત્નપ્રભસૂરિ (ચતુર્થ) (સમય વિ.સં. ૧૯થી ૨૧૮) સિંધમાં વિહાર કરેલો અને ડબરેલમાં પણ પધાર્યા હતા. ફરી તે આચાર્યની પરંપરાના આચાર્ય રત્નપ્રભસૂરિ (સમય વિ.સં. ૪૦૦-૪૨૫)એ ડબરેલ નગરમાં ચાતુર્માસ કર્યું હતું. આચાર્ય સિદ્ધસૂરિ (છઠ્ઠા, સમય વિ.સં. પ૨૦-૫૫૦)એ અહીં ચાતુર્માસ કર્યું અને સાત મહિલાઓ અને કેટલાક પુરુષોને દીક્ષા આપી હતી. સિદ્ધસૂરિજીએ (આઠમા, વિ.સં. ૭૨૪-૭૭૮) પણ ચાતુર્માસ કર્યું હતું. મહમૂદ ગજનવીના આક્રમણ પહેલાં અહીં જૈન આચાર્ય તથા મુનિઓ આવતા રહ્યા અને ચાતુર્માસ પણ કરતા હતા. અહીં જૈન મંદિરનું કોઈ નામોનિશાન પણ રહ્યું નથી. બોહડ (સિંધ) થારપારકર બોહડ ગામનું આ જૈન મંદિર આજે પણ છટાપૂર્વક ઊભું છે. ૧૪૦ Page #166 -------------------------------------------------------------------------- ________________ -------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ શિખર અને તેનો કળશ બહારથી જ નજરે પડે છે. ધરતીથી ઉપર સુધી શિખરની ચમક આજે પણ જળવાયેલી છે. મુખ્ય શિખરમાં જ ચાર નાનાં શિખરો સમાવિષ્ટ છે. મંદિરનો મુખ્ય દરવાજો વિશાળ અને સંગેમરમરનો છે. દરવાજાની બહાર એક તરફ દાદાગુરુની સમાધિ છે. બધું જીર્ણ થઈ રહ્યું છે. સૌથી શ્રેષ્ઠ, સુંદર અને પ્રભાવશાળી છે તેના મૂળ ગભારાની વેદી. વેદીમાં ભરેલા રંગો, ડિઝાઈન, શુદ્ધ સોનાનું સોનેરી જડાકામ-ભાગ્યે જ આવી સુંદર વેદી અન્યત્ર જોવા મળે. બોહડ ગામ નવાબ શહેરથી ૫૦ કિ.મી. દૂર છે. કિલ્લો ફોલડા પાકિસ્તાનના બહાવલપુર રાજ્યમાં યજમાન મંડીથી દેરારિ જતા રસ્તામાં કિલ્લો ફોલડા છે. આ કિલ્લામાંથી જૈન મૂર્તિઓ મળી આવી છે. અહીં લાંબા સમય સુધી જૈનોની વસ્તી હતી. જૈન સાધુ તથા જૈન યતિઓ પણ અહીં આવતા હતા. ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો - -- પ્રકરણ : ૫૦ કરાચી લાહોરથી કરાચીની સફરમાં મારી પાસે મશહૂર કવયિત્રી સારા શગુતા'નું પુસ્તક હતું. કેટલીક વાર લાગ્યું કે “સારા” જાણે મારી સાથે વાતો કરતી હોય! હું કરાચીનું જૈન મંદિર શોધવા નીકળ્યો હતો. સારા'ની આ પંક્તિઓ સફર દરમિયાન મારા મગજમાં ધૂમતી રહી – "इंसान की दुकान से कपड़े धुलवाए थे । पहनते ही कपड़ों में से आवाज आई कि ये अपवित्र हैं । पलीत हैं । और फिर वो नंगों की चादर बन પણ ' એક બીજી પંક્તિ - 'अक्ख रंगी चंगी अग्ग नंगी चंगी मैं नंगी चंगी।' અર્થાત્ આંખો Colourful જ સારી લાગે છે. આગ તો ખુલ્લી (ઢાંક્યા વગરની) યોગ્ય છે. હું પણ ખુલ્લી જ સારી છું. જૈન ધર્મના (એક આમ્નાયમાં) સ્ત્રીને ભગવાનની (તીર્થંકરની) પદવી આપી છે. તે તીર્થકરની મૂર્તિ વસ્ત્રરહિત પણ હોય છે. “સારા. કરાચી .... ભગવાન મલ્લિનાથ અને ભગવાન મહાવીર .... બધા દિગંબર. લાહોરથી કરાચીની સફર ૧૮ કલાકની હતી. કરાચીના જૈન મંદિરો વિશે મેં અગાઉથી વાંચ્યું હતું કે ત્યાં “રણછોડ લાઈન વિસ્તારમાં જૈન મંદિર છે. આ વિસ્તાર એકદમ પછાત અને પ્રાચીન છે. વિ.સં. ૧૯૮૦ (ઈ.સ. ૧૯૨૩)માં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી તથા તેમાં મૂળનાયક પાર્શ્વનાથ (શ્યામ વર્ણ) ભગવાનની મૂર્તિ છે. સંવત ૧૯૧૧માં અહીં વસેલા ગુજરાતી પરિવારોએ (સોલજર બજારમાં ૧૪૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો એક ઘરમંદિર બનાવીને તેમાં ધાતુની પ્રતિમા વિરાજમાન કરી હતી. પછીથી ‘હાલા’નગરથી પાષાણની મૂર્તિ લાવીને અહીં બિરાજમાન કરવામાં આવી. એક દિગંબર મંદિર આનાથી અલગ હતું. લાંબી સફર બાદ કરાચી શહેરના સ્ટેશન પર માણસોનો જાણે રેલો હતો ! સમુદ્રકિનારે આવેલું આ ખૂબ પ્રાચીન શહેર છે સંભવતઃ પથ્થરયુગ અથવા ધાતુયુગના સમયનું ભારતથી પાછા વળતા સિકંદર અહીં આવ્યો હતો. - ‘મારૂં સાહિવ, રાછોડ જાન આ નરૂં હૈ । હાઁ નાગોને’ ‘મુજ્ઞ હિન્દૂ મુહા છે વહો । વહાઁ છોડ તેના’ ।। લાહોરથી મને એક વ્યક્તિએ મદનલાલનું સરનામું અને ફોન નંબર આપ્યા હતા, જેથી તે મને મદદ કરી શકે. તે મદનલાલ મને જલ્દી મળી ગયા. રણછોડ લાઈનમાં હિન્દુઓનો આ નાનકડો મહોલ્લો. નાના-નાના મકાનોમાં એક નાકકડું મંદિર દેખાયું, જેનો દરવાજો બંધ હતો. બહાર કેટલાક લોકો બેઠા હતા. મદનલાલે તેઓની સાથે મારો પરિચય કરાવ્યો. ‘આ મારા મહેમાન છે. તેઓ પંજાબથી આવ્યા છે. અહીં આપણા ‘રણછોડ લાઈન’ વિસ્તારમાં કોઈ જૈન મંદિર છે કે નહીં તે જોવા આવ્યા છે. તમારામાંથી કોઈને આ જૈન મંદિર વિશે ખબર છે ?' ‘રણછોડ લાઈન તો મોટો વિસ્તાર છે. અહીં મોટા મહોલ્લા છે - હિન્દુઓ, મુસલમાનો તથા પારસીઓના. અમે ક્યારેય નથી સાંભળ્યું કે અહીં કોઈ જૈન પણ રહેતા હોય !’ ‘અહીં જૈનો નથી રહેતા. પહેલા રહેતા હતા. તેઓનું અહીં મંદિર હતું. ‘હું તે મંદિર જોવા આવ્યો છું.’ ‘જુઓ ભાઈ, અમારી આજુબાજુ ત્રણ મંદિર છે. આ ત્રણેય હિન્દુ મંદિર છે. અહીં કોઈ જૈન મંદિર વિશે તો અમે સાંભળ્યું નથી.’ અમે તે હિન્દુ મહોલ્લામાંથી બહાર આવી રહ્યા હતા. એક કવિએ કહ્યું છે – ' में मस्जिद में गया, वहाँ दरवाजा बन्द था दरवाजा खटखटाया, और आवाज आई घर कोई नहीं ।' ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ‘ભાઈસા’બ, અત્યારે આ વિસ્તારમાં જૈન મંદિર વિશે તો કોઈ માહિતી મળતી નથી. મારું માનવું છે કે, જ્યારે જૈનો અહીંથી ચાલ્યા ગયા, તો ખાલી મંદિરને કોઈએ પોતાનું ઘર બનાવીને તેની શકલ બદલી નાખી હોય અથવા બની શકે છે કે હવે તે હિન્દુ મંદિર હોય.’ એક આધેડ વયની વ્યક્તિ કે જે અમારી વાતોમાં રસ લઈ રહી હતી તે મદનલાલની નજીક આવીને કહેવા લાગી કે, મારા દાદાજી આ રણછોડ લાઈનમાં રહેતા હતા. મને યાદ છે કે તેમની પાસે અહીંના જૈન મંદિરો તથા કેટલાક પરિવારોના ફોટાઓ હતા. અહીંના એક-બે જૈન પરિવારો સાથે તેમની સારી મિત્રતા હતી. મદનલાલના કહેવાથી તે પોતાના ઘરેથી જૂના ફોટાઓ લેવા ગયો અને થોડી વાર પછી જૂના કાગળમાં વીંટેલું એક નાનું બંડલ લઈને આવી ગયો. તેમાં રણછોડ લાઈનના પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિરના ફોટા તથા અન્ય બે ફોટાઓ જોઈને એમ લાગ્યું કે ખરેખર અમે તે મંદિરમાં જ ઊભા છીએ ! ખૂલ્લા ચોકમાં મંદિરનું પ્રવેશદ્વાર. મધ્યમાં સફેદ સંગેમરમરનો ૧૧ ફૂટ ઊંચો તથા ૮ ફૂટ પહોળા પ્રવેશદ્વાર પર શિલ્પકળાનું કામ અને સાથે લાકડાની દેરી તથા દરવાજા પણ ભારે અને ડિઝાઈનવાળા ! મંદિરનું કુલ ‘ફ્રન્ટ’ ૩૬-૪૦ ફૂટ હતું. અમને જૈન મંદિર ન મળ્યું પણ તેના ફોટા અમને જરૂર મળ્યા. હું વિચારતો હતો કે સમય શું નથી કરાવતો! મંદિર તો શું, સમયની સાથે નદીઓ પણ અલોપ થઈ જાય છે ! પાછળ રહી જાય છે કથાઓ, જે ધાર્મિક પુસ્તકોનાં પાત્રો બની જાય છે. રણછોડ લાઈન-કરાચીવાળું જૈન મંદિર. ખબર નથી કે હવે તે હિન્દુ મંદિર છે અને તેમાં બીજી અન્ય મૂર્તિઓ બિરાજમાન છે ! ૭૦ વર્ષમાં તેને (મંદિરને) પાડી નાખવામાં આવ્યું હશે કે ત્યાં કોઈએ ઘર વસાવ્યું હશે ! કોઈ સ્કૂલ બની ગઈ છે કે બીજું કાંઈ ? ઇતિહાસ ચૂપ છે, પણ કથા રહી જાય છે. જેમ કે આ રણછોડ લાઈનવાળા મંદિરની, કે જે આજે સમયના અથાગ સાગરમાં વિલીન થઈ ગયેલ છે. મુનિ વિદ્યાવિજયજી ૧૯૩૭-૩૯માં કરાચી પધાર્યા ત્યારે અહીં જૈનોનાં ૬૦ ઘર હતાં. દેશવિભાજન (૧૯૪૭) સમયે મોટા ભાગના પરિવારો સ્થળાંતર કરીને ૧૪૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ ---------------પાકિસ્તાનનાં જૈન મંદિરો --------------- ભારતમાં ચાલ્યા ગયા. ૧૯૬૫માં અહીં માત્ર ત્રણ પરિવારો જ હતા! ઘેટા-બકરા વગેરે જાનવરોની કુરબાની આપવી તેને મુસલમાનો ધર્મ માને છે. મંદિરની બિલકુલ સામે ખુલ્લા ચોકમાં દરરોજ જાનવરોની કુરબાનીનો ચિત્કાર અને તેમનું માંસ પણ ખુલ્લામાં લટકાવવામાં આવતું! હાલત વધારે બગડી ત્યારે અહીંધી જતાં એક ગુજરાતી જૈન પરિવાર મંદિરની મૂર્તિઓને પણ પોતાની સાથે લઈ ગયો અને સૌરાષ્ટ્રના મોરબી શહેરના મંદિરમાં તેને વિરાજમાન કરાવી દીધી. સિંધમાં વિહાર કરવાવાળા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ઇતિહાસ, તત્ત્વજ્ઞાન તથા આચાર સંબંધી વિષયો પર અનેક વિદેશી વિદ્વાનોના સંપર્કમાં રહેલા, જૈનાચાર્ય વિજયધર્મસૂરિજીના સુયોગ્ય શિષ્ય મુનિરાજ વિદ્યાવિજયજી કે જેઓએ ઈ.સ. ૧૯૩૭-૩૯માં સિંધ પ્રદેશમાં વિહાર કર્યો હતો. તેઓ ચાર મુનિઓ સાથે મારવાડ શિવગંજથી બાલોતરા, બાડમેર, મીરપુર થઈને ૮૫૦ કિલોમીટરના વિહાર બાદ સિંધના નગર પારકર, ગોડીજી, હાલા, હૈદરાબાદ થઈને કરાચી પહોંચ્યા. ત્યાં બે ચાતુર્માસ કર્યા. કરાચીમાં જૈન લાઈબ્રેરી, હોમ્યો હૉસ્પિટલ અને મહાવીર કન્યા વિદ્યાલયની સ્થાપના કરાવી. | સિંધમાં રહીને જૈનોના ધર્મ, નીતિ, મર્યાદા, લિબાસ અને રીતરિવાજને જાળવીને જૈન સંઘોને સંગઠિત કર્યા. કરાચીનાં બે મંદિર, હૈદરાબાદ તથા હાલાના એક-એક મંદિરોની સારસંભાળને વ્યવસ્થિત કરાવી. જૈનો ઉપરાંત અન્ય સમાજો તથા બુદ્ધિજીવીઓ દ્વારા પણ તેમણે સન્માન મેળવ્યું. - તત્કાલીન કરાચીના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પદાધિકારીઓ હતા - શ્રી છોટાલાલ ખેતસી (પ્રધાન) અને મણિલાલ લહેરાભાઈ (સેક્રેટરી). ૧૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૧ હૈદરાબાદ (સિંધ) લાહોરથી કરાચીની લાંબી સફર અને રણછોડ લાઈનના જૈન મંદિરના ખોવાઈ જવાની પીડા ! હવે હું વધારે આરામ કર્યા વગર જ હૈદરાબાદ જઈ રહ્યો હતો - ઇન્સાનરૂપી ગાઢ જંગલોમાં એકલો જ. હૈદરાબાદ નગર સિંધ સૂબાનું બીજું મોટું શહેર છે. સિકંદરના પહેલાં તે ‘રુણ અથવા “અરુણપુર” તરીકે ઓળખાતું. ત્યારે અહીં બૌદ્ધ ધર્મની બોલબાલા હતી. અહીંના બૌદ્ધ રાજાએ સિકંદર સાથે સમજૂતી (સંધિ) કરી લીધી. એમ પણ કહેવાય છે કે બૌદ્ધોની સાથેસાથે તે સમયે જૈન ધર્મના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં રહેતા હતા. મુસલમાનોના સિંધ પર પ્રથમ વખતના આક્રમણ (મોહમ્મદ બિનકાસમ દ્વારા) સમયે પણ અહીં જૈનોની સારી વસ્તી હતી અને અહીંનો રાજા (દાહિર) પણ જૈન હતો. તેનું પ્રમાણ નીચેના વિવરણ પરથી મળે છે – ELLIOT HISTORY OF INDIA. VOL-1માં લખ્યું છે – Muslims first attacked Sindh and found it full of people called 'sramanas'. (P.P. 146 - 158) The ruler of Sindh of that time was also a follower of Sramanas who observed vow of Ahimsa minutely and had great confidence in this Predication. (P.P. 158-161). હૈદરાબાદમાં રહેતા સિંધી ભાષાના પ્રખ્યાત લેખક તાજ જોયો’ની ઓફિસમાં પહોંચ્યો. ઓરડામાં ટેબલ પર પુસ્તકો, ફાઈલો અને કાગળો. તેની વચ્ચે બેઠા હતા - તાજ જોયો. સેંકડો પુસ્તકો તેમના હાથમાંથી પસાર થયાં હશે. હજારો લોકોથી પરિચિત હતા. ૧૪૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ -----------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- આપના શહેરમાં જૈન મંદિરની શોધમાં આવ્યો છું. તે ક્યાં છે ?' ‘તેની તો ખબર નથી. હા, એટલી ખબર છે કે આ મંદિર હૈદરાબાદ શહેરમાં છે. ચાલો, શોધીએ. તેઓએ આશ્વાસન આપ્યું અને પોતાના પરિચિત દરેક લેખકને આ મંદિર બાબતે ફોન કર્યો. પછી કહેવા લાગ્યા કે, સાતમી સદીના અંતિમ દશાબ્દીના સમયે રાજા દાહિર તરફથી હૈદરાબાદના હાકિમ ‘સમુદ્ર સમસ્ત' હતા, જે બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. તેઓએ પોતાનું કોઈ મંદિર પણ બનાવ્યું હશે, પણ અત્યારે શહેરમાં કોઈ બૌદ્ધ કે જૈન મંદિર નથી. અત્યાર સુધી કેટલીય સદીઓ વીતી ગઈ હશે. શું નવું બન્યું અને શું જૂનું તૂટીને ધ્વસ્ત થઈ ગયું તેની ખબર નથી.” ‘પરંતુ જૈનોની પટ્ટાવલીઓ, ગ્રંથો અને સાધુઓ તથા યતિઓનાં વિવરણો દ્વારા સ્પષ્ટ પ્રમાણ મળે છે કે આ શહેરમાં એક શ્વેતાંબર જૈન મંદિર હતું, જેમાં એક જ મૂર્તિ બિરાજમાન હતી. મંદિરનું દ્વાર ખૂબ મોટું અને સુંદર હતું. આખા મંદિરમાં પથ્થર અને લાકડાકામના સુંદર આયોજન સાથે રોશનીની વ્યવસ્થા પણ હતી. ઈ.સ. ૧૯૩૭-૩લ્માં જૈન મુનિ વિદ્યાવિજયજી અહીં પધાર્યા હતા.' ‘આજકાલ આ શહેરમાં હિન્દુઓની સારી વસ્તી છે. ખૂબ ધનવાન હિન્દુ દાક્તરો, વેપારીઓ, શરાફ અને અન્ય. શહેરની રાજનીતિમાં તેઓનો મોટો ફાળો છે. થારપારકરના વિસ્તારમાં આજે પણ જૈન મતને માનવાવાળા રહે છે, પણ તેઓની સંખ્યા ખૂબ ઓછી છે. તેમના અહીં ઘણાં મંદિરો છે. પ્રાચીન સમયનું જૈન મંદિર, જેના કારણે નગરપારકર આખી દુનિયામાં મશહૂર છે.' બની શકે છે કે ૧૯૪૭ પછી તે મંદિર ખાલી થઈ ગયું હોય અને તેમાં કોઈ શાળા કે સરકારી કાર્યાલય હોય અથવા કોઈને આપી દેવામાં આવ્યું હોય અને તેમણે ત્યાં ઘર બનાવી દીધું હોય. કંઈ પણ હોઈ શકે છે.' “શું આ ઐતિહાસિક મંદિર છે ?' ના, આ એક નાનકડું મંદિર હતું. આખા હૈદરાબાદમાં માત્ર એક! બીજાં મારી શોધનો હિસ્સો છે.' ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મારી સામે પ્રશ્ન હતો કે શું ૭૦ વર્ષોમાં એક મંદિર કોઈ શહેરમાંથી ખોવાઈ શકે ? ખોવાઈ જાય અને કોઈને ખબર પણ ન હોય કે તે મંદિર ક્યાં છે ? છે કે નથી ? ક્યાં અલોપ થઈ ગયું હૈદરાબાદનું જૈન મંદિર ? હું આના પહેલાં કરાચીના રણછોડ લાઈનથી ખાલી આવ્યો હતો, હવે હૈદરાબાદથી પણ ! किद्धरों बोल ते सही मैं तेरी भाल विच हाँ तू इतिहास दा पात्र हैं । હું અર્થાત્ મંદિર ક્યાંક ખોવાયું છે. હું તેને શોધી રહ્યો છું. બૂમો પાડું છું. અરે ! ક્યાંકથી તો ફરી અવાજ આપીને બોલ કે તું ક્યાં છે ? 回 ૧૪૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ -- ---પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : પર હાલા (ન્યૂ હાલા) હૈદરાબાદ પછી મારો આગળનો પડાવ હાલા' હતો, જ્યાંના શ્વેતાંબર જૈન મંદિરોની હું શોધમાં હતો. હૈદરાબાદથી વ્હાલા સુધી સેંકડો કિલોમીટરની સફર ! આ સફરમાં મારી સહાયના માટે તાજ જોયો એ હૈદરાબાદથી પોતાના કાર્યાલયના એક માણસને મારી સાથે મોકલ્યો હતો. હાલામાં અમારે સિંધી કથાઓના વિખ્યાત લેખક મહમૂદ બુખારીના સહયોગથી જૈન મંદિર સુધી પહોંચવું હતું. તેને મળીને અમને આશા બંધાણી કે અહીં અમને નિરાશા નહીં સાંપડે ! હૈદરાબાદથી મારી સાથે આવેલી જરવાર નામની વ્યક્તિ સાથે હાલાના બજારમાં નીકળ્યા. બજારથી એક ગલીમાં પહોંચ્યા - એક નાની ગલી. આ મને હિન્દુ મહોલ્લો લાગે છે'. “હા, લાગે છે તો એ જ'. એક વ્યક્તિ ઘરેથી નીકળી અમારી નજીકથી પસાર થતો હતો. જરવારે પૂછ્યું, “અહીં હાલામાં કોઈ જૈન મંદિર છે ?” ‘ના’. જરવારે સિંધી ભાષામાં તેને કંઈક પૂછયું તો તેણે પોતાનું નામ મનોજકુમાર બતાવ્યું. આ ડાબી બાજુનું બજાર ભાવડાચોક છે. તેની વાત પરથી મને લાગ્યું કે અવશ્ય અમે જૈન મંદિર સુધી પહોંચી જઈશું. મનોજકુમારે કહ્યું કે, હું ચોક સુધી તમારી સાથે આવીશ. ત્યાંથી તમે આગળ અને હું પાછળ રહીશ. હું બોલીને તમને જૈન મંદિરની ઓળખાણ કરાવીશ. આંગળી કે સંકેત નહીં કરું. આગળ જતાં ચોકમાં ઊભા રહીને તેણે કહ્યું કે, આ જમણા હાથવાળી ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ -પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- સૌથી ઊંચી ઈમારત જૈન મંદિરમાં છે. પોતાની વાત કહીને તે આગળ નીકળી ગયો. મંદિરની ઈમારત ઘર જેવી હતી. દરવાજા પાસે એક નાનો રસ્તો, જેની બન્ને બાજુ પગથિયાં હતાં, સીડીઓના દરવાજા પણ લાકડાના હતા. દરવાજાની બિલકુલ સામે એક કસાઈની દુકાન. ત્યાં બેઠેલી વ્યક્તિની સામે નાની-મોટી છરીઓ અને કાંટાથી લટકાવેલું માંસ. મેં તેની તસવીરો લીધી. ‘તમે આ શું કરો છો?' ફોટા પાડી રહ્યો છું.' ‘શા માટે ?' આ ઘરનો દરવાજો સારો લાગ્યો, માટે.’ આવા બીજા અનેક ઘર ગલીમાં છે – જૂના જમાનાનાં.” ‘આ જૈન ભાવડાઓનું મંદિર હતું. હવે તો ઘર છે.” “કાણ રહે છે આમાં?' ‘તે લોકો કે જેમને આ મકાન આપવામાં આવ્યું છે.' ‘અંદર જઈ શકું?' “ખબર નથી. અત્યારે પુરુષો ઘરમાં નહીં હોય. આમેય આ પડદાવાળું ઘર છે. તેની વાતમાં સ્પષ્ટ ઈનકાર દેખાતો હતો. હું તેને અંદરથી જોવા માગતો હતો. કેટલા રૂમ કેટલું મોટું છે, દીવાલોની ફેસ્કોજ, હોલ, મૂર્તિઓનું સ્થાન વગેરે, પણ હવે આ મંદિર નહીં, ઘર છે. - સિંધના હાલાનગરનું આ મંદિર. અહીં જૈનોની અવરજવર રહેતી હતી. જૈનોના તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આ મંદિર કે જેમાં પાષાણથી બનેલી ૧૦ અને ધાતુની ૧૨ મૂર્તિઓ હતી. સાથે એક ઉપાશ્રય પણ હતો. હાલામાં યતિ શ્રી બુદ્ધિચંદ્ર – જ્ઞાનચંદ્રના પ્રાચીન ગ્રંથોનો ભંડાર પણ હતો. એક જૈન શાળા પણ હતી. રાધનપુર, પાલી, જેસલમેરથી આવીને જૈન લોકો અહીં વસ્યા હતા. મુનિ વિદ્યાવિજયજી જ્યારે ૧૯૩૭માં અહીં આવ્યા ત્યારે સ્થાનકવાસી તથા થતાંબર મૂર્તિપૂજકોનાં ૨૫-૩૦ ઘર અહીં હતાં. મંદિર તથા ઉપાશ્રય પણ હતાં. ૧૫૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ -~-~--પાકિસ્તાનનાં જૈન મંદિરો---------- મનોજકુમાર અને જરવાર મારાથી જુદા કેમ થઈ ગયા એ સમજાવવાની જરૂર નથી. અહીં મોતનો ખેલ થાય છે. કઈ ગોળી, કઈ દિશામાંથી કોને કઈ ગોળી, કઈ દિશામાંથી કોને વાગે છે તે તો ગોળી વાગ્યા પછી ખબર પડે છે ! મોતનો પડછાયો ખૂબ ગહરો – ગૂઢ, ન સમજાય એવો હોય છે. ભરબજારમાં ઇન્સાનિયત બેપરવાહ બની હતી. હાલાનું બજાર, દુકાનો, લોકોની ભીડ અને મંદિરની બિલકુલ સામે કસાઈ અને છરીઓ! એક વાર ફરી ભાવડા ચોક તરફ વળ્યો. હવે મારી ડાબી બાજુ જૈન મંદિર અને જમણી બાજુ કસાઈની દુકાન હતી. હાલાથી બે કિ.મી. દૂર એક દાદાવાડી હોવાની ખબર પડી હતી પણ તેનું અસ્તિત્વ પણ સંદેહના ઘેરાવામાં છે. હવે અંતિમ વખત હાલાના મંદિરને જોયું, જેનું દ્વાર મારી તરફ નહીં, બજાર તરફ હતું. समय की सीमा को भेद कर अनंत प्रतीक्षा करते मेरे नयन इतिहास का वही पन्ना खोल कहीं से तो बोल। ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૩ રાવલપિંડી પર્વે જિસે ને આ સમા હિરા ... • રાવલપિંડી (શ્વેતાંબર, દિગંબર મંદિર તથા સ્થાનક) • ટેક્સલા (ભગવાન બાહુબલી, બૌદ્ધ ભિક્ષ) તક્ષશિલા • પેશાવર, ઉચ્ચનગર, કંધાર, સિંહપુર, કટાસરાજ • જૈન મુનિ તથા સિકંદર • હેમૂ (દિલ્હીના સિંહાસન પર જૈન બાદશાહ) • માનદેવસૂરિ (લઘુશાંતિ), પાણિની • ભાવડા બજાર તથા સ્થાનક રાવલપિંડીમાં કરફ્યુનો આજે બીજો દિવસ હતો, પણ મારે તો કોઈ પણ હાલતમાં ઈસ્લામાબાદ પહોંચવું હતું. કરફ્યૂની મારા પર કોઈ અસર નહીં થાય, છતાં એક ડર તો હતો જ. ૧૬ નવેમ્બર, ૨૦૧૩નો દિવસ ખૂબ ભયાનક દિવસ. સવારે છાપું વાંચતાં જ દિલ કંપી ગયું. આ ભયાનક કાંડ થયે આજે ત્રીજો દિવસ હતો. એન.સી.એ. ઇસ્લામાબાદ કેમ્પના પ્રિન્સિપાલ નદીમ ઉમરતાર્ડ તથા તેઓની રિસર્ચ ટીમની સાથે રાજાબજારના ચોક ડિંગી ખૂઈમાં હું પણ હાજર હતો. બળી ગયેલી ઈમારતો, સડક પર માનવીના લોહીના ધબ્બા, પોલીસ, ફોજ અને અન્ય સુરક્ષાકર્મી જવાનોએ આ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. અમારું કાર્ડ જોઈને અમને આગળ જવાની પરવાનગી મળી. સડક પર લાગેલ પડાવ (મંડપ)થી આગળ અમે જઈ શકતા નહોતા, પણ અમારી સાથે વિદેશી મહિલાઓને જોઈને લશ્કરવાળાઓએ મને સામેની એક હોટલની છત પર જવાની પરવાનગી આપી. ચોથા માળની છત પરથી બધું સ્પપષ્ટ દેખાતું હતું. એક મોટી છ માળની બનેલી ઇમારત માટીનો ઢગ બનીને પડી હતી. ક્યાંક ક્યાંકથી ધુમાડો નીકળતો હતો. અમારા પહોંચવાના બે કલાક પહેલાં જ કાટમાળમાંથી અડધી બળેલી લાશ નીકળી હતી. રાજાબજાર તરફ બળી ગયેલા એક બોર્ડ પર લખ્યું હતું - ૧૫૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો--------- "जामा मस्जिद । मदरसा दारुल अलमल्कुरान, राजाबाजार, फव्वारा चौक, मीना मार्किट रावलपिंडी" હા, આ બધું અહીં ઘટિત થયું છે. ૧૬ નવેમ્બર ૨૦૧૩ જુમ્મા મુબારકનો દિવસ. મસ્જિદમાં બંદગી થઈ રહી હતી અને જૂના કિલ્લા તરફ દશમી મોહરમનો શિયા મુસલમાનોનું માતમી જુલૂસ (સરઘસ) હતું. નમાજની બંદગી વખતે જાળવતા મૌલાનાએ કોઈ એવી વાત કરી કે જેથી શિયા લોકો ભડક્યા અને જોતજોતામાં આગ અને ગોળીબારનો ખેલ શરૂ થઈ ગયો. મદરેસા, મસ્જિદ અને મદીના માર્કેટ બળીને રાખ થઈ ગઈ. સાત જણ મસ્જિદમાં મર્યા અને ૧૨ લાશ માર્કેટના કાટમાળમાંથી નીકળી. અબજો રૂપિાની મિલકતને નુકસાન થયું. જૈન મંદિરનો નાનો ઘુમ્મટ મદરેસા, મસ્જિદ અને મદીના માર્કેટની રાખ પાસે એક જૈન મંદિરનો ઘુમ્મટ દેખાયો. મંદિર પાસેની જમીન પર મદરેસા અને માર્કેટ જોઈ લોકો ચકિત હતા. વકફ બોર્ડવાળાનું કહેવું હતું કે આ મંદિર અમારા કોઈ લિસ્ટમાં નથી. મીડિયાને પણ એક સ્ત્રોત મળી ગયો. જૈન શ્વેતાંબર મંદિર મસ્જિદમાં રહેલા તથા મદરેસામાં ભણાવનાર મૌલાના અશરફ અલી સાથે મુલાકાત થઈ. તેઓએ બતાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર ઇ.સ. ૧૯૪૭થી જૈન મંદિરના વારસોના ઇંતેજારમાં છે. ભાગલાના સમયે જ્યારે હાલત ખરાબ થઈ ત્યારે ત્યાં રહેનારા જૈન પરિવાર પાસેના આ ઘુમટાના મંદિરની ચાવી મને સોંપી ગયા. નક્કી થયું હતું કે જ્યારે પરિસ્થિતિ બદલાશે ત્યારે તે લોકો આવીને મંદિરની ચાવી લઈ લેશે, પરંતુ આજદિન સુધી તેઓ આવ્યા નથી. મૌલાના જાણતા નહોતા કે તે પરિવાર હવે ક્યાં છે ? કોઈ ધર્મગ્રંથોમાં અન્ય ધર્મોની વસ્તુઓ કે પ્રતીકોનો નાશ કરવાનું કહ્યું નથી. મૌલાના કહેતા હતા કે આઝાદી પહેલાં રાજાબજારમાં હિન્દુઓની સારી વસ્તી હતી. જૈન ફિરકાના લોકો પણ હતા. ગુમટીનમાં મંદિર જૈન લોકોએ બનાવ્યું હતું. મસ્જિદ અને મંદિર પાસપાસે હોવા છતાં કોઈને કંઈ અયોગ્ય લાગ્યું નહીં. ભાગલા દરમિયાન હિંસા ફેલાઈ ત્યારે હિન્દુઓને જીવ બચાવવા અહીંથી ભાગવું પડ્યું. સને ૧૯૯૨ના તોફાનોમાં મારા પરિવારે જાનની પણ પરવા કર્યા વગર આ મંદિરને દંગલબાજોથી બચાવ્યું અને ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સુરિક્ષત રાખ્યું. (મંદિર એવું લાગે છે કે કોઈ યતિજી દ્વારા નિર્માણ પામ્યું હોય !) મેં હોટલની છત પરથી રાવલપિંડી શહેરને જોયું. ઊંચા મહેલો, મેડીઓ, મોટા મોટા બાગ, ગુરુદ્વારાના ગુંબજ, મસ્જિદોના મિનાર, મંદિરોના કળશ - બધી ઇમારતોની ઓળખ બનેલી હતી. અમે અને મીડિયાવાળા નીચે ઊતર્યા. ભાવડા બજાર નદીમ ઉમરની સાથે અમે બધા જૂના કિલ્લા તરફ ઘાટી ચઢવા લાગ્યા. આ પ્રાચીન રાવલપિંડી છે. પછી એક-બે વળાંકો લઈ અમે રાવલપિંડીના ભાવડા બજારમાં પહોંચ્યા. ચારેબાજુ રોનક. ઊંચાં ઊંચાં મકાનો અને નાની ગીચ ગલીઓ – કોઈ કોઈ ગલીમાં ઉદાસ ઊભેલું મંદિર દેખાતું હતું “આ આખો હિન્દુઓનો મહોલ્લો છે. એટલે તેની દરેક ગલીમાં તમને મંદિર દેખાય છે. અમારી ટીમના એક સભ્ય કહ્યું. અમે આ ગલીઓમાંથી સીધા લાલ હવેલીમાં પહોંચી ગયા. ત્યાંથી લિયાકત બાગની અંદર એન.એ.સી.ના કાર્યાલય પહોંચ્યા. દિગંબર જૈન મંદિર, રાવલપિંડી-કૅટ કંટનું દિગંબર જૈન મંદિર આજે પણ ઉચ્ચ શિખર સાથે ઊભું છે. તેનો રંગ કાળો પડી જવા છતાં પણ તે એક વારસાગત સ્મૃતિ તેની પૂજા કરનારાઓ માટે છે. પહેલા માળની ઈંટોની દીવાલથી ઉપર ઉઠતાં શિખરનું આર્ટવર્ક ખૂબ સુંદર છે. અંદર મૂતિઓની જગ્યાએ હવે ઘર વસેલાં છે. તક્ષશિલાન્ટેક્સલા, પેશાવર, પ્રાચીન લાહોર, ગંધાર અને ઉચ્ચનગર પાણિની રાવલપિંડીથી આગળ ટૅક્સલા, પછી પેશાવર અને તેની વચ્ચે છે – પ્રાચીન લાહોર કે જ્યાં પાણિનીનો જન્મ થયો હતો. પરમવિદ્વાન પાણિનીએ ભાષાના સર્વપ્રથમ વ્યાકરણની રચના કરી હતી. પાછળથી આ ધરતી પર પેદા થયેલા શાસકોએ તે લોકભાષાને ખતમ કરી નાખી. તક્ષશિલા (ટેક્સલા)ની પણ પોતાની કથા છે, જેના વિશે જૈન ઇતિહાસકારોનું કહેવું છે કે પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના સુપુત્ર બાહુબલી ટૅક્સલાના પ્રથમ રાજા હતા. પુસ્તકો અજાણ કાગળો પર લખવામાં આવે છે. તેની સ્યાહી (સહી) અને કલમ પણ અજાણ હોય છે, પરંતુ સમય આવતાં આ અજાણ અને મૂંગાં પુસ્તકો ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ ----------પાકિસ્તાનનાં જૈન મંદિરો બોલવા લાગે છે અને અનેક સાક્ષીઓ સાથે પ્રસ્તુત થાય છે. મહમૂદ ગઝનવી સાથે ભારતમાં આવેલ ઇતિહાસકાર અલબની એ ‘કિતાબુલ્ડિંદીમાં ટેક્સલાવાળા લાહોર વિશે લખતાં કોઈ ઉચ્ચનગરનો ઉલ્લેખ કર્યો છે. પછી ઉચ્ચ” નગર એટલું નીચે થયું કે લોકોની સ્મૃતિમાંથી વિસ્મૃત થઈ ગયું! સંશોધન કરવાનાળા પણ એટલા ભટકી ગયા કે કોઈએ તેને કલ્પના કે આશ્ચર્ય કહ્યું, તો કોઈએ ‘અલબસની ગપ્પ” (ગપ્પા) કહી દીધી. ગવાહી (સાક્ષી) આપનારી અલબરુનીનું પુસ્તક કિતાબુલ્લિંદ ખુદ ગુનેગાર બની ગયું! લાગેલા દોષોના ડાઘને કોણ ધોશે ? અને એક દિવસ પુસ્તકોના પાનાં ઊલટાવતાં જૈન પુરાતન પટાવલિઓ જ ગવાહ (સાક્ષી) બનીને અલબરુનીના ‘કિતાબુલ્જિદના પક્ષમાં ઊભી રહી ગઈ. એક પટ્ટાવલિએ કહ્યું, ‘ભગવાન મહાવીર પછી જૈન ધર્મનો પંજાબમાં ખૂબ ફેલાવો થયો. પશ્ચિમ પંજાબમાં જૈન મુનિઓના શાખાઓનાં નામ આવે છે, જેમાં બે શાખાઓ ખૂબ પ્રસિદ્ધ છે - એક પ્રશ્નવાહક પેશાવર કુલ અને બીજી ઉચ્ચાનગર કુલ.” ગવાહી તો માન્ય હતી, પણ કાચી રહી ગઈ. પેશાવર તો આજે પણ છે, પણ આ ઉચ્ચાનગર ક્યાં ગયું? બીજી પટ્ટાવલીએ કહ્યું કે, પેશાવર શહેર ગંધાર દેશની રાજધાની રહી ચૂક્યું છે. તે જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. શ્વેતાંબર જૈનોના ૮૪ ગચ્છોમાં ગંધાર ગચ્છનું ઉચ્ચ સ્થાન હતું. આ ગચ્છે વિક્રમની ૧૪મી સદી સુધી આ ક્ષેત્રમાં ખૂબ ધર્મપ્રચાર ર્યો. આ બન્ને શાખાઓ આચાર્ય સુહસ્તિના કુળમાંથી જ ઉત્પન્ન થઈ છે. તેના વિશે વિક્રમી ૧૬ અને ૧૭મી સદીના અનેક શિલાલેખ ઉપલબ્ધ છે. કલ્પસૂત્ર (સમય-ભગવાન મહાવીર પછી ૫૦૦ વર્ષ પછી)માં ઉલ્લેખ છે કે આર્ય શાંતિ સિરોદકે ઉચ્ચનાગર નામના કુળની સ્થાપના કરી. આ શાખાઓનો સમય વિ. ત્રીજી સદી પહેલાનો છે. તે સમયે જૈન રાજા સંયમપ્રભુનું રાજ્ય હતું, જેણે અશોકની જેમ જૈન સાધુઓ જેવા વેશમાં ઘણા પ્રચારકો, જૈન ધર્મના પ્રચાર માટે વિદેશોમાં મોકલ્યા હતા. તેમના ગુરુ આર્ય સુહસ્તિ ભગવાન મહાવીર પછી આઠમી પાટ પર બિરાજ્યા. માહિતી વિસ્તૃત થઈ અને કેટલાંક નવાં તથ્યો પણ સામે આવ્યાં, જે આ સાબિતીઓને મજબૂત કરે છે. હજુ સુધી આ વાત વચ્ચે રહી ગઈ કે આ ઉચ્ચ ૧પપ) Page #181 -------------------------------------------------------------------------- ________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- નાગર ક્યાં છે ? ઉચ્ચનાગર-કુલ ઉચ્ચનગર નામનું કારણ બન્યું. પ્રસિદ્ધ ચીની ઇતિહાસકાર ફાહ્યાન અને જૈન ઇતિહાસન્ન મુનિ કલ્યાણવિજયજી અનુસાર આ નગર ટેક્સલાની સમીપ હતું, આમ વિગતો થોડી વધુ મળી. ઉચ્ચનગરીનું વિવરણ વિ. બારમી બારમી-તેરમી સદીમાં થયેલા કલ્યાણકારી આચાર્ય જિનપ્રભસૂરિએ પોતાના ગ્રંથ “વિવિધ તીર્થકલ્પ'માં ખૂબ સુંદર ઢંગથી કર્યું છે. તેઓના અનુસાર આ સ્થાન જૈન ધર્મનું મોટું તીર્થ હતું. ઉચ્ચનગરીમાંથી મળેલી પ્રાચીન જૈન મૂર્તિઓ લાહોરના મ્યુઝિયમમાં સુરિક્ષત છે. ઉચ્ચનગરમાં જૈન યતિ શ્રી સમયસુંદરજી જૈન યતિએ વિ.સં. ૧૬૬૭ (ઈ.સ. ૧૬ ૧૦)માં ઉચ્ચનગરમાં ‘શ્રાવક આરાધના” નામનો ગ્રંથ લખ્યો હતો. અન્ય પુરાવા અનુસાર ઘણા ઓસવાલ પરિવાર રાજસ્થાનથી આવીને અહીં વસ્યા હતા. તે સમયે અહીં ૧૦૦ પરિવાર હતા. ૧૩મી સદી સુધી આ પરિવાર અહીં વસેલા હતા. માનદેવસૂરિ (લઘુશાંતિ સ્તોત્ર) એક વાર આ સ્થાન પર ભયંકર બીમારી ફેલાઈ. બીમારી ટેસલા સુધી પહોંચી ગઈ. ઉચ્ચનગર અને ટેક્સલા વચ્ચે માત્ર ૨૩ માઈલનું અંતર છે. બીમારી ઘણી ફેલાઈ. આચાર્ય મનાદેવસૂરિજીએ લઘુશાંતિ’ સ્તોત્રની રચના કરી અને લોકોને આ ભયાનક બીમારીથી છૂટકારો મળ્યો. સિકંદર અને જૈન મુનિ એક ગ્રંથે માહિતી આ રીતે આપી કે આવો, થોડા પાછળ જઈએ. જ્યારે સિકંદરે (૩૨૬ ઇ.પૂ.) યૂનાનથી આવીને આ નગર પર આક્રમણ કર્યું ત્યારે તેનું મિલન જૈન મુનિ કલ્યાણજી સાથે થયું. મુનિની વાતોથી સિકંદર ખૂબ પ્રભાવિત થયો, ત્યાં સુધી કે તે મુનિને પોતાની સાથે લઈ ગયો. યૂનાનીઓએ તેમનું નામ “કાણસી' લખ્યું છે. તેઓની સમાધિ એન્િજમાં છે. દાનવીર પઠડશાહે ૮૪ જૈન મંદિરો વિભિન્ન શહેરોમાં બંધાવ્યાં. આ શહેરોમાં પેશાવર અને ઉચ્ચનગર પણ સામેલ છે. ટેક્સલા અને ઉચ્ચનગરમાં અનેક ઋષિમુનિ પધાર્યા, જેમનાં નામોએ ઇતિહાસના પાનાને સુશોભિત કર્યા. પ્રથમ ટેક્સલા પધારનાર આચાર્યોનું વર્ણન કરીએ (૧૫૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો છીએ. શ્રી રત્નપ્રભસૂરિ (વિ.સં. ૨૧૨ વર્ષ પૂર્વ), શ્રી કસૂરિ (ઈ.સ. ૧૦૦થી ૧૧૭), શ્રી સિદ્ધસૂરિ (ઈ.સ. ૧૨૦-૧૪૨), શ્રી કક્કસૂરિ (ઈ.સ. ૧૭૫-૨૨૭), શ્રી રત્નપ્રભસૂરિ – ચોથા (ઈ.સ. ૧૪૨-૨૧૧), શ્રી યક્ષદેવ - પાંચમા (ઈ.સ. ૨૫૩થી ૨૭૯), શ્રી કક્કસૂરિ – પાંચમા (ઈ.સ. ૨૭૯-૩૦૦). તેના પછી ઉચ્ચનગર અહીં જે આચાર્યોનાં પગલાં પડ્યાં તેમાં શ્રી યક્ષદેવ (વિ.સં. ૧૫૦ વર્ષ પૂર્વ), શ્રી સિદ્ધસૂરિ-આઠમા (ઇ.સ. ૬૮૫થી ૭૧૬), શ્રી જિનચંદ્રસૂરિ (ઈ.સ. ૧૨૧૭-૧૨ ૨૧), શ્રી સિદ્ધસૂરિ (ઈ.સ. ૧૨૨૫), મુનિ શેખરસૂરિ (ઈ.સ. ૧૩૪૩), શ્રી જિનદત્તસૂરિ (ઇ.સ. ૧૨૩૮) અને જિનકુશલસૂરિ (ઇ.સ. ૧૩૨૭). એક વખત ડોન' અખબારના વિદ્વાન કોલમિસ્ટ તનવીર મિર્જા સાથે ઉચ્ચનગર વિશે વાત નીકળી. તેમણે કહ્યું કે, આજે પુસ્તકો સિવાય ઉચ્ચનગર વિશે કોઈ સાબિતીઓ આપણી પાસે નથી. આ વાત કોયડો બની ચૂકી છે. તેમણે પૂર્ણ ભગતના કિસ્સામાંથી પૂર્ણભગતના સાવકા ભાઈ રાજા રસાલૂની કથા સંભળાવી. રાવલપિંડી પાસે મંગયાલા શહેર હતું, જ્યાંનો ક્રૂર (જુલમી) રાજા દરરોજ એક માણસને ખાતો હતો. આ એ મંગયાલા છે, જ્યાં એક વખત સમ્રાટ અશોકે મહાત્મા બુદ્ધના જન્મદિને ભૂખ્યા સિંહના બચ્ચાઓ આગળ પોતાનું મસ્તક રાખ્યું હતું. પછી આ ઘટનાની યાદમાં એક સ્તૂપ બનાવવામાં આવ્યો.. મંગયાલાના જુલમી શાસક અને તેનો સામનો કરનાર રાજા રસાલૂની કથા (' કિસ્સા પૂર્ણભગત) ખૂબ લાંબી છે. અંતે રસાલુ રાવલપિંડી અને અટકની પહાડી ખેડામૂર્તિમાં રહેવા લાગ્યો. તે સમયે આ જગ્યાએ જૈન ધર્મનું એક મંદિર પણ હતું. આ એ સમયની વાત છે કે જ્યારે એ વિસ્તારમાં બૌદ્ધ ધર્મનો મહિમા હતો. આ જૈન મંદિરની યાદગીરી, અવશેષ અને અહીંની મૂર્તિઓ લાહોરના અજાયબ ઘરમાં મોજૂદ છે. ખેડામૂર્તિ, ૫૫નાખા, સિંહપુરા, કટાસરાજ તનવીર મિર્જાની વાત સાંભળીને મને પૂર્ણભગતની સગી માતા અચ્છરાનું પિયર શહેર પપનાખા યાદ આવ્યું, જ્યાં આજે પણ શ્વેતાંબર જૈન મંદિર સમગ્ર ગામના ઘરોથી ઊંચું ઊભું છે. જૈન શ્વેતાંબર મંદિરમાં ભગવાન સુવિધિનાથની પૂજા થતી હતી. '૧૨૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ -------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ ભગવાન સુવિધિનાથ જૈન ધર્મના નવમા તીર્થંકર છે. ઉચ્ચાનગર શોધતાં શોધતાં ખુદ હું ક્યાંક ખોવાઈ ગયો. ઇ.સ. તેરમી અથવા ચૌદમી સદી સુધી જે શહેરની નિશાનીઓ મળતી રહી છે, તો પછી તે નિશાનીઓ ક્યાં ખોવાઈ ગઈ ? શું ખેડામૂર્તિ પહાડવાળું જૈન મંદિર ઉચ્ચાનગરનું મંદિર છે ? આ પ્રશ્નનો હજુ સુધી ઉત્તર મળ્યો નથી. મિયાં અતીક પાકિસ્તાનના યુવા આર્કિયોલોજીસ્ટમાંના એક છે. તેમણે પોતાના સિનિયર આર્કિયોલોજીસ્ટ જનાબ મુજફ્ફર ચૌધરી વિશે કહ્યું કે, તેઓ જૈન ધર્મની પ્રાચીન અવશેષો ટબ્બા પર કામ કરે છે. તેમણે ફોન પર કહ્યું કે, ટેક્સલા, રાવલપિંડી અને ચવાલનાં ક્ષેત્રોમાં અત્યાર સુધી મળી આવનારા ટબ્બાઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટબ્બા અમને કટાસરાજ નજીકથી મળ્યા છે. અહીં સિંહપુરા ગામ છે. ‘સિંહ સંસ્કૃત અક્ષર છે અને તેનો અર્થ છે “શેર”. આ ટબ્બાના ખોદકામ દરમિયાન મૂર્તિઓ - અવશેષોનો સૌથી મોટો ભંડાર મળ્યો, જેને ૨૬ ઊંટગાડીઓમાં મૂકીને લાહોર લાવવામાં આવ્યો. પછી તેમાંથી ઘણો સામાન દેશની બહાર ચાલ્યો ગયો. તેમની વાતો સાંભળી મને પ્રાચીન પંજાબમાં જૈન ધર્મના સંદર્ભ યાદ આવી ગયા - મહારાજા કુમારપાળનું શાસન ઇ.સ.૧૧-૧૨મી સદીમાં હતું. તેમણે જૈન ધર્મને સરકારી ધર્મ (રાજ્યધર્મ) બનાવ્યો. તેના રાજ્યક્ષેત્રમાં કટાસરાજ અને ઉચ્ચાનગર પણ હતાં. આ રાજાએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ઉપદેશ અને પ્રેરણાથી ૧૪૪૦ જૈન મંદિરો બનાવ્યાં અને ૧૬૦૦ જેટલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કટાસરાજ પાસે સિંહપુરામાં આજે પણ આ ટબ્બા વિદ્યમાન છે. તે ટેસલાથી લગભગ ૨૩ માઈલ દૂર છે. સંભાવના છે કે અબેરહાન અલબની ગંડવાલે લાહોરથી ચાલીને અહીં આવ્યો હોય. કારણકે તે કટાસરાજ તો નિશ્ચિત રહ્યો હતો, જ્યાં તેણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને ‘કિતાબલ્ડિંદ'ની રચના કરી. “મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ” પુસ્તકમાં શ્રી હીરાલાલ દૂગડ લખે છે કે, “ચતુર્વિશની જૈન મહાતીર્થ ગ્રંથમાં શ્રી જિનપ્રભસૂરિએ સિંહપુરામાં શ્રી નેમિનાથ અને શ્રી વિમલનાથના મંદિરોનો ઉલ્લેખ ર્યો છે. વિ.સં. ૧૭૨૮ (ઈ.સ. ૧૬૭૨)માં જૈન યતિ કીર્તિસમુદ્ર ઋષિએ સિંહપુરમાં કેટલાય જૈન ગ્રંથોની પ્રતિલિપિ લખી હતી. ૧૫૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો------ એલજેંડર કનિંઘમ’નું માનવું છે કે આ સિંહપુર આજકાલ કટાસરાજ (અથવા કટાક્ષ) જેલમ નદીના કિનારે છે અને શીખોનું પ્રસિદ્ધિ તીર્થધામ પણ છે. ડૉ. બૂલહરની પ્રેરણાથી ડા. સ્ટાઈને તે જૈન મંદિરોને શોધી કાઢ્યાં. "Sir Aural Stien, the then Principal, Oriental College, Lahore, Peronally visited the place in 1889 A.D. and discovered the remains of Sinhapur Jain Temple, buried near Murti, a village two miles form katas, and collected from excavation a huge mass of idols which were brought to Lahore in 26 Camel Loads and were deposited in control of Punjab Museum." રાવલપિંડી શહેરનું પ્રાચીન નામ રાવલપિંડી. અહીં રાવલોની વસ્તી હતી. જ્યારે આ શહેર વસ્યું ત્યારે રાવલ વસાહતના સરદારનું નામ સતોગુણ હતું. ઉચ્ચાનગરીમાં ઓસવાલ રાજસ્થાનથી આવીને વસ્યા. તેઓ શ્વેતાંબર જૈન ધર્મ પાળતા. પિંડીના રાવલોને રાવલજોગી પણ કહેવાય છે, જેઓ બહુરૂપધારી પણ કહેવાતા. પાછળથી તે લોકોએ પોતાને “રાવલ મુગલ’ કહેવડાવવાનું શરૂ કર્યું. ઓસવાલોની સાથે એક કબીલો અગ્રવાલ નામે છે, જેઓ જૈન દિગંબર છે. આ બધા ગુજરાત, રાજસ્થાનના વતની કહેવાય છે. Sજલ એબટસને પંજાબ કાસ’ શોધગ્રંથમાં સારું વિવરણ આપ્યું છે, શ્રીમાલ, ખંડેલવાલ, અગ્રવાલ, ઓસવાલ, ભાડે અને રાવલ. આ બધા પોતાના પ્રાચીન કાર્યવ્યવહાર અને રીતિરિવાજોથી એકબીજા સાથે મળતા આવે છે. યતિ, મઠધારી, સાધુ, જોગી, જંતર, મંત્ર, દવા, જાદુ, હાથ જોવાવાળા જ્યોતિષી વિગેરે કાર્ય કરે છે. ભાવડા બજાર છે અસલ રાવલપિંડી શું રાવલ ક્યારેક જૈન હતા ?' પુસ્તકોનાં પૃષ્ઠો ઉલટાવતાં અને તેમની સાથે વાત કરતાં મારા મનના એક ખૂણામાં પ્રશ્ન થયો કે આ રાવલ લોકો મુસલમાન બનતા પહેલાં જૈન હતા ? શ્વેતાંબર જૈન ? રાવલપિંડીનો અસલી અને સૌથી પ્રાચીન વિસ્તાર આ ભાવડા બજાર જ છે. જો રાવલ અને ઓસવાલ પરસ્પર સંબંધી હતા, અને જૈન ધર્મને માનવાવાળા હતા, તો બની શકે કે તેઓ ઉચ્ચાનગરીને છોડીને અહીં આવીને ૧પ૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો વસી ગયા હોય, જ્યાં પછીથી રાવલપિંડી શહેર બન્યું ઈસ્લામાબાદમાં ફરતાં મને સદા એ ખ્યાલ આવે છે કે ધરતીના કેટલાક ભાગોમાં સદા રાજધાની હોવાનું માન પ્રાપ્ત થાય છે, જેમકે દિલ્હી અને ટેક્સલાવર્તમાનમાં ઇસ્લામાબાદ અને ટેક્સલાની વચ્ચે એક મારગલાહ પહાડી છે. ટેક્સલા મારગલાહથી એ બાજુ બૌદ્ધ ભિક્ષુઓની તપસ્યાભૂમિ, હજારો વર્ષ જૂની પ્રાચીન ગુફા ઇસ્લામાબાદમાં છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, તેમાં રાવલપિંડી શહેર અને તેમાં છે ભાવડાબજાર. જૈન સ્થાનક આજે તો હું માત્ર જૈન મંદિરોની શોધમાં આવ્યો હતો, પણ હકીકતમાં આ જૈનસ્થાનક છે. તે ભાવડા બજારના ભાવડિયાં મહોલ્લામાં આજે પણ ઉપસ્થિત છે. એક ખૂબ ઊંચી ઈમારત (અત્યારે તો માત્ર નામ અને શકલ માત્ર છે) કોઇકના મકાન છે. ઘરમાં રહેનારા તમને અંદર પણ નથી આવવા દેતા. હું ગલીમાં ઊભો રહીને બહારના ગેટનાં ચિત્ર બનાવવા લાગ્યો, એટલામાં એક યુવાન મારી પાસે આવ્યો, હું અહીં કોઈ ઘરની છત પર જઈ શકું કે ત્યાંથી હું અહીંના ફોટા લઈ શકું?' “હા, કેમ નહીં? આ અમારું જ ઘર છે.' તેણે ઉત્સાહપૂર્વક ઘરનો દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવી લીધો. - છત પર રોશની અને ખુલ્લું આકાશ. દૂર સુધી મકાનોની છત. દરેક છતની પોતાની કથા! મારી સામે “શ્વેતાંબર જૈન સ્થાનક' શાન સાથે ઊભું હતું. દીવાલોના રંગ બદલાયા, પણ બીજા કોઈ પરિવર્તન નહીં. ફોટાઓ પાડીને છતથી નીચે ઊતર્યો અને તેમની રજા લઈ ને શાળા શોધવા લાગ્યો. વાંકીચૂંકી ભીડવાળી ગલીઓ. સુંદર મકાનો. દરેક ઘરનો દરવાજો મને બોલાવીને પોતાની કથા સંભળાવવા માગતો હતો. એક ઘર પર લાગેલી તક્તીએ મને પકડી રાખ્યો - “લાલા રામલુભાયા શાહ, કાર્તિક સં. ૧૯૬૭ વિક્રમી”. મેં હિસાબ લગાવ્યો. ઈ.સ. ૧૯૧૦ થઈ. આ ઘરે શું નહીં જોયું હોય એ વિચારમાં રુંવાડા ખડાં થઈ ગયાં. કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું કે પંજાબમાં કુલ પાંચ પરંપરાઓની પટ્ટાવલીઓ ૧૬ ૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો હતી. પહેલી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ, બીજી લોંકાગચ્છ, ત્રીજી ઉત્તરાર્ધ્વ, ચોથી નાગૌરીગચ્છ અને પાંચમી ખતરગચ્છ. પંજાબમાં તપાગચ્છ ઘણો પ્રચલિત બન્યો. પછી તેઓ મૂર્તિપૂજક પણ થઈ ગયા. શ્વેતાંબર જૈન સ્થાનકવાસી પરંપરાના પણ ત્રણ ભાગ બતાવવામાં આવે છે શ્રી અમરસિંહજીની પરંપરા, આચાર્ય ગંગારામજીની પરંપરા અને આચાર્ય રતિરામજીની પરંપરા. પંજાબની જૈન સ્થાનકવાસી પરંપરા પણ ભગવાન મહાવીરની પરંપરાનો એક ભાગ છે. - ગલીઓમાં ફરતો અને લોકોને પૂછતો હું જંગી મહોલ્લામાં પહોંચ્યો, કે જે ભાવડાબજારનો જ એક ભાગ છે. ગલીમાં જ એક સજ્જનને જૈન સ્કૂલ વિશે પૂછયું. જવાબ મળ્યો કે કદાચ આ સ્કૂલ જંગી મહોલ્લામાં છે, આપ ત્યાં તપાસ કરો. એક ખુલ્લી જગ્યા. એક જણને પૂછ્યું તો તેણે કહ્યું કે તમારે કોને મળવું છે ? ‘હકીકતમાં મને અહીં એક શાળાની તલાશ છે, જેને જૈન સ્કૂલ કહેવામાં આવે છે.’ ‘ભાઈસા’બ, તમે એ સ્કૂલ આગળ તો ઊભા છો !’ અંગેજી બનાવટની આ ઇમારત પર અંગ્રેજી, ઉર્દુ અને હિન્દીમાં લખ્યું હતું – ‘શ્રી નૈન ન્યા પાશાળા, રાવળપિંડી 1933 ૐ । આ હાઈ સ્કૂલ હતી. તે પછી મેં પ્રાથમિક શાળા પણ શોધી કાઢી. અહીંની જૈન લાયબ્રેરીનું તો હવે અસ્તિત્વ જ રહ્યું નથી. રાવલપિંડીમાં જૈન તિ રાવલપિંડીમાં જૈન તિઓનું પોતાનું નિશ્ચિત સ્થાન હતું. ચિંત આ ક્ષેત્રમાં ધર્મપ્રચાર કરતા હતા. વિ.સં. ૧૭૫૮ (ઇ.સ.૧૭૦૧)માં તિ દાના ઋષિએ અહીં જૈન સાહિત્યની રચના કરી હતી. સંભવ છે કે, રાજાબજાર, ઘ્વારાચોક, મદીના માર્કેટવાળું મદરસા, દારુલ અલૂમ કુરાન પાસે સ્થિત ઘુમટી જેવું નાના જૈન મંદિરનો જૈન યતિઓના સ્થાનકથી કોઈ લિંક જોડાયેલી હોય. દિલ્હીનો બાદશાહ હેમૂ જૈન ઇતિહાસ સાક્ષી છે કે શ્વેતાંબર ફિરકાઓનો મોગલો સાથે અને તેના પહેલાં કેટલાક મુસ્લિમ શાસકો સાથે સારા સંબંધ રહ્યા હતા. તે કાળમાં અનેક સુંદર મંદિરો બંધાયાં. ધર્મપ્રચાર થયો. તેનું ઉદાહરણ છે કે ઇ.સ. ૧૪૨૧-૨૩માં મુબારક શાહના ૧૬૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------- સમયે હેમચંદ્ર દિલ્હીનો પહેલો બાદશાહ બન્યો. તેણે પોતાના સમયમાં ઘણાં મંદિરો બંધાવ્યાં. આ હેમચંદ્ર, ઇતિહાસમાં હેમૂ જૈનના નામે ઓળખાય છે. આત્મારામજી (વિજયાનંદસૂરિ) ગુજરાવાલાના શ્રી આત્મારામજીની જીવનકથા કેટલીય વાર યાદ આવી. તેઓએ મુનિ જીવનલાલજી પાસે દીક્ષા લીધી હતી. થોડા જ સમયમાં તેઓએ જૈન આગમોનો અભ્યાસ કરી લીધો અને ગુરુની આજ્ઞા લઈને અલગ પ્રચાર કરવા લાગ્યા. જૈન ધર્મની પડતી અને પાખંડ વિરુદ્ધ તેઓએ અવાજ ઉઠાવ્યો. તે સમયે જૈનોમાં છોકરીઓને ભણાવવામાં આવતી નહોતી. સાધુજીવનમાં તેઓએ કન્યાશિક્ષણનો પ્રચાર કર્યો. રૂઢિચુસ્ત, ખોટા રીતિ-રિવાજોને દૂર કર્યા. લોકોના વિચારોને બદલ્યા. આખા પંજાબમાં જાગૃતિ આવી. પંજાબનાં અનેક શહેરોમાં તેઓની પ્રેરણાથી મંદિરો બન્યાં. શ્રી આત્મારામજી મહારાજ અને તેઓની પરંપરાએ, (દેશ) વિભાજનથી પહેલાં અને પછી, પંજાબમાં ધર્મની પ્રફુલ્લતા (ધર્મપ્રચાર)નાં જે કાર્યો કર્યા તેવાં અન્ય કોઈએ ક્યાં નથી. હું વિચારોમાંથી બહાર આવ્યો અને જોયું કે હું રાવલપિંડીના પ્રાચીન કિલ્લા અને ભાવનાબજારના ચોકમાં હતો. મારી એક તરફ હિન્દુ મંદિરનો કળશ, નીચે દુકાનો અને બીજી તરફ ઘર. સામેની ગલી તરફ નજર પડી તો એક ઈમારત પર શિયા મુસ્લિમોના કાળા ઝંડા અને દૂર છે. પંજાનું નિશાન. હું ઢિંગી ખૂઈવાળા સીધા રસ્તા પર હતો. તે ચોકમાં સામે ‘કનાત’ નજરે પડતી હતી. આ કનાત પાછળ મદીના માક્ટ. મદરેસા દારુલ ઉલુમ તાલીમુલ્કરાનનો કાટમાળ અને આ બળી ગયેલ કાટમાળમાંથી નીકળેલું નાનકડું મંદિર જે વકફ બોર્ડની યાદીમાં નથી. આજના છાપાના સમાચારમાં હતું - શ્રી મહાવીરનો સંદેશ - “કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કોઈની હિંસા કરતો નથી કે ન તો બીજાની હિંસાનું કારણ બને છે, તે એવું ઈચ્છતો પણ નથી કે કોઈ કોઈની હિંસા કરે. રાવલપિંડીની ભાવડા લોકોની વસ્તી ૧૯૪૭ પછી ભારતમાં – ખાસ કરીને મેરઠ, દિલ્હી તથા અન્ય કેટલાક સ્થળોએ ઘરબાર, વેપારધંધા વગેરેમાં ‘સેટ' થઈ ગયાં છે. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં આગળ રહીને તેઓનો પરિવાર વિકસિત થઈ રહ્યો છે. ૧૬૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ - પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૪ ટકલા (તક્ષશિલા) ૨૦ કિ.મી.માં ફેલાયેલા પ્રાચીન ટેક્સલાના ખંડેરનું ચક્કર લગાવીને હું ત્યાં ઊભો છું જ્યાં એક સમયે અતિભવ્ય, કલાત્મક તથા આલીશાન જૈન મંદિરનો કળશ આસમાની વાદળોની ગોદમાં રમતો હતો. ટ્રેલાના રંગરૂપ બદલાઈ ગયાં છે. બેહાલ અને ઉદાસ ખંડેરોને જોઈને ઇતિહાસના અતીતનું સ્મરણ તો થાય છે જ, સાથે રડવું પણ આવે છે. પાકિસ્તાનના શહેર રાવલપિંડીથી ૨૦ માઈલ દૂર સરાયકાલા રેલવે સ્ટેશનથી થોડે દૂર પ્રાચીન ટેસલા નગર છે, જે ૧૨ માઈલના ઘેરાવામાં ફેલાયેલું છે. પહાડની તળેટી અને નજીકની હરો નદી આ સ્થાનને રમણીય બનાવે છે. મધ્ય એશિયા અને પશ્ચિમી એશિયાના દેશો સાથે વ્યાપારી સંબંધોને કારણે અહીં ખૂબ સમૃદ્ધિ હતી. પ્રાચીન તક્ષશિલાને અંગ્રેજોએ ટેકલા નામ આપ્યું. બૌદ્ધોએ તેને ગાંધારની રાજધાની માની છે અને જૈન ગ્રંથોમાં તક્ષશિલાને ભગવાન ઋષભદેવના પુત્ર શ્રી બાહુબલીના રાજ્યની રાજધાની બતાવી છે. એવું પણ વર્ણન આવે છે કે ભગવાન ઋષભદેવ છદ્મસ્ત અવસ્થામાં અહીં પધાર્યા હતા. તક્ષશિલા વિશ્વવિદ્યાલય તે સમયે ખૂબ પ્રસિદ્ધ હતું. અત્યંત વિશાળ અને સમૃદ્ધ વિશ્વવિદ્યાલયમાં વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા. .સ. ૨૨૩માં તક્ષશિલામાં ફેલાયેલી અતિભયાનક બીમારીને શાંત કરવા માટે, શ્રાવકોની વિનંતીથી આચાર્ય માનદેવસૂરિજીએ સંસ્કૃતમાં ‘લઘુશાંતિ સ્તવ’ની રચના કરી હતી. તક્ષશિલાનો નાશ થતાં ત્યાંનાં જૈન મંદિરો પણ કાટમાળના ઢગ બની ગયાં. એવું પણ વર્ણન આવે છે કે સુરક્ષાઅર્થે જૈનો અને બૌદ્ધોએ મંદિરોની મૂર્તિઓને જમીનમાં દાટી દીધી હતી. ૧૬ ૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રાચીન સ્તૂપ અને મંદિરોના ખંડેર જોતાં જોતાં માણસો થાકી જાય છે. તે ૧૨ માઈલ (૨૦ કિ.મી.) સુધી ફેલાયેલ છે. જૈન મંદિરના અવશેષ ટેક્સલાના આ ખંડેરોમાં એક અત્યંત વિશાળ જૈન મંદિરના ભગ્ન અવશેષોના પણ ઢગલા છે. આ અવશેષોને જોઈને આ મંદિરની વિશાળતા, ઊંચાઈ અને સુંદરતાનો અંદાજ માત્ર લગાવી શકીએ તેમ છીએ. જૈન ટેમ્પલ ટેક્સલાનું બોર્ડ આ પ્રાચીન જૈન મંદિરના ભગ્ન અવશેષો અને કાટમાળને પાકિસ્તાન સરકારે સંરક્ષણમાં લીધેલ છે. ત્યાં પુરાતત્ત્વ વિભાગે અંગ્રેજીમાં એક તક્તી (બોર્ડ) પણ લગાડેલ છે, જેના પર લખ્યું છે - જૈન ટેમ્પલ, ટેક્સલા’ નજીકમાં જ એક અન્ય મોટા સરકારી નોટિસ બોર્ડમાં ટૈક્સલાના આ જૈન મંદિરના ઇતિહાસનું વર્ણન છે કે - ટેક્સલા પ્રાચીન સમયમાં જૈન ધર્મનું ખૂબ મોટું અને પ્રસિદ્ધ કેન્દ્ર હતું. મૌર્યકાળમાં અહીં ખૂબ વિશાળ જૈન મંદિર હતું, જેનો ઘેરાવો આખા ક્ષેત્રમાં સૌથી મોટો હતો. પાસે બે તળાવો હતાં. ખોદકામમાં મૂર્તિઓ, સ્તંભો તથા અન્ય અવશેષોની સાથે ક્રિસ્ટલનો એક મોટો કાસ્કેટ (ડબ્બો) પણ હતો, જેમાં પવિત્ર સ્મૃતિચિહ્ન રાખેલાં હતાં. એવું માનવામાં આવે છે કે મલ્લ રાજાઓએ આ કાસ્કેટમાં સ્મૃતિ અવશેષો સુરિક્ષત રાખ્યા હતા. 回 ૧૬૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : પપ કટાસરાજ, સિંહપુર, મૂર્તિગાંવ કટાસરાજ એક પ્રસિદ્ધ હિન્દુ તીર્થ છે. આ તીર્થની વાર્તા શિવ-પાર્વતી સાથે સંકળાયેલી છે. શિવજીનાં આંસુનું એક બુંદ (ટીપું) અહીંની ધરતીમાં સમાઈ ગયું, પણ પવિત્ર આંસુના એક બૂદથી ધરતીમાતાના પેટથી જે ચશ્મા (ઝરણા) ફૂટ્યા તેનાથી કટાસરાજ તીર્થનું પવિત્ર તળાવ બન્યું. આ તળાવની સાથે અત્યંત સુંદર કશ્મીરી કળાયુક્ત મંદિર છે. ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના હસન અબ્દાલ ક્ષેત્રમાં આ તીર્થની સમીપ શીખોનું શ્રી પંજાસાહિબ તીર્થ છે. એવું વર્ણન મળે છે કે આ કટાસરાજ તીર્થની આસપાસ કેટલાંક જૈન મંદિર તીર્થ પણ હતાં. તેમાંનું એક છે - સિંહપુર, જ્યાં પાતાલલિંગ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર હતું. શ્રી જિનપ્રભસૂરિ કૃત વિવિધ તીર્થકલ્પમાં ઉલ્લેખ છે – શ્રી સિંદપુર ઢિંકામથઃ શ્રી નેમિનાથ...” ભારતીય પુરાતત્ત્વના પિતામહ એલેકએંડર કનિંઘમ અનુસાર આ સિંહપુર આજે કટાસની નજીક હોવું જોઈએ. આમ તો કટાસરાજના યાત્રાવિવરણોમાં, આ તીર્થ કોમ્પલેક્ષની પાસે જ નાનકડું જૈન મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. ઈ.સ. ૬૩૦માં ભારતભ્રમણ માટે ચીનથી આવેલા હ્યુ-એન-સંગે સિંહપુરના ક્ષેત્રમાં જૈન ધર્મનું પાલન કરનારાઓનું વિસ્તૃત વર્ણન કરેલ છે. તેમાં જે શ્રમણો, શ્રાવકો, દેવમંદિરો તથા મૂર્તિઓનું વર્ણન કર્યું છે તે તાંબર જૈન પરંપરા સાથે મેળ ખાય છે. જે સ્થળે મંદિરોના અવશેષ મળ્યા હતા, તે સ્થાનનું નામ પાકિસ્તાનના નિર્માણ પહેલાં મૂર્તિગ્રામ' હતું. સિંહપુરના ખંડેરોમાં વધારે મૂર્તિઓ હોવાના કારણે તેનું નામ “મૂર્તિ ગ્રામરૂપે પ્રસિદ્ધ થયું. ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૫ પાકિસ્તાનનાં જૈન મંદિરો ખેડામૂર્તિ ગાંવ (અથવા ગંધારા મૂર્તિ) ડૉ. બૂલ્હરની પ્રેરણાથી ડૉ. સ્ટાઈને સિંહપુર- મૂર્તિગાંવના જૈન મંદિરોને શોધી કાઢચાં. ડૉ. મહોદયને ખબર પડી કે કટાસ (અથવા કટાક્ષ)થી બે માઈલના અંતરે મૂર્તિ નામના ગામમાં આ મંદિરોના ખંડેર મોજૂદ છે, ત્યારે તેઓએ ત્યાં પહોંચીને ખોદકામ શરૂ કરાવ્યું. ઘણી જૈન મૂર્તિઓ, જૈન મંદિરો તથા સ્તૂપોના પથ્થર ત્યાંથી પ્રાપ્ત થયા, જે ૨૬ ઊંટો પર લાહોરમાં લાવવામા આવ્યા. એમાંથી થોડાક તો લાહોરના મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યા, પરંતુ વધારે તો વિદેશોમાં પહોંચી ગયા. ખેડામૂર્તિ ગામની ઘરતી નીચે કેટલાંય જૈન મંદિર તથા બૌદ્ધ સ્તૂપોના અવશેષ દબાયેલા હશે. અહીંથી મળનારાં કેટલાંય હથિયારો તો પથ્થરયુગનાં છે. ખેડામૂર્તિ અથવા ગંધારામૂર્તિ ગામના પથ્થરો કટાસરાજના હનુમાન મંદિરમાં લગાવી દેવામાં આવ્યા. ઇ.સ.૧૯૦૪ના જેલમ ગજેટિયરમાં ગંધારામૂર્તિનું વિવરણ છે. ડૉ. સ્ટાઇન દ્વારા ખોદકામ દરમિયાન વસ્ત્રો પહેરલ બે સ્ત્રીઓની ખૂબ સુંદર આકૃતિઓ મળી હતી, જે ભારતમાં ઇલોરાથી મળેલ મૂર્તિઓ જેવી હતી. ગંધારામૂર્તિ તો હવે માટીના ઢગલારૂપે રહી ગઈ છે, જેના કિંમતી પ્રાચીન ચિહ્ન તથા અવશેષો ડા. સ્ટાઇન લઈ ગયા છે. આ પુંજને મારો પ્રશ્ન છે કે શું તું ઉચ્ચાનગરી છે ? અથવા તો કટાસરાજની એક તરસી ‘ઉચ્છ’ને ઉચ્ચાનગરી માનવામાં આવે ? જેહલમ ગજેટિયરમાં ડૉ. સ્ટાઇને લખ્યું છે કે, કટાસના આ મંદિરોમાં એક પણ જૈન મંદિર નહોતું. અહીંના એક નવા મંદિરને જોયું, જેને એક પુરોહિતે મહારાજા રણજિતસિંહના શાસનકાળમાં ગંધારામૂર્તિ (ગાંવખેડા મૂર્તિ)થી લાવેલા પથ્થરોમાંથી બનાવ્યું હતું. અહીં ખૂબ સુંદર શિલ્પ કારીગરીવાળા બે સ્તંભ છે, જે આ શકલમાં મૂર્તિગામના જૈન મંદિરોમાંથી લાવવામાં આવ્યા હતા. હવે તે હનુમાન મંદિર છે જેને સરજૂદાસનું મંદિર પણ કહેવામાં આવે છે. તેની દીવાલોમાં આજે પણ ગંધારામૂર્તિ ગામમાંથી લાવવામાં આવેલા પથ્થરો જોવા મળે છે. 回 ૧૬૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૫૭ પાકિસ્તાનનાં જૈન મંદિરો ઉચ્ચાનગરી અલ્બેરુનીએ જે નગરને ‘ઉચ્ચ’ કહ્યું છે, તેને આજકાલ ‘ઉચ્છ’ કહેવામાં આવે છે. ખેડામૂર્તિ ગામ અને ટૈક્સિલાના ખંડેરોની વચ્ચે થઈને ‘કલ્લર કહાર’થી જે સડક જાય છે તે ‘ઉચ્છ’ તરફ જાય છે. ઉચ્છ અથવા ઉચ્ચ નગરીથી કટાસરાજ ૨૫-૩૦ કિ.મી. અને ટૈક્સિલા ૪૦-૪૫ કિ.મી. દૂર છે. ચીની યાત્રી ફાહ્યાન અને જૈન ઇતિહાસકાર મુનિ કલ્યાણવિજયજી અનુસાર ઉચ્ચનગરી ટૈક્સિલાની નજીક જ છે. આચાર્ય જિનપ્રભસૂરિજીએ પણ ઉચ્ચનગરીનું વર્ણન વિસ્તારથી કર્યું છે. વિ.સં. ૧૨૯૫ (ઈ.સ. ૧૨૩૮)માં દાદાગુરુ જિનદત્તસૂરિજીએ ઉચ્ચનગરીમાં ચાતુર્માસ કર્યું હતું. 回 ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૮ ગોરી જિન મંદિર (દેરાસર) ૩૦૦ વર્ષથી વધુ સમયથી, રણની રેતીથી છવાયેલ “ગોરી મંદિર” અથવા ગોરી મંદિર થરપારકરમાં એકાકી ત્યજાયેલ અવસ્થાસ્થિત છે. કાળક્રમે પ્રાચીન સંસ્કૃત વિસ્મૃત અવસ્થામાં છે. તિમિર હટાવવા મીણબત્તી પણ સળગાવનાર કોઈ નથી કે કોઈ દેવાસી ધૂપસળી (અગરબત્તી)ની જ્યોતિ પ્રગટાવવા પ્રાંગણમાં દેખાતી નથી કે નથી કોઈ વ્યક્તિ ગીતોનો મધુર ધ્વનિ અભેદ નિર્જન સ્થાનમાં કર્ણપટ પર પડતો. એક સમયના પડઘા ભવ્ય દેવસ્થાનના પોકાર સંભળાતા બંધ થઈ ગયેલ છે. ઈસ્લામકોટ અને નગરપારકરની વચ્ચે આવેલ એક રહસ્યથી ઘેરાયેલ ગોરી મંદિર છે. તેનું મૂળ નામ સુદ્ધાં બદલાતાં બદલાતાં એક લેખિત ઇતિહાસ આ મંદિરના ન રહી શકવાના કારણે તેના મૂળની એકમાત્ર કથા કહે છે કે, આ મંદિર ૩૦૦ વર્ષથી (ઇસ્વીસન) ગોરીકા નામના જૈન ભક્ત બંધાવેલ હતું. આ કથા તે ઇતિહાસવિદ્દ રાયચંદ રાઠોડે તેના તેના ગ્રંથ પ્રાચીન થરપારકર’માં વર્ણવેલ છે અને ગોરીકો એક જૈન સાધુ હતા અને મહાવીર પ્રભુના અનુયાયી હતા. (૧૯૯-૫૨૭ ઈ.સ.) આ મંદિરના પર પગથિયા અને અનેક નાના ખંડો હતા, જેમાંના થોડા તો એક જ આરાધકનો સમાવેશ થઈ શકે તેવા હતા. હેતુ ધાર્મિક હોવા છતાં આ મંદિરના પતનમાં રાજખટપટનો મોટો હાથ હતો. અંગ્રેજ સેના દ્વારા ખંડિત થયેલ મૂળ બ્રિટિશ સત્તા સામેનું એક કાવતરું હતું. નગરપારકર શહેરની મધ્યમાં બીજું એક જિન મંદિર આવેલ છે જે પણ જીર્ણ અવસ્થામાં છે અને દીવાલો ખંડિત થયેલ છે, પાંચ સદી જૂની છે. ફ્લોરા ફૌનાનાં ભીંતચિત્રો છે. જૈનોએ અહીં જળ, સુખડ, પુષ્પ, ધૂપ, ચોખા અને ફળ ચઢાવેલ હતાં. વીરાવ મંદિર પણ એક શિલ્પસ્થાપત્ય થર પ્રદેશનું છે. આ બધા સિંધી સંસ્કૃતિના ઐતિહાસિક વારસારૂપ છે, પણ ખંડેર અને બિસ્માર છે. સરકારની હાજરી ફક્ત પર્યટકો ઈમારતોને નુકસાન ન પોંચાડે તેવા આદેશરૂપ છે. તેમ છતાં એક પણ ૧૬૮) Page #194 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરોમંદિર પૂર્ણ નથી. દેખીતું છે કે બધું નુકસાન અસામાજિક તત્ત્વો દ્વારા જ ન થયેલ હોય. પ્રભુ પાર્શ્વનાથના સ્મારકરૂપ ગોરી મંદિર-ગોરી ગામની બહાર આવેલ છે. ૬૦૦ વર્ષ જૂનું આ સ્મારક સ્થાપક શ્રીમંત હિન્દુ વ્યાપારી તરફ નિર્દેશ કરે છે. ૧૬મી સદીના મધ્યમાં બંધાયેલ હોવા સંભવ છે. છતાં ૧૮૯૮ના ધરતીકંપમાં ઘણાં મંદિરો નાશ પામેલ છે. છતાં અમુક અખંડિત પણ છે. અહીં રથમાં સવાર રાજકુમારીઓ શ્યામલ સુંદરીઓ રાજસ્થાની પહેરવેશમાં દૃષ્ટિગોચર થાય છે. સ્તંભો આરસના છે. બાકી પ્લાસ્ટર ઊખડી જવાથી ખાલી લાગે છે. નગરપારકરનું જિનાલય થરના રણમાં અનેક ભવ્ય પ્રાચીન જિનાલયો આવેલાં છે જે જૈન અને હિંદ રાજ્યોની ઉપસ્થિતિ હોવાની સાખ પુરે છે. આ પૈકી એક મંદિર પશ્ચિમના છેડે મુખ્ય બજારમાં નગરપારકર ગામમાં આવેલ છે. અત્યારે તે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં છે. તેના મૂળ નામ વિશે માહિતી નથી, પરંતુ બજાર વચ્ચે હોવાથી બજારમંદિર તરીકે સ્થાનિકોમાં ઓળખાય છે. ગોરી મંદિર જેમ આપણા પ્રાચીન વૈભવી કેન્દ્ર જૈન ધર્મનું માનવામાં આવે છે. આની સ્થાપનાની તારીખ ઉપલબ્ધ થઈ શકતી નથી પણ ૫૦૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે - ૧૪મી સદી (મુજબ) આ મંદિરનો પરિસર એક સ્થંભ સિવાય લુપ્ત થઈ ગયેલ છે. બાહ્મ દીલવો કંઈક અંશે આકર્ષક રીતે જળવાઈ રહેલ છે. એક સમયે મુખ્ય ખંડમાં તિર્થંકરની પ્રતિમા હોવાનો સંભવ છે, પણ અત્યારે ઘણા સમયથી લુપ્ત છે. કદાચ ચોરાયેલ હોય કે કોઈ માથાફરેલ દ્વારા ધ્વંસ થયેલ હોય. અંદરની સ્થિતિ પણ બહાર કરતાં કંઈ સારી નથી. ઓછી માત્રામાં મૂળ ભીંતચિત્રો એક કાળે મંદિરની સજાવટરૂપ હતાં તે આંશિક રીતે ખંડિત થયેલ છે. પાકિસ્તાનના દૈનિક ડોન’ (અંગ્રેજી)ના પ્રમાણે પ્રાચીન જૈન મંદિરો ઐતિહાસિક અવશેષો નગરપારકર પ્રદેશના જેમાંના કેટલાંક ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. ૧૬૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ ----પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૫૮ વીરાવાહમાં આવેલ પરીનગર જિનાલય (દરાસર) ઉપેક્ષિત જિનાલય થરપારકરમાં આવેલ આ જિનાલયની જીર્ણ અવસ્થાનું મુખ્ય કારણ લોકોની વધુ અને વધુ ઉપેક્ષા વારસો જાળવી રાખવાની. તદુપરાંત સિંધપ્રદેશ પુરાતત્વ વિભાગની પાસેના સાધનોની અપૂરતી સ્થિતિ. આંખમાં ખટકતી એ વસ્તુ પણ ખરી કે ધર્મના મોવડીઓ દ્વારા બે પ્રતિમાઓની કહેવાતી વિકૃત અવસ્થા જે ઘેરી બંધનાવસ્થા (બાહુપાશ)ની સ્થિતિમાં હતી. આવી જ રીતે થરપારકર સુધી પહોંચાડતા માર્ગની ગૂંથણીઓ કરાચી સહિતના મોટા નાગરિક કેન્દ્રો અને સુધારેલ ભૂમિસ્થિતિ હોવા છતાં તે ધારણાગત દાર્શનિક સ્થાન માટે એક અશુભ ચિત્ર ખડું કરતું હતું. ચોમાસાની ઋતુ બાદ જ્યારે હરિયાળી છવાતી હોય છે તેને વારંવાર સહેલાણીઓ વેરાન છોડી (બેદરકારીથી) જતા હતા અને તેનો કોઈ ખેદ તેમને ન હતો. તેના માટે પ્રતિમાઓનું ઉઠાવી એ એક ક્રૂર મજાક જેવું હતું. આની પાછળ તેમનો બદઈરાદો કે આમાં સંડોવાયેલા લોકોનું દુઃસાહસ કે તેઓ આ કલાકૃતિઓને વિદેશી ગ્રાહકોને વેચી તેમાંથી પોતાને સમૃદ્ધ કરવાની બદદાનત ધરાવતા હતા. એવું અનુમાનદ કરવામાં આલે છે કે આ જિનાલય પરીનગર શહેરનો એક હિસ્સો હતું. જો આનું યોગ્ય જતન થયું હોય તો આપણને ઇતિહાસ વિષયક અઢળક માહિતી પ્રાપ્ત થઈ શકી હોત અને એક અભૂતપૂર્વ કાળખંડની કિંમતી કલાકૃતિઓ પ્રાપ્ત થઈ હોત. આ કથન કાસીમ અલી કાસમ જેઓ પુરાતત્વ વિભાગ અને સંગ્રહાલયના નિર્દેશક હતા. પાકિસ્તાન સરકારનો આ વિભાગ હતો તેવું TNS નામની સંસ્થા દ્વારા જાણવા મળ્યું. કેપ્ટન સ્ટેનલી નપિયર રેઈક્સ જે “મેમરી ઓફ થર એન્ડ ધારકર'ના લેખક હતા તેઓ ક્નિાલયોના ઇતિહાસનું સંશોધન કરી નીચે મુજબ જણાવે છે – (૧૭) Page #196 -------------------------------------------------------------------------- ________________ -પાકિસ્તાનનાં જૈન મંદિરો “આ મંદિરોના ચણતરનો ચોક્કસ સમય જે અમુક શીલાઓ પ્રાપ્ત થઈ તેના લખાણ ઉપરથી જણાય છે. તારીખ સહિત ઉલ્લેખ છે. શક્યત: આ સમય અગિયારમી સદીના મધ્યકાળનો છે અને કલાકારો શિલ્પના પછીના કાળના શિલ્પીઓ કરતાં કલાકારીગીરીના ષ્ટિકોણથી જરા પણ ઊતરતા ન હતા. અલંકારો ને જુદાં જુદાં મકાનો (સ્થાપત્યો)ની બાંધણી બહુ સારી રીતે અભિવ્યક્ત થાય છે અને મેં જે પૂર્વ દિશાનાં સ્થાપત્યો જોયાં છે તેમાં સારી રીતે અભિવ્યક્ત થાય છે.’’ કાસીમના મતે, કચ્છનું રણ દરિયારૂપે હતું અને પરીનગર બંદરરૂપે હતું (ઈ.પૂ.) સ્થાપિત થયું હતું. એક સમયે તે ક્ષેત્રનું ધમધમતુ બંદર હતું અને તેનું આંતરરાષ્ટ્રીય મહત્ત્વ હતું અને તેનું વ્યાપારી જોડાણ કચ્છ, ભૂજ, પોરબંદર, માંડણે, લંકા અને સુમાત્રા સાથે મહત્ત્વ ધરાવતું હતું. કહેવાય છે કે, પરીનગર સાગર-બંદરનો વિનાશ ધરતીકંપ દ્વારા થયો. તારીક ફરિશ્તા, ઇબ્નબનૂતા પણ અહીંથી પસાર થતાં હતાં. આનો વિનાશ જલાલુદ્દીન ખ્વારીઝાશાહ દ્વારા (ઇ.સ. ૧૨૨૩માં) થયો હતો. પ્રારંભમાં અહીં છ જિનાલાયો આ ક્ષેત્રમાં હતાં. વીરાવાહ હેરાસર બે ઓરડા તથા એક વિશાળ સભાગૃહ (હૉલ) જે મંડપના નામે ઓળખાતો હતો. આ ઉપરાંત એ કનાની અંધારી કોટડી જેનું નામ વેહાના હતું. આ ઓરડાઓએ તેમની ભવ્યતા કાળક્રમે ગુમાવી અને મોટા ભાગના સ્થાપત્યો, ચિત્રો (ભીંતચિત્રો) વિકૃત થયાં અથવા નષ્ટ થયાં. પરંતુ કાસીમ માને છે કે પરીનગરના અવશેષો એક ઐતિહાસિક સંશોધનની તક પૂરી પાડવા ઉપરાંત ધાર્મિક પ્રવાસનનું એક સ્થળ બનવા પામેલ છે. લોખંડના જે ટુકડાઓ અહીં દષ્ટિગોચર થાય છે તે પ્રાચીન પરીનગરમાં જહાજ બાંધવાના ઉદ્યોગનો નિર્દેશ કરે છે. કાસીમ એવો પણ નિર્દેશ કરે છે કે, ભારતના જૈનો ઘણા જ સમૃદ્ધ હતા, અને જો ધાર્મિક પ્રવાસનનો યોગ્ય વિકાસ થાય તો આ બાબત આકર્ષણના એક કેન્દ્રસ્થાનનું ઉદ્ગમસ્થાન બની શકે છે. વધુમાં કહે છે કે, અમારા વિભાગે એક ભવ્ય યોજના બનાવેલ છે જે ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ---------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------- પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા અને વારસાગત સ્થાનોની જાળવણી માટે અને પુનર્વિકાસ કરવાની સંભાવના બની રહે. થર એક્સપ્રેસના વિકાસથી ભારતની જૈન વસ્તીઓને આકર્ષી શકાશે અને ધાર્મિક પ્રવાસનનો વિકાસ કરી શકાશે તેમ તે કહે છે. આ યાત્રાસ્થળ સ્થાનિક લોકોને રોજગારી અને નોકરી-ધંધાની તકો બક્ષવા ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિકસાવશે તેમ તે કહે છે. વીરાવાહ મંદિરના બે સ્તંભો પણ જાળવી રખાયેલ છે જે આ બ્રિટિશ રાજના સમયના કરાચી નેશનલ મ્યુઝિયમમાં જોવામાં આવે છે. સરકારે સિંધના વિકાસ માટે ૫૦૦ મિલિયન અને વધુ ૫૦૦ મિલિયન દસવર્ષીય યોજનાની અંતર્ગત જાળવણીના કામ માટે જુદા તારવ્યા છે જે ૨૦૧૧ સુધી વિસ્તૃત થશે. ૮૧ વર્ષીય ચાચા અલી નવાઝ નગરપારકરની એક માનનીય વ્યક્તિવિશેષ જણાવે છે કે તેઓ ભાગલા પહેલાં થરપારકરમાં જૈનધર્મીઓના નિવાસના તેઓ સાક્ષી છે, પરંતુ ભાગલા બાદ પાકિસ્તાન ૧૯૪૭માં સ્વતંત્ર થયું, પરિણામે તેઓ ભારતમાં હિજરત કરી ગયા અને સાથે પ્રતિમાઓ પણ લઈ ગયા. ભાગલા પહેલાં પરીનગરમાં આશરે ૮૦૦ જૈન પરિવારો હતા, પરંતુ તેઓ ઠાકુરો દ્વારા લુંટાયા અને પરિણામે ભારત પ્રતિ સ્થળાંતર કર્યું. ૧૭૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૬૦ પાકિસ્તાનનાં જૈન મંદિરો ભોડેશ્વરનું જિનાલય થરના રણમાં, પ્રાચીન જિનાલયોનો ભવ્ય સંગ્રહ છે. આ ભૂતકાળમાં હિન્દુ અને જૈન સામ્રાજ્યની હાજરીની ભવ્યતાને સિદ્ધ કરે છે. ભોડેશ્વર આ પૈકી એક છે, વિશેષત: કળા-કારીગરીનું ઐતિહાસિક સ્મારક આ ખંડિત-નષ્ટ થયેલ જિનાલય છે. ભોડેશ્વર, નગરપારકરની ઉત્તરપશ્ચિમે કરૂંઝર પર્વતશ્રેણીની છાયામાં સ્થિત છે અને એક નાની મસ્જિદ જે મહમદશાહ મુજ્જફ્ફરે ઈ.સ. ૧૫૦૫માં બંધાવેલ હતી અને તેના આરસપહાણ ગુજરાતમાંથી લાવવામાં આવેલ હતા. આ સ્થાન અગાઉ ભોડેશ્વર નગરી તરીકે વિખ્યાત હતું. (કદાચ નગરી સંસ્કૃત શબ્દ ‘નગર’ પરથી ઉદ્ભુત હતું) તે એક સમૃદ્ધ અને ભવ્ય નગરી હતી (એ કાળમાં). જ્યારે આવાં સ્થાપત્યો અને બાંધકામ આજે પણ જોવા મળે છે. ભોડેશ્વરનો પાયો ૫૧૫ ઇ.સ.માં નખાયેલ તેમ મનાય છે. અમુક સ્થાનિક પરંપરા, આ નગરનું નામ રાણી નામે ભોડી જે તત્કાળે રાજ્ય સંચાલિકા હતી તેના પરથી પડેલ છે તેમ માને છે. તદુપરાંત કહેવાય છે કે ભોડી રાણીએ ધાતુના પાયા દ્વારા એક સુંદર તળાવ બંધાવેલ હતું. આ તળાવ પાસે ઈ.સ. ૧૦૨૬માં જિનાલય સ્થાન પામ્યું આ જિનાલય ઊંચા સ્થાને નિર્માણ પામ્યું જ્યાં જવાનાં પગથિયાં ખડકમાંથી કોતરવામાં આવ્યા. નિજપૂજાના આશયથી પત્થરના મોટા પાષાણ પગથિયા નિર્માણ થયાં તે સમયની ભક્તિ, નિષ્ઠા અને કારીગરીની ખૂબીઓ દર્શાવે છે. આ જૈન સંસ્કૃતિની ઉચ્ચતમ ભવ્યતા દર્શાવે છે. કાળક્રમે અત્યારે ભંગાર અવસ્થામાં છે, ખંડિત છે. પ્રતિમાઓ ઘણા સમયથી અદશ્ય (લુપ્ત) થઈ ગયેલ છે. આની જગ્યાએ સ્થનિકોએ આવાસ બનાવેલ છે. (૧) મંદિર નં. ૧: એક નાનું મંદિર. મંદિરના મુખ્ય ભાગમાં એક લાંબી કોટડી છે જે બહારથી ત્રણ જેવી લાગે છે, પણ એક જ લાંબા ખંડના ત્રણ ૧૭૩ - Page #199 -------------------------------------------------------------------------- ________________ ------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- વિભાગ છે અને ઘૂમટ જેવું છાપરું છે. (૨) મંદિર નં. ૨ : આ ભોર સંકુલનું મોટું મંદિર છે. ૧૨૦ મીટર પહોળું અને એક મીટર ઊંચું પ્લેફોર્મ છે. આઠ કોલમ અને બીમ ઉપર આધારિત છે. (૩) મંદિર - ૩: ભોડેશ્વરનું આ મંદિર એક વિશાળ હોલ જે મંડપ તરીકે ઓળખાય છે. વચલો ભાગ અર્ધી કોટડીઓની સાથે સંકળાયેલ છે જે લગભગ મંદિર નં. ૧ જેવું જ છે અંદરની દીવલો સિવાય. ૧૭૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પ્રકરણ : ૧ જૈન વારસાની પાકિસ્તાનમાં મોજણી - ડૉ. પીટર ફ્યુગેલ અને મુઝફફર અહમદ (૧). એન્ટવર્પના બેરન દિલીપ મહેતાની ઉદાર ભેટદ્વારા આ કાર્ય પ્રાયોજિત કરવામાં આવેલ હતું. ચાવીરૂપ ફાળો આપનાર હતા PI પીટર યુગલ (SOAS) મીરઝ નાસીર અહમત (NJC). સંયોજક હતા પાકિસ્તાનમાં કાર્ય થયેલ તેના RO મુઝફ્ફર અહમદ. તેમણે તે ક્ષેત્રમાં સંશોધનનું આયોજન કર્યું. તે માટે આધારભૂત ઉર્દૂ અને અંગ્રેજીના પ્રકાશિત (એનમ)માંથી તેમ જ પાસ્તિાનના સંગ્રહાયલોમાંથી માહિતી એકત્રિત કરી. આસીફ રાણાએ ક્ષેત્રમાં કાર્ય કર તેનું આલેખન કર્યું. નસીમ અહમદે નકશાઓ રજૂ કર્યા, તેમના સહ્યોગી તાહીરા સિદ્દીકા (બધા (N.J.C.), રવીન્દ્ર જૈન જે માલેર કોટલાના હતા. ગોવર્ધન ગઢ મંદિરના પુરુષોત્તમ જૈનએ અમૂલ્ય પથા માહિતી પ્રદાન કરી. તદુપરાંત પાકિસ્તાનમાં સ્થિત જૈન સ્થાનકોની જગ્યાઓની વિગતો આપી. આનો આધાર પૂર્વે થયેલ સંશોધન અહેવાલ જૈન એન્ડ જૈન ૧૯૮૫ તથા સાધ્વી સ્વર્ણકાંતા (૯૨૯-૨૦૦૧) જન્મ લાહોરા, સાધ્વી અર્ચના (રાવલપિંડીના પરિવારના સભ્ય) મહેન્દ્રકુમાર જૈન (સહસંશોધક) પંચકુલાના સ્વ. હીરલાલ દૂગ્ગડ અને અન્યો, જેઓ લાહોરના ઈકબાલ કૈસર હતા, જેઓએ આ બાબતમાં સ્વતંત્ર સંશોધન કર્યું. (કેસર ૨૦૧૦). અગત્યની માહિતી નોએલ કીંગ (૧૯૨૨-૨૦૦૯) જેઓ કેલિફોર્નિયાના કોરાલીટોસના વતની અને તક્ષશિલામાં જન્મેલા હતા. જેણે જિનાલયોનું સંશોધન અને પાકિસ્તાનમાં આવેલ સંસ્થાઓ વિષે માહિતી પ્રાપ્ત કરી પણ તેની “નોંધો ટ્રેનમાં ચોરાઈ જવા પામી. જેલમ શહેરમાં જન્મેલ રાજકુમાર જૈન દિલ્હીની શ્વેતાંબર નિરાશ્રિત સમિતિના મુખ્ય મહત્વની વ્યક્તિરૂપે પ્રખ્યાત હતા. તેઓની મુલાકાતો (Interview)માં અનુક્રમે ૮-૬-૨૦૦૫ અને ૨૩-૨-૨૦૦૭માં PIએ લીધેલ હતી. આ સિવાય પણ અન્ય Interview મેરઠ, જયપુર અને બિકાનેરમાં પ્રાયોજેલ હતા. ૧૭૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ૨. એક ઊડતી નજર નાખી ડુગર (૧૯૭૯) જુઓ. જૈન ધર્મનો ગરવો ભૂતકાળ અન તેવી ભવ્યતા પાકિસ્તાનમાં કેવી હતી અને સ્થાપત્યકલાના નિતનવા સંશોધનો દ્વારા આપણી સમજણમાં કેવી સતત અભિવૃદ્ધિ થઈ તે ઉલ્લેખનીય છે. સંશોધક મંડળીના સભ્યોએ કટાના પાદુકા શોધી. તેની ચોક્ક્સ તારીખ ઉલપબ્ધ નથી પરંતુ ચકવાલ (અહમદ-૨૦૧૫) અને નગરપારકરમાં નોંધ જગ્યાની લેવાઈ અને સરખમણીમાં તે સમયના સિંધના વિભાગ દ્વારા તાજા ખોદકામ દ્વારા બહાર લાવવામાં આવ્યા. પાકિસ્તાનના જૈન પરંપરાગત વારસો જે અત્યાર સુધી ઉપેક્ષિત હતો તે ૨૦૧૫-૧૭માં પુનર્જિવિત થયો. તે એક ઉચ્ચ સ્તરની અભ્યાસ સમિતિ દ્વારા જે COJS of SOASના સહયોગથી અને નસરત કહાન કૉલેજ (NJC), જે રબવાહમાં આલેલ છે તેની સંશોધક ટીમ અને તેની સહાયમાં વધારાની મદદ કરનાર ઉત્તર ભારતના ઈતિહાસવિષે – જૈન ધર્મના - જે સ્થાનિકો હતા તે હતા. પાકિસ્તાનના જૈન સ્થળો જે લાંબા કાળ સુધી ઉપેક્ષિત રહ્યા હતા. તેને ધાર્મિક સ્મારકોસ્થાપત્યો, આ યોજનાઓ અને તેના દસ્તાવેજોને જાળવવાની તાત્કાલિક આવશ્યકતા પર ભાર મૂકેલા. આ દસ્તાવેજોમાં બચવા પામેલ સ્થાપત્યોના માળખા, જૈન દેરાસરો, મોટા ખંડો (Halls), સાર્વજનિક બાંધકામો, મકાનો, કળા અને લખાણો સાથે સાથે ઐતિહાસિક Demographic અભ્યાસ જૈન વિભાગીયસાંપ્રદાયિક પરંપરા તે પ્રદેશની તેમના અહેવાલમાં તેઓના તારણો સંક્ષેપમાં આલેખિત છે. પૂર્વભૂમિકા : જૈન ધર્મના પાકિસ્તાનમાં દીર્ઘ ઐતિહાસિક તવારીખ છે. પૂર્વ ઐતિહાસિક કાળમાં ડોક્યુિં કરતા ૧૯૪૭ના ભાગલા સમય સાથે જૈન સંસ્કૃતિની હાજરીનું પ્રમાણ આ પ્રદેશમાં જૈન પ્રવૃત્તિની નોંધ લેવાયેલી છે. ખાસ કરીને સિંધમાં. જૈન વ્યાપારીઓમાં ઘણા કચ્છના રણની પશ્ચિમે વસવાટ કર્યો અને થરનું રણ ખતરગચ્છ દ્વારા પ્રભાવિત થયું, જે જૈનોની પરંપરાથી આ ક્ષેત્ર પ્રભાવિત બન્યું. આમાં મુખ્યત્વે ચમત્કારિક દાદાગુરુ જિનકુશલસૂરિજી (૧૨૮૦-૧૩૩૨) જેઓ ત્રીજા ક્રમે હતા. તેઓએ Vs. વિક્રમ સંવત ૧૩૮૪-૧૨૮૯ વચ્ચે પાંચ લર્ષ સુધી ૧૭૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુલતાનની દક્ષિણે આવેલ સિંધુ ખીણના ગામડાંઓ તથા નાના નગરોમાં વિચરણ કર્યું. તેના કાળધર્મ સુધી જે દેરાવર (દેવરાજપુરા - દેશઉર), જ્યાં સ્તૂપ (સમાધિ) નિર્માણ થઈ જે તેમના અવશેષો ઉપરની દાદાબારીની આસપાસ હતી. આ સમાધિ ચમત્કારિક માનવામાં આવતી હતી જ સમાધિ દાદબારી જે. પૂ. જિનકુશલસૂરિજીને અર્પિત થઈ. આ સ્થળ હાલ્લા, મુલ્તાનનું હતું અને કર્મભૂમિના કેન્દ્રસ્થાને હતું. આસપાસ (ડેરા ગાઝી ખાન, લાહોર નરોવાલ આદિ સ્થાનો હતાં. મોગલકાળ દમ્યાન જૈનના અમુક નોંધનીય સ્થળો લાહોર, સીઆલકોટ, ગુજરાનવાસી અને મુલ્તાનમાં ઉપસ્થિત હતા. લાહોરી દાદાબારી (દાદાવાડી) અકબરના ઓસવાળ મંત્રી કરમચંદ બરછાવત (૧૫૪૨-૧૫૦૭)એ બંધાવેલ હતી. તેઓ બિકાનેર સ્થિત ૪થા દાદાગુરુના શિષ્ય હતા. ‘‘અકબર પ્રતિબોધક’ જિનચંદ્રસૂરિજી ૬ (VI) (૧૫૪૧-૧૬૧૩) જેઓ કરમચંદના સહયોગ (માધ્યસ્થી)થી (સમ્રાટ) શહેનશાહ અકબર ને લાહોરામાં પ્રસંગોપાત ૧૫૯૨, ૧૫૯૩, ૧૫૯૪-૯૫માં મળેલ હતા. જિનચંદ્ર મુલતાન (મૂલસ્થાન) થઈને અને ઉચ (ઉચ્ચપુરા) મુસ્લિમ રાજવીઓ ઘેરાવાર ખાતે આવેલ સમાધિના દર્શને આવી પાછા રાજસ્થાન પરત થયા હતા. મુસ્લિમ રાજ્યકાળ દરમ્યાન મૂર્તિપૂજાનો ઉગ્ર વિરોધ કરતો હતો. ખરતરગચ્છના પ્રભાવથી તે શમી ગયો, ઓછો થયો. અમૂર્તિપૂજાનો પ્રભાવ પણ કહી શકાય. જૈન સુધારાવાદી પરંપરાના અનુયાયીઓ ઘણી બધા ખરતરગચ્છ રણપ્રદેશ. થરપારકર અને સિંધ પર હાજરી જાળવી રાખી જ્યાં આજે પણ થોડા અનુયાયીઓ રહે છે. મુનિશ્રી રાયમલ્લ અને ભાલ્લો દ્વારા ૧૫૦૩-૧૫૫૧ વચ્ચે નવા ધાર્મિક પરિવર્તનો પંજાબમાં થયાં. યતિ સરાવના બે શિષ્યો આ બન્ને હતા. આ ૬ઠ્ઠા આચાર્યએ અમૃતપૂજક ગુજરાતી લોકાગચ્છ સંપ્રદાયની સ્થાપના કરી. તેમણે ગુજરાતથી લાહોર સુધીનું પરિભ્રમણ કર્યું અને ઉત્તરાર્ધ લાહોરી લોકાગચ્છ સ્થાપી ઉત્તર પંજાબમાં ૧૭ અને ૧૮મી સદીમાં નવી પરંપરા જૈનોની શરૂ કરી. કાયમી ગાદીની સ્થાપના પહેલા લાહોરમાં અને ત્યારબાદ જંડીયાલા ગુરુ, ફંગવાડા, નકોદર, લુધિયાણા, પટ્ટી, સાત્રાણા, માલેરકૌટલા, પતિયાલા, સુનામ અંબાલા, કસુર વગેરે સ્થળોએ સ્થાપના કરી અને મંદિરો ઊભાં કર્યાં તે સ્થળો હતાં રામનગર (રસૂલનગર), ગુજરાનવાલા, સિયાલકોટ, પિંડદાદનખાં, પાપનાકા ૧૬૭૩ અને ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ -------------પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------- ૧૬૯૩ વચ્ચે, આથી હરિદાસમુનિ દ્વારા ઉત્તરાર્ધ લોકાગચ્છમાં વિભાજન થયું અને ટૂંઢક (સ્થાનકવાસી ટૂંઢિયા)ની સ્થાપના પૂ. વલછઋષિ દ્વારા ગુજરાતમાં થઈ અને છેવટે પોતાનો સુધારાવાદી અમૃતપૂજક સંપ્રદાય લોહોરમાં સ્થાપ્યો. આનું નામકરણ પંજાબ લવજી ઋષિ સંપ્રદાય તરીકે થયું. આચાર્ય અમરસિંહ (૧૮૦૫-૧૮૮૧)ની નિશ્રામાં તે ઉત્તરાર્ધ લોકાગચ્છમાં ક્રમશઃ વિલિન થયું અને આ રીતે પંજાબમાં આ પ્રભાવક પરંપરા બની ગઈ. શીખ વિસ્તૃતિકરણમાં વ્યક્તિગત જૈનોએ અગત્યનો આર્થિક અને રાજકીય ભાગ ભગવ્યો અને મહત્ત્વની વ્યાપારી કોમોએ પંજાબમાં પોતાનું અસ્તિત્વ મજબૂત કર્યું. તેઓ મુખ્યત્વે કાપડ, અનાજ તથા સાધારણ ગૃહોપયોગી વસ્તુઓ, ઝવેરાત અને શરાફી ધંધામાં પ્રવૃત્ત થયા. બ્રિટિશ કાળમાં નવી રેલવે અને માર્ગ-રોડવેઝનો વિકાસ થયો, જેનો જૈન વ્યાપારી કોમોએ ભરપૂર લાભ લીધો. સિંધ અને પંજાબમાં નવા વ્યાપાર માર્ગો ખૂલ્યા અને નવી વસ્તી સ્થાપિત થઈ-અસ્તિત્વમાંઆવી. આ માર્ગે ૧૮૫૫ અને ૧૮૭૫ વચ્ચે ૧૬ વિભાજન દ્વારા ગંગારામ જીવરાજ સંપ્રદાય સુધિયાણાના દક્ષિણ પશ્ચિમે અસ્તિત્વમાં આવી છેવટે ગુજરાતના તપગચ્છ મૂર્તિપૂજક સંપ્રદાય સાથે જોડાણ કર્યું. ૧૯૪૭ સુધી તેમના મુખ્ય નેતા પૂ. લમ્બિવિજયજી (સ્થાનકવાસી નામ બુટે રાય) (૧૮૦૬ -૧૮૮૨), પૂ. વિજયાનંદસૂરિ ઉર્ફ આત્માનંદ (સ્થાનકવાસી નામ આત્મારામ) (૧૮૩૬ -૧૮૯૬) અને ગુજરાતના મુનિ પંજાબ કેસરી વલ્લભસૂરિજી (૧૮૭૦-૧૯૫૪) હતા જેની પરંપરામાં વલ્લભ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો અને આજે પણ પંજાબમાં તપગચ્છ સંપ્રદાયનો મુખ્ય અને તે સ્થળે નવાં મંદિરોની સ્થાપના થઈ, જેની જોડાજોડ ઉપાશ્રયો પણ હતા દર્શનાર્થીઓના લાભાર્થે. તે સમયે સ્થાનકવાસી સંપ્રદાય જૂનવાણી અને રૂઢિચુસ્ત હતો. તેઓએ હિંસા આરંભી ચણતરોનો પ્રતિકાર કર્યો. ફક્ત મંદિરો જ નહીં પણ ઉપાશ્રય-સ્થાનકોનો પણ. તેમને અધાર્મિક અને ધર્મવિરોધી ગણવામાં આવ્યા. સામાન્યતઃ તેઓ ખાલી ઓરડાઓમાં વસવાટ કરી, ખાનગી મકાનોમાં રહીને યતિ-મુનિઓની રહેણીકરણીના નિયમોને આધીન બનાવી સ્વીકાર્ય બનાવી. ૧લ્મી સદીના અંતે સ્થાનકવાસીઓએ લોકાગચ્છના યતિઓનાં મકાનો જે ખાલી હતાં તે પ્રાપ્ત કરી, પંજાબમાં આંતિરક (૧૭૮) Page #204 -------------------------------------------------------------------------- ________________ --------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- વિરોધોનો સામનો કરી, સ્થાનકોની સ્થાપનાનો પ્રચાર કર્યો. ઉપરાંત, જૈન પાઠશાળાઓ, ગ્રંથાલયોની સ્થાપના કરી. તેઓએ ૧૯૩૦માં રાવલપિંડી જ્યાં સ્થાનકવાસીઓની મુખ્યતા હતી અને જે જૈન મુનિઓની વસ્તીની નજીક હતી જે પછી ગુજરાનવાલા, જેલમ, કસૂર, લાહોર, સિયાલકોટ રૂપે અસ્તિત્વમાં આવ્યા. બ્રિટિશ સમયમાં ભાવડા જ્ઞાતિ આગેવાન વ્યાપારી વણિકોની ઓળખ બની ખાસ કરીને પંજાબમાં. પાકિસ્તાનનાં ગામડાંઓમાં બજાર તથા મહોલ્લા આજે પણ ભાવડા નામને જાળવી રાખેલ છે. ભાવડા જૈનો પોતાનો શરાફી ધંધા વ્યવસાયમાં જમાવટ કરી. શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપ્યું. જૈનોની મહત્તમ પરંપરા વારસો ભાવડા સમાજે જાળવી રાખ્યો માલિકીના દાવે તેમ છતાં પણ પંજાબના બધા જૈનો ભાવડા ન હતા. લગભગ બધા વેપારીઓ, વણિકો પંજાબઋષિ સંપ્રદાયના હતા લવજી મુનિના અનુયાયી રૂપે અને તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિયો, અગ્રવાલ, જાટ અને ભાવડા પરિવારો એકત્ર થયા. ફક્ત વૈશ્યો જ નહીં પણ ક્ષુદ્ર જાતિના પણ તેમાં ભળ્યા. સામાન્યતઃ અંબાલાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં દિગંબર જૈનોનું અસ્તિત્વ ન હતું. તેરાપંથ દિગંબર અગરવાલોએ નાની કોમ રૂપે વસવાટ કર્યો. ખાસ કરીને રાવલપિંડી, સિયાલકોટ, લાહોર અ ને કરાચીથી સૈન્યમાં આ પરિવારોમાંથી જોડાયા. તેમનાં મંદિરો છાવણીના પ્રદેશમાં વસ્યા. બધા નહીં તો મહદ્અંશે ૧૯૪૬ બાદ આ બધાનું પતન થયું. ભાગલા પહેલાં જૈન કોમ, કુલ વસ્તીના ૧% જેટલી જ હતી, જે પ્રદેશ પાકિસ્તાનમાં ભળી ગયો. ભાગલા સમયે લગભગ બધી જ જૈન વસ્તી ભારત તરફ વસવાટ માટે ચાલી ગઈ. માત્ર થોડા જ જૈનોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો, પરંતુ મોટા ભાગનાએ બ્રિટિશ સૈન્યના રક્ષણ હેઠળ આ સ્થળ છોડ્યું. આપવાદ રૂપે વિજયવલ્લભસૂરિશ્વરજીના સાધુઓ તેમના સાધુ આવાસો લાચારીથી છોડવા લાચાર બન્યા અને ટ્રક, ટ્રેન કે પ્લેન દ્વારા ભારત ભણી ચાલી નીકળ્યા, મુખ્ય કારણરૂપ જીવ બચાવવાનો હતો. તેઓએ નિરાશ્રિતો રૂપે ભારતમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં વસવાટ કર્યો. તેઓ પોતાનાં પુસ્તકો સાથે જૈન ગ્રંથો અને કલાકૃતિઓ પણ પોતાના સામાન સાથે લઈ ગયા. ફક્ત ઘર-વખરી છોડી ગયા. ૧૭૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો -- ભાગલા પછી પાકિસ્તાનની જૈન વારસાગત મિલક્તની સંશોધનાત્મક પ્રવૃત્તિ થઈ નથી. હીરાલાલ દૂગ્ગડ (૧૯૭૯:૩૭૪)એ નોંધ કરી છે કે “અત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે પાકિસ્તાનમાં સ્થિત મંદિર અને અન્ય સંસ્થાઓની શી હાલત સ્થિતિ છે. આવું જ નિરીક્ષણ આર. કે. જૈને (૨૦૦૩:૨) કરેલ છે. જૈન મંદિરોની હાલની પરિસ્થિતિ વિશે કે જૈન મંદિર, ઉપાશ્રયો, સ્થાનકો વિશે કંઈ જાણકારી નથી. જ્યાં ઘર, દેરાસરો, ઉપાશ્રયો કે સ્થાનક હતાં તે મુખ્યત્વે પાકિસ્તાનની સરકાર અને લોકો દ્વારા જુદા જુદા ઉપયોગમાં લેવાયા છે. શિખરબંધ દેરાસરો હજુ અસ્તિત્વમાં છે, પણ જ્યાં જૈનો જ નથી પાકિસ્તાનમાં ત્યાં આ ધર્મસ્થાનકોમાં પૂજા-પાઠ આદિ ક્યાંથી થાય ? તેમ છતાં અમારા સંશોધન પ્રોજેક્ટ આ સવાલોના જવાબ મેળવવા અને વર્તમાન સ્થિતિ જાણવા (દેરાસર અને સંસ્થાઓની) પ્રયાસ કરેલ પણ પરિણામની જાણ થવા પામેલ નથી. ક્ષેત્રની મોજણી : યોજનાના પ્રથમ તબક્કામાં વેધક સાહિત્યિક અવલોકન કરવાની સાથે આવશ્યક માહિતી ભાગલા પૂર્વેની જગયાઓ અને જૈન કોમના પ્રાપ્ત સાહિત્યના ઉદ્ગમસ્થાનો અને સંપૂર્ણ મુલાકાતો યોજી એકત્રિત કરવામાં આવ્યા. આ રીતે ૧૩૦ મહત્ત્વનાં જૈન સ્થળો અને ૩૦ કેન્દ્રો, જે પંજાબ, વાયવ્યમાં મીમાંત પ્રદેશ (CKER) અને સિંધમાં છવાયેલા હતા તેની એક યાદ બનાવવામાં આવી. ત્યાર બાદ તેનું વિહંગાવલોકન કરી તેનો છેવટે સંક્ષિપ્ત ૯૦ સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો. આ સ્થળોમાં દિગમ્બર અને શ્વેતાંબર જિનાલયો, દાદાવાડીઓ (દાદાબારીઓ), સ્થાનકો, સમાધિઓ, પુસ્તકાલયો, શાળાઓ અને છાત્રાલયો સમાવિષ્ટ છે. તદુપરાંત જૈન અને જ્ઞાતિના નામની સૂચક યાદી પણ સમાવિષ્ટ છે. તદુપરાંત જૈન અને જ્ઞાતિના નામ સચૂક પણ યાદીમાં ઉમેરવામાં આવ્યાં. આમાંથી મોટા ભાગના બાંધકામો બ્રિટિશ કાળમાં(૧૮૬૫ અને ૧૯૪૭)ની વચ્ચે બાંધવામાં અથવા નૂતનીકરણ કરવામાં આવ્યા હતા. સાહિત્યિક સમીક્ષા દરમ્યાન પાકિસ્તાનસ્થિત વસ્તીઓનું સંશોધન થયેલ હતું, જેનો આધાર પ્રાપ્ત ગેઝેટ બહાર પાડનાર અને અન્ય સંશોધનને લગતાં પ્રકાશનો હતાં. આ બદા બ્રિટિશકાળના હતા. મહત્ત્વની માહિતીઓની પ્રાપ્તિ આ ઉદ્ગમસ્થાનોથી થઈ હતી. જ્ઞાનતિઓની પૂર્વભૂમિકા અને ૧૮૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુખ્ય નગરો, શહેરો જ્યાં જૈન વસ્તીઓનું રહેણાક હતું તે સંબંધિત વિશેષ ત્રિમાસિક કાળ ૧૮૧૯થી ૧૯૪૭ સુધીનો હતો. સત્તાવાર આધાર જે કંઈક ૧૨૮૬૧ ઉપરાંત જેવોનો વસવાટ સૂચવતો હતો, સન ૧૯૪૧માં આ પ્રદેશમાં. અલબત્ત, આઅધૂરો હતો અને આધારભૂત ન હતો. આમાં ધાર્મિક સંયોજન જૈનોની વસ્તીઓનું અને તેનું ભંગાણ સૂચવતું ન હતું. કામચલાઉ ઉડતી સમીક્ષા ત્રણ ભૌગોલિક વહેંચણી મુજબની મુખ્ય પરંપરાનું ૧૯૪૭માં કરવામાં આવી હતી. તે ઉપરાંત તપગચ્છ, ખરતરગચ્છ અને તેરાપંથ, દિગંબરનો સમાવેશ હતો. NJCના સંશોધકોની એક ટુકીએ હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડી પંજાબ અને સિંધનો ઘમરોળ્યા. તેના નકશાઓ, ઓળખી શકાતી જૈનોની નોંધણી અને લાહોર, કસૂર, સિયાલકોટ, ચકવાલ, ખોશાળ, ભેડા, ગુજરાવાલા ફરૂખાબાદ, જંગ, ચીનીમટ, મુલ્તાન, ભાવલપુર, મરોટ, રહીમ્યારખાન, કરાચી, નવાબશાહ, કુનરી, થરપારકર અને નગરપારકર સમાવિષ્ટ હતાં. નિહાળી શકાય તેવાં દશ્યા, મુરલો, લખાણો (દીવાનખાના), Icon, ખંડેરો (Sculpheces), શેરીનાં દશ્યો વગરે સામેલ હતાં, જેની નોંધણી કરવામાં આવેલ, તે પણ જ્યાં જ્યાં પ્રવેશ કરવાની અનુમૂર્તિ આપવામાં હતી તે સ્થળોની યાદી છે. આ બધાં સ્થાપત્યોને કૅમેરામાં કંડારી લેવામાં આવ્યાં. ફોટારૂપે. ૩૦૦૦થી વધુ આવી છબીઓને મુલવવામાં આવી, જેને online મૂકવામાં આવી છે. આની સાથે વિસ્તૃત યાદી કાગળના પાનાંઓ પર વિગતવાર, પૂર્વભૂમિકા અને રૂબરૂ મુલાકાતોનો આધાર લેવામાં આવ્યો. પંજાબની જૈન ઈમારતો ઉપર બ્રિટિશ યુગનું લખાણ જોવામાં આવ્યું. મોટા ભાગના લખાણ દેવનાગરી લિપિમાં હતાં, જ્યારે બીજું ફારસી લિપિમાં પણ હતું. અમુક લખાણો ઉર્દૂ અને હિન્દી બે ભાષામાં હતાં અથવા ઉર્દૂ, અંગ્રેજી અને હિન્દી એમ ત્રિભાષી લખાણો પણ જોવામાં આવ્યાં. વચ્ચે વચ્ચે રાજસ્થાની અથવા ગુજરાતી શબ્દો પણ હતા. ઉપરાંત થોડાં લખાણો સ્થાનિક લાન્ડા ભાષિત ગ્રંથોમાં લખાયેલ હોવાના પુરાવા મળ્યા. અમુક જૈન મકાનો શીખ અને બ્રિટિશ યુગની કળા પ્રદર્શિત કરતા હતા. આ બધાં દશ્યો જૈન ધાર્મિક ઇતિહાસની રજૂઆત કરતા હતા અને ક્યારેક ટૂંકા લખાણોથી સમજણ આપતા હતા. તેમ છતાં નોંધનીય આપવાદરૂપ ગૌરાનું મંદિર હતું. મોટા ભાગના હયાત લખાણો અને ભીંતચિત્રો... (Mural) થોડી સુગંધ અને થોડા ઐતિહાસકિ અથવા ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સૌંદર્યદૃષ્ટિનું મૂલ્ય દર્શાવતા બચવા પામ્યા હતા. જો કે ઘણી સંશાધિત અને તપાસણીયુક્ત (ઈમારતો) ખંડેરરૂપે નાશ પામેલ, તોડી પાડેલ અને સ્પષ્ટરૂપે ઓળખી ન શકાય તેવી હોવા છતાં જે આધારભૂત માહિતી એકઠી કરવામાં આવી તેના અર્થઘટનનો આધાર મુખ્યત્વે ફક્ત ભારતમાં જ પ્રાપ્ત થયો છે અને તે પણ મૌખિક અને લિખિતરૂપે અને સ્થાનિક ઈતિહાસવિદો દ્વારા, જેમની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં જ્યાં સંભવિત હતી. તેમાંના રવિન્દર કે જૈન, માલેર કોટલાના હરીશ અને મહેન્દ્ર મસ્ત પાંચકુલાના એ જૈન જ્ઞાતિના સભ્યોની સહાયથી અન્ય જૈન સ્થાપત્યોના સ્થાનો જે પાકિસ્તાનમાં હતા અને જે માહિતી પ્રાપ્ત થઈ કે કરવામાં આવી તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનું કહી અને પૂરક પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અતિરિક્ત મુલાકાતો નિરાશ્રિતો પાસેથી ભારતમાં યોજી જજે દિલ્હીના પોલીસ ઇન્સ્પેક્ટર, ઉપરાંત મેરઠ અને જયપુરના ઇન્સ્પેક્ટરાને પણ સામેલ કરવામાં આવ્યા. પ્રાપ્ત લેખિત અને મૌખિક અહેવાલોના આધારે મોજણી કરાયેલ સ્થાપત્યમાંની ઘણી માહિતી ફરી સાંકળી શકાય તેવી હતી, કારણ કે તે સામાજિક મુદ્દો, ધાર્મિક પરંપરાગતો સાથે સંકલિત હતી. ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ સબંધિત હતી. બધા દશ્યમાન જગ્યાઓ તપાસમાં સામેલ સ્થાનો હજુ પણ હયાત છે અથવા તે જૈન પરંપરા સાથે નિસંદેહ સાંકળી શકાય છે. પ્રારંભિક મોજણી, સ્થાપત્યોનાં બાંધકામ દ્વારા આ હકીકત પ્રકાશમાં આવી કે જૈન દર્શને પોતાનો આધાર આધુનિક પાકિસ્તાનના સમાજમાં દાયકાઓ પહેલાં ગુમાવી દીધેલ છે. ઘણાં મંદિરો (જિનાલયો) જે છોડી ગયેલાની ટ્રસ્ટ મિલકત બોર્ડનું સંચાલન સ્થાનિક રહેવાસીઓના પરિવારોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. મકાનો નવા રહીશોને સોંપી દેવામાં આવ્યાં અને સાર્વજનિક સ્થાનો, છોડી ગયેલાઓના, બોર્ડને સોંપવામાં આવ્યા, જેની કોઈ જુદી નોંધ રાખવામાં આવી ન હતી અને ઘણાં મંદિરો અને હૉલ, જેમાંના બહુધા ભાગલા પહેલાંના થોડા સમય દરમિયાન બાંધવામાં આવ્યા હતા, તેમને તોડી પાડવામાં આવ્યા. અવશેષોમાંથી ઘણા કુદરતી વિનાશની પ્રક્રિયાને આધીન હતી. આ જ રીતે સંગ્રહાલયો, પુસ્તકાલયો અને સ્થાપત્યોની મોજણી કરવામાં આવી હતી. (લેખ ટુંકાવીને સંક્ષિપ્તમાં લીધેલ છે.) 回 ૧૮૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ - - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો -- પ્રકરણ : ૬૨ પાકિસ્તાનના કાસૂરમાં જૈન ચૌરાહા -કુમારપાળ દેસાઈ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં આવેલા નગરપારકરના શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન મંદિરની વિગતોએ એક નવી જિજ્ઞાસા જાગ્રત કરી. ધીરે ધીરે પાકિસ્તાનનાં શહેરોમાં આવેલાં મંદિરોના ઇતિહાસનાં પૃષ્ઠ ઊઘડવાં લાગ્યાં. એક સમયે કરાંચી એ હિંદુસ્તાનનું પાંચમા નંબરે પંકાતું શહેર હતું. એની સ્વચ્છતા અને સુંદરતા માટે એ પ્રસિદ્ધ હતું અને એમાં પણ ગુજરાતના સંસ્કારસ્વામીઓ અને વેપારીઓનો કરાંચી નગરની સમૃદ્ધિમાં ઘણું મોટું યોગદાન હતું. એના કેટલાય લત્તાઓમાં ગુજરાતીઓ વસતા હતા. કરાંચી શહેરની રણચોડ લેનની બંને બાજુએ ગુજરાતીઓ અને કેટલાય મંદિરો વિદ્યમાન હતાં. ઇતિહાસ એમ કહે છે કે, અંગ્રેજોની સાથે જ ગુજરાતીઓએ કરાંચીમાં પ્રવેશ કર્યો”. વિ. સં. ૧૮૯૬માં પાટણના શ્રેષ્ઠિ લીલાચંદ ચાવાળા કરાંચીમાં અંગ્રેજોની સાથે જ પ્રવેશ પામનારા વેપારી મહાજન હતા. વિ. સં. ૧૯૧૧માં ગુજરાતના જૈનોએ કરાંચીના સોલ્જર બજારમાં એક મકાન વેચાતું લીધું અને ત્યાં ધાતુની પ્રતિમા ધરાવતું ઘરદેરાસર બંધાવ્યું. એ પછી તો અહીં જૈનોની વસ્તી વધતી ગઈ. પાકિસ્તાનના હાલા શહેરમાંથી પાષાણની બીજી ચાર પ્રતિમાઓ કરાંચીમાં મંગાવી અને આ મંદિરમાં બિરાજમાન કરી. ગુજરાતના અને રાજસ્થાનના સાહસિક વેપારીઓની વસ્તી વધતા કરાંચીના રણચોડ લેનમાં જૈન મંદિર માટે વિશાળ જગા ખરીદવામાં આવી. વિ. સં. ૧૯૪પમાન શિખરબંધી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને વિ. સં. ૧૯૫૮માં કરાંચીના સોલ્જર બજારના ઘરદેરાસરની બધી જ મૂર્તિઓ આ મંદિરમાં લાવી પરોણાદાખલ પધરાવવામાં આવી. વિ. સં. ૧૯૬૧ની મહા સુદ પાંચમના દિવસે આ નવનિર્મિત મંદિરની ભવ્ય ૧૮૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ -~-~~~~-પાકિસ્તાનનાં જૈન મંદિરો --~-~~~-~~-~પ્રતિષ્ઠા કરવામાં આવી. એ સમયે અહીં ૮૦ હજાર ગુજરાતીઓની વસ્તી હતી. કરાંચીની પાસે આવેલા ગુજરાત નગરને જોઈએ તો એમ લાગે કે સિંધ પ્રાંતમાં નાનકડું ગુજરાત વસે છે. કરાંચીના એંસી હજાર ગુજરાતીઓમાં જૈનોની સંખ્ય ચારેક હજારની હતી. એમણે બંધાવેલાં મંરિની એક બાજુએ વિશાળ વિખ્યાન હૉલ બંધાવ્યો હતો, તો બીજી બાજુ સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રયનું નિર્માણ કર્યું હતું. એ ઉપાશ્રયના નીચેના ભાગમાં પાઠશાળા અને કન્યાશાળાના વર્ગો ચાલતા હતા. પાકિસ્તાનમાં જૈનોના તીર્થકરોમાં સૌથી વધુ મહિમા પાર્શ્વનાથ ભગવાનનો હતો. કરાંચીમાં પણ મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી મૂર્તિ હતી અને તેની બંને બાજુએ એ જ પાર્શ્વનાથ ભગવાનની શ્વેત મૂર્તિ હતી. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સનખતરા ગામમાં એક સમયે ઉપાધ્યાથી સોહનવિજયજીએ ક્રાંતિ સર્જી હતી. એમનાં વ્યાખ્યાન સાંભળતા આસપાસના ગામોમાંથી હિંદુ, શીખ, મુસલમાન, જૈન સહુ કોઈ આવતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળીને મિયા ફઝલઉદ્દીને એમના કસાઈના વ્યવસાયનો ત્યાગ કર્યો, એટલું જ નહીં પણ એનો એટલો બદો પ્રભાવ પડ્યો કે તમામ કસાઈઓએ કશાય વળતરની ઇચ્છા રાખ્યા વિના સનખતરા નગરમાં ચાર દિવસ માંસાહારની તમામ દુકાનો બંધ રાખીને જીવદયાનું પાલન કરવું એવી પ્રતિજ્ઞા લખીને એના પર હસ્તાક્ષર કર્યા. આ ચાર દિવસ તે પહેલો દિવસ આચાર્યશ્રી વિજ્યાનંદસૂરિ (આત્માનંદજી) મહારાજની સ્વર્ગવાસ તિથિ જે સુદ આઠમ, બીજો દિવસ તે કાર્તિકી પૂર્ણિમા, ત્રીજો દિવસ તે પર્યુષણનો પ્રથમ દિવસ અને ચોથો દિવસ સંવત્સરીનો. પાકિસ્તાનના ગુજરાનવાલા શહેરના બજાર વિસ્તારમાં જૈન શ્વેતાંબર દેરાસર હતું અને એના જી.ટી. રોડ પર આવેલા પોલીસ ગ્રાઉન્ડ પાસે શ્વેતાંબર ઘરમંદિર હતું. આ નગરનો મહિમા એ માટે છે કે ગુજરાનવાલાના ઘણાં શ્રાવક-શ્રાવિકાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. જૈન આગમોના પ્રકાંડ પંડિત લાલા કર્મચંદજીની આ કર્મભૂમિ હતી. અહીં પદ્દર્શનના તલસ્પર્શી જ્ઞાના આત્મારામજી મહારાજ સમાધિ પામ્યા હતા. આત્મારામજી મહારાજ એક મહાન ધર્મવેત્તા હતા. ઈ.સ. ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં તેમને નિમંત્રણ મળ્યું હતું, પરંતુ સાધુ પરદેશગમન કરી શકે નહીં તે માટે ૧૮૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ ---------------પાકિસ્તાનનાં જૈન મંદિરો -- -------------- એમણે મહુવાના યુવાન બેરિસ્ટર વીરચંદ ગાંધીને છ મહિના સુધી જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને વિશ્વધર્મ પરિષદમાં મોકલ્યા હતા અને આ ૨૯ વર્ષના યુવાને ભારતય સંસ્કૃતિ અને જૈન તત્ત્વજ્ઞાનની ભવ્યતાનો સહુને અનુભવ કરાવ્યો હતો. આચાર્યશ્રી આત્મારામજી મહારાજે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો પર પ્રકાશ પાડતો શિકાગો પ્રશ્નોત્તર’ નામનો ગ્રંથ લખ્યો. એ સમયે પંજાબ, રાજસ્થાન અને ગજુરાતમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજ અને શ્રી વિજયાનંદસૂરિજીનો પ્રબળ પ્રભાવ હતો અને તેથી બંનેના સંયુક્ત નામે ‘આત્માનંદ' નામ ધરાવતી અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ અને ધર્મશાળાઓની સ્થાપના થઈ | એક સમયે પંજાબમાં તમે જ્યાં જાવ ત્યાં “આત્માનંદ' નામ ગુંજતું હતું. આ આચાર્યશ્રી આત્માનંદજી મહારાજની વિ. સં. ૧૯૫૩ના જેઠ સુદ સાતમે ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એમની સમાધિ આ ગુજરાનવાલા નગરમાં હતી. જો કે આજે એ ક્યાં છે એની શોધ કરતા છતાં ભાળ મળતી નથી. પાકિસ્તાનના સિંધ પ્રાંતવિન્સમાં આવેલા હાલા ગામમાં પણ જૈન દેરાસર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર અને જૈન સ્કૂલ હતી. અહીં રાધનપુર, પાલી અને જેસલમેરથી જૈનો આવ્યા હતા. આ હાલામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘર દેરાસર તથા બીજી આરસની ૧૦ મૂર્તિઓનો ભંડાર ઘણો સમૃદ્ધ હતો. લાહોરના થારી અને અનારકલી વિસ્તારમાં બે દેરાસર આવ્યાં હતાં, જ્યારે લાહોરથી પ૦ કિ.મી. દૂર આવેલા કાસૂર ગામમાં જ્યાં દેરાસર હતું તે વિસ્તાર જૈન ચૌરાહા' તરીકે ઓળખાતો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના દેરાનવાબ તહેસીલના દેરાવર ગામમાં દાદા જિનકુશલસચરિની સમાધિ આવેલી છે. ખતરગચ્છની પરંપરાના ચાર દાદા ગુરુઓમાં આચાર્ય જિનકશલસૂરિ તૃતીય દાદાને નામે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત રાવલપિંડી, જેરૂમ, પાપનખા અને સિયાલકોટ જેવાં શહેરોમાં પણ જૈન મંદિરોમાં હતાં. આજે એ મંદિરો જીર્ણશીર્ણ હાલતમાં મળે છે. આવતી કાલે એના ઈતિહાસની જાળવણી કરવાનો કોઈ પ્રયત્ન થાય ખરો ? (૧૮૫) Page #211 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો शोध-अनुशंसनीय एवं संदर्भ ग्रंथ 1. मध्य एशिया और पंजाब में जैन धर्म : हीरालाल दूगड़ : 1979 (दिल्ली) 2. सद्धर्म संरक्षक मुनि बुद्धि विजय : हीरालाल दूगड़ : 1976 (लुधियाना ) 3. नवयुग निर्माता आत्माराम जी : विजय वल्लभ सूरि : 2001 (दिल्ली) 4. मारी सिंध यात्रा : मुनि विद्या विजय : विजयधर्म सूरि ग्रंथमाला : 1943 5. उपाध्याय सोहन विजय : पं. हंसराज व महेन्द्रकुमार मस्त : 2017 (दिल्ली) आदर्श जीवन आ. विजयवल्लभ सूरि : कृष्णलाल वर्मा : 2006 (दिल्ली) 6. 7. 8. तारीख पंजाब : कन्हयालाल : 1981 (लाहौर) आत्म अमृतसार : महेन्द्रकुमार मस्त: 2009 (दिल्ली) 9. तारीख पंजाब : सै. मु. लतीफ : 1994 (लाहौर) 10. वादी हाकड़ा के आसार : सद्दीक ताहिर : 1982 ( बहावलपुर ) 11. पाक. के किले : डॉ. मु. इकबाल : 2010 (लाहौर) 12. गौतम नाल झेहड़ां : आशुलाल : 1995 ( मुलतान ) 13. तारीख गुजराँवाला : डॉ. फकीर मुहम्मद : 2015 (लाहौर) 14. चोलिस्तान : अहमद गज़ाली : 2007 (लाहौर) 15. पुरातन पंजाब विच जैन धर्म : रविंदर कुमार : 1985 ( मालेरकोटला) 16. Pakistan from Khyber to Karachi: Gurmander 17. Encyclopedia India, Pakistan, Bangladesh 18. 5000 years of Pak. Archeological Outline : Robert Eric (1992) 19. A Comprehensive History of Jainism 1000-1600 AD 20. Encyclopedia of Jainism : Narendra Singh : 2001 21. History of Oswals : Chanchal Mal Lodha 22. The Imperial Gazetteer of India 23. Pakistan Archaeology Survey (Pb.) Pak. Arch. Deptt. : Issue 29 24. 17 Gazetteers of Provices / Distts. of Pakistan (1876 to 1992) 25. "Jainrelicsinpakistan_abafna" : abafna.googlepages.com 26. Jaina stupas at Sirkap / Taxila : C. F. Marshal 27. Jaina Studies : Magazine of SOAS, University of London : www.soas.ac.uk (Ch./Director Dr. Peter Flugel) 28. Atmaramji's Memorial in Gujranwala : by Faizan A. Naqvi : Video/ Print 2018 29. Pakistan mein Jain Mandir : 18 Articles in VIJAYANAND : Mahendra Kumar Mast : 2004-2009 30. Reports in Times of India and The Tribune (Newspapers). १८५ Page #212 -------------------------------------------------------------------------- ________________ n y ilsedlogi go giltz Jaina Sites in Pakistan Jelun Marti Basarat Pod Dadan Khan Hera Pasrur Pipoakha Qita Sohe Sing Sankhatra Rasul Nagar Qila Didar Singh *** Nerawal * Gajranwala ***** Khangah Dograr Lahore CIK OOT Done Eanny When da son indus River Pind Datan Ktar Seat Bhera Peralta Peru Rasul Naga Gujranwala Narund Kuangah Dóran Lahore Kasut Multan . .DGhan 9090 . Marot Derowa Jan Khan Ji Wandio Virawat Karajan Brodesar Nagarparkar Legend Svetar Temple Dagambar Temple Didabel Temple Temple Unknown Sect Carara PSS Samachi Sthanaka : Therparlar • School Jain Hostel Jain Library Hall Museun 10 50 100 269 Miles > Excerpts from Jaina Studies : Magazine of SOAS, University of London : www.soas.ac.uk (Ch./Director Dr. Peter Flugel) 9cu Page #213 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ---- ગુણવંત બરવાળિયનાં પુસ્તકો સર્જન તથા સંપાદન છે ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલા ટેસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જેના કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પ્રાણગુરુ જેન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઇન્સ્ટિટયૂટ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ-અમદાવાદ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. પારસધામ સંઘ, જેન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર સાથે સંકળાયેલા છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉક્ટરેટ કરેલ છે. © હૃદયસંદેશ © પ્રીત-ગુંજન © શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન © અમૃતધારા છ સમરસેન વયરસેન કથા © Riseu Pillaisell zult © Glimpsis of world Religion o Introduction to Jainisim © Commentray on non-violence o Kamdhenu (wish cow) © Glory of detechment © ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જૈન કથાઓ © વિનય ધર્મ © ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના ® ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છ આગમ અવગાહન © જ્ઞાનધારા (ભાગ ૧ થી ૧૮) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) ૭ કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) છ જૈન દર્શનમાં કેળવણી વિચાર © અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) ૭ વિચારમંથન © દાર્શનિક દૃષ્ટા © જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) @ અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) © ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) ૭ અમરતાના આરાધક છ જૈન દર્શન અને ગાંધીવિચારધારા © અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી આપની સન્મુખ છ મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) © વીતરાગ વૈભવ છુ આગમ દર્શન © જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૭ વિશ્વવાત્સલ્યનો સંકલ્પ © વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) @ જીવનસંધ્યાએ અરુણોદય @ સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) છ આદર્શ કેળવણીને ઉપનિષદ છ જૈન સાહિત્ય વિમર્શ © અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) ઉરનિર્ઝર (કાવ્ય સંગ્રહ) © તપાધિરાજ વર્ષીતપ © દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) ૭ ઉત્તમ શ્રાવકો © ભગવાન મહાવીર અને સંયમજીવન @ મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) @ સાત્વિક સહચિંતન © Aagam An Introduction o Development & Impact of Jainism in India & abroad. © જૈન પત્રકારત્વ © અધ્યાત્મ આભા છ શ્રી ઉવસહર સ્તોત્ર એક અધ્યયન © શ્રુતજ્ઞાનનાં અજવાળાં © શેલેશી (આલોચના અને ઉપાસના) છ જૈન ધર્મના ચોવીશ તીર્થકરો વિશ્વ કલ્યાણની વાટે © જૈન વિશ્વકોશ ભાગ-૧થી ૪ (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે) ૭ પાકિસ્તાનનાં જૈન મંદરો. E-mail : gunvant.barvalia@gmail.com M : 9820215542 (૧૮૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ {૧૮૯ सरस्वती कहलाई हाकड़ा नदी : पंजाब हरियाणा से राजस्थान होते हुए पाकिस्तान के बहावलपुर व सिंध में सरस्वती को 'हाकड़ा' नदी पुकारा जाता है। देराउर व मरोट आदि नगर व किले इसी हाकड़ा नदी के तटवर्ती हैं। फ्रांस के विद्वान शोधकर्त्ता Dr. Micheal Danino ने 1900 - 2000 वर्ष ईसा पूर्व इन नदियों की स्थिति को स्केल किया है। Indus Khanpur Hakra Multan Derawar Fort Jhelam Bahawalpur Ganweriwala Sutlej Chenab Ravi Marrot Fort Abbas Harappa Anupgarh PAKISTAN Lahore Hanumangarh Kalibangan Amritsar Lakhmirwala Bathinda Beas Jalandhar Sutlej Ludhiana Banawal ***Ropar Chandigarh Patiala Ghaggar Birrana Rakhigarhi Farman Recreation of a map of the Sarasvati's basin, with the settlement pattern of Harappan sites (marked in blue) in the Mature Phase, 2600-1900 BC; by Michel Danino); not to scale Sarsuti Delhi Shir Yamuna પાકિસ્તાનનાં જૈન મંદિરો Page #215 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ભેરા (જિલો સરગોધા – પં.) (ભેરા જે ભગવાન મહાવીરની ચરણરજથી પવિત્ર થયું) તીર્થકર ચન્દ્રપ્રભુનું ૫૦૦ વર્ષ પ્રાચીન જૈન શ્વેતામ્બર મંદિર – ન્યુ ભેરા ૧૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ડેરા ગાજી ખૉ – (ફંટિયર સૂબા) બોહડ જિલ્લો - થારપારકર સિંધ BOHAR श्री आदिनाथ भगवान શ્કે. મંદિર – બોહડ પ્રવેશદ્વાર, શિખર – કળશ તથા. બાહર બનાવેલ દાદાવાડી મૂળનાયક શ્રી આદિનાથજીની પ્રતિમા જે હાલ શ્રીમાળી મંદિર જયપુરમાં છે ભોદેસર (થારપારકર) - સિંધ બન્ - (ઇંટિયર સૂબા) શ્વેતાંબર જૈન મંદિરોના સમૂહનું એક મંદિર ભોદેસર મહાપ્રભાવક તથા ચમત્કારિક મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ, બન્ને દેશ વિભાજન સમયનું બન્ના લાલ સુભાગચંદ શામલાલ સુરાણા આ મૂર્તિ લાવ્ય હતા. જે વર્તમાનમાં નોંધારા જૈન મંદિર-દિલ્હીમાં બિરાજમાન છે. ૧૯૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો દેરાફેર જેહલમાં સમાધિની અંદરનું દ્રશ્ય ખાનકા ડોગરા (પ.) કસૂર (પંજાબ) શ્રી શાંતિનાથ મંદિરનું શિખર (ખાનકા ડોગરા) શ્રી આદિનાથ જૈન મંદિરનું શિખર (કસૂર) ૧૪ Page #218 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ગોડી પાર્શ્વનાથ Gori Temple is Located in Village of Gori, between Islamkot and Nagar Parkar in Tharpakar Distt. At least a dozen major Indian Jain Temples, all of them named Godiji Parshwanath, trace their heritage to Pakistan's Gori temple. ગોડી પાર્શ્વનાથ મંદિર કોમ્પલેક્સ, ગોડી પાર્શ્વનાથ મંદિરની સાઈડનો પ્રવેશ (ગોડીજી). ૧૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ગુજરાંવાલા. ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર, ભાવડા, બજાર IIIIIIIIIII) મંદિરનું ભવ્ય શિખર (ગુજરાંવાલા) ૧૯૪૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો ખાનકા ડોગરા. Klanga Dagran Sangh (Pakistan) 1940 * * * મ ક લ કાયદાકર જ કામ કરતા હતા કા કરી આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિજી શ્રીસંઘ સાથે (૧૦૪૦ ખાનકા ડોગરા) કરઝર (થારપારકર - સિંધ) KAROONJHAR (SINDH) પ્રકૃતિની ગોદ અને રમણીય પહાડો વચ્ચે મગ્ન થયેલ જૈન શ્વેતાંબર મંદિર ખેડા મૂર્તિ (જિ. હસન અબ્દાલ) પં. ૧૯પણે Page #221 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો કાલાબાગ (ફંટિયર) પાક. કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા) કાલાબાગના મૂળનાયક પ્રભુ અભિનન્દન સ્વામી (વર્તમાન માં નૌધરા દિલ્હી મંદિરમાં બિરાજમાન) શીતલનાથ પ્રભુ જૈન મંદિરના દર્શનીય શિખર, કિલા સોભાસિંહ કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા) અનારકલી, લાહૌરમાં શ્રી દિગમ્બર જૈન મંદિર (મંદિર ધરાસાય કર્યા પહેલાનું ચિત્ર) અનારકલી - લાહૌરમાં દિગમ્બર જૈન મંદિર ક્રેન દ્વારા ધરાસાય કરાઈ રહ્યું હતું લોકો છત પરથી જોઈ રહ્યા હતા. Page #222 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો Anesthesia M श्री जन धतावर धम्मोत्सव આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી ના શિષ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી સાથે કરાચી શ્રી સંઘ (૧૯૩૮) શ્રી ગુરુ આત્મની એક અન્ય ચરણ પાદુકા ૧૯૭ outra (વર Page #223 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો લાહૌરના સરકારી મ્યૂઝિયમમાં તિર્થંકર પ્રતિમાઓ લાહૌર ૧૯૮ 623:58pu લાહૌરમાં મહારાજા રણજીતસિંહની ગાદી – નિશાનીનો શાહી જુલૂસ બધા ધર્મોના લોકોમાં લૌકાગચ્છીંગ જૈન યતિજી) ૧૩-૦૪-૧૮૦૧ (મૂળ પેંટિંગ – બ્રિટિશ મ્યૂઝિયમ લંડનમાં) Page #224 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુલતાન (પં.) શ્રી પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર મુલતાનું શ્વેત ધવલ શિખર શ્રી દિગમ્બર જૈન મંદિર, ચૂડી સરાય, મુલતાન સિદ પ્રવેશદ્વાર પર લખેલ – દિગમ્બર જૈન મંદિર ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મરોટ (બહાવલપુર) જૈન મંદિર – મરોટનો કલાત્મક સ્તંભ (બહાવલપુરના મ્યુઝિયમમાં) જૈન મંદિરની કલાત્મક નૃત્યાંગના શિલ્પ (બહાવલપુર મ્યુઝિયમ) ૨૦છે Page #226 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો નારોવાલ મુનિસુવ્રત સ્વામી જૈન શ્વે. મંદિર મંદિરનું શિખર નારોવાલ ૨૦૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો નગર પારકર (સિંધ). નગરપારકરનું પ્રાચિન મંદિર DAWN ON Ancient Jain temples are another historic hallmark of Nagar Parkar area and some of them happen to be 2,000 years old. પાકિસ્તાનના સુવિખ્યાત અંગ્રેજી અળબાર (ડૉન) (DAWN) ની માહિતી અનુસાર નગર પારકર ક્ષેત્રની ઐતિહાસિક વિશિષ્ટતાઓ છે ત્યાંના પ્રાચીન જૈન મંદિર, જેમાંથી અન્ય ૨૦૦૦ વર્ષ પ્રાચીન છે. ૨૦૨૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો પપનાખા (જિ. ગુજરાંવાલા) ભગવાન સુવિધિનાથ જૈન શ્વે. મંદિર પસર (પં.) એસ. એસ. જૈન સ્થાનક અને સભા ૨૦૩ - પસરશ્ર Page #229 -------------------------------------------------------------------------- ________________ પિંડ દાદનખાં (જિ. જેહલમ) ' પાકિસ્તાનનાં જૈન મંદિરો ૨૦૪છે. 09 = ભ. સુમતિનાથ જૈન શ્વે. મંદિર, પિંડ દાદનખાં Page #230 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો રામ નગર (જે હવે છે રસૂલ નગર) જિ. ગુજરાંવાલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર, રામ નગર ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર, રામ નગર મૂળ ગાભારમાં મૂર્તિ-સ્થાનની ઉપર, રામ નગર ૨૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો રહીમ-ચાર ખાં (બહાવલપુર) રહીમ યાર ખાં શહેરના ભગ્ન જૈન મંદિરની એક દિવાર ટેકિસલા (પુરાતન તક્ષશિલા) જૈનોનું પ્રાચિન મંદિર (ભગવાન બાહુબલીજીનું રાજ્ય ક્ષેત્ર - ટેકિસલા) પ્રાચિન વિશાળ જૈન મંદિર ના અવશેષ – ખંડેર – ટેકિસલા ૨૦૧૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સનખતરા (જિ. સિયાલકોટ) પં. रावलपिण्डी શ્રી ધર્મનાથ જૈન શ્વે. મંદિર સનખતરા સ્થાનકની બિલ્ડિંગ પર “જય જિનેન્દ્ર વીરવાહ પારી નગર (સિંધ) Virawah વીરવાહનું ભવ્ય કલાત્મક પ્રાચીન મંદિર ૨૦૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ 0 ' પાકિસ્તાનનાં જૈન મંદિરો] 0 આચાર્ય શ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ (૧૮૩૭ – ૧૮૯૬ ઈ) સ્વર્ગવાસ ગુજરાંવાલા – ૧૫-૦૫-૧૮૯૬ ઉપકારી દાદાગુરુ F . (ત્રીજા) દાદાગુરુશ્રી જિનકુશલસૂરિજી - સ્વર્ગવાસ રાઉર | (બહાવલપુર સ્ટેટ – પાક.) (ચોથા) દાદાગુરુ શ્રી જિનચંદ્ર સૂરિજી સમ્રાટ અકબરે નિમંત્રણ આપ્યુ માટે લાહોરમાં ચોમાસું કર્યું. ૨૦૮૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ઉભા પાટપર બિરાજમાન આચાર્ય વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ – શ્રી સંઘ સાથે (રોપડ પં. - ૧૯૪૫) : જ્ઞાનચંદ (મલ્લેવાલે), બાળ દમનકુમાર, બૈસાખીરામ, બાબૂરામ, (પાછળ અજ્ઞાત) હંસરાજ પૂર્ણચંદ, લક્ષમણદાસ, (અજ્ઞાત), બનારસીદાસ પુત્ર સાથે, (અજ્ઞાત), સાગરચંદ (સામાનાવાળા) : ગુરુદેવ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી બચનલાલ (૧૨ વર્ષ), સુરેન્દ્રકુમાર (સામાના) (૧૧ વર્ષ), મહેન્દ્રકુમાર મસ્ત (સામાના)(૯/ ૢ વર્ષ) બદ્રા પ્રકાશ (૧૨ વર્ષ) પાકિસ્તાનનાં જૈન મંદિરો Page #235 -------------------------------------------------------------------------- ________________ {૨૧૦ શ્રી વિજય વલ્લભ સ્મારક જૈન મંદિર તિર્થ, દિલ્હી || 0 198T પાકિસ્તાનનાં જૈન મંદિરો Page #236 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો श्री महेन्द्रकुमार मस्त मानव जीवन की नियति चिन्मय चेतना है। यही चेतना शब्द और अर्थ के माध्यम से चिन्तन का चित्रण करती है । प्राचीन काल में कवियों ने शब्दार्थ की महत्ता को समझते हुए ‘जगतः पितरौ' का दर्ज दे दिया था अर्थात् शब्द और अर्थ तो मातापिता है। प्रयोगधर्मिता का यह अस प्रवाह प्रत्येक काल व परिस्थितिमें गद्य-पद्य में मुखर रहा। इसमें प्रतीक, दृष्टिकोण व आयाम बदले पर अध्यात्म का वागर्थ शाश्वत सत्य तुा सम्माननीय रहा। अत्यन्त हर्ष का विषय है कि प्राचीन कालीन लेखकों की भाँति विगत 60 वर्षों से भी अधिक समय से श्री महेन्द्रकुमार जी मस्त जैन साहित्य, व इतिहास का अहर्निश लेखन सम्पादन व संवर्धन कर जैन समाज को गौरवान्वित कर रहे हैं। राष्ट्रीय स्तर पर प्रख्यात मौलिक ग्रन्थ गाँधी बिफोर गाँधी, आत्म अमृतसार, प्रवर्तिनी साध्वी देवीश्रीजी, उपाध्याय सोहन विजय जी व विविध पत्र-पत्रिकाओं में प्रकाशित १५०० लेख व निबन्ध श्री मस्तजी की साहित्य साधना के अमरफल है। पंजाबकेसरी युगवीर आचार्य श्रीमद् विजय वल्लभ सूरि जी म.सा. के कृपापात्र श्री मस्तजी पर गुरु समुद्र, इनद्र तुा वर्तमान गच्छाधिपति इतिहासमर्मज्ञ आचार्य भगवन्त श्रीमद् विजय नित्यानन्द सूरीश्वरजी म.सा. की अमोध कृपा रही है। पूज्य गुरुदेवों ने श्रीमस्तजी की विलक्षण साहित्य प्रतिभा को सदैव सराहा है व सम्मानित किया है। श्र मस्तजी द्वारा संवर्धित सम्पादित प्रस्तुत उपक्रम 'वीरान विरासतें' प.पू. गच्छाधिपतिजी की प्रेरणा व आशीर्वाद से प्रकाशित हो रहा है जिसमें पाकिस्तान में रहे तमाम जैनमन्दिरों, स्थानक व दादावाडी की प्रामाणिक डॉक्यूमेन्टेशन है। श्री मस्तजी ने जैनसमाज के विस्मृत हो रहे इतिहास की कड़ियों को जोड़ने का अभूतपूर्व कार्य किया है। सन् 1936 में सामाना (पंजाब) में श्री सागरचंदजी-ज्ञानवंती के घर जन्मे तथा वर्तमान में पंचकूला (हरियाणा) में रह रहे श्री मस्तजी नवम्बर 2018 तक अपने जीवन की 1008 पूर्णमासी पूर्ण कर रहे हैं। 82 वर्ष की आयु में भी आप लेखन/संशोधन के कार्य में सदा व्यस्त रहते हैं। इस कार्य में आपको पुत्र श्री गौतम जैन-सीमा जैन का पूरा सहयोग मिला है। __आशा व विश्वास है कि श्री मस्तजी पूर्ण स्वस्थ रह कर सतत लेखन से जैन साहित्य की अमिट अमूल्य सेवा करते रहेंगे। श्री महावीर शिक्षण संस्था - राघवप्रसाद पाण्डेय रानी स्टेशन, जि. पाली (राज.) ein Page #237 -------------------------------------------------------------------------- ________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો जनाब इकबाल कैसर पाकिस्तान में जैन मन्दिरों के एतिहासिक विवरण व चित्रण दर्शाने वाली शाहमुखी में लिखी किताब 'उजडे दराँ दे दर्शन' के सुविख्या लेखक, कवि - हृदय व विनम्र व्यक्ति है, जो वहाँ की अनेक साहित्यिक संस्थाओं से जुडे और सन्मानित हो चुके हैं। अपने बहु-आयामी जीवन में उन्होंने अनेक मौलिक पुस्तकों को कलमबंद किया है। उनकी पुस्तक 'सिख श्राईनज इन पाकिस्तान' पर वे पाकिस्तान और अमरिका में सम्मानित हो चुके है। कैमरा और कलम के साथ लंबे-लंबे सफर, जिज्ञासा की दिली तडप और अनेक वर्षों के परिश्रम का सफल परिणाम पुस्तक 'उजडे दराँ दे दर्शन' को वहाँ के अखबार डॉन और दि न्यूज ने भी सराहा और प्रशंसात्मक रिव्यू लिखे । इकबाल साहिब के परिवार में धर्मपत्नी आदरणीय जमीला बेगम और योग्य सुपुत्र अली रजा लेखन कार्यों व अन्य सरोकारों में पूरा हाथ बँटाते हैं। हमारी पंजाबी पुस्त (1985) - 'पुरातन पंजाब बिच जैन धर्म' के अनेक संदर्भों का भी इकबाल साहिब ने बखूबी व सार्थक उपयोग किया है। विद्वान लेखक श्री महेन्द्रकुमार मस्त को अपनी उपरोक्त पुस्तक के हिन्दी अनुवाद/संशोधन व प्रकाशन की स्वीकृति देकर जनाब इकबाल कैसर ने विस्मृत इतिहास की कडियों को जोडने और कमियों को पूरा करने का श्लाधनीय कार्य किया है। ૨૧૨ पुरुषोत्तम जैन, रविन्द्र जैन ( मालेरकोटला ) Page #238 -------------------------------------------------------------------------- ________________ ज्ञानप्रभाकर, गोड़वाड़भूषण आचार्य श्रीमद् विजय जयानन्द सूरीश्वरजी म.सा. भारत-पाक विभाजन से पाकिस्तान में विस्तृत विकसित जैन धर्म संस्कृति व स्थापत्यकला को बहुत अधिक हानि पहुँची। लाहौर, मुलतान, सियालकोट, गुजरांवाला आदि नगरों में निर्मित जिनालय, दादावाड़ी व स्थानक अब इतिहास व पुरातत्त्व विभाग की धरोहर हैं। विविध विद्वानों तथा यात्रियों ने समय-समय पर अपने ग्रंथों में, लेखों में उन सभी धर्मस्थलों का वर्णन किया है जो पाकिस्तान में प्रतिष्ठित थे। प्रस्तुत 'वीरान विरासतें' पुस्तक एक जीती जागती तस्वीर पेश करती है। समस्त घटनाक्रम आँखों के सामने चलता हुआ सा लगता है। हमारे आराध्य गुरु आत्म और गुरु वल्लभ की अमर निशानियाँ साकार हो उठती हैं। पुस्तक के मूल लेखक जनाब इक़बाल कैसर तथा हिन्दी में उसका अनुवाद कर सम्पादन करने वाले श्री महेन्द्रकुमार जी मस्त जैन जगत् के साहित्यकार, लेखक व इतिहासविद् हैं। श्री मस्त जी का प्रयास सफल व सराहनीय है। जैन समाज ऐसी अनुपम कृति को कभी विस्मृत नहीं करेगा। -विजय जयानन्द सूरि 190789383814992 // Rs300