SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો સિદ્ધસૂરિ (પાંચમા)એ (વિ.સં. ૩૭૦થી ૪૦૦ દરમ્યાન) મરોટમાં શાંતિનાથના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય દેવગુપ્તસૂરિજી (અગિયારમા)એ (વિ.સં. ૧૧૦૮૧૨૨૯) નેમિનાથ મંદિરની પ્રતષ્ઠિા કરાવી. આચાર્ય જિનવલ્લભસૂરિજીએ (વિ.સં. ૧૧૩)માં મરોટના મંદિરમાં એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. દાદાગુરુ ‘ગણધર સાર્દ્ર શતકગ્રંથ’ (સંવત ૧૨૯૫)ની બૃહવૃત્તિમાં ઉલ્લેખ છે કે, શ્રી જિનવલ્લભસૂરિજીના શિષ્ય દાદાગુરુ જિનદત્તસૂરિજીએ પોતાના શિષ્યો સહિત મરોટમાં ચાતુર્માસ કર્યું હતું. મેં પૂછ્યું, ‘શું તમે આ બધાનાં દર્શન કર્યાં છે ?' ‘ના, પહેલાના બે-ચારનાં દર્શન કર્યાં નથી. તેમના વિશે માત્ર સાંભળ્યું હતું. બાકીનાને નજરે જોયા છે. આ જગ્યાએ તો જ્ઞાનીઓ, મુનિઓ તથા યતિઓએ ગ્રંથની રચના કરી હતી.’ ‘શું વાત છે !‘ (હા, વિ.સં. ૧૬૬૭ (ઈ.સ. ૧૬૦૭)થી વિ.સં. ૧૭૯૪ (ઈ.સ. ૧૭૩૭) સુધી અહીં અનેક ગ્રંથોની રચનાના પ્રમાણ મળે છે. અહીં રહીને તેઓએ તપશ્ચર્યા કરી હતી.’ ઉચ્ચનગર અને દિલ્હીના માર્ગમાં આવતો મરોટનો કિલ્લો તે વખતનો સૌથી મોટો, ઊંચો અને સુંદર કિલ્લો હતો, સમય વીતતો ગયો. હાકડા (સરસ્વતી) નદી સુકાઈ ગઈ. જીવન વીતાવવું કઠિન પડવા લાગ્યું અને ધીરે ધીરે આ સ્થાન ઉજ્જડ બનતું ગયું. માટીના કાચા બુર્જ (ગઢના કાંગરા) પણ કાળનો પ્રહાર સહન કરતાં કરતાં નષ્ટ થવા લાગ્યા. આખા વિસ્તારને ત્યાં રહેનારા લોકો ‘રોહી’ (ઉજ્જડ જંગલ) કહેવા લાગ્યા. ‘રોહી’માં રહેનાર બે વ્યક્તિઓ પણ લ્લિો જોતી હતી. તેઓએ જણાવ્યું કે, અહીં ભાવડાઓની વસ્તી હતી. આ સામેની ‘સોન-માડી' તેમની છે. તેઓ બીકાનેરથી આવીને અહીં વસ્યા હતા. જૈન મંદિર હજુ સુધી અમને જૈન મંદિર મળ્યું નહોતું. પ્રાચીન બુર્જ (કાંગરા)થી નીચે ઊતરતાં એક પાકી ઇમારત નજરે પડી. આ આખા કિલ્લામાં માત્ર આ એક પાકી ઇમારત ઊભી હતી. લગભગ ૪૦ ફૂટ લંબાઈ અને ૨૦ ફૂટ પહોળાઈવાળી આ ૧૨૨
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy