________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૪૨
ગોડી તીર્થના વંદન-પૂજન અર્થે આવતા યાત્રી સંઘો
વિ.સં. ૧૮૮૯ અષાઢ વદ સાતમના ઉત્તરાર્ધમાં લુંકાગચ્છના પૂજ્ય વિમલચન્દ્રજીના પટ્ટધર પૂજ્ય રામચંદ્રજીએ પોતાના યતિમંડળ સાથે પંજાબમાં શ્રાવકશ્રી દારમલ દ્વારા કાઢવામાં આવેલ છે'રી પાલિત યાત્રાસંઘ સાથે પારકર (સિંધ) દેશમાં શ્રી ગોડી પાર્શ્વનાથના અતિપ્રાચીન જૈન મહાતીર્થની યાત્રા કરી હતી. એ સમયે તેઓએ સંસ્કૃતમાં ગૌડી પાર્શ્વનાથની સ્તુતિ કરી હતી તેમાં અહીં કરેલ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે.
સ્તુતિ શ્રી ગૌડી પાર્શ્વનાથ (आदि) गोडी प्रभो पार्श्व ! दर्शनं देहि मे । सधेन सार्द्धं समुपागतां मे ।
अव्यक्त मूर्ते जनतारक! दर्शनं भक्तयाय लोकेश दया सुधानिधे ॥ पारकरे देशवरे सुवासनं योगैरचित्यं भववारिपातकं ।
वामांगजं देव-नरेन्द्र सेवितं । ध्यायामि ऽहं कर्मवनौधदायकं ।। (अन्त) लुंकोत्तरर्द्धस्य गणस्य स्वामिना श्री रामचन्द्रेण सहीवभावता ।
श्री दासमल्लेन च संघधारया । यात्रा बिहारी करणाय आगता ॥ સંવાછાણ વર્ષથુન (1889) મૂમયેષાઢ માસે સિત સપ્તમી તિથી भाग्येन यात्रा तव देव सम्मतां कृत्वा कृतं जन्मकृतार्थमुत्तमं ॥ अहं भावेन ते पार्वं नमामि चरणद्वयं संसारवासतो भीतं । मा रक्ष-रक्ष कृपानिधे ! त्वं । गोड़ी प्रभो पार्श्व । दर्शनं देहि मे ॥
(૨) વિ.સં. ૧૮૩૩ ફાગણ વદ-૧૨ પંજાબથી તપાગચ્છીય યતિ શ્રી ફત્તેવિજયજી પારકર દેશમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની યાત્રા કરવા આવ્યા હતા.
૧૨૮