SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો વસી ગયા હોય, જ્યાં પછીથી રાવલપિંડી શહેર બન્યું ઈસ્લામાબાદમાં ફરતાં મને સદા એ ખ્યાલ આવે છે કે ધરતીના કેટલાક ભાગોમાં સદા રાજધાની હોવાનું માન પ્રાપ્ત થાય છે, જેમકે દિલ્હી અને ટેક્સલાવર્તમાનમાં ઇસ્લામાબાદ અને ટેક્સલાની વચ્ચે એક મારગલાહ પહાડી છે. ટેક્સલા મારગલાહથી એ બાજુ બૌદ્ધ ભિક્ષુઓની તપસ્યાભૂમિ, હજારો વર્ષ જૂની પ્રાચીન ગુફા ઇસ્લામાબાદમાં છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, તેમાં રાવલપિંડી શહેર અને તેમાં છે ભાવડાબજાર. જૈન સ્થાનક આજે તો હું માત્ર જૈન મંદિરોની શોધમાં આવ્યો હતો, પણ હકીકતમાં આ જૈનસ્થાનક છે. તે ભાવડા બજારના ભાવડિયાં મહોલ્લામાં આજે પણ ઉપસ્થિત છે. એક ખૂબ ઊંચી ઈમારત (અત્યારે તો માત્ર નામ અને શકલ માત્ર છે) કોઇકના મકાન છે. ઘરમાં રહેનારા તમને અંદર પણ નથી આવવા દેતા. હું ગલીમાં ઊભો રહીને બહારના ગેટનાં ચિત્ર બનાવવા લાગ્યો, એટલામાં એક યુવાન મારી પાસે આવ્યો, હું અહીં કોઈ ઘરની છત પર જઈ શકું કે ત્યાંથી હું અહીંના ફોટા લઈ શકું?' “હા, કેમ નહીં? આ અમારું જ ઘર છે.' તેણે ઉત્સાહપૂર્વક ઘરનો દરવાજો ખોલ્યો અને મને અંદર બોલાવી લીધો. - છત પર રોશની અને ખુલ્લું આકાશ. દૂર સુધી મકાનોની છત. દરેક છતની પોતાની કથા! મારી સામે “શ્વેતાંબર જૈન સ્થાનક' શાન સાથે ઊભું હતું. દીવાલોના રંગ બદલાયા, પણ બીજા કોઈ પરિવર્તન નહીં. ફોટાઓ પાડીને છતથી નીચે ઊતર્યો અને તેમની રજા લઈ ને શાળા શોધવા લાગ્યો. વાંકીચૂંકી ભીડવાળી ગલીઓ. સુંદર મકાનો. દરેક ઘરનો દરવાજો મને બોલાવીને પોતાની કથા સંભળાવવા માગતો હતો. એક ઘર પર લાગેલી તક્તીએ મને પકડી રાખ્યો - “લાલા રામલુભાયા શાહ, કાર્તિક સં. ૧૯૬૭ વિક્રમી”. મેં હિસાબ લગાવ્યો. ઈ.સ. ૧૯૧૦ થઈ. આ ઘરે શું નહીં જોયું હોય એ વિચારમાં રુંવાડા ખડાં થઈ ગયાં. કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું કે પંજાબમાં કુલ પાંચ પરંપરાઓની પટ્ટાવલીઓ ૧૬ ૦
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy