________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો –---------- અને મજબૂત તખ્તા હતા. ચૌખટની ઉપર ભગવાન મહાવીરના લાંછન એવા બે સિંહ, દીવાલમાંથી ઉપસેલા અને સિમેન્ટના બનેલા હતા, પણ ત્યાં હતો લોઢાનો મોટો કંડો અને મોટું તાળું. તાળાને કાટ લાગ્યો હતો, જાણ અહીં કોઈ આવ્યું જ ન હોય!
અમારી મુશ્કેલી વધી. ગલીમાં કોઈ વ્યક્તિ દેખાતી નહોતી. અમે મંદિરની દીવાલે ચાલવા લાગ્યા ત્યારે એક બુઝુર્ગ (વૃદ્ધ) દેખાયા. નમસ્કાર કરીને અમે
પૂછ્યું,
“અમે લાહોરથી આ મંદિર જોવા આવ્યા છીએ. તેનો દરવાજો ખૂલી શકે ખરો ?'
‘દ્વારની ચાવી જેમની પાસે છે તેઓ બહારગામ ગયા છે.'
કોઈ એવો ઉપાય ખરો કે અમે તેની છત પર જઈ ત્યાંથી તેનાં ચિત્ર બનાવી શકીએ ?'
“હા, તમે આ નવી બનતી ઈમારત પર જાઓ, તેની છત મંદિરના છતથી જોડાયેલી છે.”
તે બુઝુર્ગ અમારી સાથે નવી ઈમારતના પગથિયાં ચડવા લાગ્યા. અમે પાછળ હતા. ઈમારતની છત તો મંદિર સાથે જોડાયેલી હતી. હું ત્યાંથી મંદિરના શિખર અને કળશનાં ચિત્રો દોરવા લાગ્યો. એટલામાં પેલા બુઝુર્ગ દીવાલ ઓળંગીને મંદિરની છત પર પહોંચી ગયા. મંદિરની ઈમારત અમને બહુ મજબૂત
લાગી.
બુઝુર્ગે કહ્યું કે, આનાથી આગળનું મકાન મારું છે. ઈ.સ. ૧૯૪૭ પહેલાં એ કોઈ ભાવડાઓનું હતું. આ મંદિરવાળો મહોલ્લો છે. તે ભાવડાઓના મહોલ્લા તરીકે પણ ઓળખાતો. આમેય આખો વિસ્તાર ભાવડાઓની ગલી તરીકે જ ઓળખાતો હતો. આ મંદિર પણ ભાવડાઓનું હતું.
આ મંદિરના નામની એક શિલા બહાર લાગેલી હતી. તેમાં અંગ્રેજીમાં લખ્યું હતું -
'Jain Shvetamber Mandir'.
'Lord Suvidhinath'.
૭૭