________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
અહીંનું મંદિર ખૂબ ભવ્ય, સુંદર અને સફેદ માર્બલનું બનેલું હતું. અંદર ખુલ્લો વિસ્તાર હતો અને સામે ચારેય દિશાઓ તરફથી ચાર મૂર્તિઓ હતી. બાજુમાં બારશાખ (પીઠીકા) પર પણ મૂર્તિઓ હતી. ઉપરના માળે પણ મૂર્તિઓનાં સ્થાન હતાં. સવાર-સાંજ દરરોજ આરતીનો અવાજ સંભળાતો હતો.
પણ હવે મંદિરનો અંદરનો ને બહારનો ભાગ લોકોના ગુસ્સાનો શિકાર બની ગયેલ છે. હવે અહીં ખાસ છે નહીં.
રાત પડવાની તૈયારી હતી. મેં મંદિરમાંથી બહાર આવવા પ્રયત્ન કર્યો. સિયાલકોટની કેટલીય વાતો યાદ આવતી હતી. તે કૈકેય દેશની રાજધાની હતી. મહર્ષિ પાણિનીએ કૈકેય દેશની સીમા જેહલમ, શાહપુરથી બ્યાસ નદી સુધી બતાવી છે.
સિયાલકોટના મંદિરને હું અંદરથી જોવા માગતો હતો, પણ જોઈ ન શક્યો. તેના વિશે સમયે સમયે અનેક વિવરણો, આલેખો અને પુસ્તકોમાં વાંચ્યું છે કે આ મંદિર જૈન ગુરુ આચાર્ય વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી બનવાનું શરૂ થયું અને ૨૯-૧૧-૧૯૪૬ના દિવસે આચાર્યશ્રીએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ખૂબ આલીશાન આ મંદિરમાં મુખ્ય વેદી પર ચાર મૂર્તિઓ બિરાજમાન હતી. નીચેથી ચોરસ અને ઉપર વૃત્તાકાર લેતું આ ઊંચું શિખર કાળું પડી ગયું હતું. ખંડિત મૂર્તિઓ પર પણ કાળનો ક્રૂર ક્રોધ દેખાતો હતો. નિરંતરતાની ચક્કી સતત ચાલતી હતી. અમારી ગાડીમાં ખામોશી હતી, પણ મારા મગજમાં તો ઈતિહાસની ચક્કી ચાલતી હતી.
ભગવાન મહાવીર સિયાલકોટ પધાર્યા હતા. આ સમયે તેઓ કુર દેશમાં પણ વિચરેલા. જૈન પટ્ટાવલિઓમાં લખેલ છે કે, સિયાલકોટમાં મહાવીરસ્વામીએ ૧૫ દિવસના ઉપવાસનું પારણું કર્યું હતું. અહીં તેઓને તેમના અનુયાયી નાગસેન દ્વારા આહારવિધિ (ગોચરી) થઈ હતી. સિયાલકોટમાં જ સમ્રાટ અશોકના પુત્ર કુણાલને અંધકરવામાં આવ્યો હતો અને કુણાલના પુત્ર સંપ્રતિએ અહીં શાસન કર્યું હતું. સિયાલકોટ તેની રાજધાની હતી. રાજા સંપ્રતિએ જૈન ધર્મને પોતાનો રાજધર્મ બનાવ્યો હતો. તેણે અનેક મંદિરો બંધાવ્યાં. બની શકે છે કે સિયાલકોટમાં સૌથી પ્રથમ જૈન મંદિર સંપ્રતિ રાજાના સમયમાં નિર્માણ પામ્યું હોય.
સિયાલકોટનું સ્થાનક
સિયાલકોટમાં સ્થાનકવાસી જૈનોનાં ઘણાં ઘર હતાં. એક મહોલ્લામાં આ
૯૩