________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
આ ઓરડા સાથે જ સીડીઓ હતી. અમે છત પર આવી ગયા. આ છતથી મંદિરના શિખરના ફોટાઓ સહેલાઈથી લીધા. શિખરની બિલકુલ ઉપરના ભાગમાં ચારેબાજુ ભગવાનની ચાર મૂર્તિઓ કસૂરના જૈન મંદિરની જેમ જ હતી. મને લાગ્યું કે આ મૂર્તિઓએ પોતાની ભીતર આ મંદિરનો જૂનો ઇતિહાસ છુપાવ્યો છે. તે ઇતિહાસ, જે આ ચારેય મૂર્તિઓએ ખુદ રચ્યો છે, દેખ્યો છે અને પોતાની
પાસે એકઠો કરી સંભાળીને રાખ્યો છે.
આ મંદિર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૯૪૧માં બનાવડાવ્યું હતું અને અહીં સોળમા તીર્થંકર ભગવાન શાંતિનાથ અને ઉપરના માળે ભગવાન પાર્શ્વનાથને બિરાજમાન કર્યા હતા. તેઓશ્રીએ માત્ર ખાનકાહ ડોગરાંમાં જ નહીં, પરંતુ લાહોર, કસૂર, રાયકોટ, સિયાલકોટ, ફાજિલકા, સાઢૌરા, સામાના, રોપડ, બિનૌલી તથા બૌત વગેરે સ્થળે જૈન મંદિરો બનાવડાવ્યાં તથા મૂર્તિઓ સ્થાપિત કરાવી. છોકરા-છોકરીઓના અભ્યાસ માટે સ્કૂલ, કૉલેજો તથા ગુરુકુળો બનાવ્યાં. મુંબઈમાં ઈ.સ. ૧૯૫૪માં તેઓ કાળધર્મ પામ્યા. મુંબઈમાં તેઓનું સમાધિસ્થળ બન્યું છે.
વિજય વલ્લભસૂરિજીનો જન્મ વડોદરામાં થયો હતો અને ૧૭ વર્ષની વયે આત્મારામજી મહારાજ પાસે તપાગચ્છમાં મુનિદીક્ષા લીધી. તેઓના પ્રચારનું ક્ષેત્ર મોટે ભાગે પંજાબ રહ્યું. આ ખાનકાહ ડોગરાનું મંદિર અને ઉપાશ્રય તેઓએ ઈ.સ. ૧૯૪૦માં બંધાવ્યાં. પાકિસ્તાનનું આ મંદિર અને સ્યાલકોટનું મંદિર તેઓની
અંતિમ યાદગીરી છે.
અંધકાર સમા તે પાંચ દીપકો બુઝાઈ ગયા. મેં અચાનક મારા હાથ જોયા. મારા હાથ પર તે દીપકોની શાહી એવી રીતે વિરાજમાન હતી, જાણે હું ખુદ તે શાહી લાવ્યો હોઉં !
ते जम गई
.યાદી
જૈન સ્થાનક
અહીં સ્થાનકવાસી પરિવારો વધારે નહોતા, છતાં એક સુંદર સ્થાનક સાધુસધ્વીજીઓ માટે પર્યાપ્ત હતું. બન્ને સમાજમાં પૂરો મેળાપ તથા સહયોગ દૃષ્ટિગોચર થતા હતા. આ સ્થાનક હવે એક ઘર છે અને તે પોતાની ઓળખ ખોઈ બેઠું છે !
回
स्याही
૮૯