________________
-------પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૨૭
ખાનકાહ ડોગરા પાસે ફારૂકાબાદનું જૈન મંદિર
નમ જ વન સ્વાટી . અર્થાત્ કાળાં વાદળાંઓની કાલિમા છવાઈ ગઈ !
ક્યારેક આ શહેરનું નામ ટિમ્બા મિયાં આલી' હતું, જે અત્યારે માટીનો ઢગલો છે. તેના પર વેરાયેલી સદીઓ જૂની ઠીકરીઓ જાણે મને કહેવા લાગી હતી કે, અમને ઓળખો. તમારા હાથોનાં નિશાન અમે આજ સુધી સંભાળીને રાખ્યાં છે. હું મારી હથેળીઓ જોવા લાગ્યો તો ઠીકરીઓ ખડખડાટ હસવા લાગી.
આના પહેલાં આ શહેરનું નામ “અસાખર’ હતું, જે પંજાબના નાનકડા વિસ્તારની રાજધાની હતું. અસાખર અથવા અસરૂરની કથા ચીની યાત્રાળુ હ્યુનસાગે પણ સંભળાવી છે. તે ઈ.સ. ૬૩૦માં આ નગરમાં આવ્યો હતો. મહાત્મા બુદ્ધનાં ચરણસ્પર્શ આ ધરતી પર થયાં હતાં. સમ્રાટ અશોકે અહીં સ્તૂપ બનાવ્યો હતો. ભિક્ષુઓ અહીં આવતા રહેતા. મહાન આર્કિયોલૉજિસ્ટ ડૉ. દાનીએ અહીં ખોદકામ કરાવ્યું અને પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની સાથે લઈ ગયા. જે બાકી રહ્યું તે અહીં પડ્યું છે. મેં આ ઢગલામાંથી એક ઠીકરી ઉઠાવી અને પીલીના સ્વરમાં બોલ્યો -
'पीलू चढिया टेर ते, थीं खला हैरान, सच सच बोलनी ठीकरिये, कित वल्ल गया जहान ।'
અર્થાત્ એક જૂના પીલૂના ઢગલા પર મનુષ્ય ઊભો છે અને પરેશાન થઈ એક નાના કાંકરા (ઠીકરી)ને પૂછે છે કે, સાચું કહે કે અહીં રહેવાવાળા લોકો ક્યાં ખોવાઈ ગયા ? ક્યાં ચાલ્યા ગયા ? (સંસારની અસારતા દર્શાવી છે).
આ અગાઉ પણ હું અહીં આવ્યો હતો. ત્યારે નાનકસાહેબે કરેલો સાચો સોદો યાદ આવ્યો. ગુરુનાનકે પોતાના પિતા કાનૂની કમાણીમાંથી જંગલમાં સાધુઓને લંગર (પંક્તિબદ્ધ ભોજન) કરાવ્યું હતું અને તેને સાચો સોદો કહ્યો
૮૫