________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી કે જેમની અંજનશલાકા ગત વર્ષે સનખતરામાં થઈ હતી, તેમનું સ્થાન નિર્ધારિત કરી, ભૂમિપૂજન પણ આ ગુરુદેવની નિશ્રામાં થયું. મંદિર બનાવવાનું કામ પોતાની ગતિથી ચાલતું રહ્યું અને ઈ.સ. ૧૯૧૨ સુધીમાં મંદિર તૈયાર થઈ ગયું. શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે આજ્ઞા તથા મુહૂર્ત મેળવીને તા. ૧૯-૨-૧૯૧૩, વિ.સં. ૧૯૬૯, માઘ શુક્લ તેરસ, બુધવારના દિવસે ભગવાન મુનિસુવ્રતસ્વામી જૈન મંદિરની પ્રતિષ્ઠા સ્વામીજી સુમતિવિજયજી તથા પંન્યાસ સુંદરવિજયજી દ્વારા સંપન્ન થઈ હતી.
આ મંદિરમાં મૂર્તિઓ રાખવાનું સ્થાન પહેલા માળે ખૂબ સુંદર રીતે બનાવેલ છે. ઘરમાં રહેતા લોકો સાફસફાઈ રાખે છે. ૧૯મા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીની બન્ને બાજુ ઋષભદેવ તથા ચંદ્રપ્રભુ બિરાજમાન હતા.
ભાવડા મહોલ્લામાં સ્થિત મંદિરની સાથે જ સાધુઓને રહેવા માટેનો ઉપાશ્રય હતો. છોકરીઓ માટેની શાળા પણ સમાજ દ્વારા સ્થાપવામાં આવી હતી, જે ઈ.સ. ૧૯૪૭ સુધી સફળતાપૂર્વક ચાલતી રહી. (પાકિસ્તાનનું નિર્માણ થતાં નારોવાલની આ સ્કૂલના દસ્તાવેજના આધારે સરકારે અંબાલા શહેરમાં એક શાળા બનાવવા માટે જગ્યા ફાળવી હતી.)
નારોવાલમાં સાધુઓનું આવાગમન થતું રહેતું. ઈ.સ. ૧૮૯૭ (વિ.સં. ૧૯૫૪)માં આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ અહીં ચાતુર્માસ કર્યું હતું. તેઓએ અહીં જ મુનિ લલિતવિજયજીને સાધુદીક્ષા આપી હતી.
અહીંની એક જૈન ધર્મશાળા ‘શેઠ પંજૂશાહ ધર્મચંદ કી સરાય’ નામથી અત્યાર સુધી મશહૂર છે. તેનાથી જૈન સમાજની જનસેવા તથા પરોપકારની ભાવના જોવા મળે છે.
જૈન સ્થાનક
અહીંના જૈન સ્થાનકમાં એક હૉલ તથા બે ઓરડાઓ સાધુ-સાધ્વીજીઓ માટે હતા. સામાજિક કાર્યો પણ થતાં રહેતાં.
ભાવડા મહોલ્લાના લોકો
મહોલ્લાથી બહાર થોડે દૂર એક મજાર હતી, જે ‘ધુવાજા પીર’ તરીકે
૯૭