________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૧૫
કાલા બાગ જોર વાડી વી વનાયા ....
પ્રાચીન ભારત (હિમવંત પ્રદેશોમાં નાભિરાજાની રાણી મરુદેવીએ ઋષભદેવને જન્મ આપ્યો. ઋષભદેવ ભગવાને પોતાના પુત્ર ભરતને રાજ્ય આપ્યું. આ ભરતના નામ પરથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું. વેદ, અગ્નિપુરાણ (૧૦-૧૧)નો મારા વિચારો જ બદલી નાખ્યા - પુસ્તકાલયનાં પુસ્તકો, માર્કંડેયપુરાણ (૫૦૪૨-૩૯), પૂર્ણખંડ વાયુપુરાણ તથા અન્ય પણ. મારા મગજમાં માત્ર એક જ વાત હતી – ભરત, બાહુબલી, ગંધાર, ટેક્સલા.”
કાલાબાગમાં જૈન યતિ જૈન યતિઓએ આ ક્ષેત્રના પરિવારોને જૈન ધર્મના પાલનમાં દૃઢ બનાવી રાખ્યા. યતિ લોકો ધાર્મિક ક્રિયાઓ તો કરાવતા જ હતા, સાથે સાહિત્યની રચના પણ કરતા હતા. ઈ.સ. ૧૬ ૬૫ (વિ. સં. ૧૭૨૨)માં યતિ રામચંદ્રએ ગ્રંથ ‘રામવિનોદ' તથા વિ.સં. ૧૯૧૧ (ઈ.સ.૧૮૫૪)માં શ્રાવક જિવાયા શાહે ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ની પ્રતિલિપિ અને ઈ.સ. ૧૯૦૬ (વિ.સં. ૧૯૬૩)માં યતિ રતનષિએ કલ્પસૂત્રની પ્રતિલિપિ આ નગરમાં લખી.
કાલાબાગ (અથવા બાગા) જવાની મને બહુ ઇચ્છા હતી.
કાલાબાગ, લાંબર, બન્ન, મુલતાન, ડેરા ગાજી ખાં વગેરેમાં રહેવાવાળા ઓસવાલ જૈનોના પૂર્વજો મુઘલસમ્રાટ શાહજહાંના સમયમાં રાજસ્થાનના નાગૌર વગરે ક્ષેત્રોમાં જેસલમેર, બહાવલપુર થઈને બન્ની પાસે ગંડલિયા નગરમાં આવીને સમૃદ્ધ બન્યા. ત્યાંથી લાંબર, બન્ન, કાલાબાગ ગયા. કાલાબાગ સિંધુ નદીના કિનારે આવેલું છે અને મીઠાની પહાડીઓથી ઘેરાયેલું છે.
કાલાબાગ અને લાંબરના જૈન મંદિરોની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૬૨ (ઈ. સ. ૧૯૦૫)માં યતિ રામારિખના શિષ્ય યતિ રાજર્ષિએ કરાવી હતી. કાલાબાગમાં અભિનંદન સ્વામી અને લમંબરમાં પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયકરૂપે
૫૦