________________
નિવેદન
પાકિસ્તાનમાં જૈન ધર્મ અને જૈન મંદિરોનો ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. પાકિસ્તાનના પ્રસિદ્ધ પત્રકાર અને લેખક શ્રી ઇકબાલ કૈસરે પરિભ્રમણ પ્રવાસનો પરશ્રિમ કર્યો. સાથેસાથે ગ્રંથો, ગેઝેટ્સ, વ્યક્તિગત મુલાકાત દ્વારા એક ઉત્કૃષ્ઠ સંશોધનનું કાર્ય કર્યું. પત્રકાર, લેખક અને ઇતિહાસવિદ્દ મહેન્દ્રકુમાર જૈન “મસ્ત”એ આ કાર્યને પોતાની સૂઝબુઝથી આગળ વધારી એક સુંદર સચિત્ર ગ્રંથનું નિર્માણ કર્યું.
આ અમૂલ્ય સામગ્રી વાંચતા પાકિસ્તાનમાં રહેલા હિન્દુ અને જૈનોની સંઘર્ષકથા જાણવા મળી. અહીં ઉપલબ્ધ શ્રી કાલિકાચાર્યથી માંડીને
શ્રી આત્મારામજી મહારાજ સાહેબ સુધીનો બાવીસ વર્ષનો ઇતિહાસ રસપ્રદ છે. * પૂ. જિનચંદ્રસૂરિ, યતિ શ્રી રામષિજી, ચંદ્રગુપ્ત મૌર્ય, દાદાગુરુ જિનકુશલસૂરિ, પૂ. ખિલ્લુઋષિજી, શ્રી વિજયવલ્લભજી, પૂ. રામચંદ્રજી,
શ્રી યક્ષદેવ, શ્રી સિદ્ધસૂરિ, શ્રી જિનદત્તસૂરિ, મુનિશ્રી ખજાનચંદજી, માનદેવસૂરિ, * જિનપ્રભસૂરિ, આચાર્ય વિજયાનંદસૂરિ જેવા અનેક મહાન આચાર્યોની આ તપોભૂમિ અને કર્મભૂમિની વિગતો તપાસવા જેવી છે.
વળી સરસ્વતી નદી, તક્ષશિલા, ગુજરાવાલા, ગોડીજી પાર્શ્વનાથ જિનાલય, સમ્રાટ અકબરની તવારીખ એક ઉજળા ઇતિહાસને ઉજાગર કરે છે.
પાકિસ્તાનમાં જૈન ધર્મ અને મંદિરો એ આપણો વિસરાયેલો વારસો છે, પરંતુ આ વારસો ભવિષ્યનું દિશાદર્શન કરાવનારો છે.
અનુવાદ કાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન બરવાળિયા તથા છે શ્રી મિતેશભાઈ શાહ (અમદાવાદ)નો સહયોગ મળ્યો છે.