________________
પ્રકરણ : ૫૭
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઉચ્ચાનગરી
અલ્બેરુનીએ જે નગરને ‘ઉચ્ચ’ કહ્યું છે, તેને આજકાલ ‘ઉચ્છ’ કહેવામાં આવે છે. ખેડામૂર્તિ ગામ અને ટૈક્સિલાના ખંડેરોની વચ્ચે થઈને ‘કલ્લર કહાર’થી જે સડક જાય છે તે ‘ઉચ્છ’ તરફ જાય છે.
ઉચ્છ અથવા ઉચ્ચ નગરીથી કટાસરાજ ૨૫-૩૦ કિ.મી. અને ટૈક્સિલા ૪૦-૪૫ કિ.મી. દૂર છે.
ચીની યાત્રી ફાહ્યાન અને જૈન ઇતિહાસકાર મુનિ કલ્યાણવિજયજી અનુસાર ઉચ્ચનગરી ટૈક્સિલાની નજીક જ છે. આચાર્ય જિનપ્રભસૂરિજીએ પણ ઉચ્ચનગરીનું વર્ણન વિસ્તારથી કર્યું છે.
વિ.સં. ૧૨૯૫ (ઈ.સ. ૧૨૩૮)માં દાદાગુરુ જિનદત્તસૂરિજીએ ઉચ્ચનગરીમાં ચાતુર્માસ કર્યું હતું.
回
૧૬૭