________________
---------પાકિસ્તાનનાં જૈન મંદિરો-----------------
મંદિરના એક ખૂણામાં સીડી બનેલી હતી, જેનું દ્વાર ખુલ્લું હતું. અમને મંદિરમાં જવાનો રસ્તો મળી ગયો. મેં આ વિશે બુઝુર્ગને વાત કરી તો તે કહેવા લાગ્યા,
અંદર જશો નહીં. ત્યાં દુર્ગધ અને અંધારું છે. ક્યાંક કોઈ જીવ-જંતુ કરડી ન જાય !'
તેમની વાત સાંભળ્યા વિના અમે પગથિયાં ઊતરવા લાગ્યા. એક-એક પગથિયાં સાથે દુર્ગધ અને અંધકાર વધી રહ્યાં હતાં, પાણી અને માટીની દુર્ગધ !
ઓક્સિજનની અછત લાગતી હતી. મોબાઈલ વડે પ્રકાશ કર્યો તો એક સાપ નજરે પડ્યો. ઉપર ડંખ મારવાવાળી મધમાખીનો મધપૂડો હતો. બેસતાં-બેસતાં પગથિયાં ઊતર્યા.
દીવાલ પર લાગેલ ફેસ્કોઝ' (દીવાલમાં નકશીકામવાળા પેઈંટીંગ)અને ચિત્રકળા નજરે પડ્યાં. મને લાગ્યું કે, અમારા આવવાથી કદાચ કોઈ તીર્થકર, આચાર્ય કે મુનિની ધ્યાનસમાધિ ભંગ થઈ ગઈ હશે! મંદિરની દીવાલો પર ઘણા બધાં ચિત્રો હતાં, જે કદાચ આ દુર્ગધથી તડપી રહ્યાં હતાં.
મેં સામેની દીવાલ પર પ્રકાશ ફેંક્યો. એક નાનકડો દરવાજો, બિલકુલ સામે હતી વેદીની આર્ચ, જે બતાવી રહી હતી કે આ એ સ્થાન છે જ્યાં ભગવાન સુવિધિનાથ બિરાજતા હતા. મંદિરની મૂર્તિ ક્યાં ગઈ તેની ખબર નથી.
ઈમારતની દુર્ગધમાં ઊભા રહેવું હવે મુશ્કેલ લાગતું હતું. હું ફેસ્કોઝ’નાં ફોટો લેવા માગતો હતો, પણ શ્વાસ રૂંધાતો હતો. અમારે બહાર નીકળવું પડ્યું. ધીમે ધીમે ફરી છત પર આવી ગયા. મંદિર, શિખર તથા કળશને ફરી ધ્યાનથી જોયાં. સૂરજની સાથે તેના પડછાયા પણ દિશાઓ બદલે છે. જ્યાં સુધી શિખર પોતાના પગ પર ઊભું છે ત્યાં સુધી આવું થતું રહેશે. જ્યારે તેના પગ થાકી જશે ત્યારે તે માટીનો ઢગલો થઈ જશે.
બાબા ગજજાજી. - ઉત્તર-પશ્ચિમ દિશામાં શહેરની બિલકુલ સાથે જૂના ગામના ટેકરા જેવું છે. આ ટેકરો જૂનો છે. આ ટેકરાના પાયા પર પપનાખા વસેલું હતું. એક ખૂણામાં મસ્જિદ છે અને તેમાંથી ૨૦૦-૨૫૦ વાર દૂર જૈન બાબા ગજ્જાનું સ્થાન છે.
(૭૮