________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- --
મેં ખૂબ પ્રેમથી મંદિરમાં લાગેલા તાળા વિશે પૂછયું અને તેને ખોલવા કહ્યું. તેમણે કહ્યું કે, “ચાવી તો અમારા ઘરે જ હોય છે, પરંતુ આજે પરિવારજનો ક્યાંક ગયાં છે.' કહેવા લાગ્યા કે, તેની અંદર આ ગુંબજ જ છે, બાકી તો અંધારું છે. કોઈ બલ્બ પણ નથી. ખોલવા છતાં પણ તમને કંઈ દેખાશે નહીં.
મંદિરની મોટા આકારની ઇંટો, જે પેલા સજ્જનના દરવાજા આગળ પણ લાગેલી હતી તે પોતાનો પૂરો ઇતિહાસ, પોતાની પવિત્રતા અને પોતાની લાંબી ઉમરને સમેટી ત્યાં તડકામાં જ પડી હતી. મંદિરના વરંડાનું અંધારું ત્યાં જ સૂતેલું હતું તથા મંદિરની અંદરના કક્ષને લાગેલું તાળું ચાવીનો ઇંતેજાર કરી રહ્યું હતું. આ બધું ક્યાં સુધી ચાલશે?
૭૦ વર્ષ, ૭૦ સદીઓથી ભારે બની ગયાં. આજે મંદિર હયાત છે, પરંતુ તેનો ઈતિહાસ હવે સ્મૃતિમાંથી વિસ્મૃત થઈ ગયો છે. આજે કાળી બની ગયેલી દીવાલો ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. પાકિસ્તાનમાં જૈન ધર્મ અને તેની સ્મૃતિઓ આખરી શ્વાસ લઈ રહ્યાં છે. અહિંસાનું પાલન કરવાવાળો ધર્મ આજે ખુદ જિંદગીની ભીખ માગી રહ્યો છે. બસ, આ છે પાકિસ્તાનમાં જૈન ધર્મનો ઈતિહાસ
-- ----- - - - - - - -
- - - - - - -
(૧) પિંડદાદન ખાં મંદિરની પ્રતિમાઓ તથા અન્ય કોઈ પણ સામાન, દેશના ભાગલાના સમયે
ભારતમાં લાવી શકાયો નહોતો. બધું ત્યાં જ રહી ગયું. (૨) શ્રી મૂલેશાહ વગેરે પ્રાચીન શ્રાવકોનાં નામ ક્યાંક ક્યાંક જોવા મળે છે.
ઈ.સ. ૧૯૨૩ની શરૂઆતમાં ઉપાધ્યાય સોહનવિજયજી પોતાના શિષ્યો સાથે લગભગ એક મહિનો અહીં રહ્યા હતા.
૨૮