________________
ઇસ્લામાબાદથી કાલાબાગ જતાં કારકોટ, બાલોટ, ધનકોટ અને માડીપત્તન આ બધાં સ્થળે મંદિરો છે એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો પહાડ પર છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં. ત્યાં એક સમયે મંદિર હતું અને હવે તે પ્રતિમાજી ખંભાતમાં બિરાજમાન કરવામાં આવી. (પ્રકરણ : ૧૭)
પ્રકરણ ૧૮માં સિયાલકોટ પછી ગુંજરાવાલા જ એક એવું શહેર છે, કે જેની નજીક પ્રાચીન રાજધાની હોવાના ખંડેર મળે છે. જેનો ઉલ્લેખ ચીની યાત્રાળુ હ્યુનસાંગે પણ કર્યો છે.
જ
એક માહિતી એ પણ મળે છે કે ગુજરાવાલામાં ત્રણ જૈન મંદિરો છે, અહીં આત્મારામજી મહારાજની સમાધિ પણ છે. તેમના પિતા મહારાજ વિભાજનની વ્યથાના કેટલાક પ્રકરણો બહુ જ ગમગીન બની ગયા છે. જે એક સમયે બહુ જ સમૃધ્ધ વિસ્તાર હતો તે આજે કાળની ગર્તામાં ખોવાઈ ગયો છે. આ પુસ્તકે આપણને એ ખંડેરોમાં રહેલી સજીવતાનો પરિચય કરાવ્યો છે. જેના કેટલાક અંશોને ખૂબ જાળવીને લાહોરના મ્યુઝિયમમાં જાળવ્યા છે. પણ આજે એ ભૂમિ વેરાન છે. ત્યાં કેટલાક ખંડિત અવશેષો છે, જેની જાળવણી કરવા માટે કોઈ નથી. તેથી આ શબ્દોથી આહ્વાન કરે છે કે કોઈ સપૂત ત્યાં કદી પહોંચી જશે. પુસ્તકમાં અનેક જગ્યાએ વાચકોને પાકિસ્તાનના વિવિધ મંદિરના ભાવદર્શન માટે લઇ જવાય છે. એક સમયે જ્યાં મંદિર હતું, આજે ત્યાં શું અને એ પ્રતિમાજીને ક્યાં હવે મુકાયા છે, તેની માહિતી મળી રહે છે. એ ખંડિત મંદિરોનું
સ્થાપત્ય અને કેટલાક બચી ગયેલાં સારાં મંદિરોની સ્થાપત્ય કળા અને કારીગીરીના પુરાવા અંગે પૂરતી વિગતો મળે છે.
આ પુસ્તકના દરેક પ્રકરણ એક પછી એક વિસ્તારમાં લેખકનો પ્રવાસ આગળ ચાલે છે, અહીં એ જ સ્થળની માહિતી વિશેષ મળે છે, જ્યાં જૈન મંદિરો હતા અને સાથે અન્ય કોઈ જાણ-જીવનને લગતી બાબતોને સ્પર્શવાને બદલે લેખકનો કૅમેરો ભૂતકાળના ભવ્ય ઈતિહાસને ચિત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના સ્વાનુભવનો આ ઈતિહાસ હોવાને કારણે તેમની દૃષ્ટિ અહીં સ્વાભાવિક રીતે ભળે છે. એક સમયનું રામનગર હવે રસૂલનગર બની ગયું છે. જ્યાં જે લોકો રહે ત્યાંની ભૌગોલિકતા પર તેનો પ્રભાવ સ્વાભાવિક રહેવાનો જ ! ૧૯૪૭ પહેલાં જ્યાં ૩૦ ઓરડાઓ મંદિરના પરિસરમાં હતા અને આજે માત્ર માટી જ જો બચી હોય તો આપણને આપણી માનવીય નિષ્ફળતાનો સહેજે અહેસાસ થાય. સ્થાપત્યની વેરાન ભૂમિ ખોવાયેલી વસંતની અનુભૂતિ કરાવે છે. અહીનું કરાયેલું વર્ણન જ ઉદાસીનો અનુભવ કરાવવા પૂરતું છે, કૅમેરાના ફ્લૅશથી ચામાચીડિયા પાંખો ફફડાવવા લાગ્યાં. એવું લાગ્યું કે આ મંદિરની રખેવાળી કરનારો કોઈ આત્મા હોય ! મેં છતને ધ્યાનથી જોઈ. એકદમ ઉદાસ છત પર લાગેલ લાકડાની
(XII)